ચંદ્રવિચારો શબ્દોમાં (૫ )

જાન્યુઆરી 7, 2009 at 2:22 પી એમ(pm) 6 comments

 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૫ )

આ ટાઈટલે ડીસેમ્બર,૨૦૦૮માં પોસ્ટ લખ્યા બાદ, ૨૦૦૯નું નવું વર્ષ શરૂ થયાને પણ થોડા દિવસો થઈ ગયા. ફરી હું વિચારોમાં પડ્યો કે “ચંદ્રપૂકાર ” પર શું લખું ? કંઈ જ ધ્યાનમાં આવતું ન હતું અને અચાનક થયું કે નિવ્રુતી જીવને આ ડોકટર ડોકટર છે કે નહી ? આવો સવાલ મેં મને જ પુછ્યો. એનો જવાબ શોધી રહ્યો હતો ત્યારે નિવ્રુતી જીવને એક ચાલવાની ટેવરૂપે હું દરરોજ વોલમાર્ટ (WALMART )ના સ્ટોરમાં જતો તેનું યાદ આવ્યું. એ યાદમાં એક દિવસ એક સ્પેનીશ નારી (SPANISH LADY )ની મુલાકાતનું યાદ આવ્યું…..અચાનક એણે મારી તરફ નજર કરી કહ્યું, “હલો,તમે જ ડોકટર મિસ્ત્રીને ?” મેં એને ઓળખી નહી પણ હાકારમાં કહ્યું “હા “..અને એટલે એ વધું બોલી ” હું અને મારા હસબન્ડ કાઉંટીની સરકારી ક્લીનીકે આવતા ત્યારે તમે અમારા ડોકટર હતા. મને ડાયાબીટીસ છે અને એની સારવાર માટે તમે જે કરતા તેનાથી હું બહું જ ખુશ હતી “બસ, આટલા શબ્દો સાંભળી મારૂં હૈયું હલી ગયું અને હૈયે એક અનોખો આનંદ હતો, મેં એને પુછ્યું ” હવે કોણ સારવાર આપે છે ?”એના જવાબમાં થોડી નિરાશા હ્તી, ત્યારે, મેં કહ્યું “જો, ક્લીનીકના એ ડોકટર તમારી સંભાળ રાખશે.”આ પ્રમાણે થોડી ચર્ચા થતી હતી ત્યારે એની દીકરી પણ સાથે હ્તી. આ પ્રમાણે વાતો ચાલુ રહી અને જ્યારે એણે કહ્યુંકે એનું વજન વધી રહ્યું છે અને ડયાબીટીસ કંટ્રોલમાં નથી ત્યારે હું એક પ્રેકટીશ કરતા ડોકટરરૂપે બોલ્યો, “ડાયાબીટીસ માટે વજન ઓછું કરવું ઘણું જ અગત્યનું છે. દરરોજ ચાલવાનો નિયમ રાખીશ. શરૂઆતમાં ભલે ઓછું ચલાય પણ ધીરે ધીરે વધું ચાલવાની આદત થશે. સાથે સાથે, ખોરાકમાં કાળજી રાખીશ અને મીઠી ચીજોથી દૂર રહીશ, આ પ્રમાણે કરીશ તો વજન ઓછું હશે અને ડાયાબીટીસ પણ કટ્રોલમાં હશે ” આવા શબ્દોથી એના હૈયે આનંદ હતો ત્યારે મેં એની દીકરીને કહ્યું ” મમ્મીની સંભાળ રાખીશ ” દીકરી પણ ખુશ હતી. મેં વિદાય પહેલા એમનો ફોન લીધો હતો અને મેં કહ્યું “હું થોડા સમય બાદ તમને ફોન કરીશ ત્યારે તમે શુભ સમાચાર આપજો “
આ મુલાકાત અને ચર્ચા ઓગસ્ટ ૨૦૦૮માં થઈ હતી..ડાયરીમાં ફરી એ ફોન વાંચ્યો અને ફોન કર્યો તો એ ફોન ચાલુ ના હતો. એની સાથે વાત ના થઈ તો પણ વચન નિભાવવાનો આનંદ મારા હૈયે હતો અને એક અનોખી શાંતી હતી. મનમાં એક વિચાર હતો…”હું ભલે એક ડોકટર તરીકે નિવ્રુત થયો કિન્તુ, ડોકટરી ભાવ તો હંમેશા મારી સાથે જ રહેશે…જે ડોકટર તે હંમેશા ડોકટર (once a doctor is always a doctor )……..ચંદ્રવદન
Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

સુવિચાર થવાનું જે હશે, તે થશે !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 7, 2009 પર 3:25 પી એમ(pm)

  અમે તો રીટાયરનો અર્થ રી—ટાયર અને એ નવા જેવા કરેલા ટાયરથી આગળ ધપવાનું! તમારી નીરવ રવે પરની છેલ્લી કોમેંટ Sanjeevani Butti “….Let us analyse the recent claim of finding the
  plant in the Himalaya & the historical mention of such a plant in the Hindu scripture Ramayana.
  Firstly, thr incident is of Laxman falling unconscious in the battle & Hunumanji bringing the mountain with the said plant. Laxman’s life was saved..but how ? May be with the smell of the plant or the rubbing of the paste/liquid of the plant on the body of Laxman the medicinal beneficial effects of the plant aroused the senses, & then Laxman may
  have taken orally the liquid extract of the plant for the maxmum
  effect. This means that that Laxmam was not dead. Many of the modern medicines are from the plants…so let us not laugh but put the plant to the scientific tests & then & then we can believe the CLAIM made by theVAIDAYA!
  થી એનો ભાસ થાય છે.આવો તમારી વિદ્યામા જીંદગીના નીચોડ જેવું જે પણ હોય તે પણ અવાર નવાર મૂકવા વિનંતી
  અમારા વહેવાઈને આલ્ફા બ્લોકર દવા લીધી અને થૉડા વખત દેખાતુ બંધ થયું.તે અમે લાયબ્રેરીમાંથી એ દવાની માહિતી વાળી ચોપડી લાવી જોયું તો તે દવા રાત્રે લેવાની અને તે લઈ તમે સૂઈ ગયા તો
  central connections of the optic nerves and optic tractsમાં લોહીનો પ્રવાહ હટી જાય અને કાયમનો અંધાપો પણ આવે.!
  ડાયાબિટીસમાં પણ હવે ગ્યાસેમીક ઈંડેક્સને બીલકુલ મહત્વ નથી આપતા એમ અમારા બેનની ડાયેટેશીયને કહ્યું…આવિ તો ઘણી બાબતોમા તમે સલાહ ન આપી શકો પણ રીવ્યુ કરવાનું તો કહી શકો.

  જવાબ આપો
 • 2. જીગ્નેશ અધ્યારૂ  |  જાન્યુઆરી 8, 2009 પર 3:37 એ એમ (am)

  A person gets only Re-tired when he thinks that he is tired from his profession and this tiring feeling comes only due to either due to absence of menta peace or some boring way to look at one’s job.

  Really good doctor, keep up the spirit. A person only retires due to death. All other retirements shall not be accepted. You can only change your way of work

  જવાબ આપો
 • 3. Ramesh Patel  |  જાન્યુઆરી 8, 2009 પર 8:32 પી એમ(pm)

  Approch with good intension is real life,
  It is true for today or tomorrow.
  doctor’life is attached to all of us.
  congratilation and be with all of us.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 4. vinod K prajapati  |  જાન્યુઆરી 11, 2009 પર 6:25 એ એમ (am)

  very good ! re-tire means NAVA Tyre thi AGAL VADHVU- fantastic- very good ! nice !
  Vinod K Prajapati
  Editor Agnichakra
  3, Vinod Khimji Road, Bail Bazar, OldKurla Mumbai-400 070
  Mobile-09920373837- 009820373837

  જવાબ આપો
 • 5. કમલેશ પટેલ  |  જાન્યુઆરી 11, 2009 પર 12:21 પી એમ(pm)

  smc ના આરોગ્ય ખાતાના મેં અલગ અલગ પ્રકારના ડૉકટર જોયા છે… એક પૅશન્ટનું મોં પણ જોયા વિના અન્ય સાથે વાત કરતાં કરતાં દવા લખતા ડૉ. અને બીજા જે ગરીબ દર્દીને ગાંઠના ગોપીચંદન કરીને પણ બધી દવા બહારથી લાવી આપનાર ડૉ. … ગુજરાતી બ્લૉગ જગત આપ સરીખા બ્લૉગરથી સમૃદ્ધ છે. તમારામાં રહેલાં આ ડૉક્ટરને સદા આ રીતે જ ‘ જીવંત ‘ રાખજો ! અભિનંદન.

  કમલેશ પટેલ
  પ્રણામ
  શબ્દસ્પર્શ
  http://kcpatel.wordpress.com/

  જવાબ આપો
 • 6. Vishvas  |  જાન્યુઆરી 13, 2009 પર 10:26 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા
  શુભ મકરસંક્રાંતિ…
  સાવ સાચી વાત કાકા, કોઈપણ વ્યક્તિ હું માનું છું ત્યા સુધી નિવૃત હોઈ જ ના શકે.જ્યાં સુધી તેનામાં એક જીવવાની ધગશ હોય અને નવું જાણવા અને માણવાની વૃતિ હોય અને અન્યને સહાય કરવાનો આનંદ તો અનેરો હોય છે.અને હજી તો મારો અનુભવ શરુ થઇ વિસ્તરી રહ્યો છે બંને મેડિકલ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તો પણ એટલું અનુભવ્યું છે કે કદાચ એક ડોક્ટર બહુ ભ્રમણ ન કરી શકે પણ માનવતાના આ સંબંધો તેને દૂર દૂર સુધી જોડી દે છે.
  Dr.Hitesh chauhan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: