કર્મ અને કર્તવ્ય ને ગીતા અર્થ

August 8, 2008 at 2:06 am 9 comments

 

            કર્મ અને કર્તવ્ય ને ગીતા અર્થ

કર્મ અને કર્તવ્ય વચ્ચે મનુષ્ય મુંઝવણે પડ્યો,

સમજાતું નથી ગીતા અર્થ શું રે રહ્યો ? ….(ટેક)

 

કર્મ તો સૌએ કરવું રહ્યું,

જે કંઈ થઈ રહ્યું એ નિશ્ચિત છે એવું પ્રભુએ કહ્યુ,

પ્રક્રુતિના ગુણો દ્વારા જો બધું થતું રહે,

તો પ્રયત્નો કરવા મિથ્યા બને ! ….મનુષ્ય… (૧)

 

મનુષ્યને ઈચ્છા રૂપી સ્વતંત્રતા મળી,

પ્રક્રુતિરૂપે ભલે જગમાં થતું રહે,

પૂર્ણવિચારથી સ્થિર બની કરજે બધું એવી પ્રભુશીખ સૌને

મળે….. મનુષ્ય… (૨)

 

પ્રક્રુતિ અનુસાર કર્મ થતું રહે ભલે,

પૂર્ણવિચાર દ્વારા જ કર્તવ્ય-સ્વરૂપ એને મળે,

ચંદ્ર કહે, ગીતા રહસ્ય છે આ બે વિચાર-બિન્દુ મહી,

જ્ઞાન જો મનુષ્ય આવું આચરે, જાણજો ગીતા જીવનમાં એણે

ગ્રહી…. મનુષ્ય… (૩)

 

ડો. ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

બોમ્બો ફુટ્યા ગુજરાતમાં ચંદ્રવિચારો શબ્દોમાં ( ૨ )

9 Comments Add your own

 • 1. સુરેશ જાની  |  August 8, 2008 at 2:52 am

  કર્મ અને કર્તવ્ય વચ્ચે શું ફરક?

  Reply
 • 2. વૈભવ રાણા  |  August 8, 2008 at 11:01 am

  ખુબજ સુંદર રચના……

  “ચંદ્ર કહે, ગીતા રહસ્ય છે આ બે વિચાર-બિન્દુ મહી”

  તાત્વિક વિચારોથી ભરપૂર છે આ કડી, જે સમજી જાય તે તરી જાય….

  ડો સાહેબ, આ રચના આમારી સમક્ષ મુકવાં બદલ આપનો ખૂબ-ખુબ આભાર.

  Reply
 • 3. વિશ્વદીપ બારડ  |  August 8, 2008 at 1:16 pm

  sundar kaavya! but uncleat about..કર્મ અને કર્તવ્ય વચ્ચે શું ફરક?

  Reply
 • 4. pragnaju  |  August 8, 2008 at 2:10 pm

  સુંદર રચના
  પ્રક્રુતિ અનુસાર કર્મ થતું રહે ભલે,
  પૂર્ણવિચાર દ્વારા જ કર્તવ્ય-સ્વરૂપ એને મળે,
  ચંદ્ર કહે, ગીતા રહસ્ય છે આ બે વિચાર-બિન્દુ મહી,
  જ્ઞાન જો મનુષ્ય આવું આચરે, જાણજો ગીતા જીવનમાં એણે
  સરળતાથી સમજાય તેવી અભિવ્યક્તી
  કર્તવ્ય અંગે યાદ આવી-
  રવિન્દ્રનાથ ઠાકુરની કૃતિ ‘કર્તવ્યગ્રહણ’
  અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
  ‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
  સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
  મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.

  તે સમે કોડિયું એક માટી તણું
  ભીડને કોક ખૂણેથી બોલ્યું :
  ‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
  એટલું સોંપજો, તો કરીશ હું’

  Reply
 • 5. CHANDRAVADAN MISTRY  |  August 8, 2008 at 2:28 pm

  સુરેશભઈ…તમે પહેલો પ્રતિભાવ મુક્યો..તે માટે આભાર…..વિશ્વદિપભાઈએ પણ તમારી જેમ પ્રશ્ર કર્યો. તો, મારી સમજ આપ્રમાણે છે>>>>

  માનવીનું જીવન કર્મ વગર અશક્ય છે…શ્વાસ લેવો કે ખોરાક ખાવો એ પણ કર્મ..એ સિવાય બીજા કર્મો જે માનવી એની સ્વતંત્રાતા અને બુધ્ધિ વિચારોથી કરી શકે …..જ્યારે એવા કર્મો માનવીને સતકર્મો તરફ ખેંચે ત્યારે એવા કર્મોને કર્તવ્ય સ્વરૂપ મળે છે.
  My THANKS to Sureshbhsi, Vaibhavbhai, Vishwadeepbhai & Pragnajuben for their VISITS & thair COMMENTS. And I go one step further to express my THANKS in advance to others who mar read and / or post comments.

  Reply
 • 6. Ratna Tailor  |  August 8, 2008 at 4:23 pm

  Chandravanbhai………..it’s a very beautiful kavya. It’s for sure one needs a very deep understanding in order to maintain and lifve according to good kartavya, and also understand what is meant by Karma. We as human beings are bound to Karma and Kartavya. One without the other does not exist.

  Please carry on with such good work and giving us all the pleasure of reading your kavaya.

  Ratnaben Tailor

  Reply
 • 7. Harshad Mody "HARSH"  |  August 8, 2008 at 5:11 pm

  This makes sense.

  We have to do – what have to do – When have to do – Keep continue Karma.

  Wonderfull – Self Explantory.

  Harshad Mody

  Reply
 • 8. CHANDRAVADAN MISTRY  |  August 8, 2008 at 7:29 pm

  From: “chadravada mistry” Add sender to Contacts To: “Suresh Jani” Cc: “VISHWADEEP BARAD”
  સુરેશભાઈ…..તમારો ઈમેઈલ જવાબ મળ્યો અને આભાર..તમારા પ્રતિભાવના મુખ્ય સવાલના જવાબરૂપે મેં તમને ઈમેઈલ કર્યો અને આશા છે કે તમને એનાથી થોડો સંતોસ થયો હશે…કદાચ ન પણ થયો હશે.હવે, તમે તો તમારા ઈમેઈલ દ્વારા આ વર્તાલાપને બીજા ઉચ્ચ પંથે દોરવણી કરી છે. તમારા વિચારો એક રીતે યોગ્ય છે, કિન્તુ,હું એવું માનું છું કે એમાં ગીતાને દોષ દેવો ન જોઈએ. હિન્દુ ધર્મની કે ગીતાની અજ્ઞાનતાના કારણે કુરિવાજો વિગેરેએ જન્મ લીધો છે અને અહીં વાંક છે એ ધર્મગુરૂઓનો જેમણે એવો ખોટો પ્રચાર કર્યો. ગાંધીજીએ પણ ગીતા વાંચી અને ગીતામાંથી જ એમને પ્રેરણાઓ મળી હતી. ગાંધીજી સિવાય એનેક મહાન વ્યક્તીઓને ગીતામાંથી જ પ્રેરણાઓ મળી હતી….અત્યારે, મંદિર તેમજ પુંજાના વિષયને વિરામ આપું છું..ફરી કોઈ વાર ચર્ચા કરીશું.આ પ્રમાણે તમારી સાથે ચર્ચા કરતા આંનદ અનુભવું છું પણ કંઈ ખોટું લખયું હોય તો ક્ષમા ચાહું છું.લી. ચંદ્રવદન
  — On Fri, 8/8/08, Suresh Jani wrote:

  From: Suresh Jani
  Subject: Re: YOUR COMMENT
  To: emsons13@verizon.net
  Cc: “VISHWADEEP BARAD” , “pragna vyas”
  Date: Friday, August 8, 2008, 8:18 AM

  પ્રીય ચન્દ્રભાઈ અને મીત્રો, મને ગીતા બહુ જ ગમે છે, પણ હું તેમાંના બધા ઉપદેશો સાથે સમ્મત નથી. ખાસ કરીને પુનર્જન્મ. એ સીધાન્તે આપણા સમાજની બહુ જ મોટી હાની કરી છે; અને સાવ અન્યાયી વર્ણાશ્રમધર્મને વકરાવવાનું દુષ્કૃત્ય કર્યું છે. મારા નમ્ર મતે સદીઓ જુના એ પાપનું ફળ ઈ.સ. 800થી 1947 સુધી આપણો દેશ ભોગવતો આવ્યો છે. ગાંધીજી ન હોત તો હજુ અસ્પૃશ્યતા કાયમ જ રહી હોત. 200-250 જ વરસમાં અમેરીકાએ ગુલામો પર કરેલા જુલ્મોનું પ્રાયશ્ચીત કરી દીધું છે. આજે એક અમેરીકન આફ્રીકન, ચર્ચમાં રેવરન્ડ બની શકે છે. મને એક મંદીર બતાવો જેમાં એક હરીજન પુજારી હોય. અને આપણી જડ માન્યતાઓ નવા પ્રકારની અસ્પૃશ્યતાઓને જન્મ આપી રહી છે!

  On 8/8/08, chadravada mistry wrote:
  CHANDRAVADAN MISTRY | August 8, 2008 at 2:28 pm સુરેશભઈ…તમે પહેલો પ્રતિભાવ મુક્યો..તે માટે આભાર…..વિશ્વદિપભાઈએ પણ તમારી જેમ પ્રશ્ર કર્યો. તો, મારી સમજ આપ્રમાણે છે>>>>માનવીનું જીવન કર્મ વગર અશક્ય છે…શ્વાસ લેવો કે ખોરાક ખાવો એ પણ કર્મ..એ સિવાય બીજા કર્મો જે માનવી એની સ્વતંત્રાતા અને બુધ્ધિ વિચારોથી કરી શકે …..જ્યારે એવા કર્મો માનવીને સતકર્મો તરફ ખેંચે ત્યારે એવા કર્મોને કર્તવ્ય સ્વરૂપ મળે છે.
  My THANKS to Sureshbhsi, Vaibhavbhai, Vishwadeepbhai & Pragnajuben for their VISITS & thair COMMENTS. And I go one step further to express my THANKS in advance to others who mar read and / or post comments.

  Dear MTRO I have poste this Email exchange to the site as this is the poem that gave the INSPIRATION for this discussion & I thaought it seems approprate to SHARE with you ALL.
  Dr Chandravadan Mistry

  Reply
 • 9. વિજેશ શુકલ  |  August 12, 2008 at 2:17 pm

  I liked your optimism and wisdom at the end of the poem.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

August 2008
M T W T F S S
« Jul   Sep »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: