મારી વ્હાલી બા !

માર્ચ 24, 2009 at 3:41 પી એમ(pm) 12 comments

 
 
   Kiss For Baby Anne

મારી વ્હાલી બા !

મારી વ્હાલી બા,
વંદન કરૂં છું તને, ઓ મારી વ્હાલી બા !
બીજરૂપે નવમાસ પેટમાં પોષણ કરી,
માનવ દેહ આપ્યો છે મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?….મારી….(૧)
વેદનાઓ અતી સહન કરી,
એક માનવદેહરૂપે જન્મ આપ્યો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…મારી….(૨)
નાજુક હતો, ‘ને ચાલી ના શક્યો જ્યારે,
પ્રેમ્થી ગોદમાં લઈ,વ્હાલ ખુબ આપ્યો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી….(૩)
મુખે નથી દાંતો કે નથી પ્રાચન શક્તિ એવી મારી,
તુજ દેહમાંથી વહેતી દુધની ધારાની કૃપા હતી મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૪)
બચપણની કોમળતાના દિવસોમાં,
રમાડ્યો ‘ને  વ્હાલ સાથે છાયા મળી મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૫)
ગઈ યુવાની ‘ને મોટો થયો જ્યારે,
નિહાળ્યો હમેંશા પ્યારથી એક બાળરૂપે મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?… મારી….(૬)
આજે, જ્યારે, તું છે પરલોકમાં,
તારી જ મધૂર યાદમાં, મળે આશરો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૭)
 
કાવ્ય રચના…..માર્ચ, ૧૮, ૨૦૦૯           ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે “માત-તત્વ”ના પોસ્ટ બાદ,  મારી માતાનું સ્મરણ કરી મેં થોડા દિવસો પહેલા એક રચના કરી તે જ અહી પ્રગટ કરી છે. અહી, મેં મારા જન્મથી અત્યાર સુધી જે મારી માતા વિષે યાદ ક્ર્યું એ તો સૌ કોઈ વ્યક્તિને લાગુ પડે અને દરેક માનવી આ કાવ્યમાં “પોતાની માતા”ને નિહાળી શકે છે, અને, જો કોઈ આજે માતા સાથે હોય તો કાવ્યની છેલ્લી ત્રણ લીટીને બાદ કરી કાવ્ય-વાંચન કરે. મારી માતા જેને મેં “બા” કહી બોલાવી હતી એથી એવી શરૂઆત…..કિન્તુ, જેણે જે પ્રમાણે માતાને પ્યાર આપ્યો હોય તે પ્રમાણે નિહાળી શકે. મારી માતા ૧૯૮૮માં મને છોડીને “પ્રભુધામે ” ગયા હતા અને એ વિયોગ મને મારા જીવનમાં ફરી યાદ આવે ત્યારે હું “એની મીઠી યાદ”માં સાથે ગાળેલા દિવસોનો આનંદ અનુભવું છું. તમે આ પોસ્ટ વાંચી, આ રચના ફક્ત એક “ભાષા-અજ્ઞાની” ના હ્રદયભાવોના શબ્દો છે. ભુલો સુધારશો, અને પ્રગટાવેલા ભાવોને સ્વીકારશો એવી નમ્રવિનંતિ. અને. તમારા પ્રતિભાવો માટે આશા છે ! ………ચંદ્રવદન.
 
FEW WORDS
Today’s Post entitled ” MARI VHALI BA ” meaning “My DEAR MOTHER “. This Post is a part of 3 Follw-up Posts related to the prvious Post of ” MAT-TATVA ” The poem in Gujarati is my Salutations  & Thanks to my Mother who gave me my Birth & brought me into this World. My Thanks start from my naturing in her belly & all the Love & Sacrifices she made for me…& ultimately in her Death I continue expressing my Thanks to her ” in her memories “. It is difficult to express all the “Feelings within the Poem in Gujarati ” into English. I tried my best for those readers who can not read Gujarati. >>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

માત-તત્વ આ છે વેસ્મા ગામ મારૂં

12 ટિપ્પણીઓ Add your own

 • 1. Dilip Gajjar  |  માર્ચ 24, 2009 પર 8:14 પી એમ(pm)

  ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ? ચન્દ્રવદન ભાઈ ખુબ ભાવપૂર્ણ અભિવ્યકિત છે..અને આ ભાવમાં થી જ સંતોષ થાય અને બધુ થાય…મને પણ કોઈએ કહ્યુ. મા છે તે સાબિત કરવાનું ?…બધુ મનમાં જ રાખવાનું…પણ આપણે થોડી કોર્ટના કાયદા કહીએ છીએ..રુષિએ કહેવું પડ્યુ કે મા ન પિતાને દેવ માન..તેનાથી હું સંસ્કારી કહેવાઈશ્…ભગવાને ગીતામાં કહ્યુ છે..મદભાવામાનસા જાતા એષામ લોક ઈમામ પ્રજા…તમે સાચુ કહ્યુ કે ઉપકાર એનો કેમ કરી દર્શાવું…અનન્ત અગણિત જેના ઉપકાર હોય તે કહેવા એક બાળકને માટે કઠણ છે..બાલકને અધિકાર છે તેની બા વિષે બધુ કહેવાનો…તેની કાલી ઘેલી ભાષામાં…

  જવાબ આપો
 • 2. Capt. Narendrac  |  માર્ચ 24, 2009 પર 8:25 પી એમ(pm)

  આપણી કહેવત – “મા એ મા, બીજા બધા વગડાના વા” કેટલી સાચી છે તે તમે આ કાવ્યમાં દર્શાવ્યું છે..

  જવાબ આપો
 • 3. Ramesh Patel  |  માર્ચ 25, 2009 પર 3:05 એ એમ (am)

  your words are with deep affections.
  let me share my feelings.

  જનની
  જગની સઘળી શાતાની તું દાતા

  જન્મદાતા વિધાતા તું માતા

  પાવન તીર્થો સમાયાં તારા ચરણે

  માણે શીશુ સ્વર્ગ તવ શરણે

  ઈશ્વરની પ્રતિકૃતિ છે માની સૂરત

  સર્વ સ્નેહથી વડી તારી મૂરત

  સંતાન કાજે ત્રિવિધ તાપે તપતી

  સમર્પણ તપસ્યાની તું મંગલ મૂર્તિ

  ઝીલે આશીષ બાળ તારા સુભાગી

  લાગે પાય ભાળી તારામાં અવિનાશી

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 4. Neela Kadakia  |  માર્ચ 25, 2009 પર 3:34 એ એમ (am)

  માતૃદેવો ભવઃ

  જવાબ આપો
 • 5. P Shah  |  માર્ચ 25, 2009 પર 4:19 એ એમ (am)

  તારી જ મધૂર યાદમાં, મળે આશરો મુજને !
  very nice !
  I like your poems

  જવાબ આપો
 • 6. Vishvas  |  માર્ચ 25, 2009 પર 9:18 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  મા વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું,
  ભગવતીકુમાર શર્માની મારા બ્લોગ પર અગાઉ મુકેલ આ રચના યાદ આવી …

  મા મારી…શ્રેષ્ઠ મિત્ર…
  બીજી મિત્રતાઓમાં
  કદીક સ્વાર્થનું નહિ તો અપેક્ષાનું,
  વાળ જેવું બારીક
  પણ એકાદ કણ તો આવી જાય;
  પછી ઘસરકો, ઉઝરડો, તિરાડ….
  માને તો આકાશ જેટલું ચાહી શકાય,
  દેવમૂર્તિની જેમ પૂજી શકાય.
  પણ એ એવું કશું માગે-ઈચ્છે-વિચારેય નહિ!
  એટલે જ દોસ્તની જેમ
  એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
  ઝઘડી યે શકાય.
  આપણા હોઠો પરની દૂધિયા ગંધ
  એની છાતીમાં અકબંધ
  એના ખોળામાંની
  આપણા પેશાબની દૂર્ગધ
  એ સાથે લઈને જાય
  ભગવાન પાસે-
  અને સ્વયં ભગવાન સુગંધ, સુગંધ!
  (ભગવાનની એ મા તો હશે જ ને?)

  આપનો ડો.હિતેશ ચૌહાણ’વિશ્વાસ’

  જવાબ આપો
 • 7. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 26, 2009 પર 4:36 પી એમ(pm)

  Bina had posted her Comment on Mat-Tatva but meant for this Kavya Rachana>>>>>

  Bina Trivedi | March 24, 2009 at 4:53 pm
  Very nice “Rachana”

  So, she sent another Email>>>>>

  To: “chadravada mistry” Yes, It was for the poem. My mistake! Sorry ! Bina

  જવાબ આપો
 • 8. pragnaju  |  એપ્રિલ 5, 2009 પર 2:30 એ એમ (am)

  ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ

  અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

  પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું

  એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

  કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા

  અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

  લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા

  એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

  લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા

  એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

  સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો

  જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

  ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને

  એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

  પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર

  એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

  ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ

  પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

  …પુનિત મહારાજના ભજનની યાદ આવી

  જવાબ આપો
 • 9. પ્રવિણ કે.શ્રીમાળી  |  એપ્રિલ 7, 2009 પર 4:19 એ એમ (am)

  ‘મા ‘ થી વિષેશ શું હોઈ શકે આ દુનિયામાં,
  પ્રેમીઓનાં પ્રેમ માં અંદરખાને શરીર અને સુંદરતા મેળવવાની ઈછ્છા હોય જ છે
  પતિ-પત્ની નાં પ્રેમ માં સુરક્ષા,સ્વાંલંબન, વાસના પુર્તિ અને પ્રજોત્પતિ વિગેરે
  સ્વાર્થ સમાયેલાં છે. જયારે મા ‘ નો પ્રેમ નિસ્વાર્થ, નિર્મળ, પવિત્ર પ્રેમ !!!
  આ પ્રેમ આગળ બધાં પાણી ભરે !

  અને વાચક મિત્રો મારા બ્લોગ ની મુલાકાત અવશ્ય લો, ‘યુવારોજગાર’ એક એવો બ્લોગ
  કે જે આપ એકવાર કલિક કરશો તો યાદગાર બની જશે
  નવો જ વિચાર, બધાથી અલગ ભાત પાડતો બ્લોગ છે
  મારા બ્લોબો ; http://yuvarojagara.gujaratiblogs.com
  http://kalamprasadi.blogspot.com

  જવાબ આપો
 • 10. sheela Patel  |  એપ્રિલ 9, 2009 પર 11:44 પી એમ(pm)

  Chandravadan I am so deeply touched by your words on the poem on Mother. really beautiful!!! I am also impressed on what you wrote on Vesma. I lived in Vesma for six years in the 60’s and i still live with the beautiful memories of our little Vesma. I aslo enjoyed listening to the Bhajans. Really Beautiful!!!

  Sheela Patel
  Glendora
  CA

  જવાબ આપો
 • 11. પ્રવિણ કે.શ્રીમાળી  |  ઓગસ્ટ 10, 2009 પર 12:37 પી એમ(pm)

  ભાવવાહી અભિવ્યકિત !

  ‘મા’ ના ઉપકાર નો બદલો કદાપિ વાળી શકાતો નથી, તે માટે આપણે ખુદ ‘મા’ બનવું પડે.

  જવાબ આપો
 • 12. ghanshyam vaghasiya  |  સપ્ટેમ્બર 8, 2009 પર 6:57 પી એમ(pm)

  માને તો આકાશ જેટલું ચાહી શકાય,
  દેવમૂર્તિની જેમ પૂજી શકાય.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: