શરદ પુનમની રાતે કાનો રાસ રમે

ઓક્ટોબર 14, 2008 at 12:46 પી એમ(pm) 6 comments

 

 
 
 
 

શરદ પુનમની રાતે કાનો રાસ રમે

શરદ પુનમની રાતલડીએ…કાનો મારો તો રાસ રમે, રાસ રમે,
કાનો તો વ્રંદાવનમાં જાય રે રાધા સંગે,
એ તો રાસ રમે રાધા સંગે, રાધા સંગે,
હાલો….જોવાને જઈએ, જોવાને જઈએ !…..શરદ…૧
કાનો તો વ્રંદાવનમાં હવે ગોપ-ગોપીઓ સંગે,
એ તો રાસ રમે ગોપ-ગોપીઓ સંગે, ગોપ-ગોપીઓ સંગે,
હાલો…જોવાને જઈએ, જોવાને જઈએ !…શરદ….૨
આવ્યું છે જોવાને સારૂ ગોકુળીયુ ગામ રે
આવ્યા છે જોવાને દેવ-દેવીઓ આજ રે,
હાલો…જોવાને જઈએ, જોવાને જઈએ !….શરદ….૩
જાશો તમે તો કાનો મારો રમશે તમારી સંગે,
અને, ચંદ્ર કહે…તરશો તમે આ ભવસાગર કાના સંગે,
હાલો….જોવાને જઈએ, જોવાને જઈએ !….શરદ….૪
કાવ્ય રચના…ઓકટોબર, ૮, ૨૦૦૮   ચંદ્રવદન
 
 

બે શબ્દો

આજે શરદ પુનમના દિવસે આ પોસ્ટ પ્રગટ કરતા આનંદ થાય છે.
નવરાત્રી બાદ, આ શુભ દિવસ મારા હૈયામાંથી કદી ભુલાય તેમ નથી.
એનું શું કારણ એ આજે કહેવું નથી.
આ કાવ્ય રચનામાં શરદ પુનમ સાથે કાનાને જોડી મેં આપ સૌને
કૃષ્ણ- ક્રુપા મેળવવા બોલાવ્યા છે….તો, જરૂર વેબસાઈટ પર આવી
રચના વાંચી હૈયે કૃષ્ણ-સ્મરણ કરશો તો મને ખુબ જ ખુશી હશે.
જય શ્રી કૃષ્ણ સૌને ! …….ચંદ્રવદન
 
 
 
 
 
 
Advertisements

Entry filed under: કાવ્યો.

આજના દિવસની ખુશી જન્મ જયંતિ…શરદ પુનમ અને હું

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 14, 2008 પર 1:31 પી એમ(pm)

  અમે તો શરદ પૂનમના ગરબા માતાજીની આ સ્તુતિથી કરીએ છીએ
  માયા કુંડલીની ક્રીયા મધુમતી, કાલી કલા માલિની
  માતંગી વિજયા જયા ભગવતી, દૈવી શિવા સાંભવી
  શક્તિ શંકર વલ્લભાત્રિનયના, વાગ્વાદિની ભૈરવી
  ૐ કારી ત્રિપુરા પરાપરમયી , માતા કુરીશ્વરી
  ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ગતિમાન ગ્રહ છે. તેનો સંબંધ મન સાથે જોડાયેલો છે. તે મનનો કારક ગ્રહ છે. ચંદ્રમા માતા, મન, બુદ્ધિ, રસ, પ્રસન્નતા, પૃથ્વી, ધન, સફેદવસ્તુ, ભાવુકતાનો કારક છે. ચંદ્ર દ્વારા મુખ્યત્વે માનસિક પીડા આવે છે વિશેષમાં સ્ત્રીઓના માસિક ધર્મ, રક્તવિકાર, હ્રદયરોગ, વાત અને કફજનિત રોગ, નાકના રોગ, સ્તન રોગ, મૂત્ર રોગ વગેરે રોગ પણ આપે છે.
  ચંદ્રની ઉપાસના તમારી આ રચના દ્વારા પણ થઈ શકશે

  જવાબ આપો
 • 2. સુરેશ  |  ઓક્ટોબર 14, 2008 પર 1:32 પી એમ(pm)

  સરસ .ચીત્ર પણ સરસ છે

  જવાબ આપો
 • 3. Rekha Sindhal  |  ઓક્ટોબર 14, 2008 પર 2:16 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ, આજે શરદપૂનમના દિવસે રાધા કૃષ્ણના વિશુધ્ધ પ્રેમની યાદ અપાવવા માટે આભાર. પ્રેમના ભાવો વધતા રહે અને આપના જેવા લોકો એમાં સિંચન કરતા રહે એ જ સાફલ્ય છે.

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  ઓક્ટોબર 15, 2008 પર 7:57 પી એમ(pm)

  I have enjoyed your devoted poem and comments are touched
  to my heart. The comments of welwisher Pragnaju,is
  inspiring to all of us. Accept Thanks from me .
  પુણ્ય પ્રસાદ

  ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત

  ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ,કાના સંગ સૌને રમવો રાસ

  ઝટઝટ વાળું લીધું આટોપી,દોડ્યૂં ગોકુળ વૃન્દાવન વાટ

  વરસી વ્યોમથી અમૃત હેલી,પ્રગટ પ્રભુનો પામવા પ્યાર

  શીતળ સમીરના વીંઝણા વાયે,છૂપાયો નટખટ રઢિયાળી રાત

  બહાવરાં નૈન શોધે વ્રજનાર,શ્રી હરિ સંગે રમવોછે રાસ

  ગામ ઘેલું થઈ પૂછતું વાત,નથી ફોડી મટકી કાનાએ આજ

  નથી લૂંટ્યા માખણનાં દાન,બોલો જશોદાજી ક્યાં છૂપાયો કાન

  હસતી રાધા કહે શ્યામને,કેમકરી સૌ સંગ રમશો રાસ?

  રુસણાં લેશે ગોપગોપીઓ,કેમ રીઝવશો સૌને શ્યામ?

  પીળાં પીતામ્બર જરકશી ઝામા, મધરાતે વાયા વેણુના નાદ

  લીન થયા બ્રહ્મનાદે ગુણીજન,ભૂલ્યાં વિરહમાં દેહનાં ભાન

  રાસ ભક્યિમાં મગન વ્રજવાસી,દીઠો જોડીધર જગદીશ સૌ સંગ

  સ્નેહ ભક્તિનો રાસ રચાયો, મન ભરી માધવે છલકાવ્યો રંગ

  ગગન ગોખથી નીરખે યોગમાયા, બહુ રુપ ધરી કાનો રમતો રાસ

  છોગાળો લાલો લાગે વહાલો, ભગવત કૃપાનો ધરિયો થાળ

  રમેશ પટેલ(આઅકાશદીપ)

  Let me enjoy with you ….

  જવાબ આપો
 • 5. devika dhruva  |  ઓક્ટોબર 24, 2008 પર 11:19 એ એમ (am)

  શરદપૂનમને દિવસે પૂર્ણકળાએ ઉગે (જન્મે) તે તો “ચન્દ્ર” જ કહેવાય ને ?
  નામની પસંદગી અર્થસભર છે…અભિનંદન.

  જવાબ આપો
 • 6. Yogesh  |  ઓક્ટોબર 2, 2009 પર 1:00 પી એમ(pm)

  Hi

  Does any one have an Audio / Mp3 to listen the above songs ?? Lyrics are so nice and I would love to listen them .

  if any one can send me at sargamusa@gmail.com , I would be really thankfull to them…

  – Yogesh

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,074 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: