Archive for ડિસેમ્બર 4, 2007

નવા વર્ષના સંક્લ્પો

 images.jpg 

નવું વર્ષતો આવશે, જાશે અને ફરી આવશે,

અને, નવા વર્ષે કંઈક સંક્લ્પો તમારા હશે,

કરજો સંકલ્પો એવાં કે તમ જીવન સફળ બને !

પ્રથમ તમ દેહને નિહાળો તમે,

એ દેહની કાળજી રાખી છે તમે ?

નિયમીત હલંનચલન અને યોગ્ય ખોરાક,પાણી, દવા આપી

                             સેવા કરી છે દેહની ?

અચાનક દર્દ કે જાણેલ બિમારી માટે દવા ઈલાજો ભરી

                             સેવા કરી છે દેહની ?

સ્નાન,સ્વચ્છતાં અને યોગ્ય પહેરવેશ દ્વારા દેખભાળ

                                   કરી છે દેહની ?

કંઈક ખોટું કર્યું દેહ માટે,

તો, સંકલ્પ કરો કે ભૂલ એવી ના કરી દેહને સંભાળશો તમે!

                                   નવું વર્ષતો આવશે …(1)

હવે, તમ હ્રદય-આત્મા ને નિહાળો તમે,

હ્રદય-આત્માની કાળજી રાખી છે તમે ?

દુ:ખી,ગરીબ,ભુખ્યાને નિહાળી દયા,સેવા ભાવના પ્રગટાવી

                                          કદી હ્રદયમાં ?

અસ્ત્ય,ક્રોધ, અભિમાન કરી વેદના કરી આત્મમાં

જનક્લ્યાણ ભરી સેવા,પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ ભરી

                                       કદી હ્રદય-આત્મમાં ?

કંઈક ખોટું કર્યુ હ્રદય આત્મા માટે,

તો, સંકલ્પ કરો

 કે ભૂલ એવી ના કરી હ્રદય-આત્મા સંભાળશો તમે!

                                   નવું વર્ષતો આવશે … (2)

હર નવા વર્ષે સંકલ્પો કરતાં રહો તમો,

સંકલ્પો કરો એવાં કે જીવનમાં મધુરતા પામો તમો,

બસ, ચંદ્ર અરજ આટલી સ્વીકારી, જીવન સફળ કરજો તમો !

કાવ્ય રચના                               ડો.ચંદ્રવદન

ડીસેંમ્બર ૧૬, ૨૦૦૪

ડિસેમ્બર 4, 2007 at 7:50 એ એમ (am) 11 comments

મનુષ્ય જીવન સફળતા

 સુર્ય ના હોય તો……..

              દિવસનો પ્રકાશના હોય,

ચંદ્રમાં ના હોય તો……

              રાત્રીની મધુર ચાંદની ના હોય,

હવા-પાણી-અન્ન ના હોય તો….

              જીવીત ચીજ ના હોય,

કિંન્તુ………….

બ્રહ્માંડનું સર્જન કરતા,

               પ્રભુએ સર્વ દીધું,

પ્રભુ ગુણલા લાવા (ગાવા),

                 મનુષ્યે પ્રભુનામ સ્મરણ કીધું,

આવી સ્મરણાગતીમાં,

                  મનુષ્યે પ્રભુ શરણું લીધુ,

ચંદ્ર કહે મુક્તિ પ્રદાનમાં,

                   મનુષ્ય જીવન તો સફણ થયું.

કાવ્ય રચના

મે ૨૭,૨૦૦૩

                                     ડો.ચંદ્રવદન

ડિસેમ્બર 4, 2007 at 7:47 એ એમ (am) 6 comments

પ્રાર્થના અધૂરી કે કરે તું કસોટી

 પ્રભુ,પ્રાર્થના મારી અધૂરી ,

કે, કરે તું મારી કસોટી ? (ટેક)

કહે એક દીકરી, લગ્ન કરવાં નથી,

હમોથી દૂર એ તો ભાગે,

આશાઓ એટલીજ એ રહે અમારી સાથે,

આપજે દિવ્ય પ્રકાશ એને ઓ રે પ્રભુજી !

               પ્રભુ,પ્રાર્થના મારી ….(1)

માંગી રહે એક દીકરી સંતાન સુખ,

પ્રાર્થનાઓ સહીત કર્યું એણે બધુ,

અને, કરી રહી છે કાલાવાલા તને હજુ,

કરજે આશાઓ પુરી એની, ઓ રે પ્રભુજી

                પ્રભુ,પ્રાર્થના મારી …(2)

હું દાસ તારો,નથી હક્ક મારો કે કંઈ માંગી શકું

છતાં, હઠીલો બની,માંગી રહ્યો છુ હું,

ક્રુપા કાજે તું જ ચરણે છે હું,

રાખજે, હવે લાજ મારી, ઓ રે પ્રભુજી

                પ્રભુ,પ્રાર્થના મારી…(3)

કાવ્ય રચના

 મે ૨૧, ૨૦૦૧

                                 ડો.ચંદ્રવદન

ડિસેમ્બર 4, 2007 at 7:45 એ એમ (am) 7 comments

તમને સમય નથી !

 તમને સમય નથી,

કોણે કહ્યું આપણા વચ્ચે સબંધ નથી ! (ટેક)

અચકાતાં અચકાતાં પગલું ભર્યું,

તો, નજર ફેરવી દીધી તમે,

અરે…ત્યારે શરમ વચ્ચે પડી ! … તમને સમય નથી (1)

ધીરે ધીરે તમ હાથ પકડ્યો જ્યારે,

તો, ઉભા થઈ પીઠ ફેરવી દીધી તમે,

અરે..ત્યારે ભયભીત તમ કાયા બની.. તમને સમય નથી(૨)

મધૂસ્વરે પ્રેમથી બોલાવ્યા,

તો, મુજથી દૂર ચાલી નિક્ળ્યા તમે,

અરે..ત્યારે થયું તમ હૈયે કંઈક સમજણ હશે !… તમને સમય નથી (3)

સમજી ગયા છો તમે,

તો, હવે સમય છે તમને,

અરે..ત્યારે ચંદ્ર કહે આ તો બે પ્રેમીઓની કહાણી રહી!

કાવ્ય રચના                                 ડો.ચંદ્રવદન

એપ્રિલ ૨૭,૨૦૦૪

ડિસેમ્બર 4, 2007 at 7:43 એ એમ (am) 2 comments

પુરૂષાર્થ અને પ્રારબ્ધ

  

                 જ્યારે પુરૂષાર્થ હું કરતો રહ્યો’

પ્રારબ્ધ મુજને છોડીને બે ડગલા પાછું ગયુ,

કાંઈ સમજાતું નથી ! કાંઈ સમજાતું નથી !  (૧)

જ્યારે મુંઝવણોથી હું અકળાય રહ્યો,

ચંચળ મનડુ મુજને છોડીને દુર ભાગી ગયું,

હવે તો… કાંઈ સમજાતું નથી ! કાંઈ સમજાતું નથી ! (૨)

જ્યારે નિરાશામાં હું ખોવાય રહ્યો,

અંધકારે મુજ હ્રદયના ઉંડાણમાં પહોચીં ગયો,

અને હવે, કાંઈ સમજાતું હતું ! કાંઈ સમજાતું હતું ! (૩)

આત્મવિશ્વાસ વગર પુરૂષાર્થ નકામો,

તો, પ્રારબ્ધ પણ શું કરે ?

આત્મવિશ્વાસ હોય જ્યાં,

ત્યાં રહી પ્રભુશ્રધ્ધા ભરી ભક્તિ !

ચંદ્ર કહે, આ જ છે પરમ સમજણ ! આ જ છે પરમ સમજણ (૪)

કાવ્ય રચના

નવેંમ્બર ૧૧,૨૦૦૪                ડો.ચંદ્રવદન

 

ડિસેમ્બર 4, 2007 at 7:41 એ એમ (am) 3 comments

ભમર ગુંજન

        એક ભમરો પુષ્પ પાસે ગુંજન કરી રહ્યો !

     પુષ્પ હવામાં ધીરે ધીરે નાચી રહ્યું

હવા લહેરમાં મહેક એની પામી રહ્યું, એક ભમરો … (૧)

      બલચાપ ભમરો પુષ્પ પર બેસી ગયો,

મસ્તક એનું નમાવી,મધુર રસ પીતો ગયો, એક ભમરો.. (૨)

ધીરેથી ભમરો મસ્તક એનું ઉંચુ કરે,

તો જાણો, ભૂખ મટી હોય એવી ખુશી મસ્તકે હોય, એક ભમરો.. (૩)

       હર્ષમાં આવી, ભમરે જોશમાં પાંખો હલાવી,

પુષ્પ છોડી,આકાશે ઉડી રહ્યો એક ભમરો…. (૪)

       પુષ્પની યાદ અચાનક આવતા, નીચે ઉતરી,

પુષ્પ ફરતે ગોળ ગોળ ચક્કરે રમી રહ્યો, એક ભમરો.. (૫)

       આ ગુંજનભરી ભમર વિદાયમાં,

પુષ્પ હવે, હર્ષથી નાચી,ફરી મહેંકી રહ્યું, એક ભમરો.. (૬)

         ચંદ્ર કહે, ગુ….ગુ….ભમર ગુંજન,

નથી સંભળાતું કાને, જો ભમર છે દૂર આકાશે હવે ! એક ભમરો. (૭)

                                       ડો.ચંદ્રવદન મિસ્ત્રી (લેંન્કેસ્ટર)

ડિસેમ્બર 4, 2007 at 7:17 એ એમ (am) Leave a comment

નિંદરે એની સુંદરતા

            

પથારીએ મુજ કાયા હતી અને નિંદર ઉડી જતી જાણી,

આંખ ખૂલે તે પહેલાં, કાને શ્વાસોની ધડકન હતી,

આંખો ખૂલતા, સવારના સુર્ય પ્રકાશે એ હતી! એ હતી !

નિહાળ્યુ મુખડું મનોહર, જાણે શરદ પૂનમની ચાંદની,

નયનો બંધ, ગુલાબી ગાલો વચ્ચે નાકની ફુલ કળી,

શ્વાસેશ્વાસે છાતી હલી, કિંતુ દેહ ના હલ્યો જરા,

અચાનક એ હલી,અને મુખ ફરતા દ્રશ્ય તૂટ્યું જરા !

હવે, કપાળે ચમક અને કાને કંચન શોભા એને ભરે,

    કેશ કાળા મસ્તકે તો શોભા એની વધારે !

તરસ્યો જેમ નીર પીએ એમ હ્રદય-રસ હું પીતો રહ્યો,

જરા પણ હલ્યો નહી,ડર હતો કે કદી હું એની નિંદર નો ભંગ કરી દઉં તો?

  એનું મુખદર્શન નાહી, છતાં દેહ સુંદર એનો હતો,

            જે શ્વાસેશ્વાસે હલતો હતો !

ક્યારે જાગશે ક્યારે જાગશે એવા વિચારોમાં અધીરો હું હતો,

નજર ફેરવી પાછળ તો ઘડિયાળમાં સવારના સાડા આઠનો સમય હતો.

શાંત વાતાવરણમાં ફરી હું એના વિચારોમાં તલ્લીન હતો,

ત્યાં અચાનક એ હલી અને ફરી એના મુખદર્શનનો લ્હાવો મળશે.

એના ચહેરા પર એક અનોખી શાંતિ ,સુંદરતાં એની વધારતી રહી ,

ફરી એના શ્વાસોની એક એક પળ, મારા હ્રદય ધડકનને મળી !

એના જાગવાની આશા છતાં નિંદર એને વધુ મળે એવી પ્રાર્થના હતી,

પળ પળનો સમય હવે દિવસો સમાન લાગતા, મુજ ઝંખના વધી !

ધીરજ ખૂટવા લાગી અને જાણે વિચારૂં કે નીંદ એની ભંગ કરી દઉ,

ત્યાં અચાનક આળસથી મરડતા એના દેહને હું નિહાળું.

આંખો એની ખૂલતાં, સુર્ય પ્રકાશના દર્શને ચેહરા પર કંઈક અચંબો હતો,

ઓહ, મોડું થયું એવા શબ્દોમાં શાંતિ ભંગ છતાં હાસ્ય પ્રકાશ હતો,

  એના હાસ્ય દ્વારા મારા હ્રદયમાં પ્રેમ છલકાતો હતો !

                                           ડો.ચંદ્રવદન મિસ્ત્રી (લેંન્કેસ્ટર)

ડિસેમ્બર 4, 2007 at 6:52 એ એમ (am) 1 comment

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 389,399 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31