નજર લગાડી……મેં તો મોહન મોરલીવાલાને,

જાન્યુઆરી 22, 2009 at 3:02 એ એમ (am) 2 comments

 

 
 
 

નજર લગાડી……મેં તો મોહન મોરલીવાલાને, (ટેક )

 

વનમાં ગાયો છોડી,

ગામે ગોપ-ગોપીઓને છોડી,

એ તો પાસ મારી દોડી દોડી આવે રે……નજર…..૧

 

માત જશોદા ને નંદબાબાને ગોકુળીયે છોડી,

રાધા પ્યારીને એકલી છોડી,

એ તો પાસ મારી દોડી દોડી આવે રે……નજર…..૨

 

હવે, ગોકળીયુ તો સુનું સુનું લાગે,

માટલીઓ તોડી માખણ કોણ ચોરે ?

કાનો તો છે મારી સંગે રે……નજર….૩

 

કૃષ્ણ-લીલા વગર જગ છે ઉદાસી,

નજરમાંથી કાનાને  મુક્ત કરી, હું તો હવે રાજી,

એ તો દોડી દોડી ભાગે ગોકુળીઆ ગામે……નજર…..૪

………………………………………………….

નવેમ્બર, ૨૬, ૨૦૦૮

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

 

બે શબ્દો

” નજર લગાડી, મોહન મોરલીવાલાને ” નામે મારી એક કાવ્ય-રચના “મનનો વિશ્વાસ “ની સાઈટ પર  નવેમ્બર,૨૭. ૨૦૦૮ના રોજ પ્રગટ થઈ ચુકી છે…તેમ છતાં, આજે એને “ચંદ્રપૂકાર” પર એક પોસ્ટરૂપે પ્રગટ કરતા ઘણો જ આનંદ થાય છે. આશા છે કે તમે સાઈટ પર પધારી એને વાંચશો. આ પોસ્ટને તમે “મનનો વિશ્વાસ ” સાઈટ પર નિહાળવી હોય તો એની લીન્ક છે>>>>>http://drmanwish.wordpress.com/page/4/  જરૂરથી એ સાઈટ પર જવા વિનંતી……..ચંદ્રવદન.

Advertisements

Entry filed under: કાવ્યો.

જાન્યુઆરી, ૨૦, ૨૦૦૯નો દિવસ સુવિચારો

2 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  જાન્યુઆરી 22, 2009 પર 1:36 પી એમ(pm)

    સરસ ભજન
    યાદ આવ્યું
    મોહન તોજી મોરલી મધુરી વજે(૨);
    વજે..મોહન તોજી મોરલી મધુરી વજે.
    સુરજી સુરતા એડી લગી વઇ,
    નાદ ગગનમેં ગજે
    ગજે..મોહન તોજી મોરલી મધુરી વજે.
    જોગી જટાડા ને સંત સૂફીનર,
    નીત નીત તોકે ભજે
    ભજે..મોહન તોજી મોરલી મધુરી વજે.
    તીરથ તીરથ ગોત થીએતી,
    સમરથ કે તું લજે
    લજે..મોહન તોજી મોરલી મધુરી વજે.
    હથ જોડે પોય ડાસ પરભુ ચે
    મેર તું મું તે કજે
    કજે..મોહન તોજી મોરલી મધુરી વજે.

    જવાબ આપો
  • 2. Vishvas  |  જાન્યુઆરી 25, 2009 પર 11:03 એ એમ (am)

    જય શ્રીકૃષ્ણ કાકા,
    આભાર મનનો વિશ્વાસ નો સંદર્ભ આપવા બદલ.માફ કરજો હમણા પરીક્ષામાં વ્યસ્ત હતો તો નેટ પર આવવાનું બહુ જ ઓછું થતું આથી જ છેલ્લી પોસ્ટ તો શિડ્યુલ કરી રાખેલ.તેથી આપણા બ્લોગ પર આવવાનૂં ઓછું થતુ.અને જો આ વખતે પી.જી.માં એડમિશન મલી જાય તો બે ત્રણ મહિના બાદ થોડાક મહિનાઓ સુધી આપ સર્વેના ગુજરાતી સાહિત્યથી થોડું વંચિત રહેવું પડશે.પણ હા તે નજરથી દૂર હશે દિલથી નહી અને જો કોઈ મિત્રનું લેપટોપ અને સમય મળશે તો સમયાંતરે મળશું જ.પણ હજી તે તો માર્ચ-એપ્રિલમાં.ત્યાં સુધી તો મલતા રહીશું.

    perfect link on man no vishvas is
    http://drmanwish.wordpress.com/2008/11/27/586/

    with regards
    Dr.Hitesh

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 276,892 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: