પીળા પાંદડાની કહાણી
ડિસેમ્બર 15, 2008 at 2:10 એ એમ (am) 12 comments

પીળા પાંદડાની કહાણી
એક પીળુ પાંદડુ વૃક્ષડાળથી ખરી,
ધરતી તરફ જાતા, રડતા, રડતા પૂકાર કરી,
” અરે, વૃક્ષ બાપલા, શાને તું આજે મારો ત્યાગ કરે?”
ત્યારે,વૃક્ષ સમજ દેતા શાંતીથી કહેઃ
” અરે, પાન મારા, શને તું રૂદન કરે ?
તું તો છે વ્હાલુ મારૂં,શાને શંકા કરે ?
મુજ ડાળે આવ્યું હતું તું નાજુક ‘ને કોમળ,
જારા સોનેરી રંગે આવી,બન્યું લીલુ “ને મુલાયમ,
પાનાબેન્પણીઓ સંગે રહી,દીધી “થી શીતલ છાયા,
બંધાયો હતો હું સ્નેહસબંધે,કેવી હતી એ તારી માયા !
દીધો સહારો સુર્યકિરણો સહન કરી,
આવ્યા પુષ્પો અને સુંદરતા મારી વધારી,
પુષ્પોનું પોષણ કર્યુ તો બન્યા ફળો મીઠા,
પ્રાણી,જીવ્જંતુ “ને માનવી આરોગતા,મળ્યા ધન્યવાદ સારા,
બની તારી લીલી કાયા પીળી, સુર્યકિરણો થકી,
સુકાય જાતા, મુજ ડાળેથી કારી, વાંક મારો નથી,
ફરી, હશે તું ધરતીમાતામાં માટી બની,
ખાતરરૂપે મુળથી પ્રવેશી,બનીશ પાન મારી,
યાદ કર તુજ જીવને કરેલ શુભ કાર્યોને,
તો, આંસુઓ નહી “ને હશે ખુશીઓ તુજને,”
શબ્દો આવા વૃક્ષના સાંભાળી, પાદડૂં છે હર્ષમાં,
પડ્યું પાદડું પાન-ઢગલે, ધરતીમાત ગોદમાં,
“હું તો ફરી પાન બનીશ” કહેતા, કહેતા ગર્વ કરે,
ત્યારે,સ્નેહીપાનોમાંથી એક વૃધ્ધ કહેઃ
“અરે, ઓ, બાળક શાને તું ગર્વ કરે ?
અહી આપણે છીએ અનેક,હોય એવું ભલે,
કિન્તુ,ફરી પાન કોણ,એ તો ભાગ્ય જ કરે !
હવા આવતા ઉડી કોઈ દુર દુર જાશે,
તો, અગ્નદેવથી બળી,કોઈ ભષ્મ રે થાશે,
અરે, પ્રાણી ભોજન કરી,કોઈકનો અંત લાવશે,
એ તો,ભાગ્યશાળી જ ફરી વૃક્ષપાન રે બનશે “
આવી શાણી વાણી જ્યારે સાંભળી,
પીળા પાન ગર્વ ગયો રે પીગળી,
“ઓ, ઈશ્વર, તારી દુનીયા છે અતી ન્યારી,
જીવન જે મળ્યું, આભાર તારો,કરજે માફ ભુલો મારી, “
કાવ્ય રચના….ડીસેમ્બર, ૩, ૨૦૦૮ ચંદ્રવદન
બે શબ્દો
પાનખરની ઋતુ શરૂ થયાને પણ ઘણા દિવસો થઈ ગયા…અને એક દિવસ જ્યારે
ઘર બહાર વ્રુક્ષોને નિહાળતો હતો ત્યારે પીળા પાનો ખરીને ધરતી પર પડતા હતા.
એક પછી એક પાન ધીરે ધીરે હવામાં હલતું હલતું ધરતી પર પડતા એક પાનનો
ઢગલો થયો હતો…….આ દ્રશ્ય નિહાળી, આ કાવ્ય રચના થઈ તે મેં આજે એક
પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
તમે ચંદ્રપુકારની સાઈટ પર પધારી, વાંચી, જરૂરથી તમારો પ્રતિભાવ આપશો
એવી આશા છે.
ચંદ્રવદન
Advertisements
Entry filed under: કાવ્યો.
1.
Vishvas | ડિસેમ્બર 15, 2008 પર 3:30 એ એમ (am)
જય શ્રીકૃષ્ણ,
આપની આ રચના જોઈ એક વાર્તા યાદ આવી કે જેમાં ખરતા પાનને જોઈને તેની હાંસી ઉડાવતી લીલી કૂંપળને આ ખરતું પાન કહે છે
“ધીરી બાપુડા ધીરી, મુજ વીતી તુજ વીતશે.”
વળિ આ રચનામાં એમ પણ કહેવાય કે આ માનવ જન્મ મળ્યો છે તો તેનો ઉપયોગ કરી લો ફરી આ જનમ મળે ના મળૅ.
2.
HARDIK THAKAR | જૂન 17, 2015 પર 2:55 પી એમ(pm)
KIDNLY PLZ SEND ME FULL POEM
“DHIRI BAPUDA DHIRI….MUJ VITI TUJ VITSE”
ON
HARDIKKTHAKAR@GMAIL.COM
3.
chandravadan | જૂન 17, 2015 પર 3:10 પી એમ(pm)
Hardik,
That is NOT my Poem.
It was mentioned as a REFERENCE in ONE Comment by VISHVAS
I went on Google & the LINK is>>>
Hope you understand !
Chandravadan
4.
Amit | ડિસેમ્બર 15, 2008 પર 4:31 એ એમ (am)
Pipal Pan Khranta Hasti Kupaliyan, Muj Viti Tuj Vitse Dhiri Bapudia
Shri Nutan Education & Charitable Trust
Trust is maintained Vruddhashram (Senior citizen home) at rander road Surat. At present in this place 20 senior citizens (Ladies as well as Gents) are staying. All the facilities like food, Medical and others are provided free of cost. The person who are visited the above place are appreciated the above activity. As the old age persons are neglected by the society or their family members hence they are approaching the trust for their stay in the senior citizen home. Looking to the above trust has made an agreement with land owner for purchase of land and to construct senior citizen home for 110 senior citizens.
5.
Biren Kothari | ડિસેમ્બર 15, 2008 પર 5:26 એ એમ (am)
Aa kavita vachta ane puri karta apne pote pilu pan thayi jaishu m lagyu.
6.
pragnaju | ડિસેમ્બર 15, 2008 પર 2:44 પી એમ(pm)
ઓ, ઈશ્વર, તારી દુનીયા છે અતી ન્યારી,
જીવન જે મળ્યું, આભાર તારો,કરજે માફ ભુલો મારી, “
ખૂબ સુંદર
આમેય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં અંતઃકરણ શુધ્ધિને પ્રાધાન્ય આપ્યું છે અને મનની ચાર દશાઓ-મન(ચંચળતા),બુધ્ધી(નીર્ણય),ચીત(ચોક્કસાઈ) અને અહંકાર(કર્તાભાવ)માં અહંકાર ઓછો થાય તેમ ઉચ્ચસોપાન સર થતા જાય!
તમારી રચનાનો આ સૂર ખૂબ પ્રસન્નકર્તા છે
આમતો હજુ પાનખર જ ચાલે છે—૨૧મીથી શિયાળો શરુ થશે પણ અહીં તો ધરતી માતાએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે…
7.
dr.j.k.nanavati | ડિસેમ્બર 15, 2008 પર 3:02 પી એમ(pm)
એજ પીડા કાયમી પીળાશની
પાન લીલું ક્યાંય ખરતું ના કદી
લાગણી લીલાશની કાજે ખરી
પાન સુક્કું આજ વ્યવહારૂ થયું
મહેક સદા પ્રસારતું એ પુષ્પ વ્હાલનું
નર્યા સુગંધ ભારથી અરે ! ખરી ગયું
आदमी बुढा़ हो या कोई दरख़्त
चल पडे थे पतझडों के सिलसिले
8.
dr.j.k.nanavati | ડિસેમ્બર 15, 2008 પર 3:03 પી એમ(pm)
એજ પીડા કાયમી પીળાશની
પાન લીલું ક્યાંય ખરતું ના કદી
લાગણી લીલાશની કાજે ખરી
પાન સુક્કું આજ વ્યવહારૂ થયું
મહેક સદા પ્રસારતું એ પુષ્પ વ્હાલનું
નર્યા સુગંધ ભારથી અરે ! ખરી ગયું
आदमी बुढा़ हो या कोई दरख़्त
चल पडे थे पतझडों के सिलसिले
પાનખર એ કંઈ નથી બીજું ફકત
પાનના ખરવા વિષે કચવાટ છે
some shers for paankhar
9.
Ramesh Patel | ડિસેમ્બર 15, 2008 પર 4:37 પી એમ(pm)
આ છે આપણા સૌના જીવનની વાત. ભાવવાહી ઉત્તમ રચના જીવન દર્શનની.
આદરણીય પ્રગ્નાજી અને શ્રી નાણાવટી ની સોનામાં સુગંધ જેવી વિચાર ધારા
વાંચી આનંદ થયો.
રમેશ પટેલ(આકાશદીપ)
10.
pallavi | ડિસેમ્બર 16, 2008 પર 8:08 એ એમ (am)
SARAS KAVITA
11.
અક્ષયપાત્ર/Axaypatra | માર્ચ 12, 2013 પર 11:23 પી એમ(pm)
Nice !
12.
nilam doshi | માર્ચ 26, 2013 પર 6:11 પી એમ(pm)
nice ..enjoyed