સુવિચારો

દિવ્ય આત્માઓ,

નમસ્તે ! જય શ્રી કૃષ્ણ !

તમે આજે “ચંદ્રપૂકાર” ના બ્લોગ પર આવ્યા એ જ આનંદની વાત
છે.

પધારી તમે “સુવિચારો”વિભાગ પર ક્લીક કરી અહી છો. આ વિભાગ
પહેલા ના હતો. ઓકટોબર ૭,૨૦૧૧ના શુભ દિવસે જ આ વિભાગની શરૂઆત છે.

અહી મારી ઈચ્છા એટલી જ કે જે “હોમ” પર સુવિચારો
પોસ્ટરૂપે વાંચ્યા હોય તેને ફરી વાંચવા હોય તો આ વિભાગને “ક્લીક” કરતા તમે આગળ
પ્રગટ કરેલા બધા જ પોસ્ટરૂપી “સુવિચારો” એક જગ્યાએ વાંચી શકો.

આ બધા જ “સુવિચારો” મારા મન/હૈયામાંથી ઉભરેલા શબ્દો
દ્વારા રચીત છે. અને આથી જ આવા વિચારોને મેં “ચંદ્ર-સુવિચારો”નામે નિહાળ્યા છે. બસ,
આ તો એક “ભાવ”ની વાત છે. તમે એ વાંચો તો તમારા હ્રદયમાં કેવો ભાવ જાગૃત થાય એની
કલ્પના હું ના કરી શકું પણ એ જ મહત્વની વાત છે. મારી તો એક જ આશા કે તમે જે કંઈ
વાંચો ત્યારે તમારા હૈયામાં કોઈક “શુભ પ્રેરણા” જાગૃત થાય , અને જે તમારા જીવનમાં
નાનું કે મોટું “પરિવર્તન” લાવે કે જે થકી, તમોને “નવજીવન” મળે. બસ, આટલું થાય તો
મારૂં પણ જીવન ધન્ય બની જાય !..તમારો આનંદ એ મારો આનંદ !

આ પાન વાંચો ત્યારે મારા હૈયે રહેલી મારી આશા જાણી. આ
આશા સાથે એક બીજી આશા છે……..તમે અહી જે “સુવિચારો” વાંચો એમાથી કોઈ વિચાર ગમે
તો જરૂરથી “બે શબ્દો”રૂપી પ્રતિભાવ આપશો . એ વાંચી મને આનંદ થશે. હું તમારા
હ્રદયભાવો પણ જાણી શકું. ..અને, તમે પ્રતિભાવ ના આપી શકો તો પણ તમે “ચિન્તા મુક્ત”
રહેશો, એવું નથી કે વાંચી પ્રતિભાવ આપવો જ  !…તમે પધારી. આ પાન વાંચ્યું એ જ
મહત્વની વાત છે..અને એથી મારી છેલ્લી આશા એટલી કે તમે ફરી ફરી “ચંદ્રપૂકાર” પર આવજો
!

અરે, હા, આ શુભ શરૂઆત છે..આ લખાણ બાદ, અહી હું આગળ પ્રગટ
થઈ ગયેલા “સુવિચારો” અહી મુકીશ…..અને નવા પ્રગટ થતા પોસ્ટરૂપી ” સુવિચારો” ને
મુકતો રહીશ એથી આ પાન પર સમય સમયે કંઈક નવું હશે.


ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

સુવિચારો…યાને ચંદ્ર-સુવિચારો !

 


(૧)

 

 • ભજન કે પ્રાર્થના એટલે

પ્રભુ સાથે વાર્તાલાપ,

જેમાં પ્રભુજીનાં ગુણગાન ગાતાગાતા

એની પરમકૃપા

મેળવી એનું જ શરણું સ્વીકારવું

પ્રાર્થના-ભજનોમાં હ્ર્દયભાવ

ભરતા પ્રભુકૃપા આપોઆપ મળે જ છે.

(૨)

 

 • સંતસંગમાં કે પછી એકલા બેસી

તમોએ ભજન પ્રાર્થના કરી. એ પ્રથમ આનંદ ની

વાત છે.

આ પ્રભુ સાથેના વાર્તાલાપમાં મન કદી ભટકતુ રહ્યું

હોય, તો એ સંસારી માનવ માટે સ્વભાવીક છે.

કિંન્તુ, એવી યાદ સાથે સાચા દિલે ક્ષમાયાચના કરતા પ્રભુ એ જરૂર સાંભળે છે.
એવી ક્ષમાયાચના રૂપી વંદના એ બીજી આનંદની વાત છે. આ બંન્ને આનંદની વાતોનું મિલન
એટલે પ્રભુ સાથે હ્રદય ભાવથી થયેલ સંવાદ….યાને પ્રાર્થના.

(૩)

 

 • લાકડી પથ્થર પર ઘસતા ઘસતા બન્યુ ચંદન

એવી રીતે, દેહને ઘસી ઘસી આત્મા શુધ્ધ કરો !

ઓકટોબર ૨૭, ૨૦૦૭

(૪)

 

 • શું લાવ્યા હતા કે તમે કંઈ ગુમાવ્યુ ,

જે કંઈ મેળવ્યું અહીં તે તમારૂ નથી ,

બસ, આ બે વિચારોમાં રહેશો

તો, હંમેશા આનંદમાં તમે હશો !

ઓક્ટોબર ૨૭, ૨૦૦૭

(૫)

 

 • પ્રેમ સરિતામાં સ્નાન કરતા પ્રેમ મળ્યો ,

ભક્તિપંથે ચાલતા, આ જીવન સફળ થશે.

ઓક્ટોબર ૨૮, ૨૦૦૭

 

 

 

ચંદ્ર
સુવિચારો

 

 

 

(૧) મળશ્કે એક ઝાંકળનું
ટીપુ,

 

 

સૂર્ય કિરણ સાથે
ઉડીગયું,

 

કોઈ કહે એ
તો વાદળ થયું

 

પડ્યું એક
વરસાદનું ટીપુ,

 

એજ હશે
એવું મારા હૈયે થયું.

 

(૨)
મુશળધાર વરસાદ વરસે,

 

વરસાદ પાણી
એક ઝરણું બને,

 

વહેતા ઝરણા
થકી સરિતા બની,

 

અંતે સરિતા
સાગરને મળી,

 

સુર્ય
કિરણે સાગર-પાણી વાદળ બને,

 

મુશળધાર વરસાદ ફરી વરસે,

 

આવુંજ ચક્ર
આ સંસારનું રહ્યુ,

 

માનવી જાણે
છતાં, અજ્ઞાનતામાં એનુ જીવન ગયું.

 

(૩)
પાણી થકી આ દેહ, દેહ થકી આ પ્રાણ,

 

પ્રાણ થકી આ જીંદગી, એટલુ તું જરૂર
જાણ.

 

(૪)
દેહ નભે અન્ન, પાણી થકી,

 

ઔર પ્રાણ
કો જ્ઞાન-સત્કર્મ આધાર,

 

માનવ નભે આ
દોનો થકી,

 

ઔર દોનો કે
લીયે પ્રભુશક્તી આધાર.

 

ડો.
ચંદ્રવદન

 

ચંદ્ર સુવિચારો

 

“મૌનતા”

 

(૧) કડવા શબ્દો મત કહો, ધન્ય છે તમ મૌનતા
!

 

અસત્ય
નિભાવ્યું જો તમે, ધિક્કાર છે તમ મૌનતા !

 

(૨) લીધી સાધુએ મૌનતા કેરી
એક ટેક,

 

પ્રભુભક્તિમાં તલ્લીન થયો,ભાન નથી કે કેવો પહેર્યો
વેષ.

 

લીધી
સંસારીએ મૌનતા કેરી એક ટેક,

 

માઠુ એ ન
બોલી શક્યો, સમજી ગયો જીવન જીવવાનો કંઈક ભેદ

 

(૩) ખુલ્લે
નયને જગત નિહાળી, મુખે મૌનતા, એ મૌનતા રહી અધૂરી,

 

બંધ નયને,
મન શાંતી જાળવી, મુખ મૌનતા, એ મૌનતા બન ગઈ પુરી.

 

ચંદ્ર સુવિચારો

 

(૧) ભક્તિ
પંથે અંધકાર દૂર કરી, જાગ્રુત બની,પ્રભુપ્રકાશનો લ્હાવો
લ્યો.!

 

(૨) નાસ્તિક
એમ માને કે પ્રભુ જેવું તત્વ છે જ નહી.નાસ્તિક એની માન્યતામા રહી ભલે
એ પ્રભુતાની કબુલાત ન કરે કિન્તુ એનો આત્મા પ્રભુતત્વનું કંઈક કહેતો જ રહે
છે !

 

(૩)
પ્રભુભક્ત એમ માને કે પ્રભુતત્વ જ સૌનો આધાર છે ! એ સંસારની માયા ધીરેધીરે છોડી
પ્રભુતાને પામવા પ્રયાસ કરતો રહે છે !

 

(૪) સંસારી
માનવી ‘હું પદ’માં રહી ‘હું કરૂ હું કરૂ’ એવા ભ્રમમાં રહી પ્રભુને ભુલે છે. જ્યારે
એને એની મુર્ખતાનું ભાન થાય છે ત્યારે એનું ‘હું પદ’ આપોઆપ છુટે
છે.

 

ફેબ્રુઆરી ૧૯,૨૦૦૮

 

સુવિચારો

 

 

 

(૧) જે જોયું,
જે સાંભળ્યુ,

 

અને જે
વિચારધારા વહે તેમાં

 

ભક્તિભાવનું
તેલ પુરજો,

 

તો, આત્મા
શુધ્ધ થશે !

 

 

 

 

 

(૨) ગરીબ
દુ:ખીઆને નિહાળતા,

 

જો તમારા હૈયે
દર્દ થયું

 

તો, જાણજો કે
તમારૂ હૈયુ માનવતા થી

 

ભર્યું
છે….

 

અને જો, ગરીબ
દુ:ખીયાનું દર્દ ઓછુ કરવા

 

પ્રાર્થના કે
સેવા કરી તો,

 

તમો જરૂરથી
પ્રભુપંથે છો એવું માનજો.

 

 

 

 

 

(3) કર્મ કરો
અને કર્મ કરતા

 

અંતર આત્માને
પુછતા રહો

 

બસ, આટલું
કરશો તો, તમો સતકર્મ

 

તરફ હશો !

 

 

 

 

 

નવેંમ્બર ૧, ૨૦૦૭

 

 

 

 

 

ચંદ્ર સુવિચારો

 

 

 

(૧) ઓછું બોલો,

 

બોલો તો મીઠું
બોલો

 

જો એવું શ્ક્ય
ન થાય તો મૌનતા જાળવો.

 

(૨)
બંદુકમાંથી નીકળેલ ગોળી પાછી ન ફરે

 

તેમ, જીભ
દ્વારા નીકળેલી વાણી પાછી ન ફરે

 

તો, મીઠું
બોલો, વિચારીને બોલો !

 

 

 

 

 

(3) જ્યારે
કાંઈક ખોટું થતુ હોય ત્યારે તમો

 

મૌનતા રાખો તો
એ તમારી મુર્ખાઈ છે

 

અને

 

જ્યારે મૌનતા
જાળવવાની હોય અને

 

તમો બોલબોલ
કરો તો એ પણ

 

તમારી મુર્ખાઈ
છે.

 

 

 

નવેંમ્બર ૯,૨૦૦૭ દિવાળી નો શુભ દિવસ.

 

 

 

 

 

ચંદ્ર સુવિચારો

 

 

 

(૧) કર્તવ્ય
પાલનમાં તમો સ્નેહી-કુટુંબીજનો

 

માટે કંઈક કરો
એ કંઈ સ્વાર્થ નથી,

 

એ કંઈ ખુટું
નથી.

 

કિન્તુ,
જ્યારે અન્ય માટે તમો તમારી

 

માનવતા ચુકી
કાંઈજ ના કરો તો

 

તમારા કર્તવ્ય
પાલનનું પુન્ય ઓછુ

 

થઈ ગયુ એવું
માનજો !

 

 

 

 

 

 

 

(૨) કર્મયોગ
પાલન વગર માનવીનો ઉધ્ધાર નથી…

 

કિન્તુ,
નિસ્વાર્થ કરતા શીખ્યા તો

 

માનવ જન્મ સફળ
થયો એવું માનજો.

 

 

 

 

 

(૩) ભક્તિના
માર્ગે કે જ્ઞાનમાર્ગે તમો

 

તમારૂ જીવન
વહેતું મુકો,

 

કિંન્તુ, આ
સંસારમાં કર્મયોગનો

 

માર્ગ અપનાવવો
જ પડે !

 

 

 

નવેંમ્બર ૧૭,૨૦૦૭ જલારામ જયંતિ

 

 

 

 

 

 

 

ચંદ્ર સુવિચારો

 

 

 

 

 

(૧) પ્રભુના
નામો અનેક છે, છતાં પ્રભુતો એક છે.

 

જે નામે તમો
શ્ર્ધ્ધા રાખો તે સ્વરૂપે

 

તમો
પ્રભુદર્શન કરી શકો છો.

 

 

 

 

 

(૨) પ્રભુનું
ધ્યાન મનમાં લેવું,

 

પ્રભુના ગુણલા
ભજન-પ્રાર્થનાઓ રૂપે મુખે ગાવા

 

પ્રભુ સ્મરણ
મન કે વાણીથી કરવું,

 

એ સર્વ ભક્તિ
પંથે પ્રભુને મળવાના જુદા જુદા

 

મારગડા
છે.

 

 

 

 

 

(૩) પ્રભુનામ
લેખન દ્વારા મનમાં પ્રભુનું સ્મરણ

 

થાય અને હસ્તે
એ પવિત્રનામ કાગળ પર

 

ભાવથી
લખાય.

 

અને, આવા લેખન
સાથે મુખેથી પ્રભુનામ બોલતા

 

વાણીને
પવિત્રતા મળે.

 

આથી, ભાવથી
પ્રભુનામ લેખનનુ કાર્ય

 

કરતા ત્રિગુણો
લાભ પ્રાપ્ત થાય છે !

 

 

 

 

 

(૪) ભાવથી
પ્રભુનામ લેખન કે મંત્રલેખન નું કાર્ય

 

પ્રભુને જ મળે
છે !

 

 

 

નવેંમ્બર ૨૪,૨૦૦૭ કારતક સુદ પુનમ

 

 

13 ટિપ્પણીઓ Add your own

 • 1. barot jagan  |  જૂન 13, 2012 પર 9:36 એ એમ (am)

  are ato kavita che ke suvichar? maza nahi avi

  જવાબ આપો
 • 2. જીવન કલા વિકાસ  |  જુલાઇ 29, 2012 પર 6:56 પી એમ(pm)

  ્સરસ

  જવાબ આપો
 • 3. Hina Kulal  |  ઓગસ્ટ 9, 2012 પર 3:35 પી એમ(pm)

  ખૂબ જ સરસ વિચારો અદ્ભુત !!

  જવાબ આપો
  • 4. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 9, 2012 પર 8:23 પી એમ(pm)

   હિનાજી,

   મને લાગે છે કે આ પ્રથમ મુલાકત છે.

   પ્રતિભાવ માટે ખુબ જ ખુશી સાથે આભાર.

   “સુવિચારો” ગમ્યાનો આનંદ.

   મારા “કાવ્યો” કે “ટુંકી વાર્તાઓ” વાંચવા માટે આમંત્રણ.

   ફરી ફરી “ચંદ્રપૂકાર” પર પધારવા વિનંતી,

   >>>ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 5. PRAFUL SHAH  |  નવેમ્બર 8, 2012 પર 10:51 પી એમ(pm)

  Snehi Shri Dr.Chandravadanbhai Mistry,
  Just read your short story VIJAY..NICE JOB FOR ..AIDS..only DOCTOR CAN,
  YOU HAVE DONE A GREAT JOB…iN OR BEFORE 1990, WE GOT DONATION OF RS.3 THREE LAC, FROM SHARE & CARE ,USA.CHICAGO AT PETLAD RED CROSS SOCIETY, WHEN I WAS Hon.Secretary. NICE HELP TO MAKE AWARE.

  This Short Story is just making people know, needs TO INCLUDE IN EDUCATIONAL SCHOOL BOOKS IN SCHOOLS AND/OR COLLEGES..AND SO ON
  THANKS AND HEARTY CONGRATULATIONS.
  NOW I AM ON YOUR BLOG AND VERY HAPPY TO READ YOUR CHANDRA SUVICHARO,,,VERY NICE TO ENJOY AT 89 IN USA IN STORM & COLD..
  I LOVE AND KEEP VISITING..KEEP UP GOOD WORK,GOD BLESS YOU & YOUR

  જવાબ આપો
 • 6. aasu patel  |  નવેમ્બર 22, 2012 પર 6:38 પી એમ(pm)

  ખૂબ જ સરસ વિચારો from aasu patel

  જવાબ આપો
  • 7. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 22, 2012 પર 6:53 પી એમ(pm)

   Asuji,
   Thanks for your visit/comment.
   I am happy to know that you liked the SUVICHARO.
   May be next time you can be on HOME & read the KAVYO or TUNKI VARTAO too.
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 8. Babubhai s  |  જૂન 8, 2013 પર 3:02 એ એમ (am)

  I like very much thank u
  mantri shree dotor 36 prajapati ahmedabad

  જવાબ આપો
 • 9. pethani kaushik  |  જૂન 27, 2013 પર 3:36 પી એમ(pm)

  Sir…tamaru karya khubj sundar 6,ishwar tamne madad kare

  જવાબ આપો
 • 10. Ratilal R. Mistry  |  જાન્યુઆરી 20, 2014 પર 3:27 પી એમ(pm)

  I am impressed by your suvicharo which is sat sang for everybody who reads it.

  જવાબ આપો
  • 11. chandravadan  |  જાન્યુઆરી 20, 2014 પર 3:44 પી એમ(pm)

   Ratilalbhai,
   Your visit here….your comment brings joy in my heart.
   As the elder brother, your words are your Blessings to me.
   Please do revisit & encourage me.
   Thanks !
   Namaste to Bhabhi.
   Chandravadan

   જવાબ આપો
 • 12. pragnaju  |  માર્ચ 13, 2014 પર 11:45 પી એમ(pm)

  ્સુંદર

  જવાબ આપો
  • 13. chandravadan  |  માર્ચ 14, 2014 પર 2:10 પી એમ(pm)

   Pragnajuben,
   For this Comment & comments for 2 recent posts, I thank you.
   Please keep re-visiting my Blog.
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: