હાથીનું કબ્રસ્તાન

નવેમ્બર 30, 2008 at 6:42 પી એમ(pm) 7 comments

 

 
 

Previous Photo View more in this Collection Next Photo

હાથીનું કબ્રસ્તાન

આફ્રિકાના જંગલોમાં હાથીનું કબ્રસ્તાન કદી જોયું છે ?

કબ્રસ્તાન તમે જોયું કે નહી,કિન્તુ હાથી વંદન પાત્ર છે ! (ટેક)

હાથી થાય ઘરડો, તો, મરણ નું જ્ઞાન થાય એને,

હવે તો,ઘણા સ્નેહીઓને છોડવાના, ભાન એવું થાય એને

                                               આફ્રિકા… (૧)

 નથી થાવું કોઈને બોજારૂપ, કરે એ નિર્ણય એવો,

પાણી વગર નિર્જન જગ્યા જવા, શોધે એ પંથ એવો,

                                               આફ્રિકા… (૨)

ધીરે ધીરે ઉંચા ઘાસ વચ્ચે, થાકી એ બેસી જાય છે,

બેસી બેસી એ તો મ્રુત્યુની વાટ જુએ છે !

                                               આફ્રિકા… (૩)

 એકવાર જીવ ચાલી ગયો, ત્યારે ત્યાં એ જ છે એકલો,

એવી જગાને હાથી કબ્રસ્તાન “કહો કે ધરતીનો ઓટલો ?

                                               આફ્રિકા… (૪)

હાથી વંશનું જે કોઈ આવે એવી જગ્યાએ ફરી,

તો ઉભા રહી, દેય છે એ જીવને શ્રધ્ધાંજલી અહી,

                                               આફ્રિકા…. (૫)

 ચંદ્ર કહે, જાણે હાથીમાં માનવતા હજુ ટકી રહી,

અને, માનવીઓમાં માનવતા મરી રહી !

                                               આફ્રિકા… (૬)

કાવ્ય રચના

નવેંમ્બર ૨૬,૨૦૦૭                      ડો. ચંદ્રવદન

 

 

બે શબ્દો

હાથીનું કબ્રસ્તાન નામનું આ કાવ્ય એક નાના ગુજરાતી નાટક આધારીત છે.
કેપ્ટન નરેન્દ્ર એ એમની માતાશ્રીએ લખેલી ડાયરીને એક
પુસ્તીકારૂપે પ્રગટ કરી તે વિષેની માહિતી સુરેશ્ભાઈ જાનીની વેબસાઈટ
પર જાણવા મળ્યું…..અને મેં તરત જ નરેન્દ્રભાઈનો ઈમેઈલ દ્વારા
કોન્ટાક કર્યો, એમણૅ ટપાલનો સ્વીકાર કરી એ પુસ્તીકા મને મોકલી
અને સાથે એમણે એમનું લખેલ નાટક ” હાથીઓનું કબ્રસ્તાન “પણ
પ્રસાદીરૂપે મોકલ્યું. એ વાંચી મેં જે જાણ્યું તે આધારીત આ રચના
શક્ય થઈ છે…..હાથી જ્યારે મ્રુત્યુ નજીક હોય ત્યારે એ ટોળામાંથી
છુટો પડી પાણી ખોરાક વગર ધીરે ધીરે મ્રુત્યુને ભેટે છે. આવી
જગ્યાએ અનેક હાડ્પિંજરો બીજા હાથીઓના મ્રુત્યુની નિશાની
આપે છે…..અને, આવી જગ્યાએથી જ્યારે હાથીઓ પસાર
થાય ત્યારે ત્યાં એઓ થોડી મીનીટો ઉભા રહી જાણે
શ્રધ્ધાંજલી આપતા હોય એવું દ્રશ્ય જોવા મળે છે….બસ,
માનવીઓ માટે અહી એક મોટી શીખ છે !
આશા છે કે નરેન્દ્રભાઈ આ સાઈટ પર આવી આ
પોસ્ટ વાંચે…અને જો પતિભાવ આપે તો તો ઘણું જ
સરસ. કિન્તુ, અનેક સાઈટ પર આવી એમનો પ્રતિભાવ
મુકે તો મારા હૈયે એક અનોખો આનંદ હશે !
ચંદ્રવદન
 
ABOUT THIS POST
Today I had published a KAVYA ( POEM ) based on a short Gujarati NATAK (DRAMA ) wriien bt Capt NARENDRA who resides in California. I am writng this in English so that those who visit this Site & are unable to read in Gujarati can have the idea about this Post. AND, now I wish that NARENDRABHAI will visit the Site, read the Post & may be express his VIEWS on the Post & also let us ALL know how he thought about writng that DRAMA in Gujarati>>>>>>CHANDRAVADANBHAI
Advertisements

Entry filed under: કાવ્યો.

મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ ! વિષ્વ એઈડ્સ દિવસ WORLD AIDS DAY

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Capt. Narendra  |  નવેમ્બર 30, 2008 પર 7:14 પી એમ(pm)

  પ્રિય ચંદ્રવદનભાઇ,
  “હાથીનું કબ્રસ્તાન”ને અનુલક્ષીને લખેલ અાપનું કાવ્ય હૃદયંગમ લાગ્યું. વાચકો કદાચ વિચારશે કે હાથીનું તે કદી કબ્રસ્તાન હોી શકે છે? આપે કાવ્યની સાથે લખેલ “બે શબ્દો” આ પ્રશ્નનો જવાબ જરૂર આપશે. આ કાવ્ય આપે મારી એકાંકિ નાટિકાને અાપેલ ભાવનાત્મક પુરસ્કાર છે, તેમ સમજી, અપનો આભાર માનવાની સાથે એક નમ્ર નિવેદન રજુ કરવાની રજા લઉં છું.

  “હાથીનું કબ્રસ્તાન” એક રૂપક છે. પરમાત્માના ભવ્ય સર્જન સમા આ પ્રાણી
  ગૌરવથી જીવે છે, અને જ્યારે તેમનો પૃથ્વિ પરથી અંતિમ વિદાય લેવાનો સમય
  આવે છે ત્યારે તે અજાણી જગ્યાએ આવેલા પોતાના ‘કબ્રસ્તાન’ તરફ એકલા જ
  નીકળી પડે છે, જેથી તેમની પ્રાણત્યાગની પીડા લોકો સામે પ્રત્યક્ષ ન થાય.
  જીવનમાં પ્રાપ્ત કરેલ ગૌરવને સાથે લઇ આ મહાકાય, મહાન જીવ ગૌરવતાપૂર્વક
  મૃત્યુને આવકાર આપે.

  આપણા વડીલોના અસ્તિત્વને આ નાટિકામાં હાથીની સાથે સરખાવવામાં આવ્યું છે.
  તેમનો આખરી પડાવ આજે વૃદ્ધાશ્રમ બની ગયો છે. નાટિકામાં પુર્વ આફ્રિકાના
  એક પરિવારના dynamics દશર્શાવવામાં આવ્યા છે. USમાં આવ્યા બાદ આ જ
  પરિવારમાં કેવું પરિવર્તન આવ્યું અને વડીલોને સ્વેચ્છાએ નહિ પણ પરિવારના
  આંતરદ્વંદ્વને કારણે હાથીના કબ્રસ્તાન તરફ પ્રસ્થાન કરવું પડે છે, તેમાં
  આવી જાય છે નાટિકાનો સારાંશ! ચંદ્રવદનભાઇના કવિતમાં આનું દર્શન થયું અને
  મારી નાટિકાને તેમણે આદરનું સ્થાન આપ્યું તે માટે તેમનો આભાર માનું છું.

  કૅપ્ટન નરેન્દ્ર.

  જવાબ આપો
 • 2. chetu  |  નવેમ્બર 30, 2008 પર 8:01 પી એમ(pm)

  માનવીઓમાં માનવતા મરી રહી !
  its true..!

  જવાબ આપો
 • 3. pragnaju  |  ડિસેમ્બર 1, 2008 પર 3:49 પી એમ(pm)

  રચના અને ભાવ સુંદર્
  ર્કદાચ આ વૈજ્ઞાનીક સત્ય ન હોય-
  હાથી પોતાની મરજીથી એકાંત સ્‍થળે જતો રહે છે એ વાત સત્યથી વેગળી લાગે છે. સાચી વાત એ છે કે તેને હાંકી કાઢવામાં આવ્‍યો હોય છે. ટોળાની સરદારી કરતો હાથી વર્ષો પછી ઘરડો થાય, એટલે કો‘ક યુવાન અને બળવાન હાથી તેને પડકાર ફેંકે છે. લડાઈ માટે ચેલેન્‍જ આપે છે. ટોળાનો સરદાર જો પોતાનુ નેતૃત્‍વ ટકાવવા માગતો હોય તો ચેલેન્‍જ સ્‍વીકારી તેણે લડવું જ રહ્યું, પણ સ્‍ફુર્તિલા હરીફ સામે ઘણુંખરૂં તો એ પોતે લાંબો સમય ટકી શકતો નથી. દંતશૂળો વડે ખેલાતા દ્વંદ્વયુધ્‍ધમાં તેણે ખરાબ રીતે ઘાયલ થવાનો પણ વારો આવે છે. પરાજ્ય કબૂલી આખરે તેણે ટોળાનો ત્‍યાગ કરવો પડે છે. બાકીનું જીવન એકલા ગુજારવાનું થાય છે. અલબત્ત, હાથી પોતે વયોવૃધ્‍ધ થયો હોય અને વધુમાં તેને કદાચ મરણતોલ જખમો થયા હોય, એટલે બાકીનું જીવન હોય પણ કેટલું ? ગણતરીના દિવસોમાં કે મહિનામાં તે મૃત્‍યુ પમે છે. કોઇ દૂરના સ્‍થળે ગયા બાદ તરત મૃત્‍યુ નીપજ્યું હોય, માટે લોકો એમ સમજે કે તેણે શાંતિપૂર્વક મરવા ખાતર જ એકાંત સ્‍થળ પસંદ કર્યું.

  જવાબ આપો
 • 4. DR. CHANDRAVADAN MISTRY  |  ડિસેમ્બર 1, 2008 પર 5:34 પી એમ(pm)

  GOPAL SHROFF sent an Email response for this Post>>

  Re: Fw: NEW POST on CHANDRAPUKARSunday, November 30, 2008 5:07 PM
  From: “Gopal Shroff” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Thank you for sharing with us. We enjoyed.
  Gopal Shroff

  જવાબ આપો
 • 5. Ramesh Patel  |  ડિસેમ્બર 2, 2008 પર 1:39 એ એમ (am)

  This world is full of wonder.
  some times we see two opposite nature animals behaves friendly.
  Thoughts for welbeing are always good.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 6. Rekha Sindhal  |  ડિસેમ્બર 2, 2008 પર 3:03 એ એમ (am)

  હાથીનું મગજ મનુષ્ય કરતાં ઘણુ વધારે કાર્યક્ષમ હોય છે એ વૈજ્ઞાનીક સત્ય છે. અને એ ભાવનાશાળી પણ ખુબ હોય છે એટલે એને માનસિક બિમારી લાગુ પડી શકે છે. ગાંડો હાથી પોતાના મહાવતને પણ કચડી નાખે એવું બને છે. હું માનુ છુ કે માનસિક નબળાઈને કારણે જાતભાઈઓના ટોળા સાથેની અથડામણનો ભય જ તેને એકલા રહેવા મજબૂર કરે છે પણ સમુહજીવનથી ટેવાયેલ આ પ્રાણીને પછી જીવવામાં રસ રહેતો નથી અને આથી મરણને શરણ થાય છે.

  જવાબ આપો
 • 7. Capt. Narendra  |  ડિસેમ્બર 8, 2008 પર 4:33 એ એમ (am)

  Thanks Pragnaju for your comment. Yes, you are right. Elephants’ Graveyard is a legend. It is however, based on the fact that concentration of the skeletons of these great pachyderm were found in some places in Africa – especially Uganda and Kenya. Some people, especially Africans believed in the ‘graveyards’ leading some White hunters to go in search of these places in order to find heaps of ivory. The One-Act Play “Hathi-nu-Kabrastan” is a parable. It would be difficult to understand that unless you read the play itself. I shall be trying to send it to Chandravadanbhai so that it could be published in his blog.

  You may find it interesting to read the following published in “UFO” website:

  There is a legend in Africa that speculates that elder elephants knowing that their death was imminent left their herds and traveled to a place known as the Elephant Graveyard. It was believed this graveyard was the final destination for literally thousands of elephants and that their bones and tusks littered the area. This graveyard has never been discovered and has been the subject of speculation for many years. I first became aware of the myth of the elephant graveyard after reading King Solomon’s Mines by H. Rider Haggard as a child.

  Now there may be proof that this legend has a basis in fact.

  Researchers from the United Kingdom and Kenya have learned that elephants are aware and show interest and emotion when they come across elephant skulls and tusks. They do not show interest in bones or skulls of other animals. Some African elephants have become emotional and highly agitated when they come across elephant remains.

  Sincerely,
  Capt. Narendra

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: