એક મિત્રતા

જુલાઇ 10, 2008 at 6:21 પી એમ(pm) 11 comments

 એક મિત્રતા

સંસારના સ્નેહસંબંધે, થઈ એક મિત્રતા,

અણમોલ છે મુજ જીવને એ મિત્રતા !        (ટેક)

હ્યુસ્ટનથી રસીકભાઈ મોકલે સુવિચારો અનેક,

શક્ય થઈ જેની કાવ્ય રચના એક,

પ્રગટ કરવા કાજે વિજયભાઈ નું નામ છે ચંદ્ર હૈયે !

                                           સંસાર…(૧)

હ્યુસ્ટનથી ગુજરાતી સમાજનું કાર્ય કરે છે વિજયભાઈ,

મુખપત્રક ‘દર્પણ’ માં રચના પ્રગટ કરવાની સહાય કરનાર છે વિજયભાઈ,

“મોતાડાની જીવન માળા ” દર્પણે વાંચી,ખુશી છે ચંદ્ર હૈયે !

                                           સંસાર…. (૨)

થઈ એક ઓળખાણ બે માનવીઓ વચ્ચે,

જે થકી છે મિત્રતા વિજય-ચંદ્ર વચ્ચે,

જન્મી છે એક મિત્રતા ચંદ્ર હૈયે ?

                                           સંસાર…. (૩)

ફોન, પત્રો દ્વારા ખીલી રહી એ મિત્રતા

હવે તો, ઈ-મે ઈલ દ્વારા બની પુષ્પ એ મિત્રતા,

કોણે મુકી છે આવી મિત્રતા ચંદ્ર હૈયે !

                                           સંસાર….. (૪)

પુર્વજન્મના રૂણ સંબંધે શક્ય આવું થયુ ?

કે, આ જન્મે જ આવું થયુ ?

જવાબ હોય જે કંઈ, હશે ખુશી ચંદ્ર હૈયે

                                           સંસાર….. (૫)

ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી, તો કાવ્ય કોણ કહેશે ?

“હ્રદય ભાવ નું મુલ્ય છે મોટુ” એવા વિજય શબ્દો કાને ગુંજે !

ઉત્સાહ અનોખો વહે ચંદ્ર હૈયે !

                                            સંસાર… (૬)

કાવ્ય સંગ્રહ પુસ્તકો કોમપ્યુટરવેબ પર કેમ નહી ?

“ચંદ્રપુકાર” ની વેબસાઈટ શક્ય થઈ અહીં !

ચંદ્રપુકાર નિહાળી, ખુશી છે ચંદ્ર હૈયે !

                                            સંસાર… (૭)

ફોન, પ્રશ્નો અને ઈમેઈલ થી મળ્યા છીયે અમો,

હજુ રૂબરૂ એક બીજાને મળ્યા નથી અમો,

હસ્ત મેળાપ સહીત ભેટી, હશે ખુબ આનંદ ચંદ્ર હૈયે !

                                             સંસાર… (૮) 

કાવ્ય રચના

નવેંમ્બર ૨૯, ૨૦૦૭                          ડો. ચંદ્રવદન

Entry filed under: કાવ્યો.

એક લાલો ચંદ્રવિચારો શબ્દોમાં (૧ )

11 ટિપ્પણીઓ Add your own

  • 1. anuvaad  |  જુલાઇ 10, 2008 પર 7:01 પી એમ(pm)

    v. good effort.
    v nice.

    pl keep writing.
    best wishes.

    જવાબ આપો
  • 2. pragnaju  |  જુલાઇ 10, 2008 પર 7:33 પી એમ(pm)

    ધન્યવાદ તમારી મિત્રતાને…
    નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,
    આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,
    હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,
    તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી
    અછાંદસનો સારો પ્રયાસ
    યાદ રાખવું જરુરી છે કે
    દિલની નિર્મળતા અતિ આવશ્યક છે.તેના વગર ફુલ બેસતા નથી અને
    ફોરમ ફેલાતી નથી.આ વાત કેટલી સત્ય જણાય છે કે‘ હું મારા દુશ્મનો દૂર
    નથી કરતો જ્યારે હું તેનુ મિત્રમાં પરિવર્તન કરું છું.’

    જવાબ આપો
  • 3. vijayshah  |  જુલાઇ 10, 2008 પર 8:17 પી એમ(pm)

    GaNo ja abhaar
    abhaar

    જવાબ આપો
  • 4. NATHUBHAI MISTRY  |  જુલાઇ 10, 2008 પર 9:45 પી એમ(pm)

    Chandravadanbhai

    Enjoying your poems. You have God gifted imagination to feed.

    Please continue and we will enjoy and feel upbeated.

    Nathubhai
    Cherry Hill

    જવાબ આપો
  • 5. સુરેશ જાની  |  જુલાઇ 10, 2008 પર 10:06 પી એમ(pm)

    સરસ ભાવ મીત્ર !
    તમારો ભાવ આમ જ વહેતો રાખો.. . શબ્દ કે છંદ તો શણગાર છે. હાર્દ તો ભાવ જ હોય.

    બહુ વખતે તમારા બ્લોગની મુલાકાત લીધી છે. બહુ વ્યસ્ત બની ગયો છું. ક્ષમા કરશો ને?

    જવાબ આપો
  • 6. shivshiva  |  જુલાઇ 11, 2008 પર 4:17 એ એમ (am)

    આ વેબસાઈટ પર આપના વિચારો જાણીએ છીએ અને મ્હાલીએ છીએ એ ઋણાનુબંધ નથી તો બીજું શું છે?
    ખૂબ સરસ ભાવ છે તમારા કાવ્યમાં.

    જવાબ આપો
  • 7. Dr.Shashikant Mistry  |  જુલાઇ 11, 2008 પર 3:51 પી એમ(pm)

    Chandravadanbhai,

    I am enjoying all your creative works.May Almighty God grant you long and happy life so that all your vast friend circle enjoy the fruits of your creations for a long time.

    Shashibhai

    જવાબ આપો
  • 8. Valibhai Musa  |  જુલાઇ 11, 2008 પર 5:42 પી એમ(pm)

    Dear Dr. Chandravadan Mistry,
    Congratulations for your poem on ‘friendship’. In Gujarati literature, the friendship of Kaveeshwar Dalpatram and Sir Alexander Forbes is well known to all. Their friendship gave birth to “Farbes Vilas’ and ‘Farbes Viraha’, the great creations of the time. Similarly, in your case, ‘Ek Mitrata’ came into existence .Mr. Vijay Shah is a magnetic personality. Whoever comes to his contact is bound to be attracted towards him. I am a decade older to him and he has prohibited me addressing him as ‘Vijaybhai’ in reply to my first mail to him. Here, we can see his greatness. You won’t mind if I invert ‘Vijay-Chandra’ as ‘Chandra-Vijay’ (Victory over the Moon) just for humor to remind the day of July 21, 1969 when man empowered by the might of science had been able to tread on the surface of the moon.

    With best regards,
    Valibhai Musa

    જવાબ આપો
  • 9. હિના પારેખ  |  જુલાઇ 12, 2008 પર 7:52 પી એમ(pm)

    મનુષ્યને પ્રભુ તરફથી મળેલી અણમોલ ભેટ હોય તો તે છે મિત્રતા. મિત્રતા પર આપની આ કવિતા ઘણી સરસ છે. આપની બીજી રચનાઓ પણ વાંચી. આપ પરદેશમાં રહીને પણ વતન અને ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા રહો છો તે બાબતે આપને અભિનંદન આપું છું. આપના બ્લોગની મુલાકાત કોઈ લેશે કે નહીં તેની ચિંતા ન કરશો. આપના બ્લોગ પર સુંદર રચનાઓ મુકાતી જ રહેશે અને બ્લોગની મુલાકાત લોકો લેતાં જ રહેશે…તેવી શુભેચ્છા પાઠવું છું.

    જવાબ આપો
  • 10. Dharnidhar.Thakore  |  ફેબ્રુવારી 26, 2010 પર 3:44 એ એમ (am)

    ખુબ સુન્દર. ફોન ઉપર વાતો કરી ખુબ આ નંદ થયો હ્તો કે પર દેશમા આપના જેવા સર્હ્દઇ મિત્ર મળ્યા.ખુબ આનંદ થયો.

    જવાબ આપો
  • 11. Patel Popatbhai  |  ફેબ્રુવારી 27, 2010 પર 12:30 પી એમ(pm)

    Mitrata to Mitrata ..J Chhe.
    Jetlu Lakho Ochhun Chhe.

    જવાબ આપો

Leave a reply to vijayshah જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,354 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031