હું કોણ ?

જાન્યુઆરી 30, 2009 at 12:17 એ એમ (am) 13 comments

 

 
 

 હું કોણ ?

 હું કોણ, એ હજુ જાણી શક્યો નથી !

 જન્મ એક માનવ સ્વરૂપે મળ્યો ,

માનવતા હૈયે ખીલી કે નહી, એની ખબર નથી !

                                    હું કોણ…. (૧)

માત-પિતા સહીત પત્ની બાળકો જીવને મળ્યા,

કર્તવ્ય પાલન કર્યુ કે નહી, એની ખબર નથી !

                                    હું કોણ…. (૨)

 ડોક્ટર તરીકે જનસેવાની તક મળી,

ફરજ ખરેખર બજાવી કે નહી, એની ખબર નથી !

                                     હું કોણ… (૩)

“કાવ્ય જેવા” લખાણો પણ રચ્યા,

કવિ બન્યો કે નહી, એની ખબર નથી !

                                      હું કોણ… (૪)

બસ, હવે, ચંદ્ર પ્રભુભક્તિમાં રંગાય રહ્યો,

પ્રભુશરણું મળે કે નહી, એની ખબર નથી !

                                      હું કોણ… (૫)

 

કાવ્ય રચના

ઓક્ટોબર ૨૮, ૨૦૦૭               ડો. ચંદ્રવદન

 

 

બે શબ્દો

આજે ગુરૂવાર, જાન્યુઆરી,૨૦૦૯ અને આજે પ્રજ્ઞાજુંબેનની ઈમેઈલ મળી …..” હું કોણ ? ” બારે ત્રણ પોસ્ટો એમની સાઈટ પર જઈ વાંચી…..પ્રથમ પોસ્ટ હતી પૂ. રમણ મહર્ષિના જવાબરૂપે, બીજી પોસ્ટ એક અંગ્રેજી લખાણરૂપે, અને ત્રીજી પોસ્ટ હતી અનિલભાઈની એક રચનારૂપે…..આટલું વાંચ્યા બાદ, મને મારી લખેલ એક રચના ” હું કોણ ? ” યાદ આવી, અને મેં આજે એને એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે…..આખરે તો, એ પ્રષ્નનો જવાબ તો એક જ છે……હું નથી, ફક્ત “એ જ ” છે..યાને ફક્ત પ્રભુ જ એક છે….અને, ” હું “ને એનામાં નિહાળતા “હું ” ભષ્મ થઈ જાય છે અને આપણને “તું ..પ્રભુ, તું ..” કહેવાની ટેવ પડે છે…આવી મારી સમજ છે..તમે શું કહો છો ?  સાઈટ પર પધારી, વાંચી, પ્રતિભાવરૂપે લખશોને ?….ચંદ્રવદન.

FEW WORDS

Today in USA it is still Thursday, Jan. 29th 2009 but this Post will show the date to be 30th Jan. 2009 as perGT…Please read the Post & your Comments appreciated !…..Chandravadan.

Advertisements

Entry filed under: કાવ્યો.

શ્રી પ્રજાપતી આશ્રમ, નવસારી ક્ન્યાછાત્રાલય ઉદઘાટન પ્રથમ વિડીયો પોસ્ટ

13 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 30, 2009 પર 1:23 એ એમ (am)

  ખૂબ સરસ કાવ્ય રુપે અભિવ્યક્તી

  ઘણા સંતોની અનુભૂતિ પ્રમાણે
  હું-
  તે તેનો પૂર્ણ અંશ.
  તેના જેટલો જ અનાદિ .
  તેના અંશી-
  જે પણ સત-ચિત-આનંદ સ્વરુપમા
  સમાઈ જવા અનાદિકાળથી પુરુષાર્થી.

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  જાન્યુઆરી 30, 2009 પર 1:39 એ એમ (am)

  One who lives the time on this earth with knowing that I am Part of Thy!
  Sant Tulsidasji says “Iswar unsh jiva avinashi….
  It is who is,
  સત-ચિત-આનંદ સ્વરુપ.
  હું-
  તે તેનો પૂર્ણ અંશ.

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 3. અક્ષયપાત્ર  |  જાન્યુઆરી 30, 2009 પર 1:52 એ એમ (am)

  સુંદર રચના.

  જવાબ આપો
 • 4. અમિત પટેલ  |  જાન્યુઆરી 30, 2009 પર 9:43 એ એમ (am)

  હું
  – ગઝલ –
  હું કબરનાં હાડકાંની સોબતે જીવતો રહ્યો.
  ગઇકાલના ડૂબી ગયેલા વહાણ પર તરતો રહ્યો

  હું ઉંબરે વાગોળતો સ્મરણો મૂંગો બેસી પડ્યો.
  ઓટલે કો ઓરડે પગ મૂક્તાં ડરતો રહ્યો

  વ્રુક્ષનાં મૂળિયાં સુકાતાં પાંદડાં ખરતાં ગયાં
  ને સુકાતી ડાળ પર કૂંપળ બની હસતો રહ્યો

  હું જડાયો છું સમયની ભીંત પર ફોટો બની,
  કાચની આંખે જગતના ખેલને સહતો રહ્યો.

  હું ખેતરો ખેડી ધરા પર આશમાં તફડી રહ્યો.
  આભમાં વાદળ બની તું દૂરથી હસતો રહ્યો !

  ભૂપેન્દ્ર વકીલ (સુરત)

  જવાબ આપો
 • 5. dhavalrajgeera  |  જાન્યુઆરી 30, 2009 પર 1:09 પી એમ(pm)

  I am seated in everyone’s heart, and from Me come remembrance,

  knowledge and forgetfulness. By all the Vedas I am to be known;

  indeed I am the compiler of Vedanta, and I am the knower of the

  Vedas.

  જવાબ આપો
 • 6. Vishvas  |  જાન્યુઆરી 30, 2009 પર 2:15 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  હંમેશા આપણને આ “હું” જ તો નડે છે ને…
  બસ એક આ “હું” મટે તો તેનામાં લીન થતા અને સમગ્ર સૃષ્ટિમાં સર્જાતા મોટાભાગની સમસ્યાઓનો અંત આવી જાય.

  જવાબ આપો
 • 7. વિશ્વદીપ બારડ  |  જાન્યુઆરી 30, 2009 પર 6:14 પી એમ(pm)

  sundara abhivyakti

  જવાબ આપો
 • 8. સુરેશ જાની  |  જાન્યુઆરી 30, 2009 પર 10:49 પી એમ(pm)

  we are in the center of our world. So is HE
  Read my poem –

  http://kaavyasoor.wordpress.com/2008/01/07/atit_vyathaa_suresh/

  જવાબ આપો
 • 9. jankrut  |  જાન્યુઆરી 31, 2009 પર 9:21 એ એમ (am)

  chandravadanbhai,

  very very good.

  i dont know how to wring any comment in gujarati, so i express my feeling after reading your blog in english………

  very good….. keep writing ..

  jankrut

  જવાબ આપો
 • 10. atuljaniagantuk  |  જાન્યુઆરી 31, 2009 પર 2:07 પી એમ(pm)

  હું ની અવિરત શોધ ચલાવવી એ જ પરમ પુરુષાર્થ છે. અને જેમ જેમ ખોજ આગળ વધશે તેમ તેમ અવનવા જવાબ મળશે. જ્યારે હું મીટશે ત્યારે હું કોણ? તે સમજાશે.

  જવાબ આપો
 • 11. દક્ષેશ  |  ફેબ્રુવારી 1, 2009 પર 12:55 એ એમ (am)

  હું કોણ તે જાણવા આંખ મીંચી અંદર ડૂબકી મારવી પડે. જ્યારે હું એટલે કે અહં એટલે કે અસ્તિત્વનો ભાસ જતો રહે પછી પરમ પ્રકાશનો અનુભવ થાય તે જ ખરેખર આત્મ તત્વ. એવું ગ્રંથોમાં કહેવાયું છે, સંતોની અનુભવવાણીએ કહ્યું.
  જ્યારે આપણી અંદર એ આત્મતત્વનો અનુભવ થાય પછી તેને બહારના સર્વ પદાર્થોમાં, પ્રાણીઓમાં નિહાળી શકાય. પછી સમગ્ર સૃષ્ટિ એ તેજથી ભરપૂર … પછી હું ક્યાં નથી ? અર્થાત્ હું બધે જ … અને આ અનુભવવાની મથામણ એ જ સાધના.
  જ્યાં સુધી હું કોણ છું એ પ્રશ્ન ઉદભવતો રહે ત્યાં સુધી તમારી શોધની ઝંખના છે એમ ફલિત થતું રહે છે … એ એક સારી નિશાની છે.
  આત્મસાક્ષાત્કારની સાધનામાં સફળતા માટે શુભેચ્છાઓ.

  જવાબ આપો
 • 12. Capt. Narendra  |  ફેબ્રુવારી 1, 2009 પર 2:03 એ એમ (am)

  મને લાગે છે આ કાવ્યમાં મહત્વની વાત એ કહેવાઇ છે કે કવિએ ફળની ચિંતા કે વિચાર કયર્યા વગર પોતાનું કર્તવ્ય કર્યું. કર્મના સાફલ્યની વાત પણ તેમણે પરમાત્મા પર છોડીને પોતાની વિનમ્રતા બતાવી છે. સુંદર, અને હૃદયને સ્પર્શ કરે તેવી કૃતિ છે.

  જવાબ આપો
 • 13. daxa mistry  |  ફેબ્રુવારી 2, 2009 પર 7:19 એ એમ (am)

  jay shree kirshna bhai
  i red your poem .very good .keep writing.

  daksha and family

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,074 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: