સુવિચારો

જાન્યુઆરી 23, 2009 at 10:42 પી એમ(pm) 8 comments

 

  
 

સુવિચારો

મૃત્યુ અચાનક આવે છે, એ સંદેશા વગર આવે છે ! ડરશો નહી, જીવનમાં સતકર્મો કરતા રહો !…….ચંદ્રવદન્.

 

બે શબ્દો

માનવી જન્મ સાથે જ મૃત્યુને સંગાથે લાવે છે. આ જ્ઞાનથી ભયભીત ન થવું જોઈએ. કિન્તુ, માનવીએ એટલો ખ્યાલ રાખવો જોઈએ કે એ અચાનક અને જરૂર આવે છે. જો માનવીને આ વિષે “પુર્ણ જ્ઞાન ” થાય ત્યારે એને સતકર્મો કાલે નહી પણ  “આજે જ, હમણા જ” કરવા પ્રેરણા મળે છે.

 

. આ મારો મત છે. તમે શું કહો છો ?>>>>ચંદ્રવદન.

 
FEW WORDS
A Humanbeing born on this Earth must die one day….& the death comes suddenly. Therefore, he/she instead of living in fears, should perform GOOD ACT TODAY, NOW & must not postpone that to TOMORROW or the FUTURE ! >>>>>Chandravadan.
Advertisements

Entry filed under: સુવિચારો.

નજર લગાડી……મેં તો મોહન મોરલીવાલાને, ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ

8 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  જાન્યુઆરી 24, 2009 પર 2:28 એ એમ (am)

  Do not wait when you want to do “GOOD” for others!
  JUST DO IT!
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  જવાબ આપો
 • 2. અક્ષયપાત્ર  |  જાન્યુઆરી 24, 2009 પર 2:38 એ એમ (am)

  મૃત્યુને નજર સામે રાખીને જીવનારા ભવસાગર તરી જાય છે. સુંદર વિચાર.

  જવાબ આપો
 • 3. અમિત પટેલ  |  જાન્યુઆરી 24, 2009 પર 5:29 એ એમ (am)

  ભલે મરણ આવતું

  ભલે મરણ આવતું, ડર નથી મને મ્રુત્યુનો
  અને જીવન જીવવા જરી ય મોહ ના રાખતો.
  રમું પ્રણયમાં સુખે, સ્વજન સંગ ઈચ્છી રહું.
  પળે પળ જુદી જુદી જગતની ઉપાધિ વિશે
  અથાગ બળ વાપરી ઝઝૂમતો રહું મોજથી.
  અહીં જગતમાં ચહું ધન, મહેલ, કીર્તિ સખા,
  પરંતુ ડરું ના ઝરી મરણથી. ભલે આવતું !
  ગણું મરણનેય હું જીવનકાવ્ય સોનેટની
  રુડી મધુર ટોચની જરૂર કો કડી અંતિમ !

  ભૂપેન્દ્ર વકીલ (સુરત)

  જવાબ આપો
 • 4. dr.j.k.nanavati  |  જાન્યુઆરી 24, 2009 પર 9:40 એ એમ (am)

  MRUTYU

  અંબાડી તૈયાર , કે માણસ ચેતી જાજે
  જાનૈયા છે ચાર , કે માણસ ચેતી જાજે

  હરખાતો ના આજ કે બંધન છુટ્યાં તારા
  બાંધે કરશે પાર , કે માણસ ચેતી જાજે

  ટીંપુ એકે લોહી તણુ ના છોડ્યું કિંતુ
  પાશે ગંગાધાર , કે માણસ ચેતી જાજે

  મુખમાં ન્હોતો એક દિલાસો તારા દુ:ખમાં
  કરશે જય જય કાર , કે માણસ ચેતી જાજે

  અંધારું છો હોય જીવનમાં , ચિતા અચુકથી
  જલશે પારાવાર , કે માણસ ચેતી જાજે

  સંબંધી ને યાર સગાં સૌ પાછા વળશે
  આતમ તારો યાર , કે માણસ ચેતી જાજે

  સંતાપો કંકાસ ઘણો આ નરક મહીં , ત્યાં
  જલસા અપરંપાર , કે માણસ ચેતી જાજે

  જવાબ આપો
 • 5. Dilip Gajjar  |  જાન્યુઆરી 24, 2009 પર 10:39 એ એમ (am)

  મોટેભાગે દીર્ઘ્કાળ જીવી લોકો અંતિમ સમયે એટલાં કંટાળી જાય છે કે તેમને એક જ રટણ હોય છે કે અહીથી છુટાય તો સારું આપણે માનીએ છીએ કે મરનાર મૃત્યુથી ન ડરે તો સારું…મરણ શાન્તિથી..ધીમેથી આવે છે.. તેને એમ પણ છે કે ક્યાં સુધી આ લોકોને સેવાની તકલીફ આપું આ સુંદર નર્સોને જોઈને પણ હવે તો આનન્દ નથી થતો…દુખ બિમારીની વેદનાનું હોઈ શકે મરણનું ક્યાંથી હોય ? ઘડિયાળનું બંધ થવું ક્યાં દુખદાયી છે ? તેવું જ શરીરયન્ત્ર અટકે તો શુ દુખ છે ? દુખ ખરાબ જિવ્યા તો છે સારુ જિવ્યા તો સુખ છે..શાયર કહે છે કીસીકી ચાર દિનકી જિન્દગી સૌ રન્ગ લાતી હૈ કીસીકી સૌ બરસકી જિન્દગીસે કુછ નહી હોતા..અંતે મારો એક શીઘ્ર શેર,

  જનમ પામ્યા પછી મૃત્યુ તરફ ચાલે ચરણ
  તપાસી જો જરા તું મનમહી કોનું સ્મરણ

  જવાબ આપો
 • 6. pragnajuvyasp  |  જાન્યુઆરી 24, 2009 પર 1:33 પી એમ(pm)

  સતત મૃત્યુનો ડર રહ્યા કરે છે. આ તમારો માનસિક વહેમ છે. સતત ડર રહ્યા કરે છે. ઓચિંતું હૃદય ઊંઘમાં જ બંધ થઇ જશે. કોઈ ને કોઈ ડૉક્ટરે કહ્યું કે શરીર તંદુરસ્ત જ લાગે છે. શરીરમાં કોઈ ખરાબી નથી. તમને મનમાં સતત મૃત્યુનો ડર રહ્યા કરે છે. પણ એવી રીતે અચાનક મૃત્યુ આવી જતું નથી. તમને ડર રહ્યા કરે છે કે ઊંઘમાં અને ઊંઘમાં હૃદય બંધ થઇ જશે. વારેવારે હૃદય પર હાથ રાખીને જીવું છું. એમ થાય છે કે અચાનક ગમે ત્યારે હૃદય બંધ થઈ જશે અને જિંદગીનો અંત આવી જશે. ડૉક્ટરો, જોશીઓ આયુષ્યની વાતો કરે છે, પણ મનમાં વિશ્વાસ પેદા થતો નથી. રાત્રે ઊંઘમાં કે જાગતા હૃદય દગો દેવાનો ડર રહ્યાં જ કરે છે. જોશીઓ કહે છે કે તમારું આયુષ્ય સિત્તેર વર્ષનું છે જ પણ એવાં નિદાનમાં વિશ્વાસ બેસતો નથી.

  મૃત્યુના ડરથી જીવવું એ સાક્ષાત મૃત્યુ જેવું જ છે. કોઈ પણ માણસને ઓચિંતંુ મૃત્યુ જિંદગીનો અંત લાવી દે એવું જવલ્લેજ બને છે.કેટલા બધાં માણસો- શરીર અને તબિયત સારા હોય તો પણ મૃત્યુના ભયની છાયા નીચે જીવે છે. ગમે ત્યારે પોતાનું હૃદય બંધ પડી જશે એ ખ્યાલ તેમને પરેશાન કરે છે. તબિયત સારી છે. નીરોગી છે અને છતાં આ માણસને સતત હૃદય બંધ પડી જવાનો ડર રહ્યા જ કરે છે. લાંબું જીવવાની તૃષ્ણા છે અને છતાં જાગતાં કે ઊંઘતા હૃદય બંધ પડી જવાનો બહુ જ ડર છે. કશા કારણ વગર સતત મૃત્યુનો ડર રહ્યા કરે છે. શરીર જરૃર તંદુરસ્ત છે કોઇ પ્રાણઘાતક રોગ નથી અને છતાં એક શંકામાં માણસ જીવ્યા કરે છે.

  દરેક માણસને જિંદગી વહાલી છે. દરેક ઇચ્છે છે કે પોતે તંદુરસ્ત રહેશે લાંબું જીવશે અને આવરદા નહીં- નહીં તો સિત્તેર કે એંસી વર્ષની જ હશે. અમારા પરિવારમાં બધાં જ સગાંસંબંધીઓ નીરોગી અને લાંબુ જીવનારા રહ્યા છે. છતાં મૃત્યુનો આવો ડર શા માટે? તંદુરસ્ત છો તો જરૃર લાંબું જીવશો અચાનક હાર્ટ ફેઇલનો યોગ નથી.

  જવાબ આપો
 • 7. સુરેશ જાની  |  જાન્યુઆરી 24, 2009 પર 3:34 પી એમ(pm)

  ” મરવાની અણી પર છું, છતાં જીવી શકું છું.
  સંદેહ તને હોય તો આ પડખું ફર્યો લે ! “

  જવાબ આપો
 • 8. Dr.Shashikant Mistry  |  જાન્યુઆરી 25, 2009 પર 6:10 પી એમ(pm)

  Death is inevitable. Everything that is seen with nacked eye is sure to be destroyed one day. That includes every thing we see on the earth,whether movable or immovable. Even the sun, moon and stars will one day be no more. That is God’s work. So our life will also end one day as we see it. In fact nothing gets destryed but only gets transfomed in other forms, shapes and states. Human body gets dissolved in other elements on the earth.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: