પ્રજાપતિ સમાજ

                              પ્રજાપતિ સમાજ પત્ર વ્યવહાર

          ભારત તેમજ પરદેશ્માં ચાલી રહેલ અનેક પ્રજાપતિ જ્ઞાતિ સંસ્થાઓ સાથે પત્રો, ફોન દ્વારા સંપ્રક મેં વર્ષોથી રાખ્યો છે, અને આ કાર્યમાં મારો ઉંડો જ્ઞાતિ પ્રેમ સમાયેલ છે.
          મારા લેખો પ્રજાપતિ સંસ્થાઓના મુખપત્ર કે એનીવરસરી (ANNIVERSARY)બુકોમાં પ્રગટ થી ચુક્યા છે જેનો મને ગૌરવભર્યો આનંદ છે.
          અનેક પ્રગટ થયેલ લેખો દ્વારા મેં મારા વિચારો દર્શાવેલ કછે. એ બધા  લખાણમાંથી ઝલક રૂપે થોડા લેખો ચંદ્ર પૂકારની વેબસાઈટ પર “પ્રજાપતિ સમાજ પત્રવ્યવહાર” વિભાગે પ્રગટ ક્ર્યા છે. જે કોઈ વેબસાઈટ પર પધારે તે સૌને વાંચવા ભાવમર્યુ આમંત્રણ છે. તમો પધારી વાંચશો તો એનો જ ખુબ આનંદ હશે અને જો શક્ય હોય, વાંચી તમો તમારો પ્રતિભાવ (COMMENTS) પણ જરૂર થી આપશો. તમારો પ્રતિભાવ વાંચી હું હંમેશા આભારીત રહીશ.

                                                           ડો. ચંદ્રવદન મિસ્ત્રી

                                એક સાધના

“પ્રજાપતિ સંદેશ” નો જુન-ઓગસ્ટનો અંક મળ્યો . કવર સુત્રો વાંચ્યા: “સ્નેહ-સંગઠન-સંપ-સહકાર-સેવા” ઉચ્ચ ભાવનાયુક્ત સૂત્રો મનને ક્ષણિક આનંદ આપી ગયા.

મારા જાણ મુજબ મુંબઈમાં રહેતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિઓ દ્વારા ત્રણ સંસ્થાઓ, શ્રી લાડ પ્રજાપતિ સેવા સમાજ, શ્રી પ્રજાપતિ મિત્ર મંડળ અને શ્રી પ્રજાપતિ સહાયક મંડળ ચાલી રહી છે. ઉપરાંત બીજી સંસ્થાઓ પણ હશે. દરેક સંસ્થાની પોતાની પ્રવ્રુતિઓ છે. પણ એક અન્ય પ્રવ્રુતિ “પ્રજાપતિ ગૌરવ-રૂપી એકતા” હોય એક બીજા સાથે સારૂ સંકલન હોય તો મારો આનંદ ક્ષણિક ન હોત. ઉતર ગુજરાતના પ્રજાપતિઓ સોરઠિયા પ્રજાપતિ સમાજરૂપે આગેકુચ કરે છે તો આપણે માટે એ શું શક્ય નથી ?

          શ્રી લાડ પ્રજાપતિ સેવા સમાજ મુંબઈ, સારા એવા વર્ષોથી પ્રવ્રુત છે. અને પ્ર. સંદેશ એનું મુખપત્ર છે. ભારતમાં વંચાય પણ પરદેશમાં પણ એની મહેંક ઘણી  છે અને એ આનંદની વાત છે.

વર્ષો પહેલાં જ્ઞાતિજનોનુ સંગઠન એક સંસ્થારૂપે થતું ત્યારે આનંદ આનંદ હતો . પ્રેમભાવથી મળવાનું થતું, સમાજદ્વારા કાંઈક કરવુ, એવા વિચારો હતા. આજના યુગમાં વાર્ષિક સંમેલનમાં જ્ઞાતિજનોની ઘણી ઓછી હાજરી અને અપાતા કારણો “કામ બહુ જ છે, સમય જ નથી મળતો, સમાજ શું કરે છે ?” વિગેરે સામાન્ય છે.કોઈ વર્ગ પ્રજાપતિ તરીકે ઓળખ આપતાં સંકોચ અનુભવે છે. આ અનુમાનોમાં એક જ ચીજની ખોટ “પ્રજાપતિ ગૌરવ” ની ખોટ.

પાછલી વાતો યાદ કરતાં જ્યારે સંસ્થાની સ્થાપના થઈ ત્યારે લોકોની આવક કેટલી ઓછી હતી અને વાહનવ્યવહાર પણ કેટલો ઓછો હતો. અત્યારે જરૂરી પણ પાયાની વસ્તુ સમયનો ભોગ અને પ્રજાપતિ ગૌરવ માટે કંઈક કરી છુટવાની તમન્ના એ બે નો અભાવ હાલનાં યુગમાં સાલે છે. સેવાની વાત આવે ત્યારે સ્થાપના એ પૂરતી નથી પણ કાયમ માટે એનું સુપેરે સંચાલન પણ અગત્યનું છે, પૂર્વજોએ વાવેલા બી નું વિશાળ વ્રુક્ષ બનેલા સમાજરૂપી સંસ્થાને વિવિધ કાર્યક્રમો, આજના સમયને અનુરૂપ કાર્યો, આમ જ્ઞાતિજનોની હાલની જરૂરિયાતને ધ્યાન રાખી વિવિધ સેવા અને યુવાનો-બાળકો સાંકળી સામાજીક પ્રવ્રુતિઓ વિકસાવી તો સંસ્થા ચિરકાલીન ટકી શકે. વડીલોએ - માતાઓએ બાળપણથી સંતાનોને ઘરમાં મદદરૂપ થવા પ્રેરવા અને જે આગળ જતાં પડોશી, મિત્રો અને સમાજના કામમાં મદદરૂપ થવા પ્રેરશે. જે સંતાનો માટે આશિર્વાદ બનશે.

એટલું યાદ રહે કે સેવા ફક્ત પૈસાથી કરી શકાતી નથી. પૈસા વગર પણ સમાજરૂપી સંસ્થામાં મદદરૂપ થઈ શકાય એવા ઘણા કામો હોય છે.

કલ્પના કરો મુંબઈના દરેક જ્ઞાતિજનો તરફથી એક રૂપિયો દાનમાં મળે તો કેટલા પૈસા થાય. જેઓ સહાય લઈને પ્રગતિ કરી ચૂક્યા છે તેઓએ પણ સંસ્થાને ભૂલવી ન જોઈએ. આ જ તો સંગઠનની કમાલ છે. આ એક સેવા રૂપી “સાધના” વિષે શું કરી શકીયે એ ગંભીરતાથી લેવાની જરૂર છે અને તમો સફળ થશો એ મારા અંતરની પ્રાર્થના છે.

                                     - ડો. ચંદ્રવદન મિસ્ર્ત્રી

                                          (કેલીફોર્નિયા યુ . એસ . એ)                                       

                          

                              ખરૂં સંગઠન શું ?
“કુંભકાર”  નામે પ્રજાપતિ સમાજનું મુખપત્ર જામનગરથી શરૂ થાય છે જેના સૂત્રો રહ્યા : “શિક્ષણ, જાગ્રુતિ અને સંગઠન”પ્રથમ વર્ષના પાંચમાં “કુંભકાર” અંકે “સંગઠન અને શક્તિ” નામે શ્રી વિજયભાઈનો સુંદર લેખ વાંચ્યો. તેમ છતાં સંગઠન ખરેખર શું છે ? મનો મંથન કરવુ જરૂરી છે.”સંગઠન” ને એક શબ્દ રૂપે નિહાળતા “અનેક વ્યકતિઓનું એક સાથે થવુ “  એવો અર્થ સૌ કોઈને પ્રથમ આવે. આવા વિચારમાં માનવીઓનાં સંગઠનમાં અનેક માનવી દેહોને નિહાળી શકાય. તો શું સંગઠન ફક્ત દેહોનું મિલન ?
પ્રજાપતિ જ્ઞાતિજનોને એક સાથે સમુહમિલને સંગઠન રૂપે ભેગા કરવા એ તો પ્રથમ પગલું છે. એ મિલન પહેલાં વ્યકતિગત દરેક પ્રજાપતિના હ્રદયમાં “પ્રજાપતિ ગૌરવ” છલકાવું જોઈએ. ઘણીવાર પોતાને પ્રજાપતિ તરીકે ઓળખ આપતા અચકાય છે. જેઓ જીવનમાં પ્રગતિ કરી સમ્રુધ્ધ બને છે તેઓ સમાજથી દૂર થતાં જાય છે. પરંતુ  હૈયે “પ્રજાપતિ ગૌરવ” ના બીજ ખીલ્યા હોય તો આવું ન બને. એ માટે દરેક જ્ઞાતિજને બાળકોમાં “પ્રજાપતિ ગૌરવ”ની ભાવના વિકસે એવા પ્રયત્નો કરવા જે સંગઠન પહેલાંનુ કાર્ય છે. “પ્રજાપતિ ગૌરવ”ની ભાવના લઈ જ્ઞાતિ મેળાવડાઓ થશે ત્યારે જ્ઞાતિજનોમાં આત્મીયતા વધશે - પ્રેમભાવ જાગ્રુત થાય - જ્ઞાતિ એકતા મજબૂત થશે . કિંન્તુ, આવા સમુહમિલન દ્વારા પ્રજાપતિ સમાજની ગરીબી-અંધકાર દુર થઈ શકે ? જ્ઞાતિ ગૌરવ હૈયે વસ્યુ હોય તો બીજાના દુ:ખનો અનુભવ કરી એનો ઉપાય કરવાની ઈચ્છા જરૂર જાગ્રુત થશે અને એજ ખરી જાગ્રુતિ !

પ્રજાપતિ જ્ઞાતિમાં ગરીબી કેમછે ? કેવી રીતે નાબૂદ કરી શકાય ? આવા પ્રશ્નો આપણી સમક્ષ મુખ્ય છે. અન્ય સમાજ તરફ નજર કરતાં ઉચ્ચશિક્ષણનું પ્રમાણ વધુ છે. શિક્ષણ સમાજમાં પરિવર્તનમાં અગત્યનો ફાળો આપે છે. અંગત મત પ્રમાણે શિક્ષણનો વ્યાપ વધે એ અંગે સહમત છુ. આર્થિક રીતે ખૂબ નબળા કુટુંબો શિક્ષણ માટે પૈસા ક્યાંથી કાઢી શકે ? અહીં પ્રજાપતિ સમાજ માટે શૈક્ષણિક જવાબદારી પૂરી કરવાની જવાબદારી ઉભી થાય છે. કેવી રીતે શિક્ષણ-સહાય રૂપી મદદ શક્ય કરવી ?

સંગઠન અને જાગ્રુતિ સાથે શિક્ષણ પર ભાર મુક્યો છે . બાળકે જો ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હોય તો આર્થિક રીતે સધ્ધર બનવાનો માર્ગ મળે ઉપરાંત “જ્ઞાનરૂપી ગંગા” નો લાભ સમાજના કે વિશ્વના અંધકારો દૂર કરવા પ્રેરણા મળે અને સમાજના કુરિવાજો વિષે સભાનતા આવે. ઉચ્ચ શિક્ષણ અને હૈયે “પ્રજાપતિ ગૌરવ” હોય તો અન્ય માટે સેવાભાવના, મદદરૂપ થઈ મદદરૂપ હાથ આપવાની ભાવના દ્વારા અન્યોમાં પણ સેવાભાવના વિકસાવે અને એણે જોયેલ ગરીબાઈના પ્રસંગો પણ વિસરી ન શકે.

શરૂઆતમાં શિક્ષણ-જાગ્રુતિ-સંગઠન શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો તો સંગઠન ખરેખર શું છે ? જવાબ છે : પ્રજાપતિ ગૌરવભરી જાગ્રુતિ અને શિક્ષણરૂપી જ્ઞાનગંગા સહિત એકતા-પ્રેમભાવના ઝરણે પ્રજાપતિ જ્ઞાતિજનોનું સમૂહમિલન એજ ખરૂ પ્રજાપતિ સંગઠન !

પ્રશ્નોનો જવાબ મળી ગયો તો શું આપણે સૌ મન શાંતિ અનુભવશું ? ના-ના-ના આપણો સમાજ એવા પદ પર હજુ નથી. ગરીબી કે અજ્ઞાનતાને લીધે થતા કુરિવાજો, કોઈવાર થતી કરૂણ આત્મહત્યા અટકાવવાના પ્રયાસો - સમાજમાં શિક્ષણ સહાય વધારવાના પગલાઓ - આપણે સંગઠિત બની કંઈક કરવું એ સૌની ફરજ બની જાય છે. પ્રજાપતિ જનો, ઉઠો, જાગો અને એકતા-પ્રેમના સુત્રે પ્રજાપતિ સમાજ બનાવો ! સેવાભાવી પ્રજાપતિ સેવકોની - સમાજને ખાસ જરૂરત છે.!

                                     ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી (યુ.એસ.એ)

* “એક સાધના” અને “ખરૂ સંગઠન શું ?” આ બે લેખો શ્રી લાડ પ્રજાપતિ સેવા સમાજ, મુંબઈ નું મુખપત્ર “પ્રજાપતિ સંદેશ” ના અંકોમાં પ્રગટ થયેલ છે.

                  પ્રજાપતિ જ્ઞાતિએ દિવડા પ્રકાશ

 

આપણી પ્રજાપતિ જ્ઞાતિ ઘણાજ કઠીન દિવસોમાંથી પસાર થઈ હતી. અને, હવે ધીરે ધીરે જ્ઞાતિમાં જે કંઈ થઈ રહ્યુ છે તે આનંદ માણવાની ઘડી છે. આ ઘટનાને ફક્ત “એક પળ” રૂપે જ નિહાળવું રહ્યુ કારણકે આપણે જે પર્વત પર ચડી રહ્યા છીએ તેના શિખરે હજું પહોંચી શક્યા નથી.પ્રથમ તો આપણે સૌ જ્ઞાતિજનોએ વિચાર કરવાનો રહે છે કે : શા કારણે આપણી જ્ઞાતિમાં દુ:ખ ? ઉંડો વિચાર કરીએ તો “જ્ઞાતિ ગરીબાઈ” નજરે આવે છે. અને ગરીબાઈના કારણે અન્ય તકલીફો જરૂર કિંતુ ફરી વધુ ઉંડો વિચાર કરીએ તો સમજાશે કે જોઈએ તેવી એકતા -સંપ નથી . ઘણીવાર ગરીબાઈ, હોય તો પણ સંપ-બળ દ્વારા એનો સામનો કરી શકાય, તો હવે પ્રશ્ન રહે : કેવી રીતે જ્ઞાતિમાં પરિવર્તન લાવીશું ?

જ્ઞાતિમાં ગરીબ હોય તે જ્ઞાતિજનોને ગુજરાન માટે તકલીફો…. એ તકલીફો સાથે બાળકોના ભણતર માટે ચિંતા કે અશક્યતા…. અને, ભણતરની “જ્ઞાનગંગા” વગર જ્ઞાતિ ફરી દુ:ખના ચક્કરમાં અને અંધકારમાં તો, જ્ઞાતિમાં પ્રકાશ કેવી રીતે વધે એવું જાણી કંઈક અમલમાં મુકવાની ફરજ જ્ઞાતિજનો-સમાજની બની જાય છે.

આપણે હવે એક પ્રજાપતિ કુટુંબનો દાખલો લઈએ એ કુટુંબ ગરીબ છે ? ગુજરાન માટે માટી કામ કે કંઈક નાનો ધંધો છે. કુટુંબમાં એક બાળક છે. એ બાળકને ભણવાની હોંશ છે. અહી, માતા-પિતા તરીકે પ્રથમ જવાબદારી રહે કે બાળકને શિક્ષણ માટે ઉતેજન આપવું. ઉતેજનરૂપી પાયો પણ ઘણીવાર બાળકને મળતો નથી. જે દુ:ખજનક વાત કહેવાય. એકવાર માતા-પિતા કે નજીકનાં સ્નેહી ઉતેજન આપવાનો નિર્ણય લે એટલે એઓને આત્મશક્તિ કંઈક પ્રેરણા આપેજ ! ઘરખર્ચમાં કંઈક કાપ, કે પછી બાળક માટે પૈસાની શોધ. આટલું જો કુટુંબે શક્ય થાય તો જરૂર પ્રભુ પણ ખુશી થાય. એ પછી , બાળકના ભણતર માટે પોતે પુરતા પૈસા ભેગા ન કરી શકે તો કદાચ પ્રભુ દ્વારા કોઈકને પ્રેરણા મળે. આથી મારો મત છે કે કુટુંબે શિક્ષણ ઉતેજનની જાગ્રુતિ ઘણી જ જરૂરી છે.

પ્રજાપતિ કુટુંબે કુટુંબે કંઈક જવાબદારીની શરૂઆત. તો, શું બધુ બરાબર થઈ ગયુ? શું એવો અભિપ્રાય પ્રજાપતિ સમાજે લેવો જોઈએ ? ના…ના….ના….પ્રજાપતિ બાળક એ પ્રજાપતિ સમાજનો ભવિષ્યનો તારલો છે. બાળકના ભણતર કે જ્ઞાતિજનોને સહાય કરવાની જવાબદારી સમાજને લાગે છે આ એક મોટી જ્વાબદારી છે. જ્ઞાતિમાં કોઈની સારી સ્થિતી હોય તે પણ સમાજને જાણ હોવી જોઈએ. જ્ઞાતિમાં સૌને એક તાંતણે બાંધતા સારી-નબળી સ્થિતીઓવાળા સર્વ એકતા-સંપ-પ્રેમભાવના પંથે હોય,. સમાજ કાર્યકર્તાઓ ઘર ઘરની માહિતી રાખી, જ્ઞાતિજનોને સહકાર માટે જાગ્રુત રાખે. એ પરમ ફરજ બની જાય છે. પ્રજાપતિ જ્ઞાતિ માટે ગૌરવનાં બીજ સમાજ/સંસ્થાએ રોપ્યાં હોય તો આ કાર્ય જરા સરળ બની જાય છે.

ભુતકાળ અને વર્તમાન કાળ બતાવે છે કે પ્રજાપતિ જ્ઞાતિજનોને અન્ય તરફથી ઘણું જ સહન કરવું પડ્યું છે. ખોટી ટીકાઓ-અપમાન જનક શબ્દો ! ગરીબાઈને કારણે અન્ય ખોટી ટીકા કે કંઈક ખોટી રીતે લાભ લેતા હશે, કિંન્તુ અહીં જ્ઞાતિમાં શિક્ષણ-રૂપી જ્યોતિ ન હોવાનું કારણ પણ અગત્યનું બની જાય છે. જ્ઞાતિ અંધકાર જરૂર ફાળો આપે છે. શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા પ્રજાપતિ જ્ઞાતિને પોલીટીકલ વોઈસ ( POLITICAL VOICE) મળ્યો છે. સંઘે દરેક પ્રજાપતિજનોની સુતેલી “પ્રજાપતિ શક્તિ” ને જાગ્રુત કરી છે અને એકતાના પંથે ગુજરાતમાં જ્ઞાતિ માટે ઘણું જ કર્યું છે. સર્વ થતા લાભોમાં પ્રજાપતિ બાળકોને પણ સરકાર દ્વારા લાભ શક્ય થયા છે. ભલે, ઘણું થયુ છતાં, આ કાર્ય અધુરું છે. હજુ આગેકુચ કરવાની જ રહે છે. અહીં પ્રજાપતિ બાળકો ફરી ધ્યાનમાં આવે છે. અને વિશ્વ નિર્માતા પ્રજાપતિમાં તંત્રી સ્થાને પ્રગટ થયેલ લેખ : “જ્ઞાતિના ઘર દિવડા” પ્રજાપતિ ઘર ઘરે વધુને વધુ દિવડાઓ પ્રગટે અને જ્ઞાતિમાં “પ્રજાપતિ ગૌરવ” ના તેલ સહીત દિવડે-દિવડે પ્રકાશ દ્વારા મહાજ્યોતિ પ્રગટે એવી અંતરની આશા !

                                          લેખક - ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી

                                                             લેંકેસ્ટર - યુ.એસ.એ.

                વિશ્વ નિર્માતા ૨૦૦મા અંકની કહાણી

કહાણી કહું છુ વિશ્વ નિર્માતા પ્રજાપતિના 200મા અંકની,

         અરે, ઓ ,  જ્ઞાતિજનો , સાંભળજો તમો સૌ ધાનથી ! (ટેક)

       આ સુંદર પુસ્તિકા નિહાળી તમે ?
            નિહાળી હોય એ પુસ્તિકા, તો વાંચી છે તમે ?
         એવું જો કાંઈ શક્ય ના થયું તો જે કહું છું તે સાંભળશો તમે?

                                               કહાણી….(૧)

         કલરમાં કવર પાન પ્રથમ તમો નિહાળો,
             મધ્ય્મે પ્રજાપતિ માત બ્રહ્માણીના દર્શન કરો,
         અને અંતે ગુજરાત સહીત વિશ્વના નકશાને ધ્યાને ધરો !

                                                          કહાણી… (૨)

 કવરે વિશ્વ નિર્માતા પ્રજાપતિ વિશ્વ પ્રજાપતિ વિશેષાંક લખાણ છે,
           એ જ જુન-૨૦૦૫નો ‘”વિશ્વ નિર્માતા પ્રજાપતિ” અંક છે,
           જે, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા પ્રગટ થયો છે !

                                                           કહાણી…. (૩)

કવર ખોલતાં, સંપાદન સમિતિને પ્રથમ તમે જાણો,
          દલસુખભાઈ પ્રજાપતિ સહિત દામજીભાઈ સતાપરા,
         પુનમભાઈ પ્રજાપતિ અને મનોહર આચાર્યને જાણો !

અને,સાથે ગોદડભાઈ સાગરાસણીયા તેમજ
          શિવરામભાઈ અને જયંતિભાઈ પ્રજાપતિને જાણો !

                                                            કહાણી…. (૪)

પાન જ પર અનુક્રમણિકા આધારિત માહિતી ભર્યા

                     ૧૫૯ પુસ્તકપાન કહેવાય,
         કિન્તુ એડર્વટાઈસમેંન્ટ સાથે ૪૭૦થી વધુ પુસ્તકપાન કહેવાય,
         જે પ્રમાણે સામગ્રી પીરસાઈ, એવ પુસ્તક નહીં એક ગ્રંથ કહેવાય,

                                                             કહાણી…(.૫)

       મહામંત્રીની કલમે ટુંકમાં કહેવાયું છે,
                 ગોદડભાઈની પ્રસ્તાવનામાં ગુજરાત
                 પ્રજાપતિ અને વિશ્વ છલકાય છે,
               ત્યારબાદ, અનુક્રમણિકા વાંચતા લેખો
                        અને લેખકોનું સમજાય છે,

                                                              કહાણી…( ૬)

પ્રથમ ભારત રાષ્ટ્રપતિ કલામનો ફોટો સહીત સંદેશ વાંચો,
              પછી, સોનીયા ગાંધી, નવલકિશોર શર્માને વાંચી,
              ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ વાચો,
         અને, ત્યારબાદ, અનેક સરકારી કાર્યકર્તાના સંદેશા પણ વાંચો !

                                                                કહાણી…. (૭)

પરદેશથી પણ આવેલાં સંદેશા વાંચવાનું ના ભુલતા,
          અમેરીકાથી ડો.ચંદ્રવદન, ઈંગ્લેંન્ડથી પ્રવિણભાઈ,
                        જમનાદાસભાઈ, વસંતભાઈ,
                  બાલુભાઈના સંદેશાઓ જોવા ના ભુલાય,
         અને, ઈંગ્લેંન્ડના પ્રજાપતિ સમાજના મહિલા તારાબેન
         તેમજ રેવાબેનને વાંચતા, પરદેશ સંદેશા પૂર્ણ વાંચ્યા કહેવાય,

                                                                  કહાણી..(.૮)

ગુજરાતની પ્રજાપતિ કહાણી કહેતાં નર્મદ સુત્ર
“જય જય ગરવી ગુજરાત કેમ ભોલાય ?

          પાન ૧૮ પર પ્રજાપતિનું સંઘ ગીત વાંચવાનું ન ભુલાય,
          પાન ૧૮ બાદ છે કલરમાં અંબાજીનું પ્રજાપતિ ભવન અને
                   વ્યક્તિગત કાર્યકર્તાઓનાં ફોટાઓ જોવાય,

                                                                   કહાણી…(૯)

પાન ૧૯ થી મનોહર આચાર્યના અનેક લેખ કંઈક સંદેશ છે,
                    “સમયચક્ર”થી શરૂઆત કરી, અનેક લેખો
            દ્વારા પ્રજાપતિ ઈતિહાસ સાર છે.,

         એ સર્વ વાંચવાનું ના ભોલશો તમો, વિનંતી મારી એટલી જ છે !

                                                                    કહાણી..(૧૦)

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ બારે જાણવુ હોય જો તમે,
             તો, વાંચો પુસ્તિકા પાન ૨૪ થી ૩૫ જરૂર તમે,
                         જે પ્રમાણે પ્રગટ થયું તેમાં,
                   જરૂર નિહાળશો મહેનતનું પરિણામ તમે,

                                                                     કહાણી…. (૧૧)

         અખિલ ગુજરાત પ્રજાપતિ ફુલ ખીલી,
                   પરદેશ જ્ઞાતિજનો પર નજર કરે,
                   સંઘના કાર્યકર્તાઓનો યુકેના પ્રવાસનું
                      લેખ દ્વારા કંઈક જાણવા મળે,

                  એ વર્ણન શ્રી ગોદડભાઈ સાગરાસણીયાના
                      હસ્તે લેખરૂપે વાંચવા મળે,

                                                                     કહાણી…. (૧૨)

પાન ૪૨ પર સંઘની શિક્ષણ જ્યોતયાત્રા બારે વાંચો તમે,
         પછી, સંઘનુ પ્રથમ પ્રજાપતિ મહિલા સંમેલન બારે વાંચો તમે,
          ત્યારબાદ, ગુજરાતના જીલ્લે જીલ્લે થયેલ
                       સંઘ પ્રવ્રુતિઓ બારે પણ વાંચો તમે,

                                                            કહાણી… (13)

પાન ૬૧ થી સંઘના સર્વ કાર્યકર્તાઓની નામાવલી તો વાંચો,
                    તો, ખ્યાલ આવશે કે સંઘનો આધાર છે
                      એક નહીં પણ અનેક બંધુઓ,
           પ્રજાપતિ જ્ઞાતિ નથી ફક્ત ગુજરાતે પણ છે ભારતમાં,
                       લખ્યું છે બધુ તે તમો જાણો,

                                                                       કહાણી…(૧૪)

       આપણે પ્રજાપતિ કે કુંભાર ગોદડભાઈ
                પ્રશ્ન કરે છે એક લેખ રૂપે,
          એ વાંચી, જાણો પ્રજાપતિ જ્ઞાતિજનો છે અનેક અટકરૂપે,
                 પાન ૭૧ પર પ્રજાપતિ જાતિ પ્રદર્થક ગ્રંથોનું વાંચી,
                           છેલકાવો આનંદ જ્ઞાતિ ગૌરવ રૂપે,

                                                                        કહાણી… (૧૫)

પાન ૯૯ પર “પરદેશમાં પ્રજાપતિ વસવાટ” જરૂર વાંચશો તમે,
         વિશ્વમાં ક્યાં ક્યાં છે તમ જ્ઞાતિજનો તેનું ટુંકાણમાં જાણજો તમે,
            યુકે, કેનેડા. અમેરીકા વિગેરેની પ્રજાપતિ સમાજરૂપી
                         સંસ્થાઓનુ પણ જાણી લ્યો તમે,

                                                                          કહાણી…. (૧૬)

પ્રજાપતિ જ્ઞાતિએ સંતો અનેક, જાણવા એમને એ રહી તમ ફરજ,
            જાણો સતાધારના બાપુ, પીંપળીના વાસુદેવ મહારાજ
             અને દેવપુરના અભેદાનંદજી એ રહી મારી અરજ,

                                                                          કહાણી… (૧૭).

પાન ૧૧૪ થી ૧૩૮ સુધી છે પ્રજાપતિ વ્યક્તિ પરિચય લેખો,
                 પછી “કલાકાર કુંભાર અને તેની માટી કલા” અને
                      “પ્રજાપતિ સમુહ લગ્નોત્સવ” ના લેખો,
         અને, પ્રજાપતિ નારી સંબોધિત છે “માત્રુશક્તિ” એક લેખે,

                                                                          કહાણી…. (૧૮)

પાન  ૬૫ પર “જીવન એટલે શું ?” બાલુભાઈ મિસ્ત્રી પ્રશ્ન કરે,
                   પાન ૧૪૬ પર “સાચી નિ:સ્વાર્થ સેવા “
                            બાલુભાઈ લેખરૂપે સમજાવે,
           પાન ૧૪૯ અને પાન ૧૫૪ નો અંગ્રેજી લખાણે
                             બાલુભાઈ ગજ્ઞાતિ-માનવ ધર્મ સમજાવે,

                                                                           કહાળી… (૧૯)

ભલે., પ્રજાપતિ સમાજ છે પ્રગતિના પંથે આજે,
                 છતાં, અંધકાર, અંધશ્ર્ધ્ધા દૂર કરવાની ઘડી
                       હજુ બાકી રહી છે આજે,
                 તો, પાન ૧૫૨ ૫રના લેખ દ્વારા “કંઈક”
                         કરવા અરજી કરી કછે આજે,

                                                                            કહાણી… (૨૦)

પાન ૧૫૫ પર “આજની યુવા પેઢીને” સંબોધિત લેખ છે,
          ત્યારબાદ, પાન ૧૫૭ અને પાન ૧૫૯ ના સુંદર લેખો છે,
          આટલું જો તમો વાંચશો તો હું માનું પ્રજાપતિ નારીને માન
આપવા તમો તૈયાર છો

                                                                            કહાણી…. (૨૧)

પાન ૧૫૯ પછી તો પ્રગટ થઈ છે એડર્વટાઈઝરે અનેક,
               એ પણ વાંચી જાણ જો કે સફળતા પામેલ
                પ્રજાપતિ જ્ઞાતિબંધુઓ છે અનેક,
                 આગળના લેખો, હવે એડર્વટાઈઝમેંન્ટો
       વાંચી તમે પુસ્તક પુરૂ કર્યું છે એક,

                                                                   કહાણી…. (૨૨)

લેખો રૂપી માહિતી અને એડર્વટાઈઝમેંન્ટ મેળવી,
              પુસ્તકરૂપે ગોઠવનાર સંપાદકો છે,
               ભલે, પુસ્તકરૂપે પ્રગટ કરવા માટે સંઘની ઈચ્છા
               પરવાનગી અને અનેકનો સહકાર હશે,
        કિંન્તુ, આ ગ્રંથરૂપી પુસ્તક તો ખરેખર સંપાદકોના ખંત
                   મહેનતનું પરિણામ છે !

                                                                             કહાણી…. (૨૩)

પુસ્તકના પાન ૧૫૬ પર “ગુજરાત પ્રજાપતિ જનોની કહાણી ” નામે એક કાવ્ય લખ્યું છે ચંદ્રે,

અનેક વિભાગો કરી, આ કાવ્ય જેવુ “વિશ્વ પ્રજાપતિ વિશેષાંક ” માટે લખ્યુ છે ચંદ્રે,           

કંઈક કહેવાનુ રહી ગયુ, ને વળી ભૂલો કરી ઘણી, તો તમો માફ કરશો ચંદ્રને

       

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ અને પ્રજાપતિ જ્ઞાતિ જાગ્રુતિ

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘની સ્થાપના ૧૯૮૬ માં થઈ, અને આ ઘટના ગુજરાતના પ્રજાપતિજનો માટે એક ઐતિહાસિક ગૌરવગાથા કહેવાય. ૨૦ વર્ષના સમયગાળા દરમ્યાન સંઘ દ્વારા ઘણું જ થયુ છે, જેના કારણે પ્રજાપતિ જ્ઞાતિજનોને લાભ થયો છે એ ગઘણા જ આનંદની વાત છે.

સંઘની સ્થાપના શા માટે? આ પ્રશ્નનો જવાબ આપવો ઘણોજ અગત્યનો છે. ૧૯૮૬ પહેલાં ગુજરાતમાં અનેક નાની મોટી “પ્રજાપતિ સમાજ” રૂપી સંસ્થાઓ હતી જ. તો, આવી એક નવી સંસ્થાની શી જરૂરત? આ પ્રશ્નનો જવાબ આપતાં પહેલા જરા ગુજરાતનાં પ્રજાપતિ જ્ઞાતિના ઈતિહાસમાં ઉંડાણમાં જઈએ. ગુજરાતની પ્રજાપતિ જ્ઞાતિના એક વ્યક્તિ હતા. જેમણે વડોદરાના મેયરની પદવી લઈ જવાબદારી સંભાળી હતી, અને રાજકીય ક્ષેત્રે અનુભવ કર્યો હતો. એ વ્યક્તિ તે બીજું કોઈ નહી પણ શ્રી દલસુખભાઈ સી. પ્રજાપતિ, શ્રી દલસુખભાઈ તેમજ ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિની અનેક આગેવાન વ્યક્તિઓએ ચર્ચાઓ કરતાં અનુભવ્યું કે ગુજરાતમાં ભલે અનેક નાની-મોટી પ્રજાપતિ સંસ્થાઓ છે છતાં રાજકીય ક્ષેત્રે કોઈ ઉત્સાહ લેતું નથી.. આ મુખ્ય હેતુ ને ધ્યાનમાં લઈ, પ્રજાપતિ જ્ઞાતિમાં એકતા લાવી, જ્ઞાતિમાં અનેક લાભો મેળવી જ્ઞાતિને પ્રગતિના પંથે મુકવાની ઈચ્છા સાથે નવી સંસ્થાનાં બીજ રોપાયાં…નવી સંસ્થા એ જ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ.

૧૯૮૬ માં સંઘની સ્થાપના થયા બાદ સંઘના કાર્યકર્તાઓએ સંઘ બારે ગુજરાતમાં પ્રચાર કર્યો. પ્રજાપતિ જ્ઞાતિમાં એકતા સહિત રાજકીય ક્ષેત્રે ગુજરાત સરકાર સામે પડકાર કરવાથી જ્ઞાતિમાં અનેક લાભો શક્ય છે એવી સમજ આપી. જ્ઞાતિજનોએ પણ એ બધું સાંભળ્યું અને સૌને આ વાત યોગ્ય લાગી, અને સંઘના સભ્યો બન્યા. જ્યારે આવું પરિવર્તન શક્ય થયુ ત્યારે ગુજરાત સરકારે પ્રજાપતિ જ્ઞાતિજનોની માંગનો સ્વીકાર કર્યો, અને પ્રજાપતિ જ્ઞાતિને બક્ષીપંચમાં સામેલ કરી જે થકી પ્રજાપતિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન લેવા માટે લાભો મળ્યા. એ પછી માટીકામ-ઈંટકામ માટે પણ સરકાર પાસે સહકાર મેળવ્યો. આ પ્રમાણે રાજકીય ક્ષેત્રે વિજય સાથે પ્રજાપતિ બાળકો માટે શિક્ષણ માટે લાભ શરૂ થયો.

રાજકીય ક્ષેત્રે એકતા તેમજ શિક્ષણ ઉતેજન સિવાય, સંઘે જ્ઞાતિમાં ‘સામાજીક પરિવર્તન” થાય તે માટે પણ કાર્ય ઉપાડ્યું. અનેક જ્ગ્યાએ જ્ઞાતિમાં સમુહલગ્નનું આયોજન સફળતાપૂર્વક કર્યુ અને હજુ પણ એ કાર્ય ચાલુ જ છે. જ્ઞાતિના કુરિવાજોને નાબુદ કરવા, તેમજ શિક્ષણ જ્યોત દ્વારા ગયાતિ ગરીબાઈ હટાવવા સંઘે કાર્ય હસ્તે લીધુ. મુખપત્ર “વિશ્વ નિર્માતા પ્રજાપતિ”માં અનેક લેખો દ્વારા જ્ઞાતિમાં જાગ્રુતિ લાવવા પ્રયાસ થયો. અને, વિશ્વ નિર્માતા પ્રજાપતિઁઆ6 શાળાની પરીક્ષામાં ચમકેલા પ્રજાપતિ તારલાઓની ફોટા સહીત વિગતો પ્રગટ કરી, ઉચ્ચ ડીગ્રી મેળવનારને જાહેર કરી, પ્રજાપતિ બાળકોમાં ગૌરવ સહીત ઉત્સાહ રેડ્યો. આ શિક્ષણ ઉતેજનનુ કાર્ય વધુ ખીલાવવા ગુજરાત રાજ્યમાં “શિક્ષણ જ્યોત યાત્રા” સંઘ દ્વારા થઈ અને જે થકી જ્ઞાતિજનોને ઘણી જ પ્રેરણા મળી. જ્ઞાતિમાં શિક્ષણનું મહત્વ ઘણું જ હોવાથી આ શિક્ષણ ઉતેજનના કાર્યને એક પગલે આગળ વધાવ્યુ. રાજ્યની શાળાઓમાંથી એસ.એસ.સી. તેમજ હાયર સેકંન્ડરી સ્કોલ (ધો. ૧૨ ) ની પરિક્ષામાં ઉચ્ચ માર્ક મેળવનારા બાળકો માટે એક ઈનામી યોજનાની શરૂઆત (ઈ.સ……) માં થઈ. આ યોજના દ્વારા એનામરૂપે રોકડા પૈસા સાથે એક સુંદર એવોર્ડ ટ્રોફી પણ વહેંચવાનુ શરૂ થયુ. આ ઈનામી યોજના દ્વારા અનેક પ્રજાપતિ બાળકોને પ્રેરણા મળી છે અને હજુ પણ મળતી રહે છે એ ખુબજ આનંદની વાત છે.

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘે ગુજરાતના પ્રજાપતિ સમાજના હિત માટે જ હંમેશા નિહાળ્યું છે. થોડું સામાજિક પરિવર્તન કર્યા બાદ, સંતોષ માન્યો ખરો….પણ બીજી કેવી રીતે જ્ઞાતિમાં લાભ મળે તે બારે વિચારણા કરી. આવી વિચાર ધારા દ્વારા પ્રજાપતિ ભવન, અંબાજી તેમજ પ્રજાપતિ ભવન, જુનાગઢનું કાર્ય ઉપાડી લીધું અને સફળતા સહીત પાર પાડ્યું. આજે અંબાજી તેમજ જુનાગઢે ભવ્ય પ્રજાપતિ ભવન રૂપી મકાનો છે જેનો અનેક પ્રજાપતિ જ્ઞાતિજનોએ લાભ લીધો છે. અને લઈ રહ્યા છે.

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના કાર્યકર્યાઓએ સંકુચિત હૈયુ કદી રાખ્યુ ન હતુ, અને, જ્યારે ગુજરાત પ્રજાપતિ સમાજ જેવી વર્ષોથી ચાલતી સંસ્થા તેમજ અન્ય સંસ્થાઓ સાથે ચર્ચા કરી કંઈક સમુહમાં કરવાની વાત આવી ત્યારે હર્ષથી વધાવી લીધી. પ્રથમ સમુહ મિટિંગ બાદ સમૂહમાં શુ થશે એ તો ભવિષ્ય એનું કહેશે. કિંન્તુ, મારા હૈયામાં આશા છે કે ગુજરાતમાં પ્રજાપતિ એકતા સહીત પ્રેમ ખીલતો રહે અને વધુને વધુ ગૌરવભર્યા કાર્યો થતા રહે.

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા ગુજરાતમાં જ્ઞાતિના ભલા માટે અનેક કાર્યો થયાં. સંઘના કાર્યકર્તાઓએ પરદેશ રહેતાં પ્રજાતિ જ્ઞાતિબંધુઓને પણ યાદ કર્યા. “વિશ્વ નિર્માતા પ્રજાપતિ” સંઘનુ મુખપત્ર પરદેશમાં વ્યક્તિગત કે સંસ્થાઓને પોસ્ટ દ્વારા મોક્લ્યું . અને સંઘ બારે જાણ પરદેશમાં થઈ. ત્યારબાદ, ૨૦૦૪ માં શ્રી દલસુખભાઈ પ્રજાપતિ અને શ્રી ગોદડભાઈ સાગરાસનીયાએ ઈંગ્લેંન્ડનો પ્રવાસ કર્યો. ઈંગ્લેંન્ડમાં પ્રજાપતિ સમાજના અનેક કાર્યકરોને મળી સંઘની પ્રવ્રુતિઓ બારે જાણ કરી અને પરદેશ રહેલા જ્ઞાતિબંધુઓ સાથે એક “સ્નેહસેતુ” સાધ્યો. એ ઘણીજ ખુશીની વાત છે. ઈંગ્લેંન્ડથી સંઘને સારો સહકાર પણ મળ્યો. આજે વિશ્વ નિર્માતા પ્રજાપતિ ઈંગ્લેંન્ડના અનેક શહેરોમાં તેમજ અમેરિકા, આફ્રિકા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં વંચાય છે. આવુ શક્ય કરનાર વિશ્વ નિર્માતા પ્રજાપતિ માસિકના તંત્રી અને સંઘપ્રેમી કાર્યકર્તા શ્રી ગોદડભાઈ સાગરાસણીયાનો ફાળો અમુલ્ય છે. આ ઘટનાને સંઘ પરદેશના પ્રજાપતિ સમાજ કાર્યકર્તાઓ કદી નહી ભૂલશે.

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા શાળાના બાળકો માટે શરૂ કરેલ શિક્ષણ ઉતેજન માટેની એનામ એવોર્ડ યોજનાની સફળતા બાદ, સંઘના કાર્યકર્તાઓ કોલેજના અભ્યાસ કરી ઉચ્ચ ડીગ્રીઓ મેળવનાર પ્રજાપતિ બાળકોને કેવી રીતે માન આપવું એ બારે વિચારણાં કરી રહ્યા છે. જે કોઈ પ્રજાપતિ બાળક ઉચ્ચ ડીગ્રી મેળવે એ પ્રજાપતિ જ્ઞાતિ માટે ગૌરવભરી કહાણી છે આથી જ, ઉચ્ચ ડીગ્રી મેળવનાર માટે પ્રજાપતિ જ્ઞાતિ ગૌરવ મેડલ કે એવોર્ડ ટ્રોફી હોય તો કેવું ? એવા વિચારની પણ વધુ ચર્ચા થી રહી છે. ભવિષ્યમાં શું શક્ય હશે એ તો કહે વાય નહી પણ મારી અંતરની આશા હશે કે જેનો લાભ અનેક પ્રજાપતિ બાળકોને મળશે.

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા ગુજરાતની પ્રજાપતિ જ્ઞાતિમાં રાજકીય જાગ્રુતિ આવી, એકતા-પ્રેમ વધ્યો, શિક્ષણ માટે ઉત્સાહ વધ્યો, થોડી જ્ઞાતિ ગરીબાઈ પણ દૂર થઈ, “પ્રજાપતિ ભવન” રૂપી ભવ્ય મકાનો થયાં, અને કંઈક સામાજિક પરિવર્તન થયું….એ આનંદભરી ગૌરવગાથા છે. કિંન્તુ હજુ જ્ઞાતિની ગરીબાઈ નાબુદ થઈ નથી., અને જ્ઞાતિ ગૌરવનો પ્રકાશ સૌ પ્રજાપતિ જનોને નજરે આવતો નથી. એક દિવસ હર પ્રજાપતિ કુટુંબે ગરીબાઈ નહી પણ આનંદ આનંદ હશે અને હર પ્રજાપતિ જ્ઞાતિજન મુખે પ્રજાપતિ કુળે જન્મ લીધાનો આનંદભર્યા ગૌરવ હશે…એવા “શોભ દિવસ” ભવિષ્યમાં જરૂર

                          ડો. ચંદ્રવદન મિસ્ત્રી લેંકેસ્ટર- યુ.એસ.એ.

ગુજરાતમાં ઈ.સ. ૧૯૮૬ માં “અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ” નામે સંસ્થાની સ્થાપના થયા બાદ મેં સંસ્થાના કાર્યકર્તાઓ સાથે પત્રવહેવાર શરૂ કર્યો અને સંસ્થાના મુખપત્ર “વિશ્વનિર્માતા પ્રજાપતિ” ના તંત્રી શ્રી ગોદડભાઈ સાગરસણીઆ સાથે મિત્રતા થઈ. વિશ્વનિર્માતા પ્રજાપતિ માસીકમાં લેખો/કાવ્યો પ્રગટ કરવાનો લ્હાવો મળ્યો. તેમાંથી આ વીણેલું લખાણ છે.

                                    ડો. ચંદ્રવદન

      ગુજરાત પ્રજાપતિ સમાજ માટે નવી જાગ્રુતિની જરૂરત

 

ગુજરાત પ્રજાપતિ સમાજ એટલે ગુજરાતની પ્રજાપતિ જ્ઞાતિની એક જુનામાં જુની સંસ્થા. જેની સ્થાપના ૧૯૨૬ માં થયેલ અને આજે પણ એ સંસ્થા ગુજરાતનાં અમદાવાદ શહેરથી જ્ઞાતિપ્રકાશ આપી રહી છે.

પરદેશ…ખાસ કરીને સાઉથ આફ્રિકામાં જ્યારે ગાંધીજી હતાં ત્યારે ત્યાં વસી રહેલ પ્રજાપતિ જ્ઞાતિજનોમાં જ્ઞાતિ એકતા અને પ્રેમનાં બીજ રોપાયા હતા….અને ૧૯૨૦માં શ્રી ટ્રાંન્સવાલ પ્રજાપતિ એસોસીએસન તેમજ ડરબન, નાતાલમાં શ્રી સુરત પ્રજાપતિ એસોસીયેસન નામે બે સંસ્થાઓની સ્થાપના થઈ. આ પ્રમાણે ૧૯૨૦માં પરદેશમાં પ્રજાપતિઓની પ્રવ્રુતિઓ શરૂ થયા બાદ ગુજરાતમાં પ્રથમ પ્રાંતિક પ્રજાપતિ મહાસભા થઈ અને જ્ઞાતિમાં એકતા લાવવાનાં હેતુ સાથે ગુજરાત પ્રજાપતિ સમાજ રૂપી સંસ્થાનો જન્મ થયો. આ ઘટના ગુજરાતનાં પ્રજાપતિજનો માટે એક ઐતિહાસીક અને ગૌરવભરી કહાણી છે અને આ ઘટના ઈતિહાસના પાને હંમેશ રહેશે.

શરૂઆતમાં ગુજરાત પ્રજાપતિ સમાજના કાર્યકર્તાઓ પરદેશના જ્ઞાતિબંધુઓ સાથે સંપ્રકમાં રહેતાં અને એના જ કારણે પદેશથી (સાઉથ આફ્રિકા ) નાથુરામ મોતીરામ મિસ્ત્રી તેમજ દેવજીભાઈ મિસ્ત્રી (બેરીસ્ટર) તેમજ અન્યે પ્રાંતિક મહાસભામાં હાજરી આપી હતી. તેમજ અન્ય રીતે ઉતેજન આપ્યુ હતું. કિન્તુ, સમયના વહેણઁઆં આ સંબંધો ધીરે ધીરે ઓછા થવા લાગ્યા. એ એક દુ:ખ્ભરી કહાણી છે.શા કારણે એવું થયુ એ ચક્રમાં ન પડી આપણે હવે શું કરવાનું એને મહત્વ આપવાનું રહે છે.

“પ્રજાપતિ” માસિક એ ગુજરાત પ્રજાપતિ સમાજનુ મુખપત્ર છે અને એ અનેક વર્ષોથી પ્રગટ થાય છે . ગુજરાતની અનેક નાની મોટી સંસ્થાઓના સમાચાર સાથે અનેક સુંદર લેખોથી ભરપૂર આ માસિક છે કે જે કોઈ વાંચે એ એનો ચાહક બની જાય છે. આવું શ્ક્ય થાય એ માટે અત્યારના તેમજ ભૂતકાળનાં તંત્રી પરિવારના સર્વને મારા અભિનંદન. અનેક વર્ષો પહેલાં “પ્રજાપતિ ના આજીવન ગ્રાહક થવા માટે ૨૦૦ રૂપિયા કે એવી નજીવી રકમ હતી…ત્યાર બાદ ફેરફારો કરી ફી માં વધારોથયો. આ ફેરફારોમાં પરદેશ્નાં ગ્રાહકો માટે એક જ રસ્તો…આજીવન ગ્રાહક બંનવુ રહે…અને અચાનક પરદેશ માટે ૮૦૦૦ રૂપિયા ઉપર (૨૦૦ ડોલર અગર ૧૦૦ પાઉંન્ડ ) ફી જાહેર થઈ જે અત્યારે ચાલી રહી છે. દેશ તેમજ પરદેશ માટે ફી વધારવાનું યોગ્ય જ કહેવાય. કિંન્તુ જે પ્રમાણે પરદેશ માટે ફી રાખવામાં આવી  તે યોગ્ય ન કહેવાય તે મારૂ માનવું છે . અત્યારે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના મુખપત્ર વિશ્વ નિર્માતા પ્રજાપતિ માટે આજીવન ફી ૫૦ ડોલર કે 30 પાઉંડ છે. કદાચ ઓછી હોય તો માનો કે ૧૦૦ ડોલર કે ૫૦ પાઉંડની રકમ હોઈ શકે. આજીવન ગ્રાહક ફી પરદેશમાં કેટલી યોગ્ય એનો જવાબ તો અત્યારના સમાજના કાર્યતર્તાઓ આપી શકે. આશા છે કે ગુજરાત પ્રજાપતિ સમાજની કાર્યવાહી કમિટિ આ પ્રશ્ન પર ગૈભીરતાથી ચર્ચા કરે. મારૂ માનવું છે કે પરદેશમાં સમાજ માટે પ્રેમ-ભાવના સહિત પ્રસાર કરવા માટે આ પ્રથમ પગલું છે !

હવે પ્રશ્ન રહે છે કે પરદેશમાં રહેતાં જ્ઞાતિજનો ગુજરાત પ્રજાપતિ સમાજ માટે ફરી પ્રેમ કેમ જાગ્રુત થાય, તો, ગુજરાત પ્રજાપતિ સમાજના કાર્ય્તર્તાઓએ પરદેશની પ્રજાપતિ સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર ચાલુ કરવો જોઈએ અને સાથે સાથે પરદેશના કાર્યતર્તાઓને “પ્રજાપતિ” વાંચવા લ્હાવો મણે એવું શક્ય કરવાનું રહે. આ છે ગુજરાત પ્રજાપતિ સમાજે લેવાનુ બીજુ પગલું !

ગુજરાત પ્રજાપતિ સમાજના કાર્યતર્તાઓ એકવાર અમદાવાદમાં ચાલી રહેલ બાળકોના છાત્રાલય (હોસ્ટેલ) તેમજ સમાજ મકાન માટે નવી જમીન ખરીદી એક સુંદર વ્યવસ્થા કરવા વિચારણા કરી રહ્યા હતા. કિંન્તુ કારણોસર, આ પ્રોજેકટ શરૂ થયો ન હતો. શું એ પ્રોજેક્ટ પ્રજાપતિ સમાજ તેમજ પ્રજાપતિ જ્ઞાતિ હીત માટે હતો ? જો આ પ્રશ્ન નો જવાબ “હા” માં હોય તો અત્યારે સમાજ કાર્યકર્તાઓને કમીટીમાં બેસી ફરી ચર્ચા કરવી જોઈએ. સર્વ કાર્યકર્તાઓની ફરજ બની જાય છે. જો આ પ્રમાણે મિતિંગ થાય, ખોલ્લા દિલે ચર્ચા થાય તો જરૂરથી કંઈક અમલમાં મુકવા માટે પગલાં લઈ શકાય. જો સર્વ એકતા જાળવી આ કાર્ય ઉપાડશે તો આપણી જ્ઞાતિમાં એવું શક્ય કરવાની શક્તિ જરૂર છે. આ કાર્ય માટે મોટા દાનવીરો પણ જરૂરથી મળી જશે એવો મારો પૂર્ણ વિશ્વાસ છે.

ગુજરાત પ્રજાપતિ સમાજજે જ્ઞાતિ ગરીબાય હટાવવા શું કર્યુ ? શિક્ષણ ઉતેજન ક્ષેત્રે શું કર્યુ ? તેમજ જ્ઞાતિના કુરિવાજો અને અંધકાર દૂર કરવાં શું કર્યું ? આ બધા પ્રશ્નોના જવાબ નીચે દર્શાવેલ ત્રણમાંથી એક જવાબ હોઈ શકે :

         (૧) આ બધા ક્ષેત્રે કંઈ જ કર્યુ નથી.
         (૨) આ બધા ક્ષેત્રે કંઈક કર્યું છે કિન્તુ પૂરતુ કર્યું નથી
         (૩) કોઈક ક્ષેત્રે કંઈક કર્યુ કિન્તુ બધા ક્ષેત્રે પ્રયાપ્ત કર્યા નથી.

હું જે નિહાળી રહ્યો છું તે આધારીત આ ત્રણે ક્ષેત્રે  (યાને ગરીબાય, શિક્ષણ ઉતેજન તેમજ જ્ઞાતિ અંધકાર અને કુરિવાજો હટાવવા માટેના પ્રયત્નો) ઘણું જ કરવાનું બાકી છે. મારી તો એક જ આશા કે ગુજરાત પ્રજાપતિ સમાજનાં કાર્યકર્તાઓ ચર્ચા કરી કંઈક અમલ કરવા પ્રયાસો વહેલી તકે શરૂ કરે.

શિક્ષણ ઉતેજનાના હેતુ સહિત ૧૯૯૩ માં એક ઈનામી યોજના “પ્રજાપતિ” માં પ્રગટ થઈ હતી. એ ઘણા જ આનંદની વાત કહેવાય. સમાજને પ્રજાપતિ બાણકોને શિક્ષણ માટે મળેલ સફળતાંને કદર કરવાની તક મળી. તે સમાજે ઝડપી લઈ ઈનામો આપવાના શરૂ કર્યા. શાળાના બાળકોને પ્રથમ શરૂઆત બાદ કોલેજ અભ્યાસ માટે ઈનામો શરૂ કરી બાળકોને આવા શિક્ષણ ઉતેજન દ્વારા ઉચ્ચ અભ્યાસ કરવા પ્રેરણા મળે. આપણી જ્ઞાતિમાં અનેક બાણકો ઉચ્ચ ડીગ્રી મેળવી સફળતાના શિખરે પહોંચે એવી મારી અંતરની પ્રાર્થના હંમેશ રહી છે.

ગુજરાત પ્રજાપતિ સમાજ કે અન્ય સંસ્થાઓ દ્વારા જ્ઞાતિમાં “સમુહ લગ્ન” ની પ્રથા શરૂ થઈ એ પણ જ્ઞાતિ માટે ઘણા જ આનંદની વાત છે. જ્યારે કોઈપણ પ્રજાપતિ કુટુંબ ગરીબીમાં હોય ત્યારે લગ્ન ખર્ચ એક બોજા રૂપ બને છે. જ્યારે પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજન હોય ત્યારે એવા સંજોગોમાં સપડાય છે. જ્ઞાતિજનોની ચિંતા દૂર થાય છે. અહીં સમાજ જ્ઞાતિની ગરીબાય લક્ષમાં લઈ આવું સમુહલગ્ન કાર્ય કરે છે. એ ગર્વ લેવા જેવી ઘટના છે કિન્તુ ગરીબાયને હટાવવા કાર્ય હજુ બાકી રહે છે.

પ્રજાપતિ જ્ઞાતિમાં નારીને જે સ્થાન મળવું જોઈએ તે હજુ મળ્યું નથી. અસલ તો ફક્ત પુરૂષોને શિક્ષણ મળે એવું વલણ હતું . નારી ત્યારે અભણ રહી ત્યારબાદ, નારીએ શાળામાં પ્રવેશ કર્યો. હવે નારીને કોલેજ તેમજ ઉચ્ચ ડીગ્રી અભ્યાસ માટે પણ ઉતેજન મળે છે ઘરમાં નારીને પુરૂષ ઘણીવાર માન આપવાનુ ચુકી જાય છે. કારણકે એ પોતાને ઉચ્ચ અને નારી નીચે ભ્રમમાં રહે છે. ખરેખર તો કોઈપણ સંસારનું ઘર નારી ગુણો કારણે જ મંદિર બને છે. પ્રજાપતિ જ્ઞાતિમાં નારી લાભાર્થે ઘણું થયું છે છતાં આ કાર્ય પણ અધુરું છે.

ગુજરાત પ્રજાપતિ સમાજના કાર્યકર્તાઓએ એક મોટી જવાબદારી હસ્તે લીધી છે. જ્ઞાતિ ગરીબાય એ જ એક મોટી દો:ખભરી કહાણી છે. આજે જે કોઈ જ્ઞાતિજન સુખી હોય કે ધનવાન હોય તેણે અન્ય જ્ઞાતિજનોને ભૂલવા ન જોઈએ. જ્યારે સર્વમાં “જ્ઞાતિ ગૌરવ” ના બીજ હશે તો “જ્ઞાતિ પ્રેમ” અને “જ્ઞાતિ એકતા” આપોઆપ જાગ્રુત થશે. આવા જ્ઞાતિ પરિવર્તનમાં જ્ઞાતિજનોને અન્યને સહકાર આપવાની પ્રેરણા મળશે, વિધવા નારી કે અનાથ બાળકોને સહકાર ભાવે જોવાની હૈયે ભાવના હશે. ગરીબાઈ કે માંદગીમાં પીડાતા જ્ઞાતિજન માટે સહકાર આપવા એ તૈયાર હશે. આવી જાગ્રુતિ સાથે શિક્ષણ ઉતેજન સહકારની ભાવનાનુ મિલન જો થાય તો આપણી પ્રજાપતિ જ્ઞાતિ જરૂરથી પ્રગતિનાં પંથે જશે, આવુ મહાપરિવર્તન જ્ઞાતિમાં લાવવા માટે ગુજરાત પ્રજાપતિ સમાજની ફરજ બની જાય છે.

પરદેશના જ્ઞાતિબંધુઓના ઉલ્લેખ સાથે આ લેખની શરૂઆત થઈ હતી. તો, પરદેશમાં રહેતા જ્ઞાતિજનો સાથે કેવી રીતે સંબંધો બાંધવા તે પર સમાજે વિચારણા કરવાની રહે. મારું માનવુ છે કે ગુજરાત પ્રજાપતિ સમાજના કાર્યકર્તાઓએ પરદેશમાં રહેતા….યાને ઈંગ્લેંન્ડ, અમેરિકા, કેનેડા, ફીજી, ઓસ્ટ્રેલિયા, ન્યુજીલેંન્ડ વગેરે આગળ પડતા જ્ઞાતિજનો સાથે વ્યક્તિગત તેમજ ત્યાની સમાજરૂપી સંસ્થાઓ સાથે પત્રવ્યવહારો કરવા જોઈએ. “પ્રજાપતિ” માસિકની સંસ્થા ભલે ગ્રાહકો ન હોય તો પણ :પ્રજાપતિ” માસિક તેઓને કોમ્પ્લીમેંન્ટરી મોકલવું જોઈએ કે જેથી ગુજરાત પ્રજાપતિ સમાજની પ્રવ્રુતિઓની પરદેશમાં જાણ થાય. અને શક્ય હોય તો પ્રજાપતિ માસિકના પદેશ માટે દર ઓછા કરી પરદેશમાં અનેક ગ્રાહકો બનાવવાનો પ્રયાસ હોય. ધીરે ધીરે આ પ્રમાણે ગુજરાત પ્રજાપતિ સમાજ ફરી “મિત્રતાનો સેતુ” પરદેશના જ્ઞાતિબંધુઓ સાથે બાંધે શકશે. આવા સ્નેહ સંબંધ તેમજ ગુજરાતમાં મહા જ્ઞાતિ પરિવર્તનની આશા મારા હૈયે છે અને હંમેશા રહેશે.

         ” ગુજરાત પ્રજાપતિ સમાજ” ની સંસ્થા છે જુની પુરાણી,
          ગુજરાત પ્રજાપતિ જનોની આ છે ગૌરવભરી કહાણી,
           હવે, આગેકુચ છે એકતા, પ્રેમ અને જ્ઞાતિ સહકારના પંથે,
           પરિવર્તન સહિત હશે પ્રજાપતિ પ્રગતિ અને સફળતા અંતે !

                        ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી - લેંન્કેસ્ટર (અમેરિકા) 

                         પરદેશથી અગ્નિચક્રને શુભેચ્છા પત્ર:

 

અગ્નિચક્ર પોતાની ૧૦વર્ષની સફર પુર્ણ કરીને ૧૧મા વર્ષમાં પ્રવેશે છે. આ સમયે અમેરિકાથી ડો. ચંદ્રવદનભાઈ મિસ્ત્રીએ એક ભાવના-સભર પત્ર લખેલ છે, અને આ પત્રમાંની તેમની ભાવનાઓ દિલના તારને ઝણઝણાવી નાખે તેવી છે. અગ્નિચક્રના વાચકોને આ પત્ર જરૂર ગમશે !

અગ્નિચક્ર પરિવારને જય શ્રી ક્રુષ્ણ,

            માર્ચ ૨૦૦૭નો મહિનો પુરો થતા, અગ્નિચક્ર દસમુ વર્ષ પુરુ કરી ૧૧મા વર્ષમાં  પ્રવેશ કરશે એ ઘણાજ આનંદની વાત છે, અને પ્રજાપતિ જ્ઞાતિ માટે એક ઐતિહાસિક ગૌરવ ગાથા છે.

 એપ્રિલ ૧૯૯૭માં અગ્નિચક્ર માસીકનો જન્મ થયો હતો. પ્રજાપતિ જ્ઞાતિના સમાચાર આપવા, અને ખાસ કરીને સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિને જાગ્રુત કરવા આ શરૂઆત હતી. મુંબઈમાં શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ તેમજ સમાજની શુભેચ્છા વ્યક્તિઓએ સહકાર-પ્રેરણા અગ્નિચક્રના તંત્રી શ્રી વિનોદભાઈ પ્રજાપતિને મળતા એમના હૈયે એક અનોખી શક્તિ મળી. એક મુંબઈના પ્રજાપતિ પત્રકાર શ્રી વિનોદભાઈને મનમાં પ્રજાપતિ જ્ઞાતિ માટે કંઈક કરવાનો વિચારો ફરી ફરી આવ્યા હતા. અને તે વિચાર મહાન સાહિત્યક શ્રી હિરજીભાઈ જગત્તિયા અને મસ્તરામ ગેહલોત સમક્ષ મુક્યો, અને તેમનો સહકાર મળતાં એમના વિચારો સાકાર થયા અને અગ્નિચક્રનો જન્મ થયો. વિનોદભાઈના ઉત્સાહ અને મહેનતને કારણે અગ્નિચક્ર ફક્ત મુંબઈના સોરઠીયા પ્રજાપતિ માટે નહી પણ ગુજરાતના સોરઠીયા પ્રજાપતિ સમાજ તેમજ ઉતર ને દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજના અનેક ઘરે વંચાકા લાગ્યું. અને ધીરે ધીરે સૌ જ્ઞાતિજનોનુ પ્રિય બની ગયુ. આ વાંચન દ્વારા મળેક જ્યોતિ પ્રકાશે ધીરે ધીરે પરદેશ પણ અનેક પ્રજાપતિ જ્ઞાતિજનોને આનંદિત બનાવ્યા. વિનોદભાઈની મહેનત અને ઉત્સાહના પરિણામ રૂપે આવું શક્ય બન્યું.

અગ્નિચક્રમાં જ્ઞાતિની ગરીબાઈ-દુ:ખોની વાતો છે. તથા કંઈક ગૌરવ ભરી કહાણીઓ પણ છે. પ્રજાપતિ બાળકોમાં શિક્ષણ માટે ઉતેજન મળે એવી ખુશીની વાતો પણ છે. જ્ઞાતિના બાળકોમાં અનેક ચમકેલા તારલા બારે પણ ઉલ્લેખ છે. આવા સમાચાર સહીત ધર્મ-ભક્તિ પંથ અપનાવવા ઉતેજન આપતા અનેક લેખો અગ્નિચક્રે પ્રગટ થયા છે. જ્ઞાતિ-સમાજમાં કંઈક ખોટું થતું હોય ત્યારે સંપાદકીય લેખમાં એ બારે ટીકા પડકાર હોય જ. સમાજ દ્વારા જ્યારે જ્યારે કંઈક સારુ થયું ત્યારે સંપાદકિય લેખોમાં એ ભુલાયું ન હતું. આવા અનેક કારણોને લીધે જ અગ્નિચક્ર વાંચકોમાં પ્રિય બન્યુ છે. આવા આ અગ્નિચક્રની દસમી એનીવર્સરી ઉજવવાની ઘડી આવે ત્યારે મારા હૈયે ઘણોજ આનંદ છે. જે હું શ્બ્દોમાં લખી શકતો નથી, કિન્તુ આ પત્ર દ્વારા મારા હાર્દિક અભિનંદન પાઠવું છુ, અને પ્રાર્થના કરૂ છું કે અગ્નિચક્ર પ્રગટ થતું રહે અને ૨૫ વર્ષની એનીવર્સરી કે વધુ વર્ષોનો ઉત્સવ પણ ઉજવે…અગ્નિચક્રની સફળતા માટે અનેકનો ફાળો છે, કિન્તુ શ્રી વિનોદભાઈ પ્રજાપતિનો ફાળો મહાન અને અગત્યનો છે. એમને એમના સ્વપ્નરૂપી…વિચારને અમલમાં મુકી સફળતાના શીખરે અગ્નિચક્રને પહોંચાડેલ છે. આ અગ્નિચક્ર સફળતાને કારણે વિશ્વભારતી પ્રકાશન કરવા શ્રી વિનોદભાઈને પ્રેરણા મળી અને એ પ્રકાશન દ્વારા અનેક પુસ્તકો પ્રકાશિત થયા અને જ્ઞાતિજનો તેમજ અન્યને વાંચવા લ્હાવો મળ્યો.

આપણી પ્રજાપતિ જ્ઞાતિ માં જે કોઈને સાહિત્ય માટે રસ હોય પણ પોતાના વિચારો પુસ્તક રૂપે પ્રગટ કરવા શક્તિ ન હોય ત્યારે વિશ્વભારતી પ્રકાશન દ્વારા કંઈક ઉતેજન મળ્યુ. અને અનેક ને કંઈક પ્રગટ કરવા લ્હાવો મળ્યો એ કંઈ નાની વાત નથી.

વિશ્વભારતી પ્રકાશન દ્વારા અનેક પુસ્તકો પ્રગટ થાય અને અગ્નિચક્રની જ્યોત હંમેશ જ્ઞાતિજનો અને અન્યને પ્રકાશ આપતી રહે એવી અંતરની પ્રાર્થના સહીત આશાઓમાં મારી ઈચ્છા એ છે કે ભવિષયમાં અગ્નિચક્ર જ્યોત દ્વારા પ્રજાપતિ જ્ઞાતિની ગરીબાઈ, કંઈક અંધશ્રધ્ધાઓ અને કુરિવાજો વગેરે દૂર થાય અને આપણી જ્ઞાતિ પ્રગતિનાં પંથે અનેક સફળતાઓ મેળવે.

                 લી. ડો.ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી- લેંકેસ્ટર, કેલીફોર્નિયા, યુ.એસ.એ.

 આભાર ! ખુબ ખુબ આભાર !!!

૧૯૯૭ની સાલ એટલે અગ્નિચક્રની શરૂઆત…એપ્રિલ ૧૯૯૭ની ના પ્રથમ અગ્નિચક્ર બાદ મને એક અંક અમેરિકા શ્રી વિનોદભાઈ પ્રજાપતિ તરફથી મળ્યો…અને ત્યાર બાદ હું અગ્નિચક્રનો આજીવન ગ્રાહક થયો. અને, શ્રી વિનોદભાઈ સાથે પત્ર વ્યવહાર કરતા કરતા મારી એક ઓળખાણ થઈ જે સ્નેહસંબંધ ખીલી ને એક પુષ્પ બની છે. તો, પ્રથમ હું અગ્નિચક્ર માસીકનો આભારીત છું.

અગ્નિચક્રમાં લેખો, કાવ્યો લખવાનો લહાવો મળ્યો. અગ્નિચક્ર દ્વારા મેં મારા વિચારો દર્શાવ્યા અને વિનોદભાઈ મારફતે જ શરૂ થયેલ વિશ્વભારતી પ્રકાશન દ્વારા મારા લખેલા કાવ્યો પુસ્તક રૂપે પ્રગટ થયા. અને એક ભજન પ્રાર્થના સંગ્રહ શ્રી ક્રુષ્ણ લીલામ્રુત પણ પ્રગટ કર્યાનો લ્હાવો મળ્યો. અહીં બે અજાણ માનવીઓની પ્રથમ ઓળખાણ એ ઓળખાણમાંથી થયેલ મિત્રતા અને એક ભાઈ-ભાઈ જેવા સ્નેહસંબંધો જેમાં શ્રી વિનોદભાઈ મને ઘણાજ મદદરૂપ થયા છે. તો, હું શ્રી વિનોદભાઈને આભાર પાઠવું છું. સાથે વિશ્વભારતી પ્રકાશનનો પણ આભારીત છુ !

અગ્નિચક્રને કારણે હું મુંબઈની સોરઠીયા પ્રજાપતિ સમાજ અને તેના કાર્ય્કરોને જાણી શ્ક્યો. જેઓએ મને સ્નમાન પણ આપેલ, વળી, પ્રજાપતિ કુંભાર વેલફેર એશોશિયેશન દ્વારા મારી શરૂ કરેલ પ્રથમ યોજના ડો. ચંદ્રવદન અને કમુબેન મિસ્ત્રી શિક્ષણ પ્રોત્સાહક યોજના પણ શક્ય થઈ. મને આનંદ છે એ યોજના દ્વારા અનેક પ્રજાપતિ બાળકોને શિક્ષણ માટે ઉતેજન મળ્યું છે, અને હજુ પણ મળતુ રહે છે. આથી હું શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ કાર્યકર્તાઓ/જ્ઞાતિજનો તેમજ પ્રજાપતિ કુંભાર વેલફેર એશોશિયેશન અને એના કાર્યકર્તાઓને મારો આભાર દર્શાવું છું.

અગ્નિચક્રની શરૂઆત બાદ, શ્રી લુણાઈ એજુકેશન ટ્રસ્ટની શરૂઆત થઈ. અનેક જ્ઞાતિજનો એ ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે દાન સહકાર કરી એક મોટું ફંડ શક્ય કર્યુ જે થકી એના વ્યાજમાંથી અનેક રીતે સહકાર થઈ રહ્યો છે તે ઘણાજ આનંદ ની વાત છે. લુણાઈ ટ્રસ્ટમાં મને પણ કંઈક સહકાર કરવાનો લ્હાવો મળ્યો હતો. આથી, જ્યારે જ્યારે અગ્નિચક્રમાં વાંચુ કે શ્રી લુણાઈ ટ્રસ્ટ દ્વારા આ થયું તે થયું ત્યારે મારા હૈયે પણ ઘણીજ ખુશી રહે છે. તો, એક શુભ કાર્યમાં મને ભાગીદાર બનાવનાર શ્રી લુણાઈ એજ્યુકેશન ટ્રસ્ટ અને તેના સર્વ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું.

અગ્નિચક્રમાં પ્રજાપતિ જ્ઞાતિ બારે વાંચી મને સહકાર આપવા પ્રેરણા થતી રહી…ગરીબને સહાય, અનાથને સહાયકે પછી દર્દી હોય તેને સારવારમાં કંઈક સહકાર…કે પછી પ્રજાપતિ બાળકને શિક્ષણ માટે સહકાર…આવું કરતા, પ્રભુ પ્રેરણાથી જ બીજી યોજનાઓ. સાહિત્ય ટ્રસ્ટ યોજના તેમજ એજુકેશનલ એસીસ્ટન્ટ યોજના પણ શરૂ થઈ…અગ્નિચક્રના વાંચકો મારા કાવ્યો કે લેખ વાંચી ખુશીના શબ્દો લખ્યા કે દર્શાવ્યા…કોઈક તરફથી મારી પ્રગટ કરેલ પુસ્તિકાઓ (ત્રિવેણી સંગંમ, ભક્તિભાવના ઝરણા, શ્રી ક્રુષ્ણ લીલાંમ્રુત) વાંચી ખુશી દર્શાવી. કોઈકે પ્રભુપ્રેરણાથી કરેલ સહાય માટે આભાર કે ખોશી દર્શાવી…તો, નામોથી તો લખી શકતો નથી છતાં જે કોઈએ મારા માટે બે શબ્દો કહ્યા કે અંતરે અનુભવ્યા તે સૌનો હું આભારીત છું !

અનેક વર્ષો બાદ, હું તથા મારા પત્નિ કમુબેન ભારત આવી શક્યા…તો વિનોદભાઈ તથા અન્ય સંસ્થાના કાર્યકરો મને નવસારી આવી મળ્યા…કંઈક સન્માન આપ્યું. ત્યારબાદ, મુંબઈના ટૂંકા રોકાણ દરમ્યાન મુંબઈના કુંભારવાડાના  મહિલા કાર્યકર્તાઓ તરફથી ભેટ મળી, ત્યારબાદ, દ્વારકા અને સૌરાષ્ટ્રનો પ્રવાસ…દ્વારકામાં પ્રજાપતિ ગોર શ્રી કૌશિકભાઈ તેમજ એમના ભાઈ યજ્ઞેશભાઈનો સહકાર માર્ગદર્શન…જુનાગઢે દિવાળીબેન ભીલ તેમજ શ્રી પ્રાણલાલ વ્યાસ જેવી વ્યક્તિએ સમયનો ભોગ આપી બે ઘડી વાતો કરી, પુજ્ય શેરનાથ બાપુએ દર્શન આપ્યા. તેમજ જુનાગઢે શ્રી પ્રજાપતિ ભવનના મેનેજીંગ વ્યક્તિ શ્રી રસિકભાઈ પ્રજાપતિ અને રાજકોટઁઆં શ્રી વસંતભાઈ ચૌહાણનો ભાવભર્યો આવકાર, અને દારકાના સોરઠીયા પ્રજાપતિ સમાજના કાર્યકર્તાઓ તરફથી સન્માન તેમજ બેટ દ્વારકામાં પુજારી શ્રી ક્રુષ્ણકાંત દવેનું માર્ગદર્શન તેમજ ભાવભર્યું ભોજન તેમજ સૌરાષ્ટ્ર બધે કારમાં ફેરવનાર શ્રી કરસનકાકા જગતિયાને કેમ ભુલાય ? આ પ્રમાણે સૌરાષ્ટ્રની કરેલી ટ્રીપ કે તે પહેલા જે કોઈ એ મને તેમજ મારા પત્નિ કમુબેનને સહકાર આપ્યો તે સૌનો હું આભારીત છું.

અગ્નિચક્ર સિવાય મારો પત્રવ્યવહાર અને પરિચય સ્નેહસંબંધો અન્ય માસીકો દ્વારા સક્ય હતો. મુંબઈથી પ્રગટ થતા પ્રજાપતિ સંદેશના તંત્રી શ્રી કાંતિભાઈ મિસ્ત્રી તેમજ સમાજના વડીલ છોટુભાઈ ઈંટવાલા, અમદાવાદથી પ્રગટ થતા પ્રજાપતિ ના સહતંત્રી ડો. રમેશ્ભાઈ ઓઝા, તેમજ શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના મુખપત્ર વિશ્વ નિર્માતા પ્રજાપતિના તંત્રી શ્રી ગોદડભાઈ સાગરાસણીયાએ સૌને ભારતની મુલાકાતે રૂબરૂ મળવાનું થયું. અમદાવાદના તૂંકા રોકાણમાં રમેશભાઈ ઘણાજ મદદરૂપ થયા સાથે ગુજરાત પ્રજાપતિ સંમાજના પ્રમુખ શ્રી કેશવભાઈ પ્રજાપતિને પણ મળવાનું થયુ અને જેમણે અમદાવાદમાં ફેરવ્યા. શ્રી ગોદડભાઈના આગ્રહથી અંબાજી-પાલનપુર જવાનુંથ્યું. અંબાજી-પ્રજાપતિભવનના કાર્યકર્તા શ્રી રમેશભાઈ પ્રજાપતિ ઘણાજ મદદ રૂપ થયા. પાલનપુરમાં ગોદડભાઈના પરિવાર તરફથી ભાવભર્યો સત્કાર હતો. અને ત્યાંના પ્રજાપતિ જ્ઞાતિજનોને મળવાનો લહાવો મળ્યો. વળી પાલનપુરમાં ગોદડભાઈના ઉત્સાહથી શરૂ થયેલ શ્રી પ્રજાપતિ કેળવણી મંડળની શાળા-બાળમંદિર જોવાનો લ્હાવો મળ્યો, બાળકોનું ભણતર, કળા વિગેરે નિહાળી આનંદ થયો અને શાળાના કાર્યતર્તાઓએ મારા તેમજ પ્ત્ની કમુબહેનના હસ્તે ઈનામ વહેંચણી કરવાની તક આપી….ઈનામ યોજના શરૂ કરી દીધી…પ્રભુપ્રેરણાથી એ શ્ક્ય થયું હતું કિન્તુ સ્વપને પણ ખ્યાલ નહોતો કે એક દિવસ અમારા હાથે ઈનામોની વહેંચણી થશે ! ગોદડભાઈના સંગાથે વડોદરા જવાનુ થયું જ્યાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ શ્રી દલસુખભાઈ પ્રજાપતિને રૂબરૂ મળવાનું થયુ, વાતો કરી ભાવભર્યું ભોજન એમની સાથે જમ્યા એ કદી ભોલાશે નહી., દલસુખભાઈ અનેક કાર્યોમાં બીઝી હોવા છતાં એમણે એમના કિંમતી સમયનો ભોગ આપી અમોને મળ્યા. આ પ્રમાણે મુંબઈ તેમજ ગુજરાતના પ્રજાપતિ સમાજના અનેક કાર્યકર્તાઓ મળેલ શુભેચ્છાઓ, સહકાર, માર્ગદર્શન માટે હું સૌ નો આભારીત છુ.

ઉપર મુજબના ઉલ્લેખ પ્રમાણ અગ્નિચક્ર કે પછી શ્રી વિનોદભાઈ ક્એ ગોદડભાઈ કે રમેશ્ભાઈ મારફતે અનેકને મળ્યો, સૌનો આભાર દર્શાવ્યો તેમજ નવસારીના શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ શ્રી બાલુભાઈ લાડ મારફતે આશ્રમના અતિથીગ્રુહમાં રહેવાની સગવડ શક્ય થઈ…અને તેમણે આણંદ શરૂ થનાર પ્રજાપતિ કુમારિકા માટેની હોસ્ટેલના ખાતમુરત સરેમનીનું આઁઅંત્રણ આપ્યુ, નવસારી આશ્રમે સભા કરી સમ્માન કર્યું, માર્ગદર્શન આપ્યુ એ કેમ ભુલાય ? બીલીમોરા ધામે પ્રથમ પ્રજાપતિ આતંરરાષ્ટ્રિય મહોત્સવ સમયે બે શબ્દો બોલવાની તક મણી તેમજ અન્યને સાંભળવાનો લ્હાવો મળ્યો એ માટે આવું આયોજન કરનાર સર્વ જ્ઞાતિજનોને કેમ ભુલાય ? વેસ્મા ગામે મારા પ્રજાપતિ મોહલ્લા-નામે ભુરીયા ફળિયાના ટ્રસ્ટ તરફથી સભા કરી સન્માન મળ્યું..વેસ્મા ગામના ધીમર સમાજના ભજન મંડળ તરફથી અગીયારસની ફેરી શરૂ થયાના ઉત્સવે સન્માન મળ્યું…વેસ્મા ગામની સાર્વજનીક હોસ્પીટલ, સાર્વજનીક પુસ્તકાલય, કુમારશાળા, નુતન શિક્ષણ સમાજ શ્રી રામચંદ્રજી મંદિર સેવામંડળ ટ્રસ્ટ, ધર્માદા આર્યુવેદિક દવાખાના તેમજ બાલેશ્વર મહાદેવના મંદિરના કાર્યકર્તા તેમજ અનેક વ્યકતિઓ વેસ્માવાસી તરફથી બે શુભ શબ્દો સહકાર માર્ગદર્શન મળ્યુ એ કેમ ભુલી શકાય ? મારી ભારતની ટ્રીપ દર્મ્યાન અમારા ઘ્રેજ રહેતો મારો ભાણેજ જગદીશભાઈ ભીખુભાઈ મિસ્ત્રી મારી સાથે જ રહીને બધી રીતે મને સહકાર આપ્યો એ પણ ઘણાંજ આનંદની વાત છે. વેસ્માની કુમારશાળાંમાં સાથે ભણતાં મિત્રો, જગદીશ ધીમર, ભગુ પટેલ, જયંતિ ચાંપાનેરીયા અને સગાસ્નેહી મિત્રો તરફથી શુભ શ્બ્દો સહકાર શક્ય થયો એ હંમેશા યાદગાર રહેશે. આ લખાણ દ્વારા મારો પ્રજાપતિ જ્ઞાતિ પ્રેમ…માનવ પ્રેમ સમાયેલ છે. કિન્તુ ખરેખર તો હું પ્રભુનો ખુબ આભારી ચું કે પ્રભુક્રુપાથીજ હું અનેકને જાણી શક્યો, સમજી શક્યો, અને કંઈક સ્નેહ સંબંધ બાંધી શક્યો અને પ્રભુક્રુપા દ્વારા જ મારો ભારતનો પ્રવાસ પણ સારી રીતે પૂર્ણ થયો.

_ ડો.ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્ત્રી- અમેરિકા

 

અગ્નિચક્ર, દસમી સાલગીરા એ ચંદ્રવદન !!!

 અગ્નિચક્ર, ઓ અગ્નિચક્ર, દસમી સાલગીરાએ,

 શુભેચ્છા ભર્યા વંદન છે મારા, વંદન છે મારા !…(ટેક)

સોરઠિયા પ્રજાપતિ સમાજને જ્યોત આપવા જે જનમી,

બની એ તો જ્યોત અખિલ ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિની !

કેવી છે આ ગૌરવ ગાથા !              અગ્નિચક્ર…. (૧)

મહેંક તારી ફક્ત ભારત કે ગુજરાતને ન રહી શકી,

એ તો પરદેશ જ્ઞાતિજનોને ખુશી કરતી રહી,

કેવી છે આ ગૌરવ ગાથા !                અગ્નિચક્ર… (૨)

જ્ઞાતિ ગરીબાય શબ્દોમાં કહી, તો જ્ઞાતિજનોના હૈયા હલી ગયા,

અને, કંઈક સહકાર આપવા અનેક જ્ઞાતિજનો આતુર થતા,

કેવી છે આ ગૌરવ ગાથા !                 અગ્નિચક્ર… (૩)

પ્રજાપતિ બાણ ને શિક્ષણ-ઉતેજન સહકાર અપાતા,

જ્ઞાતિએ અનેક તારલાઓ થયા ચમકતા,

કેવી છે આ ગૌરવ ગાથા !                  અગ્નિચક્ર… (૪)

દૂર કરવા જ્ઞાતિ કુરિવાજો, અંધશ્રધ્ધા આગેકુચ હવે એની હશે,

જરૂર પ્રગતિઓ સહિત જ્ઞાતિ પ્રકાશ વધશે, ચંદ્ર એવું કહે,

કેવી છે આ ગૌરવ ગાથા !!                  અગ્નિચક્ર… (૫)

કાવ્ય રચના

ફેબ્રુઆરી ૧૬, ૨૦૦૭                       ડો.ચંદ્રવદન

                    (માર્ચ 2007 માં આવતી અગ્નિચક્રની દસમી સાલગીરાને યાદ કરી)

મુંબઈથી પ્રગટ થતું “અગ્નિચક્ર” માસીક મુંબઈના સોરઠિયા પ્રજાપતિ સમાજ તેમજ ભારત અને પરદેસના પ્રજાપતિ જ્ઞાતિજનોને સંદેશ આપતું એક માસીક છે, જેની શરૂઆત ૧૯૯૭માં થી હતી, અને ત્યારથી એ માસીકમાં લેખો/કાવ્યો વિગેરે પ્રગટ કરવાનો લ્હાવો મને મળ્યો અને હજુ મળી રહ્યો છે. “અગ્નિચક્ર” ની ૧૦ મી એનીવર્સરી સમયે લેખ/કાવ્યો અહીં પ્રગટ કરી એક ઝલક આપી છે !

                                                                  ડો.ચંદ્રવદન

                               નારી અને પ્રજાપતિ જ્ઞાતિ સમાજ

 

આપણે સૌ નારીને હિન્દુ ધર્મના ઈતિહાસે નિહાળી તો જ નારીના મહત્વ બારે પૂરો ખ્યાલ આવે. આથી પ્રયાસ છે કે કંઈક ઝલકરૂપે હું પ્રથમ લખું.

વિશ્વનું સર્જન થયું ત્યારે અન્ય પ્રાણીઓ સંગે માનવીઓને ઉચ્ચ પદ મળ્યુ. પ્રભુની ઈચ્છા હતી કે નર અને નારીનું સ્થાન એક સરખું- ન કોઈ ઉંચું કે ન કોઈ નીચું. સંસારે નર માનવનુ કર્તવ્ય શું અને નારીનુ કર્તવ્ય શું એ ઘડતર નક્કી થયું તેમાં એક વ્યક્તિ (નર) બીજી વ્યક્તિ (નારી) વગર અધુરી હતી. બે એક સાથે પુર્ણત્વનું દર્શન કરાવતા હતા. આવી ઉચ્ચ ધર્મ પ્રથામાં નારી એક દીકરી તો કોઈની બહેન, એક પત્ની કે કોઈની માતા તરીકે પુજાતી હતી. જેમ જેમ સમયનું વહેણ થયું તેમ તેમ નર પોતાની જાતને મહાન ગણવા લાગ્યો અને નારીને એણે નીચી પદવી આપી. સંસારમા સમાજે સમાજે નારીનું અપમાન થવા લાગ્યુ. આ દુ:ખ ભર્યા પરિવર્તનમા પ્રજાપતિ નારીને પણ ઘણું જ સહન કરવાની ઘડી આવી.

એક સમયે જ્ઞાનથી ભરપૂર પ્રજાપતિ જ્ઞાતિજન હિન્દુ ધર્મ પ્રમાણે પ્રજામા ઉચ્ચ સ્થાન પર હતો, અને એથી જ પ્રજાપતિ તરીકે ઓળખાતો હતો.એ અજ્ઞાનતાના અંધકારમાં ગરીબાય વેઠી રૂદન કરતો હતો ત્યારે પ્રજાપતિ નારીને વધુ સહન કરવાની ઘડી આવી હતી. અને જ્યારે શિક્ષણના મહત્વ નું જ્ઞાન જ્ઞાતિમાં ફરી આવ્યુ ત્યારે પણ સ્ત્રીઓના ભણતર માટે ઉતેજન ન અપાયું. ઘરસંસારના કાર્યોમાં નારીઓને સલાહો આપવાનો હક્ક પણ છીનવી લીધો હતો. પુરૂષ વર્ગે નારીનું અપમાન કર્યું. નારી એના હ્રદયનાં ઉંડાણમાં રૂદન કરતી રહી. કિન્તુ એને સાંભળવા સમાજ તૈયાર ન હતો.

ભારતમાં અનેક રાજ્યો હતા. પરદેશઓ પણ રાજ્ય સતા કરી ગયા એમાં આપણને મોગલ રાજ્ય તેમજ અંગ્રેજ રાજ્યના સમયગાળામાં જે કંઈ થયેલું તેનો વધારે ખ્યાલ છે. એ સમયગાળા દરમ્યાન પ્રજાપતિ જ્ઞાતિ પર ઘણોજ અન્યાય થયો હતો. જ્ઞાતિ ગરીબાય સાથ જ્ઞાનરૂપી શિક્ષણ આપવા માટે અસંભવતા વધી ગઈ વળી, અંગ્રેજ રાજ્ય સમયે બીજી જ્ઞાતિઓએ લાભ લેતા હતા ત્યારે પ્રજાપતિ જ્ઞાતિજનોને વેઠ જેવી પ્રથાનો અન્યાય પણ સહન કરવો પડ્યો. અજ્ઞાનતાના અંધકાર હટાવવા જ્ઞાતિ વડીલોએ શિક્ષણને ઉતેજન આપ્યું. ત્યારબાદ જ્ઞાતિ જાગ્રુત થઈ અને પરિવારે પરિવારે દીકરીઓ પણ ભણવા લાગી. અનેક જ્ઞાતિપુરૂષોએ સમાજને પડકાર કર્યો અને પહેલાં મુંગા રહેલ પ્રજાપતિ સમાજમાં પરિવર્તન થયું. ધીરે ધીરે પ્રજાપતિ બાલિકાઓ પણ શિક્ષણ ક્ષેત્રે ચમકવા લાગી. આ પ્રમાણે ભારતમાં તેમજ પરદેશમાં ખાસ કરીને આફ્રિકા ખંડે પ્રજાપતિ નારીઓને શિક્ષણ મળતું થયુ. ઈગ્લેંન્ડ આવી સ્થાયી થયેલ પ્રજાપતિ જ્ઞાતિજનોએ શિક્ષણ પ્રેમના માર્ગે નારીઓને ઉતેજન આપ્યું અને ઈગ્લેંન્ડમાં તેમજ અન્ય જ્ગ્યાએ નારીઓએ ઉચ્ચ ભણતર મેળવી સારી પદવીએ નોકરીયો મેળવી. પ્રજાપતિ સમાજે પણ આ નારી પરિવર્તનની નોંધ લીધી અને પ્રેરણા માર્ગદર્શનનો પંથ અપનાવ્યો.

સંસાર નર અને નારીથી ચાલે છે. પુરૂષ કદાચ પરિવાર માટે ઘરરૂપી છત્ર આપી શકે કિન્તુ નારીજ એ ઘરને સંસ્કાર, ધર્મ, ભકતિ અને પ્રેમ લાગણીનું ખાતર રેડી ઘરને મંદિર બનાવે છે. પહેલા નારી ફક્ત ઘરકામમાં ગુંથાયેલી રહી બાળકોને સંભાળ રાખી જીવન જીવી રહી હતી. આજે એ જ નારી બહાર જઈ નોકરી કરી સંસારરી જીવનને સહાય કરે છે.

આવા પરિવર્તનમાં સમાનતાના ત્રાજવે નારીએ કંઈક અગ્ત્યનું ભુલવુ ન જોઈએ. આર્યનારી માટે પતિ એક સ્વામી રૂપે છે અને પુરૂષના હ્રદયમાં નારી એક દેવી સમાન છે. આવી ઉચ્ચ વિચાર ધારામાં એક બીજાને ઉંચી કે નીચી કક્ષામાં જોવાની તક જ કદી ન મળે. પરિણામે એકબીજા પ્રત્યે પ્રેમ અને માન, અને સમાનતા પણ સચવાય જાય. કોઈક વાર ભણતર કે નોકરી કારણે નારીએ કંઈક ગર્વ કરી પુરૂષ પ્રત્યે અન્યાય કર્યાના દાખલાઓ હશે. એવું વર્તન અને વાતાવરણ અંતે પતનના પંથે લાવે છે. એથી નારીએ એ ન ભુલવુ જોઈએ કે એ એક સંસ્કાર ભક્તિ પ્રેમભરી દૈવી શક્તિ છે. એ દૈવી શક્તિ તેજ પુજ્ય આર્યનારી.

આજે પ્રજાપતિ જ્ઞાતિમાં નારીઓએ એમનું સમાનતાનું સ્થાન કરી લીધું છે આજે સમાજ અનેક નારીઓને સામાજીક કાર્યો કરવા તક આપે છે. અનેક પ્રજાપતિ નારીઓએ ઉચ્ચ ડિગ્રી મેળવી ઉચી પદવી મેળવી, સેવા કરી ગૌરવતા વધારી છે. શ્રી પ્રજાપતિ સમાજ (યુ.કે.) જેવી સંસ્થાએફક્ત ઈંગ્લેંન્ડમાં નહી, પરંતુ ભારતમાં સહાય કરી પ્રજાપતિ બાળકોને શિક્ષણના પંથે લાવવા અનેક કાર્યો કર્યા એમાં પ્રજાપતિ નારીઓને પણ લાભ જ થાય છે એવી રીતે પ્રગતિના પંથે પ્રજાપતિ ગૌરવ વધતું રહે એવી અંતરની આશા.

                     નારી શક્તિ છે મહાન, ન કરો એનું અપમાન,

        નર નારીઓ ચાલો તમો એક સાથે, અને લાવો પ્રજાપતિ જ્ઞાતિને પ્રગતિના પંથે,

              શ્રી પ્રજાપતિ સમાજનું લક્ષ એવું રહે, કે નારીની કદર હંમેશ થતી રહે.

 

                                                  ડો.ચંદ્રવદન મિસ્ત્રી,કેલીફોર્નીયા,યુ.એસ.એ.

ઈંગ્લેંન્ડની શ્રી પ્રજાપતિ એસોસીએશન યુ.કે.નામની ચાલતી પ્રજાપતિ સંસ્થાના મુખપત્ર “પ્રજાપતિ સંદેશ” ના અંકે પ્રગટ કરેલ આ લેખ છે.

                                  શુભ સંદેશ

 

સ્નેહી શ્રી બાલુભાઈ, શ્રી પ્રજાપતિ વિદ્યારથી આશ્રમ, નવસારીના પ્રમુખશ્રી, તેમજ ઉપ-પ્રમુખ શ્રી નગીનભાઈ, મંત્રી શ્રી હરિભાઈ તેમજ આશ્રમના સર્વ ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ.

 

         લી. લેંન્કેસ્ટર, કેલીફોર્નીયા, યુ.એસ.એ. થી ડો.ચંદ્રવદનભાઈના સ્નેહવંદન.

 

આણંદ વિદ્યાનગરમાં શ્રી પ્રજાપતિ આશ્રમ નવસારીના કાર્યકર્તાઓએ અનેક વર્ષો પહેલાં આગમ બુધ્ધિ વાપરી જમીન ખરીદ કરી એક પ્રજાપતિ કુમારોની સગવડ માટે છાત્રાલય શરૂ કર્યું હતુ અને તે બાદ એ છાત્રાલયે સગવડો વધારી. ત્યારબાદ, પ્રજાપતિ સમાજમાં છોકરીઓને લાભ થાય તે માટે વિચારણા થઈ અને જ્યારે જમીન ખરીદી થઈ છાત્રાલય બાંધવાનો નિર્ણય લેવાયો ત્યારે મારા હૈયે ઘણોજ આનંદ થયો હતો. પ્રભુક્રુપાથી ભુમીપૂજન સમયે હું આણંદ હાજર હતો. આજે ૨૮ ડીસેંમ્બર ૨૦૦૭ ના રોજ છાત્રાલયનું બાંધકામનું કાર્ય પૂર્ણ થતાં, પ્રજાપતિ કુમારીકાઓ માટે છાત્રાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે તે જાણી ઘ