માત-તત્વ

માર્ચ 21, 2009 at 3:45 પી એમ(pm) 10 comments

 

 
 
 
 

માત-તત્વ

ઉચ્ચ વિચારો સાથે આપણે આ માત-તત્વને નિહાળીએ, તો પ્રથમ આપણે અખિલ બ્રમાંડ તરફ નજર કરવી પડે. અખિલ બ્રમાંડને જે આપણે વિજ્ઞાન કે વેદો પ્રમાણે જાણ્યું એમાં આપણું સુર્ય મંડળ, અને એની સાથે અનેક સુર્ય મંડળૉ, અને જ્યાં સર્વે સુર્ય મંડળૉ સમાયેલા છે તે વિશાળ આકાશ (Space ) જેનો આપણી બુધ્ધિ પ્રમાણે અંદાજ કરવાની શક્તિ આપણી પાસે નથી. આ સર્વને રમાડનાર છે ” એક દિવ્ય શક્તિ ” જેને “પરમ તત્વ ” કહો કે “પ્રભુ ” કહો…આ બધુ એક છે ! આ તત્વને આપણે ” એક પોષણ કરનાર “ના ભાવે નિહાળીએ તો આપણે એ જ તત્વને ” માત-તત્વ “કહીએ તો તે યોગ્ય જ છે.અને, જ્યારે, આપણે આવા ઉચ્ચ વિચારે નિહાળીએ ત્યારે,એ મહાન તત્વમાં આપણે “નાનેરા માત-તત્વરૂપે ” સુર્ય, ગ્રહો, આપણી પૃથ્વી વિગેરે સૌને  નિહાળી શકીએ. તો, એવા વિચારે, જે ધરતી જે આપણ સૌને પોષણ આપી રહી છે આપણી માતા, અને આખું વિશ્વ (World ) પણ આપણી માતા.
હવે, આપણે આપણા વિચારોને માનવ આંખોથી નિહાળવા પ્રયાસ કરીએ. તો, ભારતમાં જન્મ લેતા, ભારતને માત-સ્વરૂપ મળ્યું…ગુજરાતમાં થયેલ જન્મથી ગુજરાત આપણી માતા…અને, જ્યાં જન્મ થયો હોય તે આપણી જન્મ-ભુમી યાને માતા.અને, જો આપણે જન્મ આપનાર જનેતાને એક “નારી-તત્વ” નિહાળીએ ત્યારે, જગતની સર્વ નારીઓમાં માત- ભાવ ના દર્શન થાય છે. માનવી રહ્યા એટલે આપણે હંમેશા માનવ-તત્વને નર અને નારી સ્વરૂપે જોવાની ટેવ પડી હોય અને એથી જ “પ્રભુ તત્વ ” માં પણ  નર-તત્વરૂપે વિષ્ણું સાથે નારી-તત્વરૂપે લક્ષ્મી ના દર્શન કરીએ છીએ.અહી, પરમ તત્વ કે માત તત્વમાં “પાલનહાર/રક્ષણઅપનાર “પિતા-તત્વ”નો સમાવેશ થાય છે. એ પ્રમાણે, પશુ, પક્ષી, જીવ-જંતુ, કે વનસ્પતિ કે સર્વમાં આપણે માત-તત્વ નિહાળી શકીએ. હવે, વાયુમાં “ઓક્ષીજન” તેમજ પાણી જેનાથી આપણો દેહ બન્યો છે એ બંને પણ આપણા પ્રાણ માટે આધાર છે તેમાં પણ, આપણે માત તત્વ સહેલાયથી નિહાળી શકીએ છીએ.
આવા વિચારે, માનવી જો આ જગતમાં જીવવાનો પ્રયત્ન કરે તો કેવું ? આવી વિચારધારા પર આવવા માટે ઘણી વાર ” જીવનમાં થયેલ ઘટનાઓ ” એવા માર્ગે દોરે છે….તો, કોઈ વાર, ” સંત/જ્ઞાનીની સોબતે “માનવી એ તરફ જાય છે…તો,કોઈ વાર માનવી જ્ઞાન મેળવતા, અંધકાર દુર કરતા, અને બુધ્ધિને પ્રષ્નો કરતા એને આ માર્ગ મળી જાય છે અને, એ “માત-તત્વ/પરમ- તત્વ”નું રહસ્ય જાણી જાય છે !
બસ, આવી વિચારધારામાં રહી, હું હવે પછી, જે  પોસ્ટો પ્રગટ કરીશ એમાં “જન્મ આપનાર માતા ”  તેમજ  જન્મ-ભુમી ” વેસ્મા ” અને અંતે જ્યાં અમેરીકામાં હું સ્થાયી થયો એ ભુમી અટલે ” કેલીફોર્નીઆ ” બારે તમે પોસ્ટો વાંચશો. પણ, આજે જે “માત-તત્વ ” બારે જે કંઈ લખ્યું એમાં મેં ફક્ત મારા વિચારો દર્શાવ્યા…મારી સમજ પ્રમાણે….પણ, આ વિષયે તમારા વિચારો જુદા હોય શકે. ” પરમ તત્વ ” ને મેળવવા એક જ પંથ નથી, અનેક પંથો છે એથી, મારી આશા એટલી જ કે તમે પધારી પ્રતિભાવરૂપે ” બે શબ્દો ” લખશો. ……..ચંદ્રવદન.
 
MAT-TATVA (Motherly Entity )
Today’s Post is entitled as Mat-Tatva. One can see the Universe with its multiple Solar Systems as the ” sustainer of everything. Then you call that “sustainer” as the Almighty or God & see that entity as MATA ( Mother ). Then, one can see narrowly our Solar System with all the Planets including our Earth & see our Earth as our Mother…likewise, the Country in which one is born becomes the Mother.
Now, as Humans, we always visualised the Human race ( or all Living things ) with a notion of MALE& FEMALE..One sees Mother as the Sustainer & Father is seen within as the essential element for the LIFE to be & to exist. Thus, we see the MAT-TATVA in all on this Earth & we even extend that notion to the Almighty & we see VISHNU with LAXMI & so on….
I hope I was able to explain this Post to those who may not be able to read Gujarati. Now, I wish to let the readers know that keeptng this MAT-TATVA in mind , there will be 3 Posts namely (1) Mother who gave Birth as a Human-being (2) VESMA where I was born & (3) CALIFORNIA, U.S.A. where I had settled & made my Home.
I hope you all will read these follow-up Posts too.>>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: Uncategorized.

ચંદ્ર ભજન મંજરી..(૪) મારી વ્હાલી બા !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. Suresh Jani  |  માર્ચ 21, 2009 પર 8:05 પી એમ(pm)

  ઈશ્વર છે કે નહીં તે તોઇ ખબર નથી
  પણ જો તે હોય તો માતા જેવો હશે.

  જવાબ આપો
 • 2. Capt. Narendrac  |  માર્ચ 21, 2009 પર 9:12 પી એમ(pm)

  સમગ્ર સૃષ્ટી પરમ તત્ત્વમાંથી જન્મી છે. જન્મ તો કેવળ મા જ આપી શકે અને તેની વિશાળ વ્યાખ્યા, જનની, જન્મભુમી અને પરમ તત્ત્વ એક જ છે જે તમે ‘માત તત્ત્વ’માં જે રીતે સમજાવ્યું, તે હૃદયમાં ઉતરી ગયું..

  જવાબ આપો
 • 3. pragnaju  |  માર્ચ 22, 2009 પર 9:12 એ એમ (am)

  સુંદર અભિવ્યક્તી
  હંમણા જ વાંચેલી વાત તો અદભૂત છે!કિડની ઇન્સ્ટિટયૂટમાં ૨૭૨ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં ૫૦ ટકા માતા, ૨૦ ટકા પત્ની અને બહેનો‘મા એ મા બીજા બધા વગડાના વા’ અને ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ આવી અનેક કહેવતો માતા માટે પ્રચલિત છે, પરંતુ જાણીને આનંદ થશે કે શહેરની કિડની ઇન્સ્ટિટયૂટમાં ગત વર્ષે થયેલા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં દર્દીની માતાઓએ ૫૦ ટકા કિડનીદાન સાથે મોખરે રહીને આ કહેવતોને સાચા અર્થમાં યથાર્થ કરી છે. જયારે દર્દીની પત્ની અને બહેનોએ ૨૦ ટકા તેમજ પિતા, પતિ કે ભાઈ જેવા સંબંધીઓએ ૩૦ ટકા કિડનીદાન કર્યું હોવાનું હોસ્પિટલનાં સૂત્રો જણાવી રહ્યાં છે. કુલ કિડનીદાન કરવામાં આવે છે તેમાં પણ ૭૦ ટકા મહિલાઓ હોય

  જવાબ આપો
 • 4. Vishvas  |  માર્ચ 22, 2009 પર 9:27 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  કહેવાય છે ને કે પ્રભુએ જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તે દરેકનું ધ્યાન રાખવું તેના માટે શક્ય ન હતું તેથી તેમણે માતાનું સર્જન કર્યું.
  એક ગીત છે ને કે
  મુજે માફ કરના ઓ સાંઈ-રામ, તુજ સે પહેલે લૂંગા મમ્મી ડેડી કા નામ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 5. P Shah  |  માર્ચ 22, 2009 પર 10:40 એ એમ (am)

  nice feelings !

  જવાબ આપો
 • 6. ગોવીન્દ મારુ  |  માર્ચ 23, 2009 પર 4:18 એ એમ (am)

  મા (જનેતા) તેમજ માતૃભુમીની તોલે કોઈ ન આવે.. ‘મા એ મા બીજા બધા વગડાના વા’

  જવાબ આપો
 • 7. અમિત પટેલ  |  માર્ચ 23, 2009 પર 6:15 એ એમ (am)

  જન્મદાયિની માઁ કી આંખ મેં આંસૂ ક્યૂઁ

  અજન્મી બચ્ચી કી વ્યથા –

  ક્યોં માં ક્યોં બાબા
  ક્યોં તુમને મુઝે મિટા દિયા
  અપની મમતા અપને જીવન સે
  ક્યોં તુમને મુઝે જુદા કિયા
  મૈં ઇક લડકી હૂઁ
  યે તો મેરા અપરાધ ન થા
  જિસને દિયા મુઝે યે રૂપ
  ક્યોં ઉસ ઈશ્વર કો તુમને ક્ષમા કિયા
  ક્યોં લડ઼કે કી ચાહત મેં
  તુમને ઇસ નિરિહ કે પ્રાણ હરે
  ક્યોં ભ્રૂણ સે
  અસ્પતાલ કે કૂડેદાન ભરે
  ક્યોં ના કાંપે હાથ ડાક્ટર કે
  જિસને મુઝે બલિદાન કિયા
  ક્યોં ચંદ સિક્કોં કી ખાતિર
  પેશા ઉસને અપના નિલામ કિયા
  ક્યોં કિસી કા હ્રદય ના રોયા
  દાદા-દાદી કા પ્યાર ક્યોં સોયા
  ઉનકી ઇક ચાહત કી ખાતિર
  ક્યોં મૈને અપના સબ કુછ ખોયા
  મૈં ઇક લડકી યે મેરી ગલતી ન થી
  ગલતી મેરે માં બાપ કી
  ઉસ ઈશ્વર કી
  જિસને મુઝે યૂં જન્મ દિયા
  મૈં પૂછૂં સંગી સે અપને
  ક્યોં ફિર મેરા હી ખૂન હુઆ
  ક્યોં ના ઈશ્વર કા સિંહાસન ડોલા
  ના ધરતી કા સીના ફટા
  ક્યોં ગંગા ભી મૌન રહી
  ક્યોં પર્વત હિમાલય રહા ખડ઼ા
  ક્યોં થી સબકી મૌન સ્વીકૃતિ
  મૃત્યુ કા ચોલા ક્યોં મુઝ પર દિયા ચઢ઼ા

  Ramesh Agarwal

  જવાબ આપો
 • 8. Bina Trivedi  |  માર્ચ 24, 2009 પર 4:53 પી એમ(pm)

  Very nice “Rachana”

  જવાબ આપો
 • 9. PARESH  |  માર્ચ 26, 2009 પર 6:01 એ એમ (am)

  રડતું બાળક માતાને પોકારિ રહ્યું હતું. તેને ખબર હતી કે માતાનાં ખોળાં કરતાં આખ્ખી દુનિયા નાનીં છે !

  જવાબ આપો
 • 10. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 26, 2009 પર 4:21 પી એમ(pm)

  THIS IS AN EMAIL RESPONSE for the 1st time from DILIP BHAKTA of LA…..after his visit to my Blog….& it is Posted as his COMMENT>>

  Flag this messageRe: NEW POST…MAT-TATVAThursday, March 26, 2009 9:02 AM
  From: “dilipkumar bhakta” View contact detailsTo: “chadravada mistry” Ramkabir Dr.
  I am amazing your ability to write a bujan in Gujarati, western world people become so modern bujan has a no space in majority’s people life. You born in India but raise in other country and still you have interest to write a bujan in Gujarati, I don’t have a world how to describe.Very few people can do that what you are doing with your profession.God give you more and more energy to you to help your interest.Mahul send me email, I just let you know.
  &n bsp; Dilipkumar Bhakta

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: