નથી હું કવિ, નથી હું કાલિદાસ

મે 5, 2008 at 2:51 એ એમ (am) 7 comments

નથી હું કવિ, નથી હું કાલિદાસ,

બસ, લખું છુ, અને, જરૂર હું પ્રભુનો દાસ !…(ટેક)

 

શબ્દો ચુંટ્યા મેં ગુજરાતી ભાષાના બાગમાંથી,

નથી માળી હું, કરી ભુલો અનેક અજ્ઞાનતાથી,

                              નથી હું કવિ…. (૧)

 

શબ્દો લખ્યા, કિંન્તુ વાક્ય રચનાની આવડત હતી ક્યાં ?

શબ્દે શબ્દે ભુલો, તો બરાબર વાક્ય બન્યુ કહેવાય ના !

                              નથી હું કવિ…. (૨)

 

છતાં, કંઈક લખ્યુ, અને, ફરી લખતો રહું હું,

અરે ! જાણે, કંઈક પ્રભુ પ્રેરણાનો કેદી બન્યો હું,

                               નથી હું કવિ… (૩)

 

આવા લખાણને “કાવ્ય નથી” કહી લોક ટીકા કરે,

ખરેખર ! કાવ્ય નથી એ જ સત્ય એવું ચંદ્ર સહુને કહે,

                                નથી હું કવિ…. (૪)

 

હવે, ભુલ ભરેલ લખાણ સ્વરૂપે ચંદ્ર કંઈક લખતો રહે,

જેમાં, ભાવનાઓ એના હ્રદયની પીરસી, પ્રભુભજન કરતો રહે !

                                 નથી હું કવિ…. (૫)

 

કાવ્ય રચના:

તારીખ: મે ૩૦, ૨૦૦૧                          ડો.ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રભુ કેમ આવું થાય છે ? મમતાની ગોદ

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 5, 2008 પર 12:43 પી એમ(pm)

  હવે,ભુલ ભરેલ લખાણ સ્વરૂપે ચંદ્ર કંઈક લખતો રહે,
  જેમાં,ભાવનાઓ એના હ્રદયની પીરસી,પ્રભુભજન કરતો રહે !
  સારી રચના અને ભાવના
  યાદ આવી કાલિદાસની- એ સંસ્કૃતભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા.તેમની રચનાઓમાં અભિજ્ઞાન શાકુંતલમ્ અને મેઘદુતં સૌથી વધુ જાણીતી છે.કાલિદાસ અને દંડી કવિમાં કોણ શ્રેષ્ઠ? ઉત્તરમા માં સરસ્વતી દંડીને શ્રેષ્ઠ,પણ કાલીદાસને તો त्वमेवाहं એટલે કે તેઓએ તો સાક્ષાત સરસ્વતી જ કહે છે!

  જવાબ આપો
 • 2. Valibhai Musa  |  મે 5, 2008 પર 2:56 પી એમ(pm)

  શ્રી ચન્દ્રવદનભાઈ,
  ગુજરાતી સાહિત્યના કોઈક વિવેચકે ‘શીલ તેવી શૈલી’ સૂત્ર પ્રયોજ્યું છે, જે આપને યથાર્થ લાગુ પડે છે, એ અર્થમાં કે આપ જેવા ભલા, ભોળા, સરળ અને નિખાલસ છો, તેનું જ પ્રતિબિંબ આપનાં સર્જનોમાં પડે છે. કવિ કાલિદાસને સંસ્કૃતના ‘મહાકવિ’ તરીકેનું બિરુદ મળ્યું હોવા છતાં, મેં જોયેલા એક ગુજરાતી અથવા હિન્દી ચલચિત્ર ‘કવિ કાલિદાસ’નું કથાનક જો સાચું હોય તો કાલિ માતાની સાધનાથી અને તેમની કૃપાથી તેમને રાતોરાત ગ્રંથો ઊથલાવી દેવાથી વિદ્વતા પ્રાપ્ત થઈ હતી. આ અર્થમાં જો વિચારીએ તો આપનું સર્જન મહેનત, ધગશ, આત્મવિશ્વાસ અને પ્રભુપ્રેરિત હોઈ મારી દૃષ્ટિએ આપના કાવ્યની પહેલી લીટી આપને ઓછી લાગુ પડે છે. કવીશ્વર દલપતરામની કથિત સર્વ પ્રથમ રચાયેલી કડીઓ હતી, “સાગ ઉપર કાગ બેઠો, ને રથે બેઠાં રાણી; બંદા બેઠા માંચીએ અને દુનિયા ડહોળે પાણી”. પણ, આપણે જાણીએ છીએ કે આગળ જતાં તેઓ તેમના સમયને અનુરૂપ ‘ફાર્બસવિરહ’ જેવી ઉત્તમ કરૂણ પ્રશસ્તિ સર્જી શકે છે. આપ આપનાં સર્જનોમાં પ્રગતિ કરતા રહો તેવી શુભ કામના સાથે વિરમું છું.
  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા

  જવાબ આપો
 • 3. j.  |  મે 6, 2008 પર 5:36 પી એમ(pm)

  કાવ્યસર્જન સ્વયંસ્ફૂરિત હોય છે, તેથી ભાવાભિવ્યક્તિ જ કેન્દ્ર સ્થાને હોય.

  ગીતામાં કહ્યું છે તેમ સ્વાધ્યાયથી જ આગળના સોપાનો સર થઇ શકે છે. તેથી, થોડો સમય પોતાની રચાનાનું વિશ્લેષણ થાય તે સ્વાભાવિક છે, પણ તે કોઇ જ રીતે અંતરાયરૂપ ન બને તે એટલું જ ઇચ્છનીય છે.

  આપ પણ આપની ભાવાભિવ્યક્તિઓ રજૂ કરતાં રહો અને તેમાં આપને નિજાનંદ પ્રાપ્ત થતો રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 4. Chandrakant Lad  |  મે 22, 2008 પર 5:13 એ એમ (am)

  ચન્દ્રકાંતભાઈ લાડ
  એક્ઝુકેટીવ ડાયરેક્ટર અને કમીટી સભ્ય
  શ્રી પ્રજાપતી એજ્યુકશનલ ફાઉન્ડેશન
  કાલગરી આલબ્રટા કેનેડા.
  સ્નેહી ચન્દ્રકાન્તભાઈ,
  લી. લેન્કેસ્ટર કેલીફોર્નિઆથી ચન્દ્રવદનભાઈના નમસ્તે.
  તમારી ચાલી રહેલ સંસ્થાની સ્થાપના થઈ એ જ આંનદની વાત છે. આ કાર્ય શક્ય કરવા માટે તમારો ફાળો ઘણ છે.
  ડીસેમ્બર ૨૦૦૬માં બીલીમોરા ગુજરાતમાં પ્રથંમ પ્રજાપતી (દક્ષિણ ગુજરાત )આંતરરાશ્ટ્રીય મહોત્સવ શક્ય થયો તે માટે પણ તમારો ફાળો અગત્યનો છે. તમારી સંસ્થા દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રજાપતી બાળકોને શિક્ષણ માટે સહકાર ઉત્તેજન મળી રહ્યું છે એ આંનદની વાત છે. આ શુભ કાર્ય થતું રહે એવી પ્રાથના.
  ચન્દ્રપુકાર નામે એક વેબસાઈટ છે જે પર પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.
  લી. ચન્દ્રવદનભાઈ
  Chandrakantbhai This is my 1st coommunication (official ) to SPEF of Canada. It is in Gujarati & I hope you can see the message.
  ===================================================
  Jaishree Krishna and Namaste
  Thanks Chandravadanbhai for the Email and wonderful complement.
  Our First International Conference was certainly a great success for our community. We had learnt a lot and experienced the need of our community. We are stepping forward in a right path as a community. I am sure and have total faith in our almighty Lord Shiva that the path would lead us to the removal of total Poverty in our community. We do have many bright students in our Prajapati Community that needs a kick start. No doubt that Education assistance program would benefit those in need. We do need many sponsors and donors. If you can assist in raising the funds would be greatly appreciated.

  Our website SPEF: http://www.prajapatieducationfoundation.org is being updates to include database of Students profile, Progress report, Expense report, Donors and sponsors report.
  Phase is nearly complete.
  Phase two will be replacing the total out look of the website and adding few more pages.

  જવાબ આપો
 • 5. daxa mistry  |  જૂન 9, 2008 પર 9:20 એ એમ (am)

  I do like your poems.your post speaks a lot about Love for mother
  daxa

  જવાબ આપો
 • 6. Dr Bhupendrakumar S Patel  |  જુલાઇ 26, 2008 પર 4:05 એ એમ (am)

  Keep Up Good Work. Excellent.
  Ben Patel.

  જવાબ આપો
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 6, 2011 પર 2:27 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડો. ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  ” આધુનિક કવિ કાલિદાસ છો “

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: