સુવિચારો

જાન્યુઆરી 12, 2009 at 3:32 પી એમ(pm) 2 comments

       
 

સુવિચારો

સંસારી મોહમાયા- અંતરઆત્માનું યુધ્ધ હંમેશા ચાલતું રહે છે, અને જ્યારે ભક્તિપંથના સહારે મોહમાયા છુટે છે ત્યારે જ અંતરઅત્માની જીત થાય છે…..ઘણી વાર આવું પરિણામ ઘણા લાંબા સમય બાદ હોય, કોઈક વાર જીવનની એક ઘટના અચાનક આવું પરિવર્તન લાવે છે !……….ચંદ્રવદન

 

બે શબ્દો

૨૦૦૯નો આ વિચાર તમે વાંચશો તો થશે કે આગળ પ્રગટ કરેલા વિચાર જેવો જ છે….કિન્તુ, અહી મે એટલો ઉલ્લેખ કર્યો કે આપણો આત્મા સંસારી મોહમાયા સાથે હંમેશા યુધ્ધ કરતો રહે છે…આ તો એક નિયમ છે, આ તો એક સત્ય છે. આ યુધ્ધમાં જીતવા માટે પ્રભુનો સહારો લેવો જ પડે છે. જ્ઞાન્-શક્તિ થોડી સહાય જરૂર કરે પણ પુર્ણ- વિજય માટે ભક્તિપંથ લેવો જ પડે છે. આ મારો મત છે….અન્યનો મત જુદો હશે. એથી, હું ભારપુર્વક વિનંતી કરૂં છું તમે આ સાઈટ પર પધારી આ પોસ્ટ જરૂર વાંચશો અને પ્રતિભાવ પણ આપશો>>.>>>ચંદ્રવદન.
Advertisements

Entry filed under: સુવિચારો.

થવાનું જે હશે, તે થશે ! કમુ-શક્તિ

2 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 12, 2009 પર 9:48 પી એમ(pm)

  સંતોએ ‘મોહમાયા- અંતરઆત્માનું યુધ્ધ’ ની વાતને અગત્યતા આપી જ છે
  આત્માનું જ્ઞાન જ તત્ત્વવિવેક છે. ત્રણ શરીરોથી પૃથક અને પંચકોશો સિવાય જે ત્રણેય અવસ્થાઓનો સાક્ષી સચ્ચિદાનન્દ સ્વરૂપ છે તે જ આત્મા છે. હવે ત્રણ શરીર, પંચકોશ અને ત્રણ અવસ્થાઓનું વર્ણન કરી આ સ્પષ્ટ કરી દીધું કે આત્મા આમાંથી કોઈ પણ નથી.
  નરસિંહ મહેતાના ભજનમા એકદમ સ્પષ્ટ વાત સમજાય છે
  જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
  ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
  મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
  માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

  શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી
  શું થયું ઘેર રહી દાન દીધે ?
  શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
  શું થયું વાળ લોચન કીધે ?

  શું થયું તપ ને તીરથ કીધા થકી,
  શું થયું માળ ગ્રહી નામ લીધે ?
  શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
  શું થયું ગંગાજલ પાન કીધે ?

  શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,
  શું થયું રાગ ને રંગ જાણ્યે ?
  શું થયું ખટ દર્શન સેવ્યા થકી,
  શું થયું વરણના ભેદ આણ્યે ?

  એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
  આતમારામ પરબ્રહ્મ ન જોયો;
  ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
  રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

  જવાબ આપો
 • 2. pallavi  |  જાન્યુઆરી 13, 2009 પર 7:59 એ એમ (am)

  Chandravadanbhai,
  i agree with you.
  We need God’s help in every step of our life.
  Pallavi

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: