બાળ કાનો

ઓગસ્ટ 26, 2008 at 1:10 પી એમ(pm) 2 comments

 

Krishna Sucks Toe
    બાળ કાનો

બહુ રે ગમે બહુ રે ગમે બાળ કાનો,
                   ભાઈ, મને બહુરે ગમે……(ટેક)
જન્મ ધર્યો એણે દેવકી માત કુખે,
જેલ છોડી કરી મૂર્છીત સૌને,
એ…જી ઓ, દેવકીનંદન કાના,
જોઈ જાદું તારૂ હરખાય હૈયુ મારૂ,
                                બહુ રે ગમે…. (૧)
મૈયા જશોદા ગોદે કાનો લાડ રે કરે,
ચોરી માખણ એતો મુખડું રે ભરે,
એ…..જી ઓ, નટખટ કાના
જોઈ બચપણ તારૂ હરખાય હૈયું મારૂ,
                                 બહુ રે ગમે…. (૨)
ગોપીઓ સંગે ગોકુળમાં કાનો રમે,
રાસ રમતાં રમતાં રાધા કેરૂ હૈયું હરે,
એ…જી ઓ, પ્રિતમ કાના
જોઈ જીવન તારૂ, હરખાય છે હૈયું મારૂ,
                                 બહુ રે ગમે….. (૩)
વ્રુંદા તે વનમાં ઘેનુ ચારે કનૈયો ગોપ સંગે,
નાચે સૌ એની મીઠી મોરલીના સુરે,
એ…જી ઓ, મુરલીધર કાના,
જોઈ મુખડું તારૂ હરખાય છે હૈયું મારૂ,
                                 બહુ રે ગમે… (૪)
કહે ચંદ્ર, બસ, હું તો બાળકાના ને જોતો રહું,
વળી, કહાની એની સહુને કહેતો રહું,
                                 બહુ રે ગમે… (૫)
કાવ્ય રચનાઃ
એપ્રિલ ૧૮, ૧૯૯૧
 
 

બે શબ્દો

શ્રી કૃષ્ણનો જન્મદિવસ તો વહી ગયો……..આપણે શ્રી કૃષ્ણ જન્મનો ઉત્સવ ખુબ જ આનંદ સહીત ઉજવ્યો…..હવે, હું તો શ્રી કૃષ્ણને બાળ કાના સ્વરૂપે નિહાળી રહ્યો છું અને તમે પણ એ પ્રમાણે નિહાળતા હશો. શ્રી કૃષ્ણએ જે બાળલીલા કરી હતી તે વિષે અનેક કવિઓએ સુંદર રચનાઓ કરી છે…..અને, લેખકો/જ્ઞાનીઓએ આ વિષયે ઘણું જ વર્ણન કરી એમની વિચારધારામાં સમજણ પણ આપી છે. તેમ છતા, જસોદામૈયા સાથે કરેલ મસ્તી, ગાગર ફોડવી કે માખણની ચોરી કરવી, કે પછી, ગોપ સંગ ગાયો ચરાવવી કે ગોપીઓને મોહીત કરવી….એ બધું કદી ભુલાય તેમ નથી !
આ બધી યાદસાથે, ૧૯૯૧માં એક રચના શક્ય થઈ હતી તે આજે પ્રગટ કરી છે……એ રચનામાંથી ફક્ત મારો હ્રદયભાવનો સ્વીકાર કરશો એવી આશા. તમે પણ, બાળકાનાને તમારી નજરે ભાવથી નિહાળી આનંદ અનુભવો એવી મારી પ્રાથના છે.>>>>>ચંદ્રવદન
Advertisements

Entry filed under: કાવ્યો.

ગોકુળ અષ્ઠમીનો દિવસ રાધા- કૃષ્ણ

2 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક ટેલર  |  ઓગસ્ટ 26, 2008 પર 1:51 પી એમ(pm)

    સુંદર મજાની ભાવસભર રચના…

    જવાબ આપો
  • 2. pragnaju  |  ઓગસ્ટ 26, 2008 પર 5:21 પી એમ(pm)

    સુંદર રચના
    ચિત્રનો ભાવ્
    કરારવિન્દેન પદારિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્ |
    વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ||
    શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ |
    જિહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ||

    જય શ્રી કૃષ્ણ !……..

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 280,911 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: