૧૯મી એપ્રિલની માત-વિદાય

April 19, 2009 at 2:02 am 14 comments

 

 
 MangloreFriends 

૧૯મી એપ્રિલની માત-વિદાય

૧૯૮૮ની સાલ હતી,
એપ્રિલ માસે ૧૫મી તારીખ હતી,
સવારે માતૃશ્રી જાગી ચાલ્યા હતા,
ત્યારે, અચાનક પડતા બેભાન હતા,
બોલાવ્યો, ‘ને કામ પરથી હું ઘરે આવ્યો હતો,
એમ્બયુલન્સથી માતાને હોસ્પીતાલ લઈ ગયો હતો,
ત્યાં, તપાસો કરતા જાણ્યું કે સ્રોક થયો હતો,
અને, હોસ્પીતાલે દાખલ કરવાનો સવાલ હતો,
માતાને હોસ્પીતાલે મુંકતા,મુજમનમાં એક સવાલ હતો,
શા કારણે આવો દિવસ માત-ભાગ્યમાં હતો?……..(૧)
પ્રાણવાયુથી માત-શ્વાસો ચાલુ હતા,
બોટલથી ગ્લુકોસ-પાણીએ માત-હ્રદય ધબકારો હતા,
એમના મુખે હવે કોઈ શબ્દો ના હતા,
મુજ મનમાં, બસ, પ્રભુ-પ્રાર્થનાઓ ભર્યા આશા-કિરણો હતા,
જેમાં, માત-આયુષ્ય વધે એવી આશાઓ હતી,
કોણ જાણે કેમ એવી મોહ-માયાઓ હતી ?
પત્ની, સગાસ્નેહીઓ સાથે હું હતો,
એક ડોકટર નહી પણ એક માત-બાળ હતો,
આવા સમયે, ફરી મુજ-મનમાં એક સવાલ હતો,
માતાને આવી હાલત આપનાર પ્રભુ ક્યાં હતો ?…….(૨)
મશીનો નહી, બસ, સારવારો ચાલુ હતી,
દિવસો વહે, પણ, માતા તો મૌન હતી,
માત દેહ-દ્રશ્ય સાથે, મારી વિચાર-ધારા ચલુ હતી,
વળી, આશાઓ ભરી પ્રાર્થનાઓ હતી,
જ્યારે, “અમરતા”નો વિચાર મનમાં હતો,
ત્યારે, પ્રભુજીએ મારા સવાલોનો જવાબ આપ્યો હતો…..
” અરે, માત-અમરતા રાખવી એ જ મુર્ખાઈ તારી,
“જન્મ લેનારનું મૃત્યુ તો જરૂર” યાદ કર એવી મુજવાણી,
જ્યારે હતી માતા સાથ તારી,
કર્તવ્ય-પાલનની જવાબદારી હતી તારી,
એવા પાલનમાં હતી માત-સેવા તારી,
તો, અફસોસ શાને? બદલ હવે, વિચાર-ધારા તારી ! “
શીખભર્યા આવા પ્રભુ-શબ્દો સાંભળી મનમાં,
ટુટ્યાં મોહ-માયાના બંધનો,થઈ જો પૂકાર આત્મામાં !
આવા સમયે,મારા સવાલોનો જવાબ મુજને મળ્યો હતો,
હવે, “૧૯મી એપ્રિલની માત-વિદાય”ની યાદમાં શાંતી ભર્યો આનંદ હતો !…….(૩)
 
કાવ્ય રચના…..એપ્રિલ, ૭. ૨૦૦૯               ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આ પોસ્ટ એટલે એપ્રિલ,૧૯ની તારીખની યાદ સાથે મારા માતૃશ્રીને આપેલ અંતિમ વિદાયની યાદ!
માતા કે પિતા ગુજરી ગયા બાદ, સંતાનો એમને યાદ કરે એ તો સ્વભાવિક છે. ઘણી વાર એવી મીઠી યાદમાં એમની સેવા કરતા થયેલી ભુલોની યાદ પણ તાજી થાય છે.
આ છે ” સંસારનો સ્નેહ-સબંધ ” !
સંસારના સ્નેહ-સબંધે માતા-પિતા સિવાય અનેક બીજા સબંધો હોય છે. અને, આજ વિષયે હવે પછીની પોસ્ટો હશે……તે તમે જરૂર વાંચશો એવી વિનંતિ !
આજની પોસ્ટ એક કાવ્યરૂપે છે, જેમાં મેં મારા માતૃશ્રીએ ગાળેલા છેલ્લા દિવસોનું વર્ણન કર્યું છે.આ વાંચી, કોઈ પણ વ્યક્તિ પોતાની માતા (કે પિતા )ના અંતિમ દિવસો બારેની યાદ તાજી કરી શકે છે !
બસ, આ જ “ભાવે ” આ પોસ્ટ પ્રગટ કરી છે,……..તમે પધારી, પોસ્ટ વાંચી, પ્રતિભાવ આપશોને ? ……………….ચંદ્રવદન.
 
 
 
FEW WORDS
 
Today’s Post is on “APRIL 19TH “……it can be an ordinary day for many, it may signify “something” to some….but, for me it is the day when my Mother deprarted from this World in 1988.& it is ALWAYS remembered. I had published a Poem in Gujarati on this within this Post.This Post is the “STARTING POINT ” for a series of Posts on “HUMAN RELATIONSHIPS & LOVE ” in this World. As this Post has a “HEART ” all the Follow-up Posts will have the same “HEART ” as the symbol of LOVE. I hope you enjoy reading this Post & may you enjoy the Follow-up Posts too.>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો સંસાર અને સબંધો

14 Comments Add your own

 • 1. pragnaju  |  April 19, 2009 at 2:26 pm

  જો નાઆવે મૃત્યુ તો,મળી શકે શું જીવન કદિ નવું ? વિના મૃત્યુ આવે મળી શકે કદિ મુકિત પણ શંુ ? … તેઓ માને છે કે મૃત્યુ બાદ મૃતાત્મા “પરગેટોરી” નામના કોઇ સ્થળમાં નિવાસ કરે છે અને એક એવો ….. પરંતુ અમૃત (અ+મૃત) એટલે કે જે મર્યું નથી અથવા મરતું નથી તે અર્થાત જે શાશ્વત છે

  Reply
 • 2. Ramesh Patel  |  April 19, 2009 at 3:23 pm

  માતૃ વંદનાના ભાવ ભરેલી આપની રચના,આત્માના અમરત્વ અને જે જન્મ્યું તે જાયના

  કુદરતી ક્રમને સહજ ભાવે સ્વીકારી પ્રેરણા અર્પે છે.

  રમેશ ટેલ(આકાશદીપ)

  Reply
 • 3. Harnish Jani  |  April 19, 2009 at 5:59 pm

  મારી બા જીવતી હતી ત્યારે લખતી કે “બેટા,મહિનામાં એક કાગળ તો લખવો જ.” અને તે પણ ન હોતો લખાતો-આજે બા એક કલાક માટે પણ મળ્ર તો દિવસના પચાસ કાગળ લખું”
  તમારી માતૃવ6દના દિલને સ્પર્શી ગઇ.

  Reply
 • 4. રેખા સિંધલ  |  April 19, 2009 at 5:59 pm

  માતાને યાદ કરતા જ તેણે આપેલ આનંદ અને પ્રેમની આ દેવીને ગુમાવ્યાને શોક બંને ભાવ એકસાથે જાગે. તે સરસ રીતે કાવ્યમાં બતાવ્યુ છે. એમના દિવ્ય આત્માને વંદન !

  Reply
 • 5. sheela Patel  |  April 19, 2009 at 7:01 pm

  Very touched by your words for Mother! The relation between Mother and Child is so beautiful!! The Bhagwavad Gita speaks beautifully solacingly of the immortality of the soul:

  Never the spirit was born,the spirit shall cease to be never,Never was time it was not;End and Begining are dreams!
  Birthless and deathless and changeless remaineth the spirit forever;Death hath not touched it at all,dead though the house of it seems. Death is not the End!!!!

  Reply
 • 6. Capt. Narendra  |  April 19, 2009 at 11:51 pm

  તમારી વાત અને કાવ્ય હૃદયને સ્પર્શી ગયા. અનેક આશ્વાસનો, શાસ્ત્રોની વાતો તથા વેદકથન આપણા જીવનમાં માતાની વિદાયથી આવેલો ખાલીપો ભરી નથી શકતા. કો’ક વાર અશ્રુની અંજલી અને હૃદયમાંથી નીકળે કાવ્ય ભાવના – જે રીતે તમે લખી છે, તેનાથી જે સાંત્વન મળે એ જ સાચું. ફરી એક વાર કહીશ: યાદ આવતાં હૈયું ભરાઇ આવે છે.

  Reply
 • 7. P Shah  |  April 20, 2009 at 2:40 am

  આપના શબ્દો દિલને સ્પર્શી ગયા !

  Reply
 • 8. Vinod Patel, USA  |  April 20, 2009 at 4:14 pm

  Your poem brought tears-thank you for sharing. No matter how old we are, losing a mother is one of the deepest sorrows a heart can know but her goodness, her caring and her wisdom live on with us for ever. Time heals all wounds except wounds from losing mother. My Namaskar to all mothers!

  Reply
 • 9. SV  |  April 20, 2009 at 5:41 pm

  Nicely said, very touchy.

  Reply
 • 10. Sudhir Patel  |  April 20, 2009 at 6:58 pm

  Your feelings expressed in words are touchy and universal, as all mothers look a like.
  Sudhir Patel.

  Reply
 • 11. Vishvas  |  April 21, 2009 at 5:26 am

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આપના માતૃશ્રીએ દાદીમાંને વંદન. ગઈકાલે જ મારા નાની ટૂંકી માંદગી બાદ આ ફાની દુનિયા છોડી ગયા.તેમની તબિયતના કારણે હમણાં વ્યસ્ત હતો…
  સાચી વાત કહી આપે જ્યારે પોતાના સ્વજન બિમાર હોય છે ત્યારે એક ડોક્ટરની મનોવ્યથા પણ કંઈ અજીબ હોય છે.અને માતા કદાચ ૧૦૦ વર્ષ ઉપર જીવીન્વ પણ કેમ ન જાય પોતાનાની વિદાય હંમેશા વસમી જ હોય છે.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Reply
 • 12. Valibhai Musa  |  April 21, 2009 at 12:09 pm

  Dear Dr. Mistry

  It’s a very emotional poem on your ‘Mother’. There is a Shloka in Sanskrit as “Janani janmbhoomischya, Swargadapi gariyasi”. Mother and Motherland are greater than Heaven. Mother’s love is next to God’s love for His whole creation and especially for His human kind.

  I also remember my mother with the last episode of her life. She was not prepared to undergo the operation for her cancer in her stomach. All we her nine children counseled her and at long last she became ready for that with one condition that blood of any one of all of us should not be given directly to her. We were allowed to exchange blood in Blood Banks.

  When we asked her, she replied crying that she had brought up us by feeding her breast milk i.e. white blood and she was not willing that our blood may go in her veins in exchange. Her understanding behind the condition was that what mother gives to her children is never expected to be taken back.

  I am sorry that I became emotional and narrated here my personal matter. Shouldn’t I console you for missing your mother? Accept my condolence, Dear Chandravadanbhai.

  Regards
  Valibhai Musa

  Reply
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  April 23, 2009 at 12:46 am

  I thank Pragnajuben, Rameshbhai, Harnishbhai, Rekhaben, Sheelaben, Narendrabhai, Pavinbhai, Vinod, Sonalben, Sudhirbhai, Hitesh, Valibhai……..ALL who had taken their time to read this Post & then post their VIEWS as the ” Comments ” on this Post. ………..& ALL of you had inspired me to publish more…..THANKS !

  Reply
 • 14. દક્ષેશ  |  મે 27, 2009 at 4:44 pm

  માતાના વિદાયની હૃદયસ્પર્શી વ્યથાનું સુંદર ચિત્રણ. મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે પણ નિઃસ્વાર્થ પ્રેમ અને લોહીના સંબંધો પણ એટલા જ બળવાન છે, ખાસ કરીને માતા અને પુત્રના. એથી જ ગમે તેટલો જ્ઞાની પણ લાગણીવશ થયા વગર ન રહી શકે.
  તમારા ભાવો વાંચી જેણે પોતાની માતાને વિદાય આપી છે તે પળ યાદ કરશે. તો મારા જેવા, જેના પોતાના માતા-પિતા હયાત હોવાની ખુશી છે, એમને વધુને વધુ ચાહવા મજબૂર થશે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

April 2009
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: