નારીજીવન અંજલી

મે 1, 2009 at 2:00 એ એમ (am) 11 comments

 
MangloreFriends 
 
 
   નારીજીવન અંજલી           

નારી, ઓ નારી, સ્વીકારી લ્યો વંદન મારા (ટેક)

નારી, પ્રથમ માતા સૌની તું તો રહી,

નવ નવ માસ રાખી તુજ દેહમાં ભરણ-પોષણ કરતી રહી,

જન્મ પછી અતી લાડ લડાવી ધાવણ દીધું,

અરે આવા અગણીત ઉપકારો કરનાર, એ મમતાને વંદન છે મારા,

                                                 નારી, ઓ નારી…(1)

 

નારી, તને ઘરમાં દીકરી, દીકરી સૌ રે કહે,

પરણીને સાસરે આવતા, તું તો પુત્રવધુ બને,

પિયરીયા ભૂલી સાસરીયા તે તો જીતી લીધા,

અરે, આવું સંસ્કારી જીવન ઘડનાર એ દીકરી ને વંદન છે મારા,

                                                નારી, ઓ નારી

નારી, તેં તો પતિને માન્યા પતિદેવ રૂપે,

પ્રેમ દેતા તે તો સ્નાન કર્યું સહનશીલતા ના નીરે,

સંકટ આવ્યું તો કર્યો સામનો પતિદેવ ને હિંમત આપી,

અરે, આવી દેવભાવના છે જેની, એ આર્યનારી ને વંદન મારા

                                                  નારી ઓ નારી..

 

નારી, તેં તો લાજ મર્યાદા રાખી જીવન સહેલ કરી,

વ્યવહારિક, સામાજીક જવાબદારીઓ પણ સાથે લીધી,

ભક્તી ભાવે તેં તો ઘરને મંદિરીયું કીધુ,                                            ખરે  આવુ ભક્તી ભર્યું જીવન છે જેનુ, એ દેવીને વંદન છે મારા,

                                                   નારી ઓ નારી…

 

અરે, અંતે ચંદ્ર કહે, આ જગમાં નારીપાત્ર ને તમે પહેચાની લેજો,

બે હાથ જોડી તમે નારી સૌને વંદન ભાવથી દેજો,

                    ડો.ચંદ્રવદન,

 

 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક કાવ્યરૂપે ” નારીજીવન અંજલી “…….મનુષ્ય જીવનમાં નારી એક  મહ્ત્વનો ભાગ ભજવે છે…એને આપણે એક માતા, કે એક દીકરી, કે એક પત્ની સ્વરૂપે નિહાળી શકીએ છીએ……અને, એ પ્રમાણે, એના અન્ય સાથે સંસારીક સબંધો હોય છે…આ પોસ્ટના કાવ્યમાં આ ત્રણે સ્વરૂપોના દર્શન થાય છે…..તમે આ કાવ્ય વાંચી, જરૂરથી તમારો પ્રતિભાવ આપવા કૃપા કરશો એવી વિનંતી>>>ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Poem in Gujarati on “Nari ” meaning “women “…it talks about women as a Mother, Daugher & a Wife….all important roles. This is a follow-up Post in a series of the Posts on Humam Relationships in this World. ……Chandravadan.

Entry filed under: કાવ્યો.

માતા-પિતાને વંદના ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી

11 ટિપ્પણીઓ Add your own

 • 1. P Shah  |  મે 1, 2009 પર 2:38 એ એમ (am)

  સુંદર ભાવવાહિ અભિવ્યક્તિ !

  જવાબ આપો
 • 2. Valibhai Musa  |  મે 1, 2009 પર 7:40 એ એમ (am)

  “Brahmin” નો ગુજરાતીમાં પર્યાયવાચક શબ્દ છે “દ્વિજ”, બે વખત જન્મનાર; અર્થાત્ માતૃકૂખે પ્રથમ જન્મ અને ઉપવીત સંસ્કાર એ બીજો જન્મ. આમ એક જીવનમાં બે જન્મ! નારી (દીકરી)ના એક જીવનમાં પણ બે જીવન; પિતૃગૃ હે અને પતિગૃ હે. પ્રથમને વિસારે પાડતા જવાનું અને બીજાને અપનાવતા જવાનું; અને છતાંય બંને જીવનને જીવંત રાખ્યે જવાનાં! કેવી મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિમાં સમતોલ જીવન પસાર કરવાનું ! અદ્ ભુત કસોટીમાંથી પાર ઉતરતી નારી એ નારાયણી જ છે તો!

  ચન્દ્રવદનભાઈ, આપે આપના કાવ્યમાં ગાગરમાં સાગરની જેમ નારીના વ્યક્તિત્વને ઠાંસીઠાંસીને ભરી દીધું હોવા છતાં તેની પરિપૂર્તિ રૂપે મેં મારા ઉપરોક્ત વિચારો વ્યક્ત કર્યા છે જે આપને અને આપના વાંચકોને અવશ્ય ગમશે જ. સુંદર રચના બદલ ધન્યવાદ.

  જવાબ આપો
 • 3. rekha Sindhal  |  મે 1, 2009 પર 12:59 પી એમ(pm)

  ” નારી તું નારાયણી” જેવો આદરભાવ દર્શાવતી આ કવિતા વાંચવી ગમી. એક નારી તરીકે આપનો આભાર !

  જવાબ આપો
 • 4. Harnish Jani  |  મે 1, 2009 પર 10:05 પી એમ(pm)

  There is no life without woman- Great Poem– By the way I have dedicted my book-“Sushila” to my daughters-

  જવાબ આપો
 • 5. pragnaju  |  મે 2, 2009 પર 4:53 પી એમ(pm)

  વર્તમાનયુગની નારી અભૂતપૂર્વ સિદ્ધિ કોઈ હોય તો તે આ છે કે એણે પોતાનું મૂળ ઠેકાણું શોધી લીધું છે. અત્યાર સુધી સમાજશાસ્ત્રીઓ, કવિઓ અને સાહિત્યકારો એને જે જે સરનામાં…

  જવાબ આપો
 • 6. Capt. Narendra  |  મે 2, 2009 પર 8:57 પી એમ(pm)

  You have expressed everyone’s sentiments so well! As you said (as in the old Sanskrit saying), God dwells where women are worshipped.

  જવાબ આપો
 • 7. Vishvas  |  મે 6, 2009 પર 12:34 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  હમણાં ઘણો વ્યસ્ત હોઇ બહુ મુલાકાત લેવાતિ નથી. જેથી મનનો વિશ્વાસ પર પણ મુસ્કેલીથી પોસ્ત રજૂ કરુ છું.આથી આપ સર્વેના બ્લોગની મુલાકાત લઈ શકાતી નથી.તો માફ કરશો.
  યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ
  અને માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ

  આપનો ડો.હિતેશ ચૌહાણ.

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  મે 9, 2009 પર 4:02 એ એમ (am)

  All potential of this universe stream out from woman.

  They support,inspire ,develope and bringsup.

  Vandan matrushaktine.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 9. Pinki  |  જૂન 3, 2009 પર 4:27 એ એમ (am)

  nicely expressed !!

  જવાબ આપો
 • 10. Mayur Prajapati  |  જૂન 10, 2009 પર 12:01 પી એમ(pm)

  ” નારીજીવન અંજલી “

  khub j saras rachana Chhe.

  mane khub j gami.

  varnan atayant adbhut !

  જવાબ આપો
 • 11. dmistry  |  જૂન 11, 2009 પર 11:47 એ એમ (am)

  Hello Bhai very good all i like .keep it up

  જવાબ આપો

pragnaju ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 396,657 hits

Disclimer

સંગ્રહ

મે 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: