સંસારનો ગીતા પાઠ

ઓગસ્ટ 30, 2008 at 1:40 પી એમ(pm) 6 comments

 

 સંસારનો ગીતા પાઠ

જરૂર નથી સંન્યાસની તને,
ગીતા પાઠ મળશે સંસારમાં તને……. (ટેક)
ગીતાપાઠમાં કર્તવ્ય-પાલન રહ્યું,
શ્રી ક્ર્ષ્ણે જેને પાને પાને કહ્યું,
કર્તવ્ય-પાલન આવું સંસારમાં તે જો કર્યું
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૧)
જન્મ લેતાં,માત-પિતા મળ્યા તને,
સેવા કરી, તેં રાજી કર્યા એમને,
જે થકી કર્તવ્ય-પાલન તેં કર્યું,
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૨)
પરણતા તને પત્નિ મળી,
પતિરૂપે ફરજો તે તો બજાવી,
જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૩)
સંતાનો પ્રભુક્રુપાથી મળ્યા તને,
પિતારૂપી પ્યાર આપી રહ્યો તું જેને
જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૪)
જગમાં મનુષ્ય દેહ મળ્યો તને,
માનવી બની તેં સ્નેહબંધને બાંધી દીધા સૌને,
જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૫)
  
સંસારી થઈને સંસારમાં રહેવુ, એજ નિર્ણય તારો,
કિંતુ, કર્તવ્ય-પાલન કરતા, કર્મ પ્રભુને અર્પણ એજ ધર્મ તારો,
જો જીવન તારૂ આવું રહ્યુ, તો ચંદ્ર કહે ગીતાપાઠ તે તો,
                      શીખી લીધો…જરૂર નથી….(૬)
કાવ્ય રચના:
જુન ૮,૧૯૯૧
 
 

બે શબ્દો

આજે શનિવાર, ઓગસ્ટ ૩૦ ૨૦૦૮ યાને શ્રાવણની અમાસનો દિવસ.
આજે શ્રાવણ મહિનો પુરો થાય છે. શ્રાવણ માસે શ્રી કૃષ્ણના જન્મની
ખુશી સાથે ‘ગોકુલ અષ્ટમી ‘ નામે એક કાવ્ય પ્રગટ કર્યું હતુ, ત્યારબાદ
‘ બાળ કાનો ” નામે બીજી રચના પ્રગટ કરી હતી અને છેલ્લે
‘રાધા કૃષ્ણ ‘ નામકરણે એક રચના પ્રગટ થઈ હતી. આ પ્રમાણે આપણે સૌએ
શ્રી કૃષ્ણના વિષ્ણુરૂપી અવતારનો મહિમા અનુભવ્યો.
હવે, આજે ‘ સંસારનો ગીતાપાઠ ‘ નામે કાવ્યરચના પ્રગટ કરી છે
અને જે દ્વારા શ્રી કૃષ્ણ અવતારરૂપે માનવતાને હિન્દુ સંસ્કૃતીના
વેદો- પુરાણોના સારરૂપે ગીતા અર્પણ થઈ…..આ એક મહાન કાર્ય
હતું શ્રી કૃષ્ણના જીવન દરમ્યાન કંસ-વધ કે મહાભારતના યુધ્ધે કૌરવોનો
નાશ વિગેરે દ્વારા અધર્મ પર વિજયતાનો ઉપદેસ હતો…..એની લીલાઓમાં
પ્રેમ્ભાવનાઓની શીખ સાથે એની અપાર શક્તિનું દર્શન (ચમત્કારો ) હતું, અને
દ્વારકા નગરીના એક  રાજા સ્વરૂપે મળેલ સત્તા- હક્કનો કેવી રીતે પ્રજાના
યાને માનવતાના લાભ- ખુશી માટે હોવી જોઈએ તેવી શીખ હતી. કિન્તુ,
મહાભારતના યુધ્ધ સમયે જે શ્રી કૃશ્ણ- અર્જુન સંવાદ થયો અને એક
મહાજ્ઞાનરૂપી ગીતાનો ઉપદેસ મળ્યો તેજ એક અમુલ્ય ભેટ છે, કે જેના
વાંચન થકી જ્ઞાન અને એના અમલ દ્વારા જીવન જીવવાની ચાવી
મળે છે……એને, આજે પણ અનેકને સત્યના પંથે જવા પ્રેરણાઓ
આપે છે.
બસ, શ્રાવણના પવિત્ર માસે આ પ્રમાણે ચાર કાવ્યો દ્વારા શ્રી કૃષ્ણ
વિષે કંઈક કહેવાની મારી ઈચ્છા હતી તે પુર્ણ થાય છે. મારી આશા
એટલી જ કે મારી ચાર કાવ્યરચનાઓ અને ‘ બે શબ્દો ” રૂપી
લખાણો વાંચી સૌ શ્રી કૃષ્ણનું સ્મરણ કરી એમના જીવનોમાં
પ્રેરણાઓ મેળવે !………..ચંદ્રવદન
 
 
 
Advertisements

Entry filed under: કાવ્યો.

રાધા- કૃષ્ણ ગણેશ ચતુર્થી

6 ટિપ્પણીઓ Add your own

 • 1. Rajendra M.Trivedi,M.D.  |  ઓગસ્ટ 30, 2008 પર 4:16 પી એમ(pm)

  Reading,
  Knowing and Living with Thy words in the life will free from this world with peace and love.
  Keep faith and Live with his teaching in the life.

  જવાબ આપો
 • 2. neetakotecha  |  ઓગસ્ટ 30, 2008 પર 5:39 પી એમ(pm)

  khub j sundar

  જવાબ આપો
 • 3. Harilal Lad  |  ઓગસ્ટ 30, 2008 પર 9:40 પી એમ(pm)

  Hai bhai kavi jo dher dher fere to a kavita kis kamki ager hum log likh sakte to aap log kyia kamke ” Bahoot sunder ” keep up your good work

  જવાબ આપો
 • 4. pragnaju  |  ઓગસ્ટ 31, 2008 પર 7:39 પી એમ(pm)

  સંસારી થઈને સંસારમાં રહેવુ, એજ નિર્ણય તારો,
  કિંતુ, કર્તવ્ય-પાલન કરતા, કર્મ પ્રભુને અર્પણ એજ ધર્મ તારો,
  જો જીવન તારૂ આવું રહ્યુ, તો ચંદ્ર કહે ગીતાપાઠ તે તો,
  શીખી લીધો…જરૂર નથી….
  સૂંદર દર્શન
  સામાન્ય જનો માટે પુરતું છે જ
  … પછી જેણે આગળ વધવું હોય તેણે આની આગળનો પણ અભ્યાસ કરવાનું બળ મળે

  જવાબ આપો
 • 5. chetu  |  ઓગસ્ટ 31, 2008 પર 11:53 પી એમ(pm)

  ખુબ જ સરસ … જયશ્રીકૃષ્ણ ..

  જવાબ આપો
 • 6. jayeshupadhyaya  |  સપ્ટેમ્બર 13, 2008 પર 1:27 પી એમ(pm)

  સરસ તો ખરુંજ પણ વીષેશમાં ખુબજ સરળ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,372 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: