ચંદ્રવિચારો શબ્દોમાં (૬)

ફેબ્રુવારી 17, 2009 at 12:05 એ એમ (am) 9 comments

 

            

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૬)

આજે, ફેબ્રુઆરી, ૧૭,૨૦૦૯નો શુભ દિવસ, અને હું “ચંદ્રવિચારો શબ્દોમાં(૬) ” નામે ફરી પોસ્ટ પ્રગટ કરી રહ્યો છું એથી, આ પહેલા આ નામકરણે ૫ પોસ્ટો પ્રગટ થઈ ચુકી છે, જેમાની છેલ્લી પોસ્ટ હતી જાન્યુઆરી,૭,૨૦૦૯ના દિવસે. તો, પહેલો સવાલ એ રહે કે ” એ છેલ્લી પોસ્ટ બાદ મારા મનમાં શું વિચારો હતા? ” અને, એના જવાબરૂપે આ લખી રહ્યો છું………….
“ચન્દ્રપૂકાર ” પર થોડા “કાવ્યો ” એક ” ટુંકી વાર્તા ” તેમજ  ” અન્ય ” પોસ્ટો પ્રગટ થઈ તેમાં જાન્યુઆરી, ૨૫, ૨૦૦૯ના રોજ “ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ ” પ્રગટ કરતા મારા હૈયે ખુબ જ આનંદ હતો, અને એ આનંદ સાથે સૌએ સહકાર આપ્યો તે માટે “ખુબ ખુબ આભાર ” હતો.અનેક “લખાણરૂપી ” પોસ્ટો પ્રગટ કર્યા બાદ મારા મનમાં ફરી ફરી વિચાર આવ્યો કે “ક્યારે વિડીયો-પોસ્ટ કરી મારા રચેલા ભજનોની વિસીડીને એક પોસ્ટરૂપે મુકીશ ? “જ્યારે, ફેબ્રુઆરી,૨, ૨૦૦૯ના રોજ “પ્રથમ વિડીયો પોસ્ટ ” શક્ય થઈ ત્યારે મારા હૈયે આનંદ, અને ત્યારબાદ, ” ચંદ્ર ભજન મંજરી ” એક પોસ્ટરૂપે મુકતા મારા હૈયે અતી આનંદ હતો. “ચંદ્રપૂકાર ” સાઈટ પર  લખાણ બ્લેક એન્ડ વાઈટ (Black & White )માં હતું, ત્યારે મારા મનમાં વિચાર એવો કે  ” ક્યારે કલરમાં લખાણ હશે ? ” જ્યારે મેં ” મારૂં પાગલપણું “નામે પોસ્ટ પ્રગટ કરી ત્યારે થોડું લખાણ જુદા જુદા કલરોમાં શક્ય થયું અને હું ખુશ હતો. જ્યારે, “ચંદ્ર ભજન મંજરી “ની પોસ્ટ પ્રગટ થઈ ત્યારે સાઈટ પર ૨૭૦૦૦થી વધુ (more than 27000 ) મહેમાનો પધારેલા હતા અને મારા મનના વિચારોમાં ફક્ત આનંદ આનંદ હતો. હવે, એક વિચાર મને ફરી ફરી સતાવે છે કે “મારી ઓળખ આપી જે કંઈ લખ્યું એનો કોઈ ખોટો અર્થ તો ના લેય કે હું પોતાના જ વખાણ કરૂં છું ? ” પરિચય દ્વારા આપણે સૌ એક્બીજાની નજીક આવી શકીએ એ જ ભાવના હૈયે હતી..એ જ ” પરમ સત્ય ” છે અને એને કોઈ માને યા ના માને યા ના માને પણ, હું તો આ મારી વેબ્જગતની યાત્રા ચાલુ જ રાખીશ અને એ માટે તમે સૌ મારી શક્તિ છે. …….ચંદ્રવદન.
 
FEW WORDS
This post is the 6th in the Series of Posts with the same title & last one being published i January,2009. In this post I had just expressed my thoughts in which I mentioned of the several posts published since the post of January & shared my happiness of publishing the 100th Post on Home of my Site & also my joy at publishing 2 VIDEO POSTS. Some of the posts published were about me in a Kavya (Poem ) named ” Hu Kon ? ” & a short artticle ” Maru Pagalpanu “. I wanted my viewers to know that the intent of such publications was to come closer to ALL & nothing else. Whether the readers believe me or not, I have decided to continue my journey on the Webjagat & I sincerely hope that all of you will support me….>>>>>>Chandravadan.

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

વેલેન્ટાઈન ડે…Valentine Day મારટીન લુથર કિન્ગ, અને મહાત્મા ગાંધી

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Capt. Narendra  |  ફેબ્રુવારી 17, 2009 પર 3:27 એ એમ (am)

  ગયા વખતના બ્લૉગમાં વિડીયો જોઇ શક્યો નહોતો, તેથી મારૂં મંતવ્ય અપૂરૂં રહ્યું હતું. વિડીયોમાં ડૉક્ટર ચંદ્રવદનભાઇએ લખેલ ભજન સાંભળ્યું અને મન પ્રસન્ન થઇ ગયું. ભક્તિભાવથી ભરેલ અંતરવાણીને જ્યારે સૂર મળે ત્યારે તો તે સીધા હૃદયમાં ઉતરતા હોય છે.

  ગયા વખતની અને આજની વાત સાંભળી ઘણો આનંદ થયો. આવી જ રીતે અધ્યાત્મનો આસ્વાદ કરાવતા રહેશો!

  જવાબ આપો
 • 2. pragnaju  |  ફેબ્રુવારી 17, 2009 પર 3:42 એ એમ (am)

  “મારી ઓળખ આપી જે કંઈ લખ્યું એનો કોઈ ખોટો અર્થ તો ના લેય કે હું પોતાના જ વખાણ કરૂં છું ? ” પરિચય દ્વારા આપણે સૌ એક્બીજાની નજીક આવી શકીએ એ જ ભાવના હૈયે હતી..એ જ ” પરમ સત્ય ” છે અને એને કોઈ માને યા ના માને યા ના માને પણ, હું તો આ મારી વેબ્જગતની યાત્રા ચાલુ જ રાખીશ અને એ માટે તમે સૌ મારી શક્તિ છે. …….ચંદ્રવદન.
  આવી જ વાત વિનોબા ભાવે એ એક વાર કહી હતી.સામાન્ય રીતે સંતો કહે પારકાના ગુણ જોવાના અને પોતાના દોષ જોવાના ત્યારે તેમણે જણાવેલું કે પોતાના પણ ગુણ દર્શન કરવા! તેમ તમે સહજભાવે પરિચય આપ્યો તે અહકાર સૂચક નથી

  જવાબ આપો
 • 3. Rekha Sindhal  |  ફેબ્રુવારી 17, 2009 પર 7:16 પી એમ(pm)

  પરંતુ તમારી આ આનંદ યાત્રાના અમે સહયાત્રીઓ છીએ.. આપનો આભાર !

  જવાબ આપો
 • 4. Dinesh Mistry  |  ફેબ્રુવારી 18, 2009 પર 12:18 એ એમ (am)

  નમસ્તે ચંદ્રવદનભાઇ,

  આ પોસ્ટ ‘પ્રમુખ ટાઇપ પાડ’ વાપરી પહેલી વાર ગુજરાતીમાં લખું છું. આ જ્ઞાન, કળા અને શબ્દો તમારા ‘વેબજગતની’ યાત્રાનું ફ્ળ છે એ માટે હું તમારો ખુબ આભાર માનું છું. ચંદ્રવિચારો વાચી ખુબ જ આનંદ અને મોટીવેશન મળે છે માટે તમારો ઘણો આભાર મનું છું.

  દિનેશ મિસ્ત્રી.

  જવાબ આપો
 • 5. Vishvas  |  ફેબ્રુવારી 18, 2009 પર 6:35 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આપના ચંદ્રપુકાર દ્વારા જ કદાચ આપણા સંબંધોની શરૂઆત થઈ અને નવા વિચારો એકબીજા સાથે વ્યક્ત થયા અને આમ જ આ મુલાકાત ચાલુ રહેશે.
  અને ગુજરાત લેક્સિકોન.કોમ ની મદદથી થોડા અલગ અને જુદા ગુજરાતી ફોન્ટમાં પણ આપ લખી શકો છો.
  આપનો ડો.હિતેશ્

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  ફેબ્રુવારી 18, 2009 પર 6:15 પી એમ(pm)

  your thoughts are as cool as moon.

  We all heard , as feelings.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 7. અમિત પટેલ  |  ફેબ્રુવારી 19, 2009 પર 6:38 એ એમ (am)

  કવિનુ જીવન કાવ્ય

  સાચું પૂછો તો કવિનું જીવન જ કાવ્યોની કિતાબ સમાન છે.
  કિતાબના તમામ પાનાઓ, એના આયુષ્યનાં વર્ષો સમાન છે.

  કિતાબની પ્રસ્તાવના, એના જીવનની કારકિર્દી સમાન છે.
  પાનાઓ પરના કાવ્યો, એના ખટમધૂરાં પ્રસંગો સમાન છે.

  કાવ્યોમાની દરેક પંક્તિઓ એના ખરાં સતકર્મો સમાન છે.
  પંક્તિઓમાંનો એક એક શબ્દ એનાં હ્રદયનાં ભાવ સમાન છે.

  કાવ્યોને પ્રૂફ કરીને કિતાબ છાપનારા એનાં પ્રભુ સમાન છે.
  કિતાબની કુલ કિંમત, એની ક્રેડિટની કિંમત સમાન છે.

  કિતાબનો પુરસ્કાર, એના ભાગ્ય-કમભાગ્ય આધાર સમાન છે.
  કાવ્યોની ટીકા-ટીપ્પણ કરનારાઓ, એના હિતેચ્છુ સમાન છે.

  કવિ સંમેલનોમાં કાવ્યો લલકારતા કવિઓ, દેવ સમાન છે.
  ‘બિંદાસ’ રસિકોની ‘વાહ-વાહ’ કવિઓની ‘ચાહ’ સમાન છે.

  બિંદાસ – જયકુમાર દમણિયા

  જવાબ આપો
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  ફેબ્રુવારી 19, 2009 પર 3:14 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE of DR. RAJENDRA TRIVEDI >>>>

  From: Rajendra Trivedi, M.D.
  Subject: RE: NEW POST
  To: emsons13@verizon.net
  Date: Monday, February 16, 2009, 5:11 PM

  You must have invisible and non audible thoughts!

  AND….This is my Response>>>>>>

  2/19/09
  Dear Rajendrabhai, Thanks for your words for the post.
  But….Aren’t all thoughts “invisible & non-audible “? Thoughts are the constant companions of a person whether he/she likes them or not.Rarely,the inner thoughts may be reflected on the facial expressions as “sadness or happiness ” & that may be the visible aspect.And,even more rarely an outburst of a shout can be reflected as the audible expression.But,none of these reveal the thoughts totally. The Mindreaders attempted to reveal the thoughts & now the Science is attempting to analyse the thought-process. We do not know what the future is.But, thanks again. >>>Chandravadan.

  જવાબ આપો
 • 9. dhavalrajgeera  |  ફેબ્રુવારી 19, 2009 પર 3:57 પી એમ(pm)

  Let us read views of Neurobiochemisry and How man Generates thoughts.
  Dr. Soloman Snyder and many! for human to be free from Anxiety! worry, anger and even Happyness. Void State…Start Vipasyana.Dhyan.Void State of mind.
  We feel only the menifestation.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: