ભક્તિના ચંદ્રમારગડા

January 17, 2009 at 4:25 pm 2 comments

 

 
 
 
 

 

 ભક્તિના ચંદ્રમારગડા

એજ ચંદ્ર મારગડા ભક્તિના,

સંસારમાં રહી, ભજી લ્યો પ્રભુજીને તમો પ્રેમથી,

શાને થાવું રે સંન્યાસી ?          (ટેક)

“પ્રભુ તું છે તો હું છુ” એવો મંત્ર તું બોલ,

નિત્ય બોલી બોલી, “હું પદ” ને તું છોડ,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૧)

“પ્રભુ તું જે કરે તે ખરૂ” એવો મંત્ર તું બોલ,

નિત્ય એમાં પ્રભુઈચ્છા સ્વીકારી, હૈયુ તારૂ તું ખોલ,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૨)

બે મંત્રે કર્મ તું કરતો જા,

અને, કર્તવ્ય-પાલન તું કરતો જા,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૩)

સંસારે ચંદ્રમારગડા અપનાવતા,

મોહમાયાના બંધનો તારા છુટવાના,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૪)

સંસારે વેર ઝેર અભિમાન રે ભાગે,

તન-મન સેવા ભાવનાઓ રે જાગે,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૫)

ચંદ્ર કહે બે મંત્રે પ્રભુશરણું રે લેતા,

હૈયે પ્રભુદર્શન રે કર લેના !

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૬)

 કાવ્ય રચના

મે ૨૯,૨૦૦૩              ડો. ચંદ્રવદન

 

 

બે શબ્દો

આ કાવ્ય રચના તો ૨૦૦૩માં થઈ હતી, અને આજે એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે…..અહી, કાવ્યરૂપે એટલું જ કહેવાયું છે કે ભક્તિ તો સંસારમાં રહી પણ શક્ય છે, એના માટે સંન્યાસની જરૂર નથી. તમે સાઈટ પર પધારી પોસ્ટ વાંચશોને ?…..ચંદ્રવદન.

Advertisements

Entry filed under: કાવ્યો.

પોપટની પ્રભુભક્તિ હડસન નદીમાં એક ચમત્કાર

2 Comments Add your own

 • 1. pragnaju  |  January 17, 2009 at 7:56 pm

  ખૂબ સરસ
  ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે…
  સંસારમાં રહી, ભજી લ્યો પ્રભુજીને તમો પ્રેમથી,
  સંસારમાં તન ,મન પ્રભુમા

  નિત્ય બોલી બોલી, “હું પદ” ને તું છોડ,
  અંતઃકરણ શૂધ્ધ કરવામાં જેટલો અહંકાર ઓછો તેટલી ભક્તી પ્રબળ

  નિત્ય એમાં પ્રભુઈચ્છા સ્વીકારી, હૈયુ તારૂ તું ખોલ,
  તેની ઈચ્છામાં ઈચ્છા તે પ્રેમણા ભક્તીનું ઉંચુ સોપાન

  મોહમાયાના બંધનો તારા છુટવાના,
  તેની કૃપાની છૂટે…જેટલો પ્રેમ પ્રબળ તેટલી વહેલી કૃપા થાય

  ચંદ્ર કહે બે મંત્રે પ્રભુશરણું રે લેતા,
  પ્રપન્ન શરણાગતી પછી તો તે જ સંભાળી લે!

  હૈયે પ્રભુદર્શન રે કર લેના !
  ક્યાંય જવાની જરુર નથી…તે તો હૈયામાં છે

  આટલા સરસ વિચારોમાં એક ઉમેરીએ તે સદગુરુ માર્ગદર્શન…વિનોબાજી કહેતા તે પ્રમાણે જો કોઈ
  પણ ગુરુ ન હોય તો જગતગુરુ શ્રીકૃષ્ણના ગુરુતત્વની ભક્તી કરી આગળ વધવું

  Reply
 • 2. csbhatt  |  February 2, 2009 at 9:07 pm

  Bhai Chandravadan:

  we are so pleased with your creations not only they are inspirational but show your flow of feelings. though i am not able to comment each new post, please cntinue with ever flowing feelings. i also head e-CM on the video post. very good progress. please keep healthy and we pray to divine for your health and well being.

  sau kamuben ne yaad. jay shrikrushna!!!!!

  purnima/chandrashekhar

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

January 2009
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: