દામ્પત્ય જીવન

મે 11, 2009 at 2:36 pm 12 comments

 
saptapadi

 

                 દામ્પત્ય જીવન

 

જીવન એક સંગ્રામ છે,

ડગલે ને પગલે શૌર્ય ની જરૂરત પડે,

કિન્તુ, વીરતાનો દીપક પ્રજવલિત રાખવા,

સ્નેહનું શુધ્ધ ઘી પુઉરતા રહેવું પડે, (૧)

 

દુ:ખ માનવી-હૈયાને જ્યારે કેદી કરે,

પરસ્પરના હ્રદયને એક કરવું રહ્યું,

દામ્પત્ય જીવનની આ તો એક સાધના રહી,

જે થકી જીવન સંસારમાં ખરું શુખ મળ્યું (૨)

  

વિપત્તિઓ જીવનમાં ઘણી આવી,

વિપત્તિઓ પણ વહેંચી લીધી,

જ્યાં જ્યાં ઘા પડ્યો,

ત્યાં સ્નેહ મલમથી વેદનાઓ રૂજવી લીધી, (૩)

 

ક્યારેક પરસ્પર ગેરસમજ અનુભવી,

રોષ પણ અનુભવ્યો હશે,

છતાં, જ્યાં ગંગાજળ જેવી પવિત્ર સાધના,

ત્યાં અંતે ઉજળું દામ્પત્ય જીવન હશે, (૪)

 

લગ્ન તો કોઈ કરાર નથી,

લગ્ન તો એક પવિત્ર સંસ્કાર છે,

સફળ લગ્ન જીવન માટે જોઈએ ઉંચી હ્રદય સંપત્તિ,

દીપક આવો કોઈ પ્રગટાવશે તો ચંદ્ર આનંદ માનશે

 

કાવ્ય રચના

જાન્યુઆરી ૧૧,૧૯૯૪               ડો. ચંદ્રવદન

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી દીકરીની પૂકાર

12 Comments Add your own

 • 1. pragnaju  |  મે 11, 2009 at 4:54 pm

  ફેંગશુઈને અનુસાર દક્ષિણ-પશ્ચિમ નૈઋત્ય દિશા- વિવાહ, પ્રેમ અને પરસ્પરના સંબંધો માટેની દિશા છે. તેથી સુખી દામ્પત્ય જીવન માટે આ દિશાને ઉર્જામય બનાવવા માટે બેડરૂમમાં પુર્ણિમાની રાત્રે લાલ કે પીળી મીણબત્તીઓ, ફાનસ કે લેમ્પ સળગાવવાથી ઘરમાં ફેંગશુઈની યેંગ ઉર્જાનો ઉદય થાય છે જે પ્રેમ અને શાંતિનું પ્રતિક છે.

  દામ્પત્ય સંબંધોમાં પ્રસન્નતા મેળવવા માટે તે જરૂરી છે કે પલંગનું સ્થાન પણ એકદમ દરવાજાની સામે ન રાખશો. સુનાર વ્યક્તિના પગ અને માથુ દ્વાર તરફ રહેવાથી પત્ની ક્યારેય સંતુષ્ટ નથી રહેતી અને દામ્પત્ય સંબંધોમાં ધીરે ધીરે તિરાડ પડી જાય છે.

  Reply
 • 2. wellington  |  મે 11, 2009 at 5:18 pm

  For happyness in life lovers has to burn candle of life with oneness and from one end not two ends.
  Try this in the time we have with our lover.

  Rajendra Trivedi – Dhaval Rajgeera

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  Reply
 • 3. Capt. Narendra  |  મે 11, 2009 at 5:28 pm

  દામ્પત્યજીવનના સુખની ચાવી સમાન આ કાવ્ય-વક્તવ્ય ઘણું ઉપયોગી છે. સાથે પ્રજ્ઞાજુની ફેંગશુઇનું માર્ગદર્શન ગમ્યું. તેમની કોઇ આ વિષયમાં વેબસાઇટ છે, જ્યાં આવી માહિતી મળી શકે?

  Reply
 • 4. Sudhir Patel  |  મે 11, 2009 at 5:31 pm

  Enjoyed your thoughts.
  I also got some knowledge from Pragaben’s comment.
  thanks.
  Sudhir Patel.

  Reply
 • 5. પંચમ શુક્લ  |  મે 11, 2009 at 6:18 pm

  અગત્યના વિષય પર સ્તુત્ય છણાવટ.

  Reply
 • 6. Harnish Jani  |  મે 11, 2009 at 6:25 pm

  જીવન એક સંગ્રામ છે,

  ડગલે ને પગલે શૌર્ય ની જરૂરત પડે,

  Nobody knows this fact more then myself-
  In this case-I m more brave(Shourya) then Captain Phanse- on my home front-

  Reply
 • 7. Sweta Patel  |  મે 11, 2009 at 7:12 pm

  Real and give base to our life.
  khubaj sunder vat and subject,
  Sweta Patel
  Dr Chandravadanbhai
  You also enjoy a poem of Aakashdeep,
  which I have read on visit of Kavilok.I

  ગૃહ લક્ષ્મી

  શુભ દિન શુભ ચોઘડીએ , રૂડા મંગલ ગીત ગવાયાં

  સોળે શણગારે શોભે ગૃહલક્ષ્મી,મઘમઘ ફૂલે ફોરમ વરતાયા

  સંગ તમારે ઝૂમશે ઝાંઝર, આંગણે મહેંકશે તુલસીક્યારો

  છોડી મહિયર ભાઈ બહેનને, ગૂંથજો પ્રેમે રેશમિયો દોરો

  નણંદ ભોજાઈના સ્નેહ સોગઠે, બાંધજો ભાઈને તમ પાલવડે

  કુમકુમ પગલાં શોભશે દ્વારે, હાસ્યનાં મોતી વેરજો ચોકે

  છાનું છપનું સંગીત ગાજો,શુભ શમણાં સજશે ગૃહલક્ષ્મીનાં

  લાડ દીકરીનાં પામી તમે, પૂરજો કોડ વાલમના કેસરિયા

  આંગણિયે અવસર શોભાવજો,મલકાવી ગુલાબી ગાલે ખંજન

  રિધ્ધિ સિધ્ધિ તમ ચરણે દોડશે, બાંધજો પ્રેમનાં રૂડાં બંધન

  હસશે રમશે પગલાં પાડી, ભાઈનો નાનો રાજ દુલારો

  એકમેકના સંગે રમશું ભમશું, ખીલશે જીવન રંગ ફુવારો

  સપ્તપદી છે જીવન માંગલ્ય, શોભે ચાંદલો રૂડો ભાલે

  આવો મારા ભાઈની ગોરી, રમશું રાસ પૂનમની રાતે

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 8. Bina  |  મે 14, 2009 at 1:13 pm

  Nice!!!

  Reply
 • 9. BHARAT SUCHAK  |  મે 16, 2009 at 3:34 pm

  bahu sarash

  Reply
 • 10. Vishvas  |  મે 18, 2009 at 8:39 am

  જય શ્રીકૃષ્ણ કાકા,
  હમણાં ઘણી જ વ્યસ્તતા રહે છે તેથી કોમ્પ્યુટર પર પણ બેસવાનો સમય નથી મળતો.અને દામ્પત્યજીવન પર ની સરસ રચના છે.કહે છે કે પતિ-પત્નિ એ સંસાર રથના બે પૈડા છે અને બંને એ સાથ સમજદારી અને પ્રેમથી આ સંસારની જવાબદારી હળીમળીને નિભાવવી જોઈએ.આમ તો પરણીત નથી પણ પોતાના જીવનસાથીની કલ્પના તો દરેકના દિલમાં હોય જ ને…

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Reply
 • 11. Ishvarbhai R. Mistry & Family  |  મે 20, 2009 at 4:29 pm

  This is interesting subject every one has his or her opininon but the fact of life is we should be understanding and flexible in our life.Give and take, live harmonius life.We need each other to overcome life’s chalenges and two makes it stronger.
  That is my thoughts.
  Thanks Chandravadanbhai.
  Ishvarbhai R. Mistry.

  Reply
 • 12. jayeshupadhyaya  |  મે 23, 2009 at 11:40 am

  લગ્ન તો કોઈ કરાર નથી,

  લગ્ન તો એક પવિત્ર સંસ્કાર છે,

  ઘણીજ સચોટ વાત ખરેખર ખુબ સરસ વિચાર

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

મે 2009
M T W T F S S
« Apr   Jun »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: