Archive for સપ્ટેમ્બર 11, 2008

નાઈન ઈલેવન ની ધટના

 

 

નાઈન ઈલેવન ની ધટના

આજે, સેપ્ટેમ્બર,૧૧,૨૦૦૮નો દિવસ. સેપ્ટેમ્બર,૧૧,૨૦૦૧ના
દિવસે અમેરિકાની ત્રણ જ્ગ્યાએ પ્લેનોને શશ્ત્રરૂપી સાધન બનાવી
એક ભયંકર ઘટના બની જે થકી જગતમાં હાહાકાર થઈ ગયો હતો.
આ ઘટનાને “નાઈન ઈલેવન ” નું નામ મળ્યું હતું. અને, આજે એ
ઘટનાની સાતમી એનિવર્સરી છે.
જગતમાં જે કંઈ થયું કે થાય તે બધું જ સારૂં નથી. ઘણી ઘટનાઓ
માનવતાને હાની કે દુઃખ આપે છે. જ્યારે ” નેચર ” યાને કુદરતી
આફતો એનું કારણ હોય ત્યારે આપણે એ ઘટનામાં પ્રભુનો ભેદ
હશે એવા વિચારે આવી પડેલ દુઃખ સહન કરવા માટે શક્તિ
મેળવીએ છીએ.
કિન્તુ,…..જ્યારે આવી ઘટના માનવ કારણે બને ત્યારે માનવી
તરત જ પ્રશ્ર્ન કરે કે ઃ શા માટે આવું થયું ? સતકર્મ કે જનકલ્યાણનું
કાર્ય હોય તો આપણે સૌ ખુશીથી વધારી લઈએ છીએ…..કિન્તુ,
જ્યારે ખરાબ કાર્ય હોય ત્યારે ક્રોધમાં આપણે કાર્ય- કરનાર કે કરનારાઓને
ગાળો પણ દઈએ છીએ.
સેપ્ટેમબર,૧૧, ના રોજ આવી જ દુઃખભરી બની હતી જેમાં ” થોડા માનવીઓ ” એ
ફાળો આપી એક ભયંકર કાર્ય કર્યું હતું…..અને, આવું ભયાનક કરવા માટે
પોતાની જાનની બલિદાન આપવા તૈયારી કરી હતી. અહી, માનવતાની
બુધ્ધિ ખોટા માર્ગે હતી. અન્યના આદેશના કારણે….અમેરિકા વિશ્વમાં જે કંઈ
તે યોગ્ય નથી….કે પછી જે કંઈ મિડલ ઈસ્ટ કે નજીકના વિસ્તારે જે
ખરાબ થઈ રહ્યું છે તેનું કારણ અમેરિકા જ છે….કે પછી ધર્મના નામે
જે કંઈ કરીશું તે જ પ્રભુને ગમતું સત્ય છે એવી વિચારધારાએ બુધ્ધિ
પરિવર્તન આ ઘટનાને આધાર આપે…….અને ઉપરના કારણઓ કે અન્ય
કોઈ પણ કારણ મારો મત ના બદલી શકશે,…..નાઈન ઈલેવનની
ઘટના કરનાર ખોટા માર્ગે હતા.
સેપ્ટેમ્બર,૧૧ની ઘટના એક દાખલારૂપે છે…..આ પ્રમાણે, માનવીઓના
હાથે એવા ઘણા કાર્યો થઈ ચુક્યા છે કે જે થકી અનેક નિર્દોષ માનવીઓ
મૃત્યુ પામ્યા હતા……માનવીઓનું મરણ રાજકિય કારણે કે પછી ધર્મના
કારણે……કે પછી મરણનું કારણ રોગચાળા/ ભુખમરામાં સરકારની
બેદરકારી…..આવી ઘટના પણ નાઈન ઈલેવન જેવી જ દુઃખભરી
કહાણી કહેવાય……માટે, આજે ” નાઈન ઈલેવન ” ની યાદ સાથે
જાગ્રુત બનીએ અને જગતની ” માનવતા “ને વધું સમજીએ !
ચંદ્રવદન
 
 

બે શબ્દો

આજે જ એક ચંદ્રસુવિચારો નામે પોસ્ટ પ્રગટ કરી અને બીજી

પોસ્ટ પ્રગટ કરવા જરા પણ વિચાર ન હતો. કિન્તુ, આજે

સેપ્ટેમ્બર ૧૧ની ઘટનાની એનિવર્સરી હોવાના કારણે

ટી વી પર આ બારે ચર્ચાઓ સાંભળતા આ પોસ્ટ

મુંકવા નિર્ણય લીધો છે.

ચંદર્વદન

 

સપ્ટેમ્બર 11, 2008 at 6:41 પી એમ(pm) 7 comments

ચંદ્ર સુવિચારો

 

 “મૌનતા”

    (૩) ખુલ્લે નયને જગત નિહાળી, મુખે મૌનતા, એ મૌનતા રહી અધૂરી,

                       બંધ નયને, મન શાંતી જાળવી, મુખ મૌનતા, એ મૌનતા બન ગઈ પુરી.

                                       

 

બે શબ્દો

મૌનતા….કે કહો મૌન. આ વિષય પર બે પોસ્ટઓ તમે વાંચી.

હવે, તમે થોડું વધુ વાંચો, વિચારો અને જો તમે તમારો

પ્રતિભાવ પણ આપશો તો ઘણી જ ખુશી થશે.

ચંદ્રવદન્

 

સપ્ટેમ્બર 11, 2008 at 2:11 પી એમ(pm) 4 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,540 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930