ચંદ્ર ભજન મંજરી..(૪)

માર્ચ 18, 2009 at 1:59 એ એમ (am) 16 comments

 

પ્રભુ, તને કેવી રીતે ભજું ?

પ્રભુ, તને કેવી રીતે ભજું ?
કોઈ કહે આમ કર.
કોઈ કહે તેમ કર,
હવે, તું જ કહે હું શું કરૂં ?…..પ્રબુ, તને…(૧)
વહેલી સવારે, પ્રભુ, નામ તારૂં છે મારા હૈયા મહી,
નથી આવ્યો હું તારા મંદિર દ્વારે,
નથી લીધી મેં જપ-માળા હાથે,
શું અધુરી પ્રાર્થના છે મારી ?
હવે, તો પ્રભુજી, કહેજે મને…….પ્રભુ, તને….(૨)
જાણ-અજાણમાં પ્રભુ નામ તારૂં મારા મુખડે વહે,
નથી મંત્ર જપતો કે ગીતાપાઠ કરતો,
નથી રીત-રિવાજ કે ધર્મનું ગણતો,
શું અધુરી  પ્રાર્થના છે મારી ?
હવે, તો પ્રભુજી, કહેજે મને…..પ્રભુ, તને…(૩)
થયું ના થયું એમાં પ્રભુ-ઈચ્છારૂપે જોયો તને,
સંસારના સુખ, દુઃખો સાથે જોડ્યો તને,
ભાર કેટલો બધો આપ્યો તને,
શું અધુરી પ્રાર્થના છે મારી ?
હવે, તો પ્રભુજી, કહેજે મને….પ્રભુ, તને…(૪)
કોઈ વાર મંદિરે જઈ, ભાવથી ફળ-ફુલો ચડાવ્યા ખરા,
કોઈ વાર ભજન કર્યા કે ગીતા અને ધર્મગ્રંથો વાંચ્યા ખરા,
કોઈ વાર સંતોને સાંભળ્યા અને રીત-રિવાજો માન્યા ખરા,
છતાં, દીલથી અને મુખેથી વાત હંમેશા જે હું કરૂં,
પ્રભુ, સ્વીકારજે તું એક પ્રાર્થનારૂપે, ચંદ્ર-અરજ એટલી, વધુ હું શું કહું ?…..પ્રભુ તને……(૫)
ચંદ્રવદન.
 
 
 

ચંદ્ર ભજન મંજરી..(૪)

આજે તમે “ચંદ્ર ભજન મંજરી ” વીસીડીમાંથી બનેલી ચોથી વિડીયો પોસ્ટ દ્વારા નવી ભજન રચના સાંભળી રહ્યા છો ……પ્રથમ વિડીયોમાં સુર-સંગીત કોણે આપ્યું વિગેરે જાણ્યું હતું, ત્યારબાદ્ ” ગણેશ વંદના “, અને પછી ” હરિ, તને શું રે આપું ? ” અને હવે ” પ્રભુ, તને કેવી રીતે ભજું ? ” સાંભળી રહ્યા છો. આશા છે કે તમોને આ રચના ગમે. ગમી કે નહી તે હું કેવી રીતે જાણૂં ? હા, તમો ” પ્રતિભાવ ” રૂપે  બે શબ્દો લખો તો ! …..પ્રતિભાવ આપશો ને ? …….ચંદ્રવદન.
 
FEW WORDS
The New Post today is a VIDEO-POST of a Bhajan from my CHANDRA BHAJAN MANJARI & the Bhajan is titled ” Prabhu, Tane Kevi Rite Bhaju ? ” I hope you like it.>>>>>>Chandravadan.
Advertisements

Entry filed under: ભજનો.

જીપ્સીસ ડાયરી (Gypsy’s Diary ) માત-તત્વ

16 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  માર્ચ 18, 2009 પર 4:53 એ એમ (am)

  સુંદર રચના
  મઝા આવી

  જવાબ આપો
 • 2. રેખા સિંધલ  |  માર્ચ 18, 2009 પર 12:58 પી એમ(pm)

  સરસ ભજન !

  જવાબ આપો
 • 3. Neela  |  માર્ચ 19, 2009 પર 3:42 એ એમ (am)

  રચના અને સંગીત બન્ને સરસ છે.

  જવાબ આપો
 • 4. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 19, 2009 પર 3:46 એ એમ (am)

  THIS IS AN EMAIL RESPONSE TO THE POST>>>>>>

  Flag this messageRe: New Post on CHANDRAPUKARTuesday, March 17, 2009 8:35 PM
  From: “Shah Pravin” View contact detailsTo: emsons13@verizon.netnice,
  bhaktisabhar bhajan.
  regards,

  Pravin Shah
  http://www.aasvad.wordpress.com

  જવાબ આપો
 • 5. Vishvas  |  માર્ચ 19, 2009 પર 9:56 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  સરસ ભજન,

  સંસારના સુખ, દુઃખો સાથે જોડ્યો તને,
  ભાર કેટલો બધો આપ્યો તને,
  nice one

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 6. જીગ્નેશ અધ્યારૂ  |  માર્ચ 19, 2009 પર 10:52 એ એમ (am)

  khub saras rachna che…..vachi ne bahu maja aavi…

  aape bahu saras blog banavyo che ane maintain karyo che….

  khub shubhkamnao…..

  Best Regards,

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  માર્ચ 19, 2009 પર 6:30 પી એમ(pm)

  ચન્દ્રવનદ્નભાઇ, નમસ્કાર,…ખુબ જ સુંદર ભજન છે તેમાં ચિન્તન છે..પ્રભુ, તને કેવી રીતે ભજું ? આ જ પ્રશ્ન દેવોને થયો હતો તેવું..શાસ્ત્રોમાં વાંચેલ્.. ક્સ્મૈ દેવાય હવિષા વિધેમ ? અમે કયા દેવની કઈ રીતે ઉપાસના કરીઅએ..શંકરાચાર્ય જેવા વિદ્વાન પણ..ન જાનામિ પૂજા..કહી ઉઠયા…આજ ના સમયમાં આવો પ્રશ્ન તમને અએક દિવસ મનમાં થયો હશે તેમાં પર્માત્માના યજન ની કેટલી તાલાવેલી હશે તે જણાય છે…ખરો સંતોષ, આત્મસંતોષ…તો આપની આ રચનાઅઓથી મળે છે..માત છે મહાન..રચન મેં ગાવાનો પ્રયત્ન કર્યો છે…પણ હજી બ્લોગ પર મૂકવામાં ફાવટ નથી..તમે સાંભળવા માટે કહું છુ..પછી જણાવશો તો મને ખબર પડે કે પ્લેયર વાગે છે કે નહિ ?…કોઈ કહે આમ કર ..કોઈ કહે તેમ કર…સાચી વાત છે…અંતઃકરણપૂર્વક કરેલી ઉપાસના કદી ખોટી નથી ઠરતી..હવે લખાયેલી રચના વારંવાર સાંભળ્વાથી આપની આ ભજન સાંભળીને પણ પૂજા જ થશે..કિર્તનમ…બરાબર ને ? હું દરરોજ માતાના ફોટા સામે બેસી પ્રર્થના. ધ્યાન કરું છું…આજે માં સદેહે નથી તો શું થયું…તેની યાદ તેનું..રુણ તો અનંત છે…આ ગુજરાતી રચના હાલમાં યુ.કેના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ છે…મને શબ્દોના બધુ પડતા બણગા કરતાં..જીવનલક્ષી બનવું વધુ ગમે…મળ્યા ત્યારે…

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  માર્ચ 19, 2009 પર 11:29 પી એમ(pm)

  નમશું નમશું નાથ એવા રે નમશું

  ભાવધરી ચક્ષુથી ચોધાર છલકશું

  ભાવના ભૂખ્યા છે ભુધરજી.

  આંતર ગદગદ ભાવે મૌનની ભાષાથી

  પોકારે અને વહાલો સાંભળે સાંભળે ને સાંભળેજી.

  ડો ચન્દ્રવદનભાઈ તમે પ્રભુજી સાથે સૌના

  તાર જોડ્યા.

  તમારી પ્રભુ વંદના સુંદર અને ભીનાશ ભરેલી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. Dilip Gajjar  |  માર્ચ 20, 2009 પર 10:11 એ એમ (am)

  rameshbhaai, Thanks for confirm on my site…I can belive audio can listen everyone and enjoyed your bhajan as well..
  namaste Dilip

  જવાબ આપો
 • 10. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 20, 2009 પર 5:46 પી એમ(pm)

  THIS IS AN EMAIL RESPONSE from HEMANG NANAVATY>>>>

  Re: Fw: New Post on CHANDRAPUKARWednesday, March 18, 2009 4:57 PM
  From: “hemang nanavaty” View contact detailsTo: emsons13@verizon.netchandravadanji,

  what question about how to worshi god,you have your answer
  within you.je bhajan manjari tamara hridaya na undanmathi
  tamari bhagwan pratyeni nishatha ane premni shakshi rupe
  shabda deh aapi shakochho tenathis vishesh prabhu pan tamne
  kevi rite jawab aapi shake.manas nu to gajun pan shun.

  જવાબ આપો
 • 11. Heena Parekh  |  માર્ચ 21, 2009 પર 5:09 એ એમ (am)

  શબ્દ અને સૂર બન્ને સરસ.

  જવાબ આપો
 • 12. Dr.Shashikant Mistry  |  માર્ચ 21, 2009 પર 8:22 એ એમ (am)

  I am amazed by your ability to create a poem from any incident.
  You are a genius. May Almighty Lord grant you a long healthy life so that you can be much more creative and your creations can enlighten many ordinary persons like myself who do not have such talents.

  Shashibhai

  જવાબ આપો
 • 13. Vinod Khimji Prajapati  |  માર્ચ 21, 2009 પર 4:32 પી એમ(pm)

  Bhajan Manjri samast Bharat Varsh ma laokpriya thati jay chhe anek shubhkamnao sathe….

  જવાબ આપો
 • 14. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 31, 2009 પર 3:19 પી એમ(pm)

  This is a 2nd invitation Response to Bhajan-Manjari & posted as a COMMENT>>>>

  Re: Fw: TAKING you BACK to BHAJAN-MANJARI POSTS of my BlogThursday, July 30, 2009 8:06 PM
  From: “harnish Jani” View contact detailsTo: “chadravada mistry” Chandravadanbhai-I m out of the religious things and Bhajans-
  Because of u-I heard them they are very good.
  Yes, I always like spiritual things.
  Thanks
  Harnish

  જવાબ આપો
 • 15. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 31, 2009 પર 3:29 પી એમ(pm)

  This is the Emai Response to my 2nd Invitation to Bhajan Video>>>>

  Re: Fw: TAKING you BACK to BHAJAN-MANJARI POSTS of my BlogThursday, July 30, 2009 8:56 PM
  From: “nikhil joshi” View contact detailsTo: “chadravada mistry” so u write your own bhajans….right?
  u have also made an audio cd….right?
  can u send your book and cd?
  wud u like to make an audio album of your own bhajans?
  let me know…
  i wud like to work for that
  –nikhil joshi

  જવાબ આપો
 • 16. daksha k pawar  |  સપ્ટેમ્બર 11, 2009 પર 7:19 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ.
  ચન્દ્રવનદ્નભાઇ,
  તમારી પ્રભુ વંદના સુંદર અને ભીનાશ ભરેલી છે. શબ્દ અને સૂર ખુબ જ સુંદર છે તેમાં ચિન્તન છે. પ્રભુ, તને કેવી રીતે ભજું? આજ ના સમયમાં આવો પ્રશ્ન તમને એક દિવસ મનમાં થયો હશે. તો તેમાં પર્માત્માના યજન ની કેટલી તાલાવેલી હશે તે જણાય છે. અને અંતઃકરણપૂર્વક કરેલી ઉપાસના કદી ખોટી નથી ઠરતી.

  tame mokalela bhajan hu read karu chhu. te vadhu saras hoi chhe. aava blog mokalta rahejo. te mate id – k.daksha88@gamail.com.

  આભાર..
  thank you so much.
  ketanki

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: