મારૂ પાગલપણુ

ફેબ્રુવારી 7, 2009 at 11:07 પી એમ(pm) 3 comments

 

 
 Temple after dark w crowdpranama
 
    મારૂ પાગલપણુ

      

 

                                          ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

                    ઓક્ટોબર માસ અને ઈ.સ. ૧૯૪૩ ની સાલ હતી. વહેલી

સવારે દક્ષિણ ગુજરાતના વેસ્મા ગામે એક પ્રજાપતિ કુટુંબ ઘરે એક બાળકનો

જન્મ…એક આત્માને માનવ દેહ મળ્યો.

 

માનવ જન્મ…અને એક બાળપણની શરૂઆત. માતા-પિતા રૂપી પ્રેમ એક બાળકે ચાખ્યો…વળી સાથમાં કુટુંબીજનોનો પ્રેમ ચાખ્યો. માત પ્રેમમાં ભક્તિરસના બીજ રોપાયા…એ પ્રેમ-રસ પીવાની ટેવ દ્વારા હું પાગલ બન્યો. આ મારૂ પ્રથમ પાગલપણુ. !

 

અનેક વર્ષો વહી ગયા અને હું મોટો થયો, મિત્રો થયા, અને અનેક માનવીઓનો પરિચય થયો. અભ્યાસ દ્વારા થોડો જ્ઞાનરસ પીધો. હૈયામાં સમાયેલ પ્રેમરસ સાથે જ્ઞાનરસનું મિલન થયુ…બચપનમાં મમતાએ ચખાડેલો ભક્તિરસ પણ ખીલ્યો…પ્રેમરસનો નસો વધ્યો અને, મારી પાગલતા વધી.આ રહ્યું મારૂ બીજુ પાગલપણુ !

 

જગતમાં મારા જીવનના ઘણા વર્ષો વહી ગયા. હવે, પ્રેમરસ પણ ભક્તિરસ જેવો લાગ્યો…હૈયામાંથી ફક્ત ભક્તિરસ જ વહેતો હોય એવું થવા લાગ્યુ. ધરતી પર બધુ પ્રભુનું છે એવું સમજાયુ…અરે, વધુ વિચારતા સમજાયું કે આખું બ્રહ્માંડ પ્રભુ આધારે જ છે…હવે ભક્તિરસની પ્યાસ મારા હૈયે હતી….આ મારૂ ત્રીજું પાગલપણુ

 

જગત એટલે સંસાર. સંસારમાં રહેવું એટલે માયા-જાળના બંધનો તો ખરા જ. આ બંધનોમેં મારા કર્તવ્યને નિહાળ્યું. ફક્ત પહેલા અને બીજા પદના પાગલપણાને અપનાવતા સંસારી માયાજાળમાં ફસાયા જેવું થાય…કિન્તુ, જીવનમાં ત્રીજા પદના પાગલપણાને અપનાવતા, સંસારમાં રહ્યા રહ્યા મોહ-રૂપી બંધનોમાંથી મુક્તી આપોઆપ મળી જાય છે.

 

પ્રેમરસ-ભક્તિરસ આધારે હું હવે સંસારમાં આગેકુચ કરી રહ્યો છુ. ‘હે પ્રભુ તું છે તો હું છુ’ અને ‘હે પ્રભુ તું કરે તે ખરૂ’! એ મારા મંત્ર-સુત્રો છે. કર્ત્વ્ય પાલન સહિત પ્રભુ શરણાગતિ ભાવ મારા હૈયે ભરતો જાઉં છું…સંસારમાં રહી આવી મારી આગેકુચ એજ મારૂ ખરૂ પાગલપણું છે !

 

 

બે શબ્દો

“મારૂં પાગલપણું ” નામે એક ટુંકો લેખ મેં ઘણા વર્ષો પહેલા લખ્યો હતો…એ પ્રજાતતિ માસિકોમાં પ્રગટ થયો હતો…..ત્યારબાદ, જ્યારે મારી પુસ્તિકા ” ત્રિવેણી સંગમ ” પ્રગટ થઈ ત્યારે એ લેખ એમાં મુકાયો હતો. આજે, એ લેખ પોસ્ટરૂપે “ચંદ્રપૂકાર ” સાઈટ પર છે. તો, તમે પધારી વાંચશો એવી આશા. ….” હુંકોણ ” ની પોસ્ટ બાદ, આ પોસ્ટરૂપે મુકવાનું મને યોગ્ય લાગ્યું. હવે, તમે વાંચી તમારો પ્રતિભાવ જરરથી આપશો એવી મારી નમ્ર વિનંતી છે.  ….
.
 

સૌને નમસ્તે ! …..ચંદ્રવદન

FEW WORDS
 
MARU PALANPANU ” is a short article in Gujarati & it is about my GRADUAL TRANSFORMATION  in my journey on this Earth. Basically, it tells of my birth as a Human, then the 1st change with the KNOWLEDGE & then doing all the DUTIES as a Human in the SOCIETY &  the final binding force of BHAKTI ( Devotion to God ) touching my life. Each of us has the OWN STORY of TRANSFORMATION on this Earth. Please. read this Post & your Comments appreciated ! 
AND…..You must had viewed the 1st VIDEO POST, prior to this Post & seen me personally. I THANKS allof you who had viewed the Post & also those of you who had taken the time to post their COMMENTS too…….NEW VIDEO-POSTS will be soon when techanically possible & I appreciate your patience>>>>CHANDRAVADAN
 

Entry filed under: Uncategorized.

પ્રથમ વિડીયો પોસ્ટ ચંદ્ર ભજન મંજરી (૧ )

3 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ફેબ્રુવારી 9, 2009 પર 4:12 એ એમ (am)

  – શ્રી અરવિંદે પણ આ રીતે જ ચિંતન કરી જ્ઞાનનો પ્રકાશ પાથર્યો.’શારીરિક બળ નહિં પણ નું બળ. ક્ષાત્રતેજ એ જ કાંઈ એકમાત્ર તેજ નથી, બ્રહ્મતેજ પણ છે. એ તેજ પ્રભુના જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત છે. આ ભાવના લઈને તો હું જનમ્યો છું. મારા અણુંએ અણુંએ આ ભાવના ઓતપ્રોત છે. આ મહાધ્યેય સિધ્ધ કરવાને મને ભગવાને પૃથ્વી પર મોકલ્યો છે.’

  જવાબ આપો
 • 2. chandravadan  |  ફેબ્રુવારી 9, 2009 પર 5:40 પી એમ(pm)

  This is an Email Response to my invitation to the Site from HEMANG NANAVATY>>>>>>

  TAMARO KHUB KHUB ABHAR.TAMARA BADHAJ BHAJAN KAVYO AND ANYA LEKHOGHANA SUNDER AND HARDYANE SPARSHI JAY TEVA CHHE. TAMARIUN SHAHIRYAAND KAVYA SHETRE PRADAN UCHA KOTINU CHHE. FARITHI ABHAR. AA SATHE MARA MITRE EK SUNDER KAVYA FORWARD KAREL CHHE TE KADACH TAME JOU HASHE PARANTU FARITHI FORWARD KARUN CHHU.

  જવાબ આપો
 • 3. Capt. Narendra  |  ફેબ્રુવારી 13, 2009 પર 8:25 પી એમ(pm)

  એક અલગારી આત્માના દર્શન કરી ઘણો આનંદ થયો. તમારા જીવનનાં ઊંચા, કઠણ ચઢાણમાં પણ તમે પ્રેમથી આગળ વધ્યા અને સંપર્કમાં આવેલા લોકોમાં પ્રેમ વહેંચવામાં જે આનંદ અનુભવ્યો તે ખરેખર પ્રેરણાદાયી છે. આવું જ પાગલપણું વહેંચતા રહેશો અને અમને તેનો લાભ આપતા રહેશો એવી વિનંતી!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,976 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: