કાચબો સસલાની બાળવાર્તા

July 24, 2008 at 3:23 am 8 comments

કાચબો સસલાની બાળવાર્તા

બાળવાર્તામાં તો હોય બોધકથા,

ચાલો, જાણીએ કાચબા સસલાની વાર્તાની બોધકથા…

જાણો છોને કાચબા સસલાની વાર્તા વિષે ?

હરીફાઈમાં સસલાની જીતમાં ” ખંત, ધીરજ “નો ઉપદેશ રહે,

હવે, આ વાર્તાને નવું સ્વરુપ આપવા બીજી હરીફાઈ રહે,……..બાળવાર્તામાં…..૧

સસલાના આગ્રહે, બીજી હરીફાઈમાં સસલો જીતે,

બોધ છેઃ” ઝડપ અને લક્ષ રાખો તો જીત તમારી જ છે! ”

વાર્તા આ પૂરી થાય નહી અને ત્રીજી હરીફાઈ શક્ય બને,……..બાળવાર્તામાં……૨

નવા રસ્તે હરીફાઈ કરવા કાચબો પડકાર કરે,

અને, નવા રસ્તે નદી કારણે કાચબાની જીત રહે,

બોધ છે અહી ” આવડત જાણકારી સાથે કાર્ય કરતા સફળતા જરુર મળે, “…..બાળવાર્તામાં…૩

હવે, કાચબા સસલાએ સમજી પોતપોતાના જીવનની અપુર્ણાતા,

સાથે મળી કાર્ય કરીશું તો હશે વિજય જરુર હાથમાં,

આવી સમજુતી સાથે થયેલ ચોથી હરીફાઈની છે મહાનતા,…….બાળવાર્તામાં………૪

અંતે ચંદ્ર કહે..સાંભળજો તમે છેલ્લી હરીફાઈની કથા…..

પ્રથંમ સસલો કાચબાને પીઠે બેસાડી નદી પાસે આવે,

પછી, સસલો કાચબા પીઠે બેસી નદીને પાર કરે,

અંતે, કાચબો સસલા પીઠે સવારી કરે,

મંજીલ એક સાથે આવતા ન કોઈની જીત કે હાર રહે,

અહી ઉપદેશ છે ” પ્રેમભાવે સંપ બુધ્ધિથી કાર્ય કરતા વિજય હંમેશા મળે ”

અને, એવા વિજયમાં, ખુશી એક નહી પણ અનેક હૈયે વહે,……બાળવાર્તામાં……૫

કાવ્ય રચનાઃ જુલાઈ ૧૨ ૨૦૦૮ ચંદ્રવદન

 

આ કાવ્ય રચનાનો આધાર છે જુની જાણીતી કાચબા સસલાની બાળ વાર્તા……આ વાર્તાને મેં અંગ્રેજીમા વાલીભઈ મુસાની વેબસાઈટ વીલઅમ્સ ટેઈલ્સ પર PARABLES & FABLES નામે વાંચી અને કાવ્યરુપે લખવા પ્રેરણા મળી. સૌને કાચબા સસલાની પ્રથમ હરીફાઈ બારે જાણ હશે પણ હરીફાઈના ત્રણ સ્વરુપો બારે કદાચ અજાણતા હશે. વાર્તામાં સમાયેલ બોધોને આપણે જીવનમાં અપનાવીએ.આ કવ્ય રચના વાલીભાઈને ગમશે !……ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્ર સુવિચારો ગાંધારી – ધ્રુતરાષ્ટ્ર સંવાદ

8 Comments Add your own

 • 1. Pancham Shukla  |  July 24, 2008 at 5:04 pm

  Good modification.

  Reply
 • 2. Valibhai Musa  |  July 25, 2008 at 1:58 pm

  પ્રિય ચંદ્રવદનભાઈ,
  મારા “William’s Tales” બ્લોગમાંના આર્ટિકલ “Parables and fables” માં ઉલ્લેખાયેલ બાળવાર્તા ઉપર આધારિત આપની કાવ્યરચના વાંચીને અનહદ ખુશી થઈ. ચારેય તબક્કામાં સમાવિષ્ટ અલગઅલગ બોધવચનોને કાવ્યમય પંક્તિઓમાં અભિવ્યક્ત કરવાની આગવી સૂઝનાં દર્શન અહીં થાય છે. ખૂબ ખૂબ અભિનંદન.
  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા

  Reply
 • 3. Ramesh Patel  |  July 25, 2008 at 5:36 pm

  Shri Chandravadanbhai,
  Thank you for your wellcoming message,on Sarasvat Parichay.
  Really your site gives cooling effect to mind.Beautiful thoughts expressed with beauty of poems.

  Reply
 • 4. Dr Bhupendrakumar S Patel  |  July 26, 2008 at 4:07 am

  Very Well Written Enjoyed.
  Ben Patel
  Lancaster Ca.

  Reply
 • 5. JASWANT  |  July 27, 2008 at 3:31 am

  Dear Uncle:
  It was a great search on your part. Most of us are aware of the
  first race but not too many knew about the other three.
  Yes there is a lot to learn from this. A joint effort will always
  yield greater and better success. Always keep a positive attitude.
  I love to read your poems.
  Thanks
  Jaswant

  Reply
 • 6. Harsukh Thanki  |  August 1, 2008 at 6:25 pm

  પંચતંત્રની સદીઓજુની વાર્તાને તમે એકદમ જ નવો અર્થ આપીને વધુ બોધપ્રદ બનાવી દીધી છે.

  Reply
 • 7. પ્રવિણ શાહ  |  August 3, 2008 at 3:49 am

  સુંદર વાર્તા !

  Reply
 • 8. dhwani  |  August 16, 2011 at 4:04 pm

  મને તે વાર્તા બહુ બહુ બહુ બહુ ગમ્યું
  thank you for writing this story for us.
  i liked it very very very much

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

July 2008
M T W T F S S
« Jun   Aug »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: