તમને સમય નથી !
ડિસેમ્બર 4, 2007 at 7:43 એ એમ (am) 2 comments
તમને સમય નથી,
કોણે કહ્યું આપણા વચ્ચે સબંધ નથી ! (ટેક)
અચકાતાં અચકાતાં પગલું ભર્યું,
તો, નજર ફેરવી દીધી તમે,
અરે…ત્યારે શરમ વચ્ચે પડી ! … તમને સમય નથી (1)
ધીરે ધીરે તમ હાથ પકડ્યો જ્યારે,
તો, ઉભા થઈ પીઠ ફેરવી દીધી તમે,
અરે..ત્યારે ભયભીત તમ કાયા બની.. તમને સમય નથી(૨)
મધૂસ્વરે પ્રેમથી બોલાવ્યા,
તો, મુજથી દૂર ચાલી નિક્ળ્યા તમે,
અરે..ત્યારે થયું તમ હૈયે કંઈક સમજણ હશે !… તમને સમય નથી (3)
સમજી ગયા છો તમે,
તો, હવે સમય છે તમને,
અરે..ત્યારે ચંદ્ર કહે આ તો બે પ્રેમીઓની કહાણી રહી!
કાવ્ય રચના ડો.ચંદ્રવદન
એપ્રિલ ૨૭,૨૦૦૪
Entry filed under: કાવ્યો.
1.
Capt Narendra | જાન્યુઆરી 16, 2008 પર 10:45 પી એમ(pm)
Tamane samaya nathi…
I liked the poem. culmination of a life-long love, is it? Good one. Thanks for sharing it with me.
2.
anuvaad | માર્ચ 31, 2008 પર 6:29 એ એમ (am)
very very cool and beautifully expressed!
pl keep it up…
best wishes