દાન અને પ્રશ્ર્નો

September 7, 2008 at 2:22 pm 6 comments

 

દાન અને પ્રશ્ર્નો

પ્રશ્ર્ન પહેલો .. ક્યારે કરવું દાન ?
જવાબ રહ્યો….આજે હમણા જ કરો !
પ્રશ્ર્ન બીજો…કરવું કેટલું દાન ?
જવાબ રહ્યો…કરો જેટ્લું થાય એટ્લું દાન !
પ્રશ્ર્ન ત્રીજો…આપવું શું દાનમાં ?
જવાબ રહ્યો….જેટ્લું આપવું હોય તેટલું દીલથી આપવું !
પ્રશ્ર્ન ચોથો…કોને આપવું દાન ?
જવાબ રહ્યો…માનવ-તુલના કર્યા વગર આપવું દાન !
પ્રશ્ર્ન પાંચમો…કેવી રીતે આપવું દાન ?
જવાબ રહ્યો…અભિમાન- મુક્ત રહી,નમ્રભાવે આપવું દાન !
પ્રશ્ર્ન છઠ્ઠો….વંસવેલા માટે શું રાખવું ?
જવાબ રહ્યો…રાખો એટલું કે શક્તિ રહે ઈચ્છા મુજબ કરવા,
  અને, નહી રાખો ધન એવું કે બધી જ પવ્રુતિઓ હોય બંધ !
એથી, અંતે ચંદ્ર કહે……
દાન આપો ! દાન આપો !
જો, જમણા હાથે જે આપ્યું તે ના જાણે હાથ ડાબો,
જો, દાન ના આપી ધન ઘરમાં સંગ્રહ કર્યું.
તો, જાણજો કે તમ- જીવનનાવડીમાં તમે પાણી ભર્યું,
બે હાથે ધન-પાણી બહાર ના ફેંકશો, તો જરૂર એતો ડુબશે,
દાન આપો, ભવસાગર એ જ તમને તારશે !
કાવ્ય રચના ઃ ઓગસ્ટ ૨૧, ૨૦૦૮ ચંદ્રવદન
 

બે શબ્દો

ઈમેઈલ દ્વારા ભારતથી વાલીભઈએ મને એક અંગ્રેજીમાં લેખ
મોકલ્યો હતો જેમાં આપવું (દાન ) યાને GIVING વિષે 
પ્રશ્ર્ન- જવાબ રૂપે દાન બારે માહિતી હતી….મને પ્રેરણા
મળી અને આ રચના થઈ….આશા છે કે સૌને ગમે !
ચંદ્રવદન
 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

વિશ્વ ગુજરાતી પરિષદ આપવું (GIVING )

6 Comments Add your own

 • 1. Pravin Shah  |  September 7, 2008 at 4:43 pm

  દાન આપો ! દાન આપો !
  બિહારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ !

  Reply
 • 2. pragnaju  |  September 7, 2008 at 5:38 pm

  બધી વાતો સરસ છે
  પણ એના કરતા પણ વધુ થઈ શકે.પહેલા સંતોના વિચાર જાણીએ
  સંતો કહે છે-“જેમ ફળદ્રુપ ભૂમિમાં વાવો તો ઘણું ફળ મળે. તે પ્રમાણે શાસ્ત્રોમાં કહ્યું, ‘સુપાત્રે દાન’. ભગવાન અને સંત એ મોટું સુપાત્ર છે. સંતને કોઈ સ્વાર્થ નથી. લોકોનું કેમ કલ્યાણ થાય એ જ એમની ભાવના છે. સુપાત્ર એટલે ભગવાનના એવા સંત હોય અને સારો ઉપયોગ થતો હોય ત્યાં વાવીએ તો આપણને અનંતગણું ફળ મળે છે”
  યોગેશ્વરજી કહે છે
  કોઈ ઘર દે, કોઈ ધન દે, કોઈ દેતા પાણી,
  અન્નદાન કોઈ દે દાની, શ્રેષ્ઠ સર્વથી જાણી
  વસ્ત્રદાન કોઈ દે, કોઈ વિદ્યા દેતા પાળી,
  કોઈ શાંતિ કરે સંસારે, ઘરે શિખામણ શાણી
  દિલનું દાન દઈ દીધું મેં, તમને મારાં માની,
  તન મન ધન ઓવારી દીધું, વેચ્યાં વિચાર વાણી
  ‘પાગલ’ બની પ્રેમ વરસાવો, કમી રહે ના કાંઈ,
  બડભાગી જીવન થૈ જાયે, પ્રેમ તમારો માણી
  અમે માનીએ છીએ કે ઓછામા ઓછું ૧૦% સંપતીનું દાન કરવું જ.સાથે સદવિચાર દાન અને દરેકને પ્રેમ દાન કરીએ તે ઉતમ છે.જીવતા ઓરગન,લોહી ઈઅને મર્યા બાદ દેહદાન…

  હાં અને એ દાન તો છાપરે ચઢીને પોકારવું નહી તો તમારા વહાલા દવલા જ વિરોધ કરશે!!

  Reply
 • 3. Mohanlal Fatania  |  September 7, 2008 at 5:58 pm

  Dear Chandravadanbhai, Hare Krishna.I read your websdite regularly but do not comment everytime. DAN ANE PRASHNO (Donation and questions) is commendable, very good advice to donors.Keep on writing. Mohanlal Fatania, Atlanta.

  Reply
 • 4. neetakotecha  |  September 8, 2008 at 12:20 am

  બે હાથે ધન-પાણી બહાર ના ફેંકશો, તો જરૂર એતો ડુબશે,

  khub saras vat kahi
  pan dan denaro potana pase thi paisa ane vastu o ne oochi kare che dan aapine pan abhiman no kachro etlo bhari le che ke jeni koi sima j nathi hoti..kaheta hoy ke koine nahi kaheta ke me aapiyu..pan pote j badhane kaheta hoy..emne em kem n samjay ke pote to khali hathe aaviyo hato upar vado ene nimmit banave che to ke tara hathe de to fakt deva ma aatlu abhiman kem aavi jay..
  dan devu hoy to vichari ne devu ke hu nimmit chu..kadach toy abhiman nahi bharay magaj ma

  Reply
 • 5. Suresh Jani  |  September 8, 2008 at 4:29 pm

  સરસ લેખ –
  એક સત્ય કથા વાંચો –
  http://gadyasoor.wordpress.com/2008/03/25/help/

  Reply
 • 6. Neela  |  September 27, 2008 at 4:08 am

  આપશો તેટલું વધશે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

September 2008
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: