જલારામ જયંતિ

November 5, 2008 at 3:28 am 3 comments

 
 
જલીયા, નામની લગની
લગની લાગી રે, લગની લાગી,
જલીયા લગની લાગી છે તારા રે નામની (2)….(ટેક)
સવારે ઉઠતાં, મારા મનડે નામ જ તારૂ,
એ પછી, કર્યું કામજ મારૂ,
એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની
                                લગની લાગી રે…. (૧)
ભોજન કરતાં પહેલા, મારા મુખે નામ જ તારૂ,
એ પછી ખાધુ અન્ન જ મારૂ,
એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની
                                લગની લાગી રે…. (૨)
સાંજે સુતા પહેલાં, મારા હૈયે નામ જ તારૂ,
એ પછી, પોઢે આ દેહ પીંજર મારૂ,
એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની
                                લગની લાગી રે…. (૩)
ચંદ્ર જાગતા જાગતા જલીયાનું નામ જપે,
વળી,નિંદર-સ્વપને જલીયાના દર્શન કરતો રહે,
                                 લગની લાગી રે… (૪)
કાવ્ય રચના
ઓગસ્ટ ૭ , ૧૯૯૧
 
 

જલારામ જયંતિ

 
જલારામ જયંતિ…..આજે, બુધવાર, નવેમ્બર,૫, ૨૦૦૮ અને સવંત ૨૦૬૫ના કારતક સુદ ૭ નો શુભ દિવસ અને એ ‘ જલારામ જયંતિ ” નો દિવસ. આ દિવસ મારા ઘણી જ ખુશીનો દિવસ…….. જલારામબાપાને મેં મારા ગુરૂ માન્યા છે અને એવા ભાવે હું એમને યાદ કરૂં, પ્રાર્થના કરૂં. જલારામબાપા ગુજરાતના સૌરાષ્ઠ્માં જનમેલા એક સંત હતા, અને આજે અનેક વ્યક્તિઓ એમના જન્કલ્યાણભર્યા- ભક્તિભાવભર્યા જીવનથી પ્રભાવિત થઈ એમને યાદ કરે છે, એમનું પુજન કરે છે……… મારા જીવનમાં અનેક એવી ઘટનાઓ બની કે એમને કરી પ્રાર્થના કરતા મને માર્ગદર્શન મળ્યું….એમની કૃપા થઈ…..અહી, શ્રધ્ધાનું મહત્વ છે ! જ્યારે જીવને ” કાવ્યપંથે ” સફર શરૂ કરી ત્યારે અનેક કાવ્યોરૂપે જલાબપાને યાદ કર્યા…..એ કવ્યોમાંથી આજે એક રચના પ્રગટ કરી છે…એ તમે જરૂરથી વાંચશો એવી મારી નમ્રવિનંતી છે. આ પોસ્ટ વાંચી તમે જો તમારો પ્રતિભાવ આપશો તો તમારો ખુબ ખુબ આભાર. તમે સૌ પર જલાબપાની કૃપા થાય એવી અંતરની પ્રાર્થના. ……ચંદ્રવદનના જય જલારામ.
 

Today it is Jalaram Jayanti….I had published a New Post with a Kavya ( Poem ) on Jalarambapa, whom I respect as my Guru. This post on his Birth Anniversary is my PRATHNA to him & I extend my prayers for  his Blessings to ALL ! CHANDRAVADAN

Advertisements

Entry filed under: કાવ્યો.

નુતન વર્ષાભિનંદન……HAPPY NEW YEAR પ્રેસીડન્ટ ઓબામા (OBAMA )

3 Comments Add your own

 • 1. Vishvas  |  November 5, 2008 at 6:55 am

  જય જલારામ કાકા…સરસ રચના
  Dr.Hitesh

  Reply
 • 2. pragnaju  |  November 5, 2008 at 9:03 pm

  સરસ
  જય જલારામ

  Reply
 • 3. daxa mistry  |  November 18, 2008 at 1:34 pm

  Jai Jalaram

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

November 2008
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: