ગાંધારી – ધ્રુતરાષ્ટ્ર સંવાદ

જુલાઇ 28, 2008 at 2:37 એ એમ (am) 6 comments

                          ગાંધારી – ધ્રુતરાષ્ટ્ર સંવાદ

 

 

       

– સાંભળો, અરે, સાંભળો,

– એક કહાની તમે સાંભળો….(ટેક)

અરે ઓ નાથ મારા ધ્રુતરાષ્ટ્રને ગાંધારી કહે,

દુર્યોધન દીકરાએ અનેક અન્યાયો કર્યા

વળી એણે નિ:સહાય નારીના વસ્ત્રો હર્યા

એ તો કરશે નાશ કુળ હમારે,

ન જોઈએ આવો દીકરો મારે,…. (૧)

 

ધ્રુતરાષ્ટ્ર કહે, આવું શું બોલો ગાંધારી તમે,

દીકરો દુર્યોધનતો અતી વ્હાલો મને,

ભલે, એ જેવો હોય રે તેવો,

છે દીકરો આપણો એમાં ઈંન્કાર હોય કેવો ? (૨)

 

 

ગાંધારી કહે, અરે, સ્વામી આવું શું બોલો ?

દીકરો કરે અન્યાય ને તમે ચુપ રહો,

હવે તો એનો ત્યાગ કરો,

તમે અંતરના અંધા નારે બનો, ….(૩)

 

ધ્રુતરાષ્ટ્ર કહે: ડાળે જેમ ફળ ચોંટી રહે,

તેમ દુર્યોધન ચોંટ્યો છે મારા ગળે,

તો દીકરાનો ત્યાગ કેમ કરુ?

આ જીવનભર અંધાનો આધાર એને ગણુ,…. (૪)

 

ગાંધારી ધ્રુતરાષ્ટ્રને સમજાવી અંતે કહે,

ભલે એના હાસ્યમાં મારૂ હાસ્ય વહે,

એના સુખમાં મારૂ સુખ રહે,

કિંન્તુ, હું ત્યાગ કરી શકું તમો શાને ડરો ?….(૫)

 

અરે જન્મથી નેત્રહીન ધ્રુતરાષ્ટ્રે અંતરનયન નવ ખોલ્યા,

– ભૂમિકા એવી હતી મહાભારત પુસ્તક બોલ્યા,

ચંદ્ર કહે, ભલે નિહાળો તમો દેહ નયન ખોલી,

પણ તમે કરજો દર્શન હરદિન અંતર નયન ખોલી.

તા.૪,ઓક્ટોબર ૧૯૯૫             ડો. ચંદ્રવદન

Entry filed under: કાવ્યો.

કાચબો સસલાની બાળવાર્તા ચાલો ગુજરાત ! ચાલો ગુજરાત !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  જુલાઇ 28, 2008 પર 4:18 પી એમ(pm)

  સરસ. સાવ નવો જ વીષય

  જવાબ આપો
 • 2. Harilal Lad  |  જુલાઇ 28, 2008 પર 5:45 પી એમ(pm)

  Very good brother keep on tring & keep up your good work one day u will achieve your title and thank u for sending me
  Harilal Canada.

  જવાબ આપો
 • 3. Dilip Patel  |  જુલાઇ 28, 2008 પર 7:28 પી એમ(pm)

  કાવ્યાત્મક વાર્તાલાપનો આપનો આ અભિગમ ગમ્યો. આભાર.

  જવાબ આપો
 • 4. pragnaju  |  જુલાઇ 28, 2008 પર 7:35 પી એમ(pm)

  ચંદ્ર કહે, ભલે નિહાળો તમો દેહ નયન ખોલી,
  પણ તમે કરજો દર્શન હરદિન અંતર નયન ખોલી.
  સહજ-સરળ-સત્ય દર્શન
  યાદ આવી અંતર નયન ખોલવાની વાત્
  ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં,
  ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી,
  પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ તણી,
  હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં.
  પ્રભો ! જન્મેજન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
  નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
  સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત ધર્યું,
  તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યાં.
  વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ,
  ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ,
  પ્રભો ! આવી આપે નયન જગને અર્પણ કર્યાં,
  ભમંતું આધારે જગત નવ ચક્ષે જગવિયું.
  મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં,
  પૂર્યાં કિલ્લે મ્હેલે, રમણીભુજને પિંજર વિશે;
  વિદાર્યા એ બંધો, નયન ઊઘડ્યાં ચેતનભર્યાં,
  ન ઊંઘ્યાં જાગેલાં મૂરછિત દૃગોને જગવિયાં.
  ફરી ખૂણેખૂણે જગત નીરખ્યું નેત્ર સદયે,
  લહ્યું : સૃષ્ટિખાડે ખદબદી રહ્યા કીટ જગના,
  જરા-વ્યાધિ-મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા,
  અને બીજા જીવો ઉપર નભતા જીવ નીરખ્યા.
  ઘૂમ્યાં શાંતિ અર્થે વનવન, તપો તીવ્ર તપિયાં,
  ન લાધ્યું ઈચ્છેલું, નયન ભમતાં ત્યાં વિરમિયાં,
  સર્યાં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે,
  ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઊઘડિયાં.
  અને આત્મસ્નાને અધિક થઈને આર્દ્ર નયનો,
  ખૂલ્યાં ન ખૂલ્યાં ત્યાં પ્રણયરસગંગા અવતરી,
  વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિશે,
  કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની.
  ઉધારી સૃષ્ટિને નયનજલથી ચક્ષુ પ્રભુએ
  શમાવ્યાં, ત્યાં બીજાં નયન જગને અંતર ખૂલ્યાં.
  પછી ઝંઝાવાતો ઊમટી કદી એને મૂંઝવતાં,
  તૂફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં.
  હવે ના મીંચાશો નયન કદીયે જે ઊઘડિયાં,
  દયાની ગંગા આ પરમ તપઅંતે ઊતરી, તે
  અખંડા વ્હેતી રહો કઠણ તપના સિંચન થકી,
  વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને

  જવાબ આપો
 • 5. પ્રવિણ શાહ  |  જુલાઇ 30, 2008 પર 4:56 એ એમ (am)

  ચંદ્ર કહે, ભલે નિહાળો તમો દેહ નયન ખોલી,

  પણ તમે કરજો દર્શન હરદિન અંતર નયન ખોલી.

  આ પંક્તિઓ ખૂબ ગમી.

  સુંદર કાવ્યાત્મક વાર્તાલાપ

  જવાબ આપો
 • 6. Dr.Kishorbhai Mohanbhai Patel  |  સપ્ટેમ્બર 4, 2011 પર 1:30 એ એમ (am)

  આદરણીયશ્રી. ડૉ ચન્દ્રવદન સાહેબ

  આપે તો ખુબજ ઉંડાણ પૂર્વકનું ખેડાણ કરેલ છે.

  સરસ વિષય સાથે સુંદર રચના

  હા, આ પંક્તિ તો અતિસુંદર સાહેબ…..!

  ” અરે જન્મથી નેત્રહીન ધ્રુતરાષ્ટ્રે અંતરનયન નવ ખોલ્યા “

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: