Archive for એપ્રિલ 19, 2009

૧૯મી એપ્રિલની માત-વિદાય

 

 
 MangloreFriends 

૧૯મી એપ્રિલની માત-વિદાય

૧૯૮૮ની સાલ હતી,
એપ્રિલ માસે ૧૫મી તારીખ હતી,
સવારે માતૃશ્રી જાગી ચાલ્યા હતા,
ત્યારે, અચાનક પડતા બેભાન હતા,
બોલાવ્યો, ‘ને કામ પરથી હું ઘરે આવ્યો હતો,
એમ્બયુલન્સથી માતાને હોસ્પીતાલ લઈ ગયો હતો,
ત્યાં, તપાસો કરતા જાણ્યું કે સ્રોક થયો હતો,
અને, હોસ્પીતાલે દાખલ કરવાનો સવાલ હતો,
માતાને હોસ્પીતાલે મુંકતા,મુજમનમાં એક સવાલ હતો,
શા કારણે આવો દિવસ માત-ભાગ્યમાં હતો?……..(૧)
પ્રાણવાયુથી માત-શ્વાસો ચાલુ હતા,
બોટલથી ગ્લુકોસ-પાણીએ માત-હ્રદય ધબકારો હતા,
એમના મુખે હવે કોઈ શબ્દો ના હતા,
મુજ મનમાં, બસ, પ્રભુ-પ્રાર્થનાઓ ભર્યા આશા-કિરણો હતા,
જેમાં, માત-આયુષ્ય વધે એવી આશાઓ હતી,
કોણ જાણે કેમ એવી મોહ-માયાઓ હતી ?
પત્ની, સગાસ્નેહીઓ સાથે હું હતો,
એક ડોકટર નહી પણ એક માત-બાળ હતો,
આવા સમયે, ફરી મુજ-મનમાં એક સવાલ હતો,
માતાને આવી હાલત આપનાર પ્રભુ ક્યાં હતો ?…….(૨)
મશીનો નહી, બસ, સારવારો ચાલુ હતી,
દિવસો વહે, પણ, માતા તો મૌન હતી,
માત દેહ-દ્રશ્ય સાથે, મારી વિચાર-ધારા ચલુ હતી,
વળી, આશાઓ ભરી પ્રાર્થનાઓ હતી,
જ્યારે, “અમરતા”નો વિચાર મનમાં હતો,
ત્યારે, પ્રભુજીએ મારા સવાલોનો જવાબ આપ્યો હતો…..
” અરે, માત-અમરતા રાખવી એ જ મુર્ખાઈ તારી,
“જન્મ લેનારનું મૃત્યુ તો જરૂર” યાદ કર એવી મુજવાણી,
જ્યારે હતી માતા સાથ તારી,
કર્તવ્ય-પાલનની જવાબદારી હતી તારી,
એવા પાલનમાં હતી માત-સેવા તારી,
તો, અફસોસ શાને? બદલ હવે, વિચાર-ધારા તારી ! “
શીખભર્યા આવા પ્રભુ-શબ્દો સાંભળી મનમાં,
ટુટ્યાં મોહ-માયાના બંધનો,થઈ જો પૂકાર આત્મામાં !
આવા સમયે,મારા સવાલોનો જવાબ મુજને મળ્યો હતો,
હવે, “૧૯મી એપ્રિલની માત-વિદાય”ની યાદમાં શાંતી ભર્યો આનંદ હતો !…….(૩)
 
કાવ્ય રચના…..એપ્રિલ, ૭. ૨૦૦૯               ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આ પોસ્ટ એટલે એપ્રિલ,૧૯ની તારીખની યાદ સાથે મારા માતૃશ્રીને આપેલ અંતિમ વિદાયની યાદ!
માતા કે પિતા ગુજરી ગયા બાદ, સંતાનો એમને યાદ કરે એ તો સ્વભાવિક છે. ઘણી વાર એવી મીઠી યાદમાં એમની સેવા કરતા થયેલી ભુલોની યાદ પણ તાજી થાય છે.
આ છે ” સંસારનો સ્નેહ-સબંધ ” !
સંસારના સ્નેહ-સબંધે માતા-પિતા સિવાય અનેક બીજા સબંધો હોય છે. અને, આજ વિષયે હવે પછીની પોસ્ટો હશે……તે તમે જરૂર વાંચશો એવી વિનંતિ !
આજની પોસ્ટ એક કાવ્યરૂપે છે, જેમાં મેં મારા માતૃશ્રીએ ગાળેલા છેલ્લા દિવસોનું વર્ણન કર્યું છે.આ વાંચી, કોઈ પણ વ્યક્તિ પોતાની માતા (કે પિતા )ના અંતિમ દિવસો બારેની યાદ તાજી કરી શકે છે !
બસ, આ જ “ભાવે ” આ પોસ્ટ પ્રગટ કરી છે,……..તમે પધારી, પોસ્ટ વાંચી, પ્રતિભાવ આપશોને ? ……………….ચંદ્રવદન.
 
 
 
FEW WORDS
 
Today’s Post is on “APRIL 19TH “……it can be an ordinary day for many, it may signify “something” to some….but, for me it is the day when my Mother deprarted from this World in 1988.& it is ALWAYS remembered. I had published a Poem in Gujarati on this within this Post.This Post is the “STARTING POINT ” for a series of Posts on “HUMAN RELATIONSHIPS & LOVE ” in this World. As this Post has a “HEART ” all the Follow-up Posts will have the same “HEART ” as the symbol of LOVE. I hope you enjoy reading this Post & may you enjoy the Follow-up Posts too.>>>CHANDRAVADAN.

એપ્રિલ 19, 2009 at 2:02 એ એમ (am) 14 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,545 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930