ચંદ્ર સુવિચારો…General Discussions on 4 SUVICHARO

December 7, 2008 at 10:48 pm 6 comments

 

 
 
 
 
 Temple after dark w crowd
 
 
 
                

 

(૧) ભક્તિ પંથે અંધકાર દૂર કરી, જાગ્રુત બની,પ્રભુપ્રકાશનો લ્હાવો લ્યો.!

 

(૨) નાસ્તિક એમ માને કે પ્રભુ જેવું તત્વ છે જ નહી.નાસ્તિક એની માન્યતામા રહી ભલે એ પ્રભુતાની કબુલાત ન કરે કિન્તુ એનો આત્મા પ્રભુતત્વનું કંઈક કહેતો જ રહે છે !

 

 

(૩) પ્રભુભક્ત એમ માને કે પ્રભુતત્વ જ સૌનો આધાર છે ! એ સંસારની માયા ધીરેધીરે છોડી પ્રભુતાને પામવા પ્રયાસ કરતો રહે છે !

 

(૪) સંસારી માનવી ‘હું પદ’માં રહી ‘હું કરૂ હું કરૂ’ એવા ભ્રમમાં રહી પ્રભુને ભુલે છે. જ્યારે એને એની મુર્ખતાનું ભાન થાય છે ત્યારે એનું ‘હું પદ’ આપોઆપ છુટે છે.

 

ફેબ્રુઆરી ૧૯,૨૦૦૮

 
 

     ચંદ્ર સુવિચારો

 

 

 

 

તારીખ ડીસેમ્બર, ૩, ૨૦૦૮ના રોજ ભક્તિમાર્ગ બારે પ્રથમ સુવિચાર પ્રગટ કર્યો અને એના માટે ૫ પ્રતિભાવો મળ્યા. સુરેશભાઈ જાનીએ કાવ્ય બદલે સુવિચારો પોસ્ટરૂપે પોસ્ટો મુકવા ભાર દર્શાવ્યો. પ્રજ્ઞાબેને પ્રતિભાવરૂપે લખ્યું કે “ખુબ સુંદર વિચાર” અને સાથે એક સુચન કર્યું ” ચંદ્ર સુવિચાર ને બદલે સંકલનકર્તા મુકો તો ? ” ત્યારબાદ, નિતાબેને ભક્તિને ભજન ગાવા/ સાંભળવામાં ભાર મુક્યો અને મુર્તિપુજામાં માનતા નથી એવું લખ્યું અમિતભાઈએ મુંબઈની પોસ્ટ બારે ઉલ્લેખ કર્યો અને અંતે, રમેશભાઈએ અંગ્રેજીમાં લખ્યું કે સારા વિચારો સૌને આનંદીત બનાવે છે………ત્યારબાદ, દીસેમ્બર ૪, ૨૦૦૮ના રોજ મુકેલા નાસ્તિક બારેના સુવિચાર માટે ૫ પ્રતિભાવો આવ્યા. પ્રથમ, પ્રજ્ઞાબેને વિગતે પ્રતિબાવમાં લખ્યું જેમાં અંતે વિવેકાનંદના શબ્દોમાં ” જુના ધર્મ પ્રમાણે, જે ઈશ્વરમાં માને નહી તે નાસ્તિક છે,,….અને, નવા ધર્મ પ્રમાણે, જેને પોતાનામાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે ” નિતાબેને લખ્યું એનો સાર એ હતો કે” જે લોકોના હૈયા દુભાવે તે નાસ્તિક “અને, અમિતભઈના પ્રતિભાવમાં મુંબઈમાં બનેલી ઘટનાને ધ્યાનમા લઈ આંતકવાદીને નાસ્તિકનું સ્વરૂપ આપવામાં આવ્યું અને સાથે ” હનુમાન ચાલીસા “નો મહિમાનો ઉલ્લેખ કર્યો, અને અંતે, દક્ષાબેને વિચારને વધાવી જગતમાં ઘણા નાસ્તિક માનવીઓ છે એ માટે દુઃખ દર્શાવ્યું…………ત્રીજી પોસ્ટ દીસેમ્બર,૫. ૨૦૦૮ના દિવસે પ્રભુભક્ત બારે, અને પ્રથમ પ્રતિભાવ હતો પ્રજ્ઞાબેનનો જેમાં એમણે જીવન જીવવા / ભક્તિની ચાવી શ્રધ્ધા છે એવો અભિપ્રાય આપ્યો, અને સુરેશભાઈએ એમની સાથે સમ્મત થતા લખ્યું કેજીવનમાં કર્મ-ફળનૉ ત્યાગ કરી, કર્મો કરવા. અને, ત્યારબાદ, અતુલભાઈ જાનીએ અનેક શબ્દોમાં જે લખ્યું તેનો સાર હતો” પ્રભુને પામવા પહેલા, જીવન જીવતા, પોતાને (જીવને ) જગતને જાણવું અને પછી જગદીશને જાણવો”. ચીરાગભાઈએ ઉલ્લેખ કર્યો કે અસલ ઋષીઓ સંસારી જ હતા, અને અંતે,હેમાંગભાઈ નાણાવટીએ અંગ્રેજીમાં બે પ્રતિભાવોરૂપે જે લખ્યું તેનો સાર હતો ” ભક્તિપંથે જવા સંસાર છોડવાની જરૂર નથી “……….,ત્યારબાદ,ચોથો (૪ ) અને છેલ્લો સુવિચાર દીસેમ્બર, ૬, ૨૦૦૮ના રોજ પ્રગટ થયો જેના માટે બે પ્રતિભાવો–નટુભાઈએ પોસ્ટ વાંચવાને આનંદ દર્શાવ્યો અને રેખાબેને લખ્યું કે “બે શબ્દોજેમ સુર્યપ્રકાશ અંધકાર દૂર કરે તેમ “…હવે પછી બીજા પ્રતિભાવો હશે !

 

આ પ્રમાણે, ચાર સુવિચારો દ્વારા અનેક સાથે ચર્ચા થઈ……અને, અંતે તો, સંસારમાં રહેતા, રેહતા જ પ્રભુને કે પ્રભુતાને જાણવાનું કે સમજવાનું છે…..જ્ઞાન-માર્ગે જઈ, અંધકાર દૂર કરી અંતરની જાગ્રુતિ લાવી, કર્તવ્ય-પાલન કરતા જનકલ્યાણના કાર્યો કરી, કરેલા કાર્યો પ્રભુને અર્પણ કરતા, કાર્ય-ફળ ત્યાગ સાથે ધીરે ધીરે મોહ-માયામાંથી છુટકારો મળે છે અને અંતે, પ્રભુની કરી સમજ (GOD- REALIZATION ) પડે છે…એ જ ખરી પ્રભુભક્તિ !…….ચંદ્રવદન

  

 

 

Advertisements

Entry filed under: સુવિચારો.

ચંદ્ર સુવિચારો પીળા પાંદડાની કહાણી

6 Comments Add your own

 • 1. Amit  |  December 8, 2008 at 7:12 am

  હે પરમાત્મા,

  મને તારી શાંતિનું વાહન બનાવ.

  જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું.

  જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા

  જ્યાં શંકા છે ત્યાં શ્રધ્ધા

  જ્યાં હતાશા છે ત્યાં આશા

  જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ

  જ્યાં શોક છે ત્યાં આનંદ.

  હે દિવ્ય સ્વામી, એવું કરો કે,

  હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું

  મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું.

  મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું.

  કારણ કે,

  આપવામાં જ આપણને મળે છે;

  ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ.

  મૃત્ય પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.

  સંત ફ્રાંસિસ

  Reply
 • 2. Amit  |  December 8, 2008 at 8:38 am

  ઊંડા અંધારેથી

  અંધકારની ભીતિએ પ્રકાશની પ્રીતિ પેદા કરી છે. સંત તુલસીદાસે કહેલું કે, ભય બિન પ્રીત નાહીં, એ વાત આ બાબતે પણ એટલી જ સાચી છે.

  અંધકાર નાના બાળકને જ ડરાવે છે એવું નથી. મોટા અને ઉંમરલાયક માનવીને પણ અંધકારની એવી જ ભીતિ લાગે છે.

  આની પાછળનું કારણ આટલું જ છે, અણજાણનો ડર. જેને આપણે જાણતા-ઓળખતા નથી એની ઓછીવત્તી ભીતિ મનમાં રહ્યા જ કરે છે.

  શુભં કરોતું કલ્યાણ્

  આરોગ્યં ધનસંપદઃ ।

  શત્રુબુદ્ધિ વિનાશાય

  દીપજ્યોતિર્નમોસ્તુ તે ।।

  દીપજ્યોતિઃ પરબ્રહ્મ

  દીપજ્યોતિર્જનાર્દનઃ ।

  દીપોહરતુ મે પાપમ્

  દીપજ્યોતિર્નમોસ્તુ તે ।।

  Reply
 • 3. Amit  |  December 8, 2008 at 12:06 pm

  અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
  ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
  મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
  તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

  When I was in Primary School, we sang this prayer !

  Reply
 • 4. Vishvas  |  December 11, 2008 at 7:51 am

  જય શ્રીકૃષ્ણ
  કેટલીક વખત કેટલાય ભાષણો કે સલાહ માણસને સુધારી નથી શકતી અને ક્યારેક માત્ર એક સુવિચાર તેના સમગ્ર જીવન શૈલીમાં અને તેના જીવનચરિત્રમાં બદલાવ લાવી દે છે.

  Reply
 • 5. Vishvas  |  December 11, 2008 at 7:52 am

  જેમકે વાલ્મિકી ઋષિને નારદમુનિએ કીધેલ એક વાક્ય હોય કે પછી કાલીદાસની પત્નીએ મારેલ મહેણૂં હોય.

  Reply
 • 6. KANTILAL KARSHALA  |  December 15, 2008 at 5:19 am

  જય ગુરુદેવ,
  ચંદ્રવદનભાઈ,
  નમ્ર સુચન, ગુજરાતી ટાઈપ દોઢ સ્પેસમાં કરવાથી ખુબ જ સુંદર થશે.

  શુભકામના : અસતો મા સદ્દગમય,
  તસસો મા જ્યોતિર્ગમય,
  મૃત્યોર્માડમૃતં ગમય,

  હે મા અમને કુમાર્ગે છોડીને સન્માર્ગ પર ચાલવાની શક્તિ પ્રદાન કરો. અમારા અંત:કરણમાં છવાયેલા તામસિક વૃત્તિઓના અંધકારને દૂર કરી સદ્દજ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરો. એવો માર્ગે બતાવો જેનાથી અમારુ નશ્વર શરીર ન રહેવા છતાંય અમારા સત્કાર્યોની કીર્તિ અમર રહે….

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

December 2008
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: