ચંદ્ર સુવિચારો

ડિસેમ્બર 5, 2008 at 8:57 પી એમ(pm) 6 comments

 

 
                    ચંદ્ર સુવિચારો

પ્રભુભક્ત એમ માને કે પ્રભુતત્વ પર જ સૌનો આધાર છે…..એ સંસારની માયા ધીરે ધીરે છોડી પ્રભુતાને પામવા પ્રયાસ કરતો રહે છે !

બે શબ્દો

ભક્તિપંથની સફરે તમે હવે ત્રીજી ” સુવિચાર ” ની પોસ્ટ વાંચી રહ્યા છો.
તમે આગળની બે પોસ્ટ વાંચી ના હોય તો જરૂરથી વાંચો, અને ત્યારબાદ
તમે તમારો પ્રતિભાવ આપશો તો મને ખુબ જ આનંદ થશે,,,,,અને
તમે ચોથી પોસ્ટ વાંચવા અને પ્રતિભાવ આપવા જરૂરથી આવશો
એવી આશા હૈયે રાખું છું…તો નિરાશ ના કરશો !
ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !
 

Entry filed under: સુવિચારો.

ચંદ્ર સુવિચારો ચંદ્ર સુવિચારો

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ડિસેમ્બર 5, 2008 પર 10:04 પી એમ(pm)

  પ્રભુનો સંવાદ યાદ આવ્યો-પ્રભુ ઈચ્છે છે કે , શ્રધ્દ્ધા રાખ. ભય છોડ, શંકાઓને માનીશ નહીં. શ્રદ્ધાને શંકીશ નહીં. જીવન પરમ રહસ્ય છે – એનો ઉઘાડ કરવો છે. એ ઉકેલવાની સમસ્યા નથી. મારો વિશ્વાસ કર. જીવન અદ્દભુત છે, જો કેમ જિવાય એ જાણી જીવીએ તો.જીવન !

  જવાબ આપો
 • 2. Suresh Jani  |  ડિસેમ્બર 6, 2008 પર 2:44 એ એમ (am)

  પ્રજ્ઞાબેને કહેલી વાત સાથે હું એકદમ સમ્મત છું.
  સંસારની માયા છોડવી – એ અર્થઘટને આપણા સમાજને સાવ પલાયનવાદી બનાવ્યો છે. સાવ પાંગળો અને પ્રારબ્ધવાદી બનાવ્યો છે.
  જીવનસંઘર્ષમાંથી એક ડગલું પણ પાછા પડવાનું નથી.
  માત્ર ફળનો જ ત્યાગ કરવાનો છે. રાગદ્વેશનો ત્યાગ કરવાનો છે.

  બધા માયા છોડી દેશે તો–
  ભાવી પ્રજા કોણ પેદા કરશે? કોણ અનાજ પકવશે? કોણ કપડાં , વાસણ વી. બનાવશે ? કોણ શત્રુઓ સામે લડશે?

  આપણા ધર્મનું આ અર્થઘટન મહેરબાની કરીને ન કરો.
  ધર્મ તો શરાબ પીને મસ્ત બનવાનો છે.
  કયો શરાબ?
  આપણા કર્તૃત્વની મસ્તીનો શરાબ. આ ઉમ્મરે પણ બ્લોગીંગ કરવાનો શરાબ .

  ” મસ્તી વધી ગ ઈ તો વીરક્તી થઈ ગઈ
  ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. ”
  – જવાહર બક્ષી

  આમ જીવન જીવવાનું છે.

  જવાબ આપો
 • 3. atuljaniagantuk  |  ડિસેમ્બર 6, 2008 પર 4:56 એ એમ (am)

  પ્રભુભક્ત એમ માને કે પ્રભુતત્વ પર જ સૌનો આધાર છે…

  બીલકુલ સાચી વાત. પણ પ્રભુ તત્વ એટલે શુ? પ્રભુ એટલે વિભુ એટલે કે જે વ્યાપક છે. કે જે અત્યારે આપણને સહુને વ્યાપીને રહેલ છે તે પ્રભુ તત્વ. અને આ પ્રભુ તત્વ પર જ સહુનો આધાર છે. જેમકે આપણે માનવો માટેનો મુખ્ય આધાર પૃથ્વિ છે. તેનો અર્થ તે થાય કે સહુ પ્રથમ આપણો આધાર આ પૃથ્વિ ઉપર છે અને તેથી તેની યોગ્ય જાળવણી કરવી જોઈએ. પૃથ્વિમાં ઉત્પન્ન થતું સઘળું આપણા સહુનું સહિયારુ છે માટે તે સહુ વચે વહેંચીને તેનો ઉપભોગ કરવો પણ મારે એકલાએ જ તેનો ઉપભોગ કરવાની દાનત ન રાખવી તો આ થઈ માયા છોડવાની વાત અને સમષ્ટિ (પ્રભુ) સાથે એકરસ થવાની વાત. વળી પૃથ્વિનો આધાર જળ છે તથા આપણા પ્રાણનો આધાર પણ જળ છે તો જળની શુદ્ધિ અને તેના વ્યવસ્થિત ઉપયોગ માટે સભાન બનવું તો આ થયો પ્રભુતાને પામવાનો પ્રયાસ. વળી જળનો આધાર અગ્નિ (ઉર્જા) છે તો આગ્નિનો – ઉર્જાનો યથાયોગ્ય ઉપયોગ સઘળી માનવજાત તથા આ પ્રાણી સૃષ્ટિ માટે કરવો તો આ થયો પ્રભુતાને પામવાનો પ્રયાસ અને આ ઉર્જાથી પોતાનો તથા અન્યનો નાશ કરવાનો પ્રયાસ કરવો તે લઘુતા છે. વળી અગ્નિનો આધાર વાયુ છે તો આપણું વાતાવરણ શુદ્ધ રાખવું તેને પ્રદુષિત ન કરવું તો આ થયો પ્રભુતાને પામવાનો પ્રયાસ. વળી વાયુનો આધાર આકાશ છે અને આ આકાશમાંથી બધા જ ધ્વની ઉત્પન્ન થાય છે. તો આપણે અવાજ ઉપર નિયંત્રણ રાખીએ અને ઘોંઘાટનું પ્રદુષણ ન ફેલાવીએ તો આ થયો પ્રભુતાને પામવાનો પ્રયાસ. વળી આ આકાશ તામસ અહંકારમાંથી ઉત્પન્ન થાય છે અને તે તામસ અહંકાર મહત તત્વ એટલે કે સમષ્ટિ બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. આ સમષ્ટિ બુદ્ધિ બ્રહ્મના આશરે રહીને બ્રહ્મને ઢાંકે છે અને તેથી જ તેને માયા કહી છે. કારાણકે માયાનો સ્વભાવ છે કે જેને આશરે રહે તેને જ ઢાંકે. પ્રભુ એટલે બ્રહ્મનું એવું પ્રતિબિંબ કે જે આ સમષ્ટિ બુદ્ધિમાં પડે છે અને જે આ માયાને વશ રાખે છે અને તેથી તેને સર્વ શક્તિમાન કહે છે વળી સમષ્ટિ બુદ્ધિ ઉપર કાબુ ધરાવતું આ ચૈતન્ય સઘળું જાણતુ હોવાથી તેને સર્વજ્ઞ પણ કહે છે. આ સમષ્ટિ બુદ્ધિ (મહત તત્વ) માંથી ત્રણ અહંકાર ઉત્પન્ન થાય છે. ૧.સાત્વિક ૨.રાજસ ૩.તામસ. સાત્વિક અહંકારમાંથી આપણૂં અંતઃકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તથા પાંચ જ્ઞાનેન્દ્રિય બને છે. રાજસ અહંકારમાંથી આપણા પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિયો બને છે તથા તામસ અહંકારમાંથી આપણા શરીરો તથા આ પંચભુતાત્મક જગત બને છે. આપણાં અંતઃકરણ માં પડતા ચૈતન્યના(બ્રહ્મ) પ્રતિબિંબ ને ચિદાભાસ કહે છે અને આપણી બુદ્ધિ આ ચૈતન્યના સામર્થ્યથી ચેતનવાળી થઈને હું હું કરે છે. આ મિથ્યા હું ને છોડી અને આપણા વાસ્તવિક સ્વરુપ બ્રહ્મને અનુભવવું તેને જ માયાનો ત્યાગ કહે છે. તો આ પ્રભુને પામવા માટે પહેલા પોતાને (જીવને) પછી આ જગતને તથા પછી જગદીશ્વરને જાણવા જરૂરી છે. બાકી સમજ્યાં વગર કામધંધા છોડીને પ્રભુ પ્રભુ કરવાથી પ્રભુ ન મળે. પાણી પાણી કરવાથી તરસ ન બુજાય પણ પાણી પીવાથી તરસ છીપે.

  જવાબ આપો
 • 4. Chirag Patel  |  ડિસેમ્બર 6, 2008 પર 2:27 પી એમ(pm)

  વૈદીક કાળનો કોઈ ઋષી બ્રહ્મચર્યનો અત્યારનો જે ખ્યાલ છે એ મુજબ બ્રહ્મચારી ન હતા. તેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને જીવનના ચાર પુરુષાર્થ ગણીને જીવતા હતાં.

  જવાબ આપો
 • 5. HEMANG NANAVATY  |  ડિસેમ્બર 6, 2008 પર 2:59 પી એમ(pm)

  UPANISHAD CORE MESSAGE IS VERY CLEAR.”TEN TAKTYEN BHUNJITHA” YOU HAVE TO ENJOY YOUR LIFE BUT DO NOT GET
  OBSSESED WITH ANY ENJOYMENT. ENJOY EVERYTHING THAT HELPS YOU TO ACHIEVE HIGHER GOAL BUT KEEP TYAGVRATI
  IN CENTER OF EVERY ENJOYMENT.LIKE JANAK VAIDEHI DO NOT
  GET ATTACHED WITH WHAT YOU DO.A CLEAR CONCEPT OF DEVELOPING NEUTRALITY TOWARDS EVERYTHING YOU HAVE.

  THINK RATIONALLY.IF EVERY BODY BECOMES TYAGI FOR
  WORSHIPING GOD HOW CAN SANSAR EXSIST.THIS WHOLE
  CONCEPT IS IMPRACTICABLE OTHERWISE EVERYBODY WOULD
  HAVE BEEN TYAGI IN THE ENTIRE WORLD.

  OBSERVE ALL TYAGIS AROUND US.INFACT THEY ENJOY THE MOST IN THE NAME OF TYAG AND PRABHUBHAKTI WITHOUT DOING ANYTHING-A REAL KARMATYAG INSTEAD OF KARMAFAL TYAG AS ADVOCATED IN GEETAJI.

  IN MY UDERSTANDING PRABHU BHAKTI MEANS LIVE YOU NORMAL LIFE KEPPING MANAVTA AS THE GUINDING PRICIPLE.DO EVERY KARMA WITH HONESTY AND TOTAL COMMITTMENR WITHOUT BOTHERING ABOUT OUTCOME.DO YOUR BEST AND LEAVE TO GOD THE REST.

  જવાબ આપો
 • 6. HEMANG NANAVATY  |  ડિસેમ્બર 6, 2008 પર 3:13 પી એમ(pm)

  WHAT I MENTIONED ABOVE INREAGARD TO PRBHUBHAKTI WITHOUT LEAVING SANSAR IS NOT A CONCEPT BUT MY WON REALIFE VERY SATISFYING AND SUCCESSFUL EXPERIENCE.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 396,657 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: