દીકરીની પૂકાર

મે 22, 2009 at 1:37 પી એમ(pm) 21 comments

 
 
 

દીકરીની પૂકાર

દીકરી થઈ, જન્મ લેવો છે ભારતમાં મારે,
જન્મ દેવા કોણ તૈયાર છે આજે ?    (ટેક )
પુરાણી વૃત્તિના લોકો કહે છે, દીકરો મુજ જીવન-સહારો,
અને, ગણે છે દીકરીને બોજારૂપી ભારો,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૧)
હશે માનવ-વિચારો જુદા, આ ટેકનોલોજીના યુગમાં,
કિન્તુ, મળી નિરાશા, હવે તો મારે છે મુજને જન્મ પહેલા,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૨)
પ્રભુ-ઇચ્છા થકી બનું છું દીકરી આ જગતમાં,
દેજો પ્રેમભર્યો આવકારો પ્રભુ-બાળને આ જગતમાં,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !………દીકરી…..(૩)
દીકરા સમાન છે દીકરી તો આ જગતમાં,
માતા, બેન કે પત્ની સ્વરૂપે હશે એ દીકરી આ સંસારમાં,
સમજ આવી ક્યારે હશે માનવ-હૈયામાં ?
ત્યારે…..ચંદ્ર કહે, હશે પરિવર્તન એવું માનવ-જીવનમાં
નિહાળી એવું, હશે ચંદ્ર-હૈયે ખુશી પ્રભુ-સ્મરણમાં !…..દીકરી…..(૪)
 
કાવ્ય રચના…..                    ચંદ્રવદન
પ્રગટ થઈ…..”પ્રજાપતિ ” માસીક અંક મે, ૨૦૦૮
 
 
 

બે શબ્દો

” સંસાર અને સબંધો ” નામકરણે પ્રથંમ પોસ્ટ કરી અને ત્યારબાદ, સંસારના સબંધો બારે એક પછી એક અનેક પોસ્ટૉ પ્રગટ કરી…..અને આજે છે ” દીકરીની પૂકાર ” નામે આ પોસ્ટ.
માતા-પિતાના સંતાનો સાથે સબંધો બારે કહેતા સંતાનરૂપી  “દીકરી ” બારે આ પોસ્ટ છે. અહી, ભારતમાં અને અન્ય જગ્યાએ હિન્દુ સંસ્કુતિએ ચાલનારા કુટુંબો દીકરી જન્મે ત્યારે ” નાખુશી ” કે ” દીકરીને બોજારૂપી ” ગણી જે અન્યાય કે પાપ કરી રહ્યા છે તે સૌની આંખો ખોલવાના હેતું સાથે આ કાવ્ય રચના એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
આ ટેકનોલોજીના જમાનામાં બાળક જન્મ લેય તે પહેલા સંતાન દીકરી કે દીકરો હશે તેની જાણ શક્ય છે……આ તો ખુશીની વાત, પણ એનો સહારો “અંધકારમાં ડુબી પ્રજા ” ખોટા માર્ગે ચાલી, સંતાનરૂપે દીકરી જાણી, દીકરીને જન્મ પહેલા મારે છે. શું દીકરીને જન્મ લેવાનો અધીકાર પણ નહી ? જો માતા-પિતા અને સમાજ એવું માને કે ભાગ્યમાં જે સંતાન હોય તે એક ” પ્રભુની ભેટ છે અને તે ભલે દીકરી કે દીકરો હોય “……..આવી હ્રદય-ભાવના ક્યારે જાગૃત થશે ?
ભારતમાં “દીકરાનો મોહ ” અને ” જુની ચાલતી આવતી વૃત્તિ “ના કારણે આ “અંધકાર ” છે……યુવાપેઠી જ્ઞાન-પ્રકાશથી નવી દ્રશ્થીથી સંતાનને આવકારો આપે છે………વડીલો પણ નવા વિચારો સાથે સહમત થતા જાય છે…….આ પ્રમાણે જો  થતું રહેશે તો એક દિવસ ” ખોટા વિચારરૂપી અંધકાર ” જરૂરથી નાબુદ થશે જ ! જ્યારે દીકરી કે દીકરાને એક સરખો પ્રેમ મળતો થશે ત્યારે જ આ ” દીકારીની પૂકાર ” બંધ થશે. …….અને, ભારતીય-સંસ્કુતિ, જેના ઉંડાણમાં જે “સૌ પ્રત્યે પ્રેમ ” નો ઉપદેશ ફરી ઉપર આવશે, સૌને સાચી સમજ આપશે, અને આવા પરિવર્તનમાં એક ” પ્રકાશરૂપી જાગૃતિ ” હશે !……….ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Gujarati Poem entitled ” Dikarini Pukaar ” which means ” A daugther’s Voice “…..a Poem which brings the mal-treatment/ resentment shown by the Society in India on the birth of a daugher as a child……even the use of the Ultrasound to know the sex of the child before the birth is leading the Society to kill the child before it’s birth. Very sad yet very true ! In the Poem it is hoped that there be a fundamental change in the thinking of the Society & that the daughter or the son are regarded as “the Gift of God “. I, for one, will be very happy to witness such a CHANGE !……..>>>>>>>Chandravadan.

Entry filed under: કાવ્યો.

દામ્પત્ય જીવન મિત્રતાના સ્નેહસબંધે

21 ટિપ્પણીઓ Add your own

 • 1. Swastika  |  મે 22, 2009 પર 3:32 પી એમ(pm)

  Dear Uncle and auntie

  Hope you both are fine there. Even though cannot read gujarati, can understand the virtous subject and thought behind this article. Good to see your new posts.

  Have been long since heard from you , would call up and catch up with you both soon.

  Best Regards
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 2. Harnish Jani  |  મે 22, 2009 પર 3:58 પી એમ(pm)

  વાહ વાહ , ખૂબ સરસ વિષય તમે છેડ્યો છે.આજના જમાનામાં આવી વાતો આવકાર્ય છે.સુંદર રચના બદલ અભિનંદન.

  જવાબ આપો
 • 3. Dr.Shashikant Mistry  |  મે 22, 2009 પર 7:47 પી એમ(pm)

  Chandrakantbhai,

  What you say about daughter is true in most orthodox Gujarati families both in India and overseas.
  However,there is a big change in attitudes in most modern families where they accept the birth of of daughter as auspicious as birth of a son.
  Today we see that daughters study and have academic qualifications equal or even better than sons. They also are able to have jobs and earning capacity equal or better than sons. She not only look after her own elderly parents but also those of her husband as well. Most parents have noticed this change and so have changed their views about daughters.This is the most welcome change in a modern society both in India and overseas.

  જવાબ આપો
 • 4. pragnaju  |  મે 23, 2009 પર 1:31 એ એમ (am)

  દિકરીનો સરસ પુકાર
  હવે તેને લીધે પરિવર્તન શક્ય બન્યું છે
  પણ હજુ વધુ પોકારની જરુર છે

  જવાબ આપો
 • 5. અક્ષયપાત્ર  |  મે 23, 2009 પર 2:56 એ એમ (am)

  દીકરીની વેદના સારી રીતે વ્યક્ત થઈ છે. આભાર !

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  મે 23, 2009 પર 4:08 એ એમ (am)

  બદલશે કોણ વૃત્તિ એમની ?

  Though slowly but we eager for change and poem has a voice
  with deep sorrow.
  Meaningful poem.Congratulation.
  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 7. ashalata  |  મે 23, 2009 પર 11:29 એ એમ (am)

  dikarini vedanane aa rite ujagar karva badal aabhar

  best Regards

  Ashalata

  જવાબ આપો
 • 8. Capt. Narendra  |  મે 23, 2009 પર 1:23 પી એમ(pm)

  Nice to see you back after a long time. You have returned with a really nice piece.Very few people realize that the love and care a daughter gives last several life times, not just this one, Your poem says that so lucidly!

  જવાબ આપો
 • 9. razia  |  મે 23, 2009 પર 3:19 પી એમ(pm)

  સુંદર કવિતા..આજે મને ગર્વ છે કે હું દિકરી બની ને મારી માતા ની કૂખે અવતરી. દિકરીઓને દિકરાઓ થી પણ ચઢિયાતી બનાવનાર મારી સ્વર્ગીય માતા ને આજે મારા લાખ-લાક્જ પ્રણામ.મારા બ્લોગ પર જરૂર પધારશો.

  જવાબ આપો
 • 10. Ramchandra Prajapati  |  મે 24, 2009 પર 6:41 એ એમ (am)

  Jay Shree Krishna!!!

  Chandravadan Mistry Uncle,
  “Dikri ni Pukar” poem is Excellent.But now in a change of Generation, Growth of Education, Educated family (society) will not make difference between son & Daughter.Only uneducated people will make difference between son & daughter in most of rural area.they don’t have knowledge of value of Education or miss to get it or provide it by any reasons.Today, daugter will get same oppournity in a society due to higher education.
  whenever, Guys will educate, it becomes revolucation in a society and balance the birth ratio.

  Congrulation for the very nice post and will hope next Generation will be accept any new comers is a “GOD OF GIFT”.

  જવાબ આપો
 • 11. Vishvas  |  મે 24, 2009 પર 12:56 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  જો કે હવે દીકરી એ ઘરની લાડકી થવા લાગી છે, પણ કહે છે કે સ્ત્રીની સૌથી મોટી શત્રુ સ્ત્રી જ બને છે.ક્યારેક વહુની મા ને બદલે સાસુ બની કે બેન ને બદલે નણદી,,, અને કદાચ એમ કહું તો ખોટું નહી હોય કે પિતાને દીકરા કરતા પણ દીકરી પર હેત હંમેશા વધારે જ હોય અને માતા ને દીકરી ગમે તેટલી મદદ કરાવે છતા તેનો લાડકો જ વહાલો આમ કેમ???
  સાચી વાત કહી આપે દીકરા કે દીકરી કરતાં એક સંતાન તરીકે જોઈએ તો જ યોગ્ય રહે….
  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 12. Thakorbhai P Mistry  |  મે 24, 2009 પર 7:50 પી એમ(pm)

  પુત્રી એ મોટી થઇ સ્ત્રી બને છે અને એની મહાન્તા જે વ્યક્તિ પામી શકે તો પુત્રી પ્રત્યે ભેદભાવ જોઈ શકે નહી. સ્ત્રી એ ઈશ્વરની સર્વશ્રેષ્ટ કૃતિ છે. સહનશીલતા, ધીરજ, બલિદાન, આત્મવિશ્વાસ, આ સર્વ સ્ત્રીમાં છે. સ્ત્રીની શક્તિ મહાન છે. જે શક્તિથી મહાન પુરુષો જન્મે છે. પક્ષીમ દેશોમાં પુત્રી અને પુત્રમાં ભેદ જોતા નથી. પરંતુ ભારતમાં જુન્વીચારી લોકોમાં ભેદભાવ હજી પ્રચલિત છે. સમય જતા આ વિચારોમાં તબ્દીલ્લી જરૂર આવશે એવું મારું માનવું છે.

  જવાબ આપો
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  મે 25, 2009 પર 4:55 પી એમ(pm)

  This is an Email Response fom CHANDRASHEKHAR BHATT of LA>>>>>

  Dear Doctor:

  I was wondering about the my port friend’s whereabouts as there was no information or the new post were coming through internet. Your thoughtful poem about Dikari ni pukar is heartily felt. I too dreamed to have one daughter but it did not happen that way. It’s a fact that a daughter will always take care of the father. A daughter will bring the son-in-law while a wife takes the boy away from home. A daughter is a bridge between two homes. I believe the dislike about daughter came in families where dowry has to be given but fortunately it is fading away.

  How is your health? can you escape for and come down south to visit us? sau Kamuben ne yaad. Jay shri krushna!!!!!

  Chandrashekhar S. Bhatt

  જવાબ આપો
 • 14. DR. CHANDRAVADAN MISTRY  |  મે 25, 2009 પર 4:57 પી એમ(pm)

  This is an Email Response for this Post from BHARATBHAI>>>>>

  Re: Fw: NEW POST on CHANDRAPUKARFriday, May 22, 2009 8:57 PM
  From: “BHARAT S” View contact detailsTo: “chadravada mistry” bahuja sarash tame kavita lakhi che tame je sunder dikari ni poem lakhi che te bahu gami

  જવાબ આપો
 • 15. અમિત પટેલ  |  મે 27, 2009 પર 12:14 પી એમ(pm)

  Unchahi Crying for love ! ! !

  જવાબ આપો
 • 16. DR. CHANDRAVADAN MISTRY  |  મે 28, 2009 પર 12:30 એ એમ (am)

  This is an Email Response from a friend, ANAND RAO of LA, California after his 1st VISIT to my Blog & then READING several Posts on HOME….& even though his COMMENTS are for several Posts, I took the liberty of posting fot this Post of DIKARINI PUKAAR >>>>>>

  : “anand rao” View contact detailsTo: “chadravada mistry” Dear C-bhai,
  I saw your blog … read ”dikarini pookar” ”nari jivan anjali” ”mat-viday 19th Apr.” and some other … you are pouring and leting yourself flow like a huge falls … helps others too. Very good.
  Who made the sketches in ”dikarini pookar” and ”nari jivan anjali”? They very good.
  Anand Rao.

  જવાબ આપો
 • 17. પ્રવિણ કે.શ્રીમાળી  |  જૂન 4, 2009 પર 1:36 પી એમ(pm)

  આવી સુંદર રચનાઓ આપવા બદલ આભિનંદન !
  – પ્રવિણ કે.શ્રીમાળી
  http://kalamprasadi.blogspot.com
  http://kalamprasadi.gujaratiblogs.com

  યુ વ માટે ખસ મારો આ બ્લોગ છે એકવાર નજર કરશો મર દોસ્તો

  http://yuvarojagar.blogspot.com
  http://yuvarojagar.gujaratiblogs.comVery good your think

  જવાબ આપો
 • 18. Neela  |  જૂન 5, 2009 પર 5:44 એ એમ (am)

  સરસ

  જવાબ આપો
 • 19. sushir bhatt  |  ઓક્ટોબર 29, 2010 પર 11:49 એ એમ (am)

  bahu majanu kai didhu

  જવાબ આપો
  • 20. chandravadan  |  ઓક્ટોબર 29, 2010 પર 8:03 પી એમ(pm)

   Bhai Sushir,
   THANKS for your VISIT/COMMENT for this Post.
   This was an OLD POST..It was nice of you to read the old Posts.
   Inviting you to REVISIT & may be read posts on HOME of my Blog Chandrapukar !>>>>>CHANDRAVADAN

   જવાબ આપો
 • 21. Ramesh Champaneri  |  જાન્યુઆરી 19, 2013 પર 8:04 એ એમ (am)

  aa gamyu

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,435 hits

Disclimer

સંગ્રહ

મે 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: