આ છે મારૂં કેલીફોર્નીઆ

માર્ચ 28, 2009 at 4:18 પી એમ(pm) 12 comments

 

 

 

 

આ છે મારૂં કેલીફોર્નીઆ,

આ છે મારૂં કેલીફોર્નીઆ,
આવો તમે કેલીફોર્નીઆ !
ઉત્તર સરહદે નિહાળૉ ક્રેસ્ટર સીટી અને યુરેકા,
દક્ષિણ સરહદે છે સાન ડીઆગો શહેર પ્રખ્યાત,….આ છે…..(૧)
ઉત્તરે રાજધાની સેક્રીમોન્ટો અને સાન ફ્રાન્સીસકો,
દક્ષિણે તો લોસ એંજીલીસ શહેર અને હોલીવુડનો ચમકાર..આ છે….(૨)
લોસ એંજીલીસ શહેર નજીક, હું તો લેન્કેસ્ટ શહેરમાં,
ના કોઈ જાણે લેન્કેસ્ટરને, આમ છીએ અમે લોસ એંજીલીસ કાઉંટીમાં….આ છે…(૩)
આખા વિશ્વના લોકો રહે છે આ કેલીફોર્નીઆમાં,
અમેરીકામાં વિશ્વને નિહાળવું હોય તો આવો તમે કેલીફોર્નીઆમાં……આ છે…(૪)
હંમેશા સુર્ય પ્રકાશ, ‘ને હોય અહી વેધર મનગમતી,
બરફ પડતા લોકો સ્કી કરે, ‘ને સમુદ્રકાંઠે મઝા છે સર્ફીંગ હરીફાઈની…આ છે….(૫)
“ડીસલેન્ડ”ની યાદ સાથે ફરી યાદ લોસ એંજીલીસ યાદ આવશે,
” ગોલ્ડન ગેઈટ બ્રીજ”ની યાદ સાથે, સાન ફ્રાન્સીસકો ની યાદ હશે….આ છે….(૬)
બેકર્સફીલ્ડ શહેર ઉપર “સીકોયા પાર્ક”માં વિશ્વના મોટા ઝાડોની સુંદરતા અપાર,
ફ્રેસનો શહેર નજીક “યસુમતી પાર્ક “માં છે ઝરણાઓ સાથે કુદરતનો શણગાર….આ છે…(૭)
અહીં શાકભાજી, ફળો ભર્યા સુંદર ખેતરો છે અનેક,
વળી, પર્વતોની હારમાળા ‘ને નદી-ઝરણાઓની સુંદરતા વિષેશ….આ છે…..(૮)
શિક્ષણ માટે “બર્કલી ” અને એવી પ્રખ્યાત કોલેજૉ છે અહી,
કોમ્પુટર જગતની પ્રખ્યાત “સીલીકોન વેલી ” પણ છે અહી……આ છે…..(૯)
જે યાદ આવ્યું તે જ મેં કહ્યું, ઘણું રહ્યું છે બાકી,
હવે તો રાહ જોઉં છું તમારી, જો તમારી મુલાકાત છે બાકી…..આ છે…..(૧૦)
 
કાવ્ય રચના….માર્ચ,૨, ૨૦૦૯                 ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો

“માત-તત્વ”ની પોસ્ટ પ્રગટ કરી અને મેં સૌને એ પછીની પોસ્ટો બારે ઉલ્લેખ કર્યો હતો…..જન્મ આપનાર માતા વિષે એટલે “મારી વ્હાલી બા”…..અને ત્યારબાદ, જન્મભુમી એટલે “આ છે વેસ્મા ગામ મારૂં “……પણ, જ્યારે હું વતન છોડી અમેરીકામાં સ્થાયી થયો ત્યારે અમેરીકાની ભુમી મારી માતા બની,…..અમેરીકાના કેલીફોર્નીઆના લેન્કેસ્ટરમાં મારૂં જીવન …..આથી, આજની પોસ્ટ “મારું  કેલીફોર્નીઆ ” છે.  જે કાવ્ય પ્રગટ કર્યુ છે તેમાં કેલીફોર્નીઆ વિષે કહેવાનો મારો પ્રયાસ છે, અને એને કાવ્યરૂપે ના નિહાળશો, ફક્ત મારા ભાવનો સ્વીકાર કરી, તમે કેલીફોર્નીઆની મનથી સફર કરી, કેલીફોર્નીઆ ના જોયું હોય તો જોવા જરૂર પધારશો. આ પોસ્ટ ગમી હોય તો પ્રતિભાવ આપશોને ?………ચંદ્રવદન.
Few Words
 
Today’s Post is about California….the place where I had settled & thus also my Motherland. This is the 3rd Post as promised in the earlier Post Of MAT-TATVA. The Poem in Gujarati is about California..all the places you can see & the Poem ends inviting ALL to VISIT California. If you are not able to read Gujarati, may be someone will be kind to explain it all>>>>>>>CHANDRAVADAN.

 

 

 

  

Advertisements

Entry filed under: કાવ્યો.

આ છે વેસ્મા ગામ મારૂં દર્શન દિયોને મારા રામજી !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. વિશ્વદીપ બારડ  |  માર્ચ 28, 2009 પર 6:31 પી એમ(pm)

  just like MATA: yashoda(palak mata) and DEVAKI MATA( GAVE BIRTH).. WIOW! good one

  જવાબ આપો
 • 2. kotechaneeta  |  માર્ચ 29, 2009 પર 1:42 એ એમ (am)

  chalo ame aaviye chiye tamaaara કેલીફોર્નીઆ maa…..
  khub sundar…

  જવાબ આપો
 • 3. pallavi  |  માર્ચ 29, 2009 પર 7:50 એ એમ (am)

  nice information

  જવાબ આપો
 • 4. Heena Parekh  |  માર્ચ 30, 2009 પર 5:49 એ એમ (am)

  તમે તો શબ્દો દ્વારા કેલીફોર્નિયાની સફર કરાવી દીધી. થોડા ફોટોગ્રાફ્સ પણ મૂક્યા હોત તો વધારે મજા આવી હોત. સરસ.

  જવાબ આપો
 • 5. અમિત પટેલ  |  માર્ચ 30, 2009 પર 5:53 એ એમ (am)

  ફૂલની સૌરભ અગર તો ફૂલની સુંદર અદા,
  ફૂલને બહુધા ચમનથી દૂર પણ લઈ જાયછે.

  કંઈક આકર્ષણ અનેરુ ત્યાં છે જેને લીધે
  હું સુરાલયમા નથી જાતો ચરણ લઈ જાય છે.

  ‘બેબાક” રાંદેરી,

  જવાબ આપો
 • 6. Ishvarbhai R. Mistry & Family  |  માર્ચ 30, 2009 પર 5:05 પી એમ(pm)

  Chandravadanbhai,
  Nice information well described.
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 7. P Shah  |  એપ્રિલ 1, 2009 પર 2:38 એ એમ (am)

  Nice information !
  May well described with photographs of the places.
  Thanks for sharing
  ,
  P Shah

  જવાબ આપો
 • 8. Vishvas  |  એપ્રિલ 2, 2009 પર 11:25 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આપ સર્વની ચૈત્રી નવરાત્રી મંગલમય રહે તેવી અભ્યર્થના.
  કેલિફોર્નિઆ જોયું તો નથી પણ આપની કાવ્યસૃષ્ટિથી એના દર્શન પણ થઈ ગયા.એક વિનંતીછે કે કાવ્યના અક્ષર નાના કરશો તો વાંચવામાં સરળતા રહેશે.
  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 9. Dr.CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 2, 2009 પર 7:22 પી એમ(pm)

  This is an Email Response from Harnish Jani>>>>>

  Flag this messageRe: Fw: NEW POSTWednesday, April 1, 2009 5:53 PM
  From: “harnish Jani” મિસ્ત્રી સાહેબ-લાગે છે કે તમારું મૂળ વતન અમદાવાદ છે.
  કેલિફોર્નિયા બોલાવો છો પણ એડ્રેસ તો આપો?
  તમાર બ્લોગમાં કોમેંટ કેવી રીતે લખાય?
  મને સમજના પડી.
  સરસ બ્લોગ છે.
  હરનિશ જાની

  જવાબ આપો
 • 10. Dr.CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 2, 2009 પર 7:26 પી એમ(pm)

  Harnishbhai,
  THANKS for your Comment…..I am originally from VESMA..See the Post on VESMA.California welcome to you & ALL ! A nice place to see if visiting U.S.A.

  જવાબ આપો
 • 11. pragnaju  |  એપ્રિલ 5, 2009 પર 2:19 એ એમ (am)

  કેલીફૉર્નીયાનો ગમી જાય તેવો કાવ્યમય પરિચય
  ત્યાં છે મારું અત્યંત પ્રિય સીક્વોયા
  તેનો આયુષ્યનો જીનનું મનુષ્યમા આરોપણ થાય તો?

  જવાબ આપો
 • 12. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ડિસેમ્બર 29, 2011 પર 7:56 એ એમ (am)

  શ્રીમાન. પુકાર સાહેબ

  આપનુ કેલીફૉર્નીયાનો ગમી ગયુ

  પણ શુ થાય સાહેબ

  મારી પુકાર કોણ સાંભળે એટલે

  સુરતથી સંતોષ માની લઉ ( મજાકમાં લેશોજી )

  આપે રચના દ્વારા સુંદર સફર કરાવી સાહેબ

  આભાર

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,752 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: