હટાવો બિમારી !

હટાવો બિમારી !

હટાવો બિમારી !
હું તો તંદુરસ્તી ચાહું !…….(ટેક)
બિમારી કારણે, દવા કે હોસ્પીતાલ સારવારની જરૂર પડી,
તો, પ્રભુએ જ સહાય કરવા મુજ હૈયે પ્રેરણાઓ દીધી,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?……હટાવો…(૧)
જન્મભુમીએ નથી હોસ્પીતાલ કે દવાખાનું,
પ્રથમ દવાખાનું અને પછી હોસ્પીતાલ ગામે થાવું,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?……હટાવો….(૨)
દાનસહકારરૂપે “વીલચેર” કે “ક્રચીસ”દીધા, જેને જરૂરત હતી,
આંખના ઓપરેશન માટે પણ સહાય કીધી,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?……હટાવો….(૩)
કંઈક કર્યાનો આનંદ હતો છતાં કરવું છે વધુ,
“હેલ્થ સેન્ટર” પાલનપુરે કર્યાનો સંતોષ હૈયે લાવું ,
તો, હૈયે ખુશીઓ કેમ ના લાવું ?…..હટાવો…..(૪)
હવે, ચંદ્ર હૈયે છે ખુશીઓ ઘણી,
છતાં, કંઈક વધુ કરવા હૈયે આશાઓ ભરી,
તો, એવી આશાઓ સાથે, હૈયે ખુશીઓ કેમ ના લાવું?….હટાવો….(૫)
કાવ્ય રચના….ઓગસ્ટ, ૨૦, ૨૦૦૯         ચંદ્રવદન.

બિમારી હટાવો…બે શબ્દો

આજે તમે મારૂં કાવ્ય “હટાવો બિમારી” વાંચ્યું ….એ વાંચી,તમોને થોડો ખ્યાલ આવ્યો હશે કે મેં મારી જનકલ્યાણના કાર્યોની સફરમાં મેં “માનવ તંદુરસ્તી”ને મહત્વ આપ્યું છે. માનવી માટે રોગ/બિમારી એ એક “મહાન દુઃખ ” છે. હા, કોઈ પણ ઈચ્છતું નથી કે એને બિમારી મળે…તેમ છ્તાં, અનેક કારણોસર એને બિમારી સહન કરવી પડે છે. આ બારે મેં આગળ એક બિમારીઓ બારે પોસ્ટ પ્રગટ કરી હતી જે તમે નીચેની “લિન્ક” (LINK)થી ફરી વાંચી શકો છો>>>>
હવે, આજે તમે મારૂં કાવ્ય વાંચ્યું આ કાવ્યમાં છંદ/જોડણી ના શોધશો…ફક્ત “હ્રદયભાવ” નિહાળશો., અને મારા જીવનમાં થયેલા કાર્યો બારે જાણવા માટે જ ઈચ્છાઓ રાખશો.
મારી “મેડીકલ સહકાર”રૂપી સફરમાં પ્રથમ મેં એક વ્યક્તિગત કોઈને સહાય આપી એક શુભ શરૂઆત કરી, અને સાથે સાથે ” અનેકને લાભ મળે ” એવા ભાવે કંઈક કરવા પ્રયાસ કર્યો છે, અને એનું વર્ણન હવે કરી રહ્યો છું .
(૧) આર્યુવેદીક દવાખાનું, વેસ્મા, ગુજરાત.
“શ્રી વેસ્મા રામચંદ્રજી મંદિર સેવા મંડળ ટ્રસ્ટ” નામે  એક સંસ્થા વેસ્મા ગામે અનેક વર્ષોથી છે. એ સંસ્થાએ ૫૦ વર્ષ ૧૯૯૨/૯૩માં પુરા કર્યા ત્યારે ” જુની વાત કે ગામમાં એક હોસ્પીતાલ કે દવાખનું  કરવું જોઈએ ” એ તાજી થઈ….એ સમયે હું વેસ્મા જ હતો કે મને એનું જાણ થયું ……આ વાત આગળ વધી ન હતી અને એથી એને વેગ આપવા માટે મે ગામમા કાર્યકર્તાઓને કહ્યું કે “હું એક મોટી રકમ દાનરૂપે આપવા તૈયાર છું , જો તમે આ કાર્યને હસ્તે લઈ, પત્રીકાઓ છપાવી, આગળ લઈ જવા ઈચ્છાઓ રાખો તો “…ગામવાસીઓને પ્રેરણાઓ મલી…પત્રીકાઓ થઈ અને દાન-સહકાર માટે અપીલ થઈ. મેં પણ. વચન આપેલું તે પ્રમાણે દાનની રકમ મોકલી, અને વધુમાં કહ્યું કે “પરદેશમાં અન્ય પાસે દાન સહકાર મેળવવા હું બનતો પ્રયાસ કરીશ ” પ્રભુએ અનેકને પ્રેરણાઓ આપી, અને હું સારૂં ફંડ ભગું કરી મોક્લ્યું…..મારા દાન તેમજ મારી દર્શાવેલી ઈચ્છાઓને માન આપી કાર્યકર્તાઓએ દવાખાનાનું નામકરણ “સ્વ. માધવભાઈ ગાંડાભાઈ મિસ્ત્રી તથા સ્વ. ભાણીબેન માધવભાઈ મિસ્ત્રી ધર્માદા આયુર્વેદિક દવાખાનું ” રાખ્યું, અને આ દવાખાના માટે ફંડરૂપે ભેગા કરેલા પૈસાને બેન્કમાં “ફિક્સ ડીપોસીટ”તરીકે રાખી, એના વ્યાજમાંથી દવાઓ ખરીદી, એક ડોકટર રાખી સેવા આપવી…..આ કાર્ય માટે ૨ રૂપીઆ જેવી “ટોકન ફી ” થી જ કાર્ય કરવું…આ દવાખાનાનું જ્યારે ઉધઘાટન થયું ત્યારે મારા હૈયે ખુબ જ ખુશી હતી.
થોડા વર્ષો આ પ્રમાણે આર્યુવેદિક દવાઓનો લાભ અનેકને મળ્યો……અને, પછી, “અલોપથી” દવાઓ પણ આપવાની શરૂઆત કરી. …આજે, અનેક વર્ષોથી આ દવાખાનું સારી રીતે ચાલે છે. શરૂઆતમાં કરેલા ફંડ બાદ, અનેકે સારો દાન-સહકાર આપ્યો છે અને એથી, અનેક લાખોનું ફંડ બેન્કમાં હોવાથી આ દવાખાનું અનેકને લાભ આપી સેવાનું કાર્ય ચાલુ રાખ્યું છે…..આ સફળતામાં  કાર્યકર્તાઓની સેવા, દાનવીરોનો સહકાર તેમજ પ્રભુની ક્રુપા આધારીત છે. બસ, મારી ગુજરાત.તો એક જ પ્રાર્થના છે કે આ દવાખાનું હંમેશા ચાલતું રહે !
(૨) સાર્વજનિક હોસ્પીતાલ, વેસ્મા,
વેસ્મા ગામ નેશનલ હાઈવે ૮ પર આવેલું છે. ગામ વસ્તી પ્રમાણે મોટું કહેવાય, અને બજારના કારણે તેમજ હાઈવે હોવાના કારણે અનેક ગામનો લાભ લેતા હોય છે. આટલું મોટું ગામ હોવા છ્તાં, ગામમાં હોસ્પીતાલ ન હતી…..એક ડોકટર તરીકે મેં ગામમાં હોસ્પીતાલ હોવાના સ્વપના નિહાળ્યા હતા…….કોઈક વાર ગામના રહીશો પણ ગામમાં હોસ્પીતાલ હોય એવી ચર્ચાઓ કરતા….ત્યારે જાણ્યું કે અનેક વર્ષો પહેલા એક “વૈદકીય રાહત મંડળ, વેસ્મા ” નામે એક સંસ્થા શરૂ થઈ હતી, અને એ એક હેતુ સાથે….”ગામમાં એક મેડીકલ સારવાર માટે દવાખાનું/હોસ્પીતાલ હોય “અને એક જમીન પણ હક્કે હતી. ગામવાસીઓ ગામના મુખી મારફતે એક ઉઘરાણું પણ શરૂ કરેલું….એને સફળતા ના મળેલી એથી અનેક હાતાશ હતા…..એ સમયગાળા દરમ્યાન મારો મિત્ર (કુમાર શાળાથી) કેનેડા ફરવા આવ્યો હતો તે મારા ઘરે આવ્યો..ફરી હોસ્પીતાલની ચર્ચઓ થઈ ત્યરે મેં એને કહ્યું કે” તું જ્યારે ભારત જાય ત્યારે વેસ્મા જઈ ગામવાસીઓની મીટીંગમાં જઈ ઉત્સાહ રેડીશ અને હહીશ કે પરદેશમાંથી પણ સારૂં ફંડ મળશે “……આ પ્રમાણે , થયું અને “નવી કમીટી ” થઈ અને હોસ્પીતાલ માટે યોજના થઈ..પત્રીકાઓ છપાય…..અને, પ્રભુક્રુપાથી સારો સહકાર મળવા લાગ્યો..મારો મિત્ર આરકીટેટ હતો અને એણે રસ લઈ મહાનનું ડ્રોઈંગ પણ કર્યું અને બાંધકામ સમયે માર્ગદર્શન આપવા વચન આપ્યું ..એ સમયે યોજનામાં ૩લાખના દાને “મેટરનીટી વોર્ડ” (Maternity Ward ) હોય શકે એવું હતું તો મેં મારા મિત્ર જયંતિને કહ્યું કે ” તારી માતા તને જ્ન્મ આપી ગુજરી ગઈ હતી….અને મારે મારી માતાની યાદમાં કંઈ કરવું છે ..તો, આપણે એ થઈ કેમ આ દાનની રકમ આપીએ ? …જે થકી, તારી અને મારી માતાની યાદ એક જગ્યાએ હોય શકે” ..એને આ વિચાર ગમ્યો..અને આજે એ હોસ્પીતાલે મેટરનીટી વોર્ડ પર  મારી માતા “ભાણીબેન ” તેમજ એની માતા “પાર્વતીબેન” નું નામ છે….એ મારા માટે ઘણા જ આનંદની વાત છે !
આ સિવાય, મેં અન્યને પ્રેરણા આપી, અને “બાળકોનો વોર્ડ” તેમજ “ પેથોલોજી” અને અન્ય માટે પરદેશથી સહકાર મળ્યો.
૨૦૦૫માં એક મોટા દાનવીર ફેમીલીના સહકાર કારણે ” અમ્રુતલાલ દેસાઈ” ના નામકરણે આ હોસ્પીતાલ શરૂ થઈ ત્યારે ખુબ જ ખુશી હતી…
થોડો સમય હોસ્પીતાલનું કાર્ય સારી રીતે ચાલ્યું…પણ કાર્યકાર્તાઓના વચ્ચે બરાબર ના રહેતા તકલીફો આવી….ત્યારે, જાણ્યું કે કમીટીમાં ફેરફારની જરૂર છે…તો, અમેરીકાથી પત્રો લખ્યા…અને અંતે, કમીટી બદલાય અને ગામની મુશલીમ કોમ્યુનીટીનો સહકાર મળ્યો..અને, મુશલીમ ટ્રસ્ટ રાહત મંડળ સાથે જોડાઈ જઈ “ફાઈનાન્સીયલ સપોર્ટ ” કરવા લાગ્યા..અને, હોસ્પીતાલે ઓછા પૈસે ઓપરેશન શરૂ થયા, અને મેટરનીટીમાં મફત ડીલીવરી માટે ગોઠવણ થઈ….હવે, આ હોસ્પીતાલ બહું જ સારી રીતે ચાલે છે.
(૩) હેલ્થ સેન્ટર, પાલનપુર, ગુજરાત.
અનેક વ્યક્તિગત મેડીકલ સહાયના કાર્યો બાદ મને ઘણી વાર વિચારો આવતા કે “એક હેલ્થ સેન્ટર હોય તો, એ દ્વારા એક નહી પણ અનેકને સહકાર આપી શકાય ! “…..બસ, આ વિચાર મારા મનમાં ફરી ફરી આવતા, મારા હૈયામાં એ રમવા લાગ્યો…ત્યારે મને પ્રભુએ જ સમજ આપી કે ” આવું કાર્ય કરવા માટે કોઈ સંસ્થાની જરૂરત, અને સહકાર જોઈએ !”….અને, મેં મારા પાલનપુર રહીશ મિત્ર ગોદડભાઈને યાદ કર્યા, અને મારા વિચરો મેં એમને જણાવ્યા….એને મેં વધુમાં કહ્યું કે “જો આ પ્રમાણે શક્ય થાય તો હું તેમજ મારા સ્નેહી ડો, શશીકાન્તભાઈ તરફથી મોટુંદાન હશે. ” એમણે આ વાત ” શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર ” ની સંસ્થાના કાર્યકર્તાઓને કહી, અને, સંસ્થાએ નામકરણ સાથે દાનનો સ્વીકાર કરવા નિર્ણય લીધો…અમે બન્ને જણાએ દાનની રકમ પોંહચતી કરી ……અને, રવિવાર, જુલાઈ , ૫, ૨૦૦૯ના શુભ દિવસે ” ડો. ચંદ્રવદન એમ. મિસ્ત્રી અને ડો. શશીકાન્ત ડી. મિસ્ર્તી હેલ્થ સેન્ટર ” ના નામે આ સેન્ટરની શરૂઆત થઈ ત્યારે ખુબ જ આનંદ હતો.
આ પ્રમાણે, મારૂં એક સ્વપનું પ્રભુએ જ સાકાર કર્યુ…..આ સેન્ટરે ડોકટરો “વોલંટરી સરવીસ” આપે છે, અને જુદા જુદા વિભાગના સ્પેસીઆલીસ્ટો પણ સેવા આપે છે….અનેક્ને લાભ થાય છે…અને આ સેન્ટરના છત્ર નીચે ભવિષ્યમાં “નેત્ર કેમ્પ” ” બ્લડ ડોનેશન ” કે ” હેલ્થ ચેક-અપ ” વિગેરે થશે. …આ સેન્ટરની સફળતા દ્વારા જ્ઞાતીમાં અન્યને પ્રેરણાઓ મળે એવી આશાઓ !
(૪) નૈત્ર-દ્રષ્ઠી દાન સહકાર.
ગરીબાય તેમજ બિમારી/રોગોનું દુઃખ આ માનવીના બે મહાન દુઃખો છે. બિમારી જે કોઈને આવે ત્યારે એ દુઃખી…પણ જો એ ગરીબ હોય તો એની પાસે સારવાર માટે શક્તિ ન્ન હોય ત્યારે એ દુઃખ બયંકર બની જાય છે.
અનેક સંસ્થાઓ મારફતે ઓછા ખર્ચે “શિબીરો” કરી આંખના મોતીઆના ઓપરેશનો થાય છે…અને એવા ઓપરેશનો દ્વારા અનેક ”રોશની” મળી છે..….જ્યારે આવી સહાય કરવાની તકો મને મળી ત્યારે પ્રભુપ્રેરણાથી મેં સહકાર આપ્યો છે…..૨૦૦૬/૨૦૦૭માં સુરતની “સાંઈબાબા મંદિર” સંસ્થાએ દન માટે અપીલ કરી ત્યારે મારા મિત્ર જયન્તી ચંપાનેરીઆએ આ બારે મને ખ્યું ત્યારે મેં તરત મારી શક્તિ પ્રમણે સહકાર આપ્યો..અને મારા ભત્રીજા દીલીપને પણ પ્રેરણા આપી…અને કઈક નૈત્ર ઓપરેશનો માટે સહકાર આપવા તક લીધી…!આ પ્રમાણે, “નૈત્ર યજ્ઞ “ચાલુ રહે એવી પ્રભુને પ્રાર્થના
(૫) ચાલવાના ક્રચીસ ( CRUTCHES) તેમજ વીલચેર (WHEELCHAIR) સહકાર.
કોઈકને વાગ્યું હોય ત્યારે સપોર્ટ માટે ક્રચીસની ખાસ જરૂરત પડે,…..ત્યારે કોઈ પાસે એ ખરીદવા પૈસા ના હોય…આ વિચારને હૈયે લાવી, કંઈક સહકાર કરવાનો નિર્ણય લીધો…ડો.શશીકાન્તભાઈને વાત કરી , અને ત્યારબાદ, ગોદડભાઈ મારફતે જ્ઞતીમાં જે કોઈને જરૂર હોય તે પ્રમાણે અનેકને સહાય કરી આનંદ અનુભવ્યો.
અને, એક સમયે, મુંબઈ રહીશ મારા મિત્ર વિનોદભાઈએ દ્વારકામાં એક “ના ચાલી શકતા ” એક બાળક્ને એક “વીલચેર “ ની ખાસ જરૂર છે એવું કહેતા મેં તરત એ માટેના દાન-સહકારની સગવડ કરી..અને એ બાળકને એ વીલચેરમાં નિહાળી ખુશી અનુભવી !
આ પ્રમાણે, પ્રભુ વધુ પ્રરણાઓ આપે એવી પ્રાર્થના કરી !
(૬) ઓપરેશન તેમજ દવાઓ/સહકાર.
માંદગી એટલે સારવાર માટે હોસ્પીતાલે દાખલ થવું પડે..ઘણી વાર, કોઈ વ્યક્તિ કે સંસ્થા તરફથી સહકાર માટે અપીલ થાય……ઓપરેશન ખર્ચ માટે કે દવાઓ માટે કે પછી, લોહી માટે .. એવો ખર્ચ વ્યક્તિની શક્તિ બહાર હોય છે…આવા સમયે, મેં “ફુલ નહી તો ફુલની પાંખડી “રૂપે કંઈક કરવા પ્રભુએ જ પ્રેરણાઓ આપી…..આવી મદદ કરવામાં હું એકલો ના હતો પણ મદદ કરનારા અનેક હતા..એ વિષે મને ખુબ જ આનંદ થાય છે !
તો, તમે અનેક રીતે સહકાર આપ્યો એ બારે જાણ્યું ….તમે પણ તમારી રીતે સહાય કરતા જ હશો…તો. કરતા રહેજો…….અને, જો આવું કાર્ય ના કર્યું હોય તો જરૂરથી કરશો એવી આશાઓ ! CHANDRAVADAN
FEW WORDS

Today, it is Saturday,Sep. 19th,2009……& ASO SUD 1…So the FIRST DAY of NAVRATRI…..and I have just published a New Post on the Topic of JANKALYAN….And, the Discussions on ILLNESS/HEALTH…..and my VIEWS & my ACTIONS for those in need of the ASSISTANCE. The purpose of this Post is to bring the AWARENESS in OTHERS…..I know there are MANY who are PUBLICLY or SILENTLY assisting those in need…BUT more may be INSPIRED for this CAUSE…..& if ONE HUMAN, after reading this Post, resorts to the PATH of ASSISTING OTHERS, then I will be HAPPY & THANKFUL to GOD. I hope you like the Poem & the “BE SHABDO ” in Gujarati>>>>>CHANDRAVADAN

19 comments September 19, 2009

ઓ નારીઓ, વંદન છે મારા તમોને !

 

 

ઓ નારીઓ, વંદન છે મારા તમોને !

નિહાળું માતા તુંજમાં,
નિહાળુ પત્ની તુંજમાં,
નિહાળૂ બેન,દિકરી તુંજમાં,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !…….ઓ નારી……(૧)
નિહાળુ અપાર શક્તિ તુંજમાં,
નિહાળુ સહનતા વિષેશ તુંજમાં
નિહાળુ સ્નેહ દેનાર યુંજમાં,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !….ઓ નારી……(૨)
નિહાળુ ક્ષમાનો ભંડાર તુંજમાં,
નિહાળુ દયાનો ખજાનો તુંજમાં,
નિહાળુ પરિવારનો આધાર તુંજમાં ,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી…..(૩)
નર જાતીએ પદ નીચુ દીધુ, તો ક્ષમા કરજે,
અપમાનો ઘણા સહન કરવા પડ્યા, તો ક્ષમા કરજે,
હવે, એકતાના ત્રાજવે, અભિમાન ના લાવજે,
વંદન છે મારા તમોને સર્વ સ્વરૂપમાં !……ઓ નારી……(૪)
  
કાવ્ય રચના….ઓગસ્ટ,૨૧, ૨૦૦૯           ચંદ્રવદન.
  
 
 
 
 
 
 

નારીઓને વંદના….બે શબ્દો

આજે તમે નારીઓના વંદનારૂપે મારૂં કાવ્ય “ઓ, નારીઓ, વંદન છે મારા તમોને!” વાંચ્યું. મારો હ્રદયભાવ જાણ્યો. પણ, એ થકી, તમે મારા જીવનમાં શક્ય થયેલ “નારી સહકાર “બારે કાંઈ જ ના જાણ્યું …..તો, હવે, આ “બે શબ્દો” દ્વારા એ હું જણાવી રહ્યો છું.
આગળની પોસ્ટમાં મારૂં બચપણ મારી માતા સાથે ગયું હતું તે જાણ્યું ….અને, મારા જીવનના ઘડતરમાં મારી માતાનો પ્રભાવ ઉંડો છે, એ એક સત્ય છે. માતાને પુજ્ય ગણતા, જગતની સૌ માતાઓને પણ વંદના કરી હોય એવું થાય…અને, એ થકી, સર્વ નારીઓને વંદના.મારા સંસારી જીવનમાં એક પત્ની અને સંતાનરૂપે ચાર દીકરીઓ, અને આથી, ઘરમાં ૬ નારીઓ……આવા વાતાવરણે, મારો નારીઓ પ્રત્યેનો પ્રેમ ખીલ્યો. અને, મારૂ જીવન વહેતું ગયું.
મારી પ્રજાપતિ જ્ઞાતી તરફ નજર કરી તો, જ્ઞાતીમાં કન્યાઓ શિક્ષણ આપવા માટે જોઈએ તેવો ભાર/ઉત્સાહ ના હતો. એ પ્રમાણે, અન્ય જ્ઞતીઓમાં પણ એવું જ નિહાળ્યું …..સંસારમાં નારીઓનું પદ ,સમયના વહેણમાં,નીચે પડવા લાગ્યું હોય એવું અનુમાન થયું …..નારી કાંઈ બોલતી ના હતી,….ચુપચાપ આ અન્યાયને સહન કરતી હતી…કિન્તુ, એના હૈયામાં એક મહા વેદના સાથે એક દિવસ એને ન્યાય મળશે  અને નારી પદ પુરૂષોની સરખામણીએ “એક સરખું ” હશે એવી આશાઓ હતી.
સમય વહેતો ગયો….અને, જુની વિચારધારાને બદલે “નવા વિચારો” અમલમાં મુકાતા, સંસારે એક “પરિવર્તન” આવ્યું. હવે, કન્યાઓને શિક્ષણ માટે ઉત્તેજન અપાય છે…..હવે, કન્યાઓ/સ્ત્રીઓ ઘર બહાર જઈ કામ/નોકરીઓ પણ કરે છે…અને, અનેક નારીઓએ સંસારી જગતમાં ઉચ્ચ પદવીઓ પણ મેળવી છે. …હવે, નારીઓના હૈયે છુપાયેલી “સમતોલ ભાવે તુલના” માટેની આશાઓ પુર્ણ થતી હોય એવું થવા લાગ્યું છે….પણ મારૂં માવવું છે કે ” પુર્ણ પરિવર્તન ” માટે હજૂ થોડો વધુ સમય લાગશે, અને મને શ્રધ્ધા છે કે એક દિવસ એવો હશે કે સંતાનરૂપે દીકરો કે દીકરી હોય પણ એને આ જગતમાં આવકારો એક સરખા ભાવે  આનંદ સાથે અપાશે !
હવે, જુદા જુદા વિષયે મારા નારીઓ માટેના વિચારો સાથે થોડા શક્ય થયેલા કાર્યો>>>>>>
(૧) ગરીબ/ વિધવા નારી-સહકાર..કોઈ પણ માનવી ગરીબ હોય એ એક મહા-દુઃખ કહેવાય…..કિન્તુ, જ્યારે એ નારી ગરીબ અને વિધવા હોય ત્યારે એની વધેલી જવાબદારીઓ સાથે જે એના હૈયે દુઃખ હોય તેની તો આપણે કલ્પના જ કરવાની હોય છે , અને ખરેખર તો જે મારી એવું દુઃખ અનુભવી રહી હોય એ જ જાણી શકે.
આવા વિચારો સાથે, મેં મારા જીવનમાં આગેકુચ કરી. પ્રથમ, વ્યકતીગત કોઈને પૈસા કે અન્ન કે અન્ય સહકાર આપવાની તકો લીધી. પણ, મારૂં હૈયું પૂકારી રહ્યું હતું કે ” કંઈક એવું કર કે એ સહાયતાથી નારી એના પગ પર ઉભી રહી, જાતે પોતાનું ગુજરાન કરી શકે ! “…..અને ત્યારબાદ, કોણ જાણે કેમ એક દિવસ પ્રભુએ એક “સિવણકામનો સંચો ” મનમાં વિચારરૂપે મુક્યો……એ વિચાર, ફરી ફરી આવ્યો, અને એક દિવસ મેં આ વાત મુંબઈ રહીશ વિનોદભાઈને કહી…અને પછી, જાણ્યું કે એક સંચાની કિંમત આશરે ૪૦૦૦-૫૦૦૦ રૂપીઆ હોય શકે. તો, મેં તરત સુચન કર્યું કે ” એક સંચો ખરીદો, અને સમાજમાં કોઈ ગરીબ વિધવા નારી હોય તેને  દાન સહકારરૂપે મારા તરફથી આપો ! “…થોડો સમય વહી ગયો, અને એક દિવસ વિનોદભાઈએ કહ્યું કે મુંબઈની એક લતાબેન યોગ્ય છે...મેં તરત હા કહી….પા્છળથી વધુ જાણ્યું કે લતાબેન ૩૫ વર્ષના એક ગરીબ વિધવા હતા, અને સંતાનો હતા, અને ગુજરાન માટે માટી કે ઈંટો ના ટોપલાઓ ઉંચકી સખત મજુરી કરતા હતા.  એ લતાબેને ટુંક સમયમાં જ સીવવાનું શીખી, ઘર ઘર જઈ, સીવવાની કામ હાથે લીધું ….એમનું અને પરિવારનું ગુજરાન કરતા બચત પણ હતી, અને હવે ઘર બહાર જઈ મજૂરી કરવી પડતી ના હતી…અને પરિવારે સૌ ખુશી આનંદમાં હતા આ જાણી, મારા હૈયે જે આનંદ થયો તે કેમ દર્શાવું ? અને, ત્યારે જ નિર્ણય લીધો કે ” આ જ પ્રમાણે, મારે અન્યને મદદ કરવી છે ! “
ત્યારબાદ, મુંબઈમાં અન્યને, સૌરાષ્ઠ્માં અનેક શહેરોમાં “સિવણકામ સંચારૂપી સહકાર” આપવાની તકો લીધી…….તેમ છતાં ,મારૂં હૈયું મને વધુ ક્રરવા કહી રહ્યું હતું  મેં મારા મિત્ર ગોદડભાઈને યાદ કર્યા…ચર્ચાઓ કરી, અને એમના માર્ગદર્શનથી ઉત્તર ગુજરાતમાં દાન સહકાર શરૂ કર્યો ત્યારે મેં  મારા ભત્રીજા દીલીપ અને સ્નેહી ડો. શશીકાન્તભાઈને પણ પ્રેરણા આપી, જે થકી, ત્રણ નારીઓને મદદ શક્ય થઈ.
(૨) સિવણકામના ક્લાસો..
એક સિવણકામના સંચાથી શરૂઆત કરી……મદદ કરીને આનંદ પણ અનુભવ્યો ત્યારે મનમાં પાલનપુરમાં ગોદડભાઈએ કહેલું તે યાદ આવ્યું કે “અમારા કેળવણી મંડળ હેથળ સિવણકામના ક્લાસો ચાલે છે. “..અને, હૈયે થયું કે “થોડા સિવણકામના સંચાઓ જો કોઈ સંસ્થાને અપાય તો સિવણકામના ક્લાસો શરૂ કરી શકાય અને અનેક એનો લાભ લઈ શકે ! ” ….બસ, આટલા વિચારે, મારા હ્રદય્માં એક સંક્લપ કર્યો કે મારે એ પ્રમાણે કરવા પગલા લેવા પડશે.
પ્રથમ, પાલનપુરને યાદ કર્યું. અને, ડો. શશીકાન્તભાઈ અને દીલીપ સાથે મળી ત્રણ સંચાઓ પાલનપુર્ની સંસ્થા, જે ક્લાસો ચલાવી રહી હતી, ત્યાં દાનરૂપે આપી આનંદ અનુભવ્યો. અને, દક્ષિણ ગુજરાત તરફ નજર કરી અને, ત્યાંના ત્રણ જિલ્લા ( સુરત, નવસારી, વલસાડ )ની પ્રજાપતિ સંસ્થાઓ સાથે ચર્ચાઓ શરૂ કરી. બારડોલી, તેમજ બીલીમોરાની સંસ્થાઓ તરફથી રસ જાણી, ત્યાં મેં મારા વિચારો દર્શાવ્યા….મોટા દાનરૂપે રકમ માટે સ્વીકાર હતો. સંસ્થાઓએ ક્લાસો માટે રૂમ, શીખવનાર વ્યક્તિ, અને શીખનાર નારીઓ માટે જવાબદારી સંભાળવાની રહેતી હતી. અને, સંસ્થાઓએ  ક્લાસોનું નામકરણ “Kamuben Chandravadan Mistry Sewing Class” રાખવાનો નિર્ણય લઈ લીધો હતો, જે મારા પત્નીના નામે હોવાથી મારા હૈયે એક અનોખી ખુશી હતી. જાણ્યું કે સેપ્ટેમ્બર, ૨૦૦૯માં આ ક્લાસોની શુભ શરૂઆત થશે . પ્રભુને પ્રાર્થના કે અનેક આ ક્લાસોનો લાભ લેય, અને આ કાર્ય જ્ઞાતીમાં અન્યને પ્રેરણા આપે !
(૩)પ્રજાપતિ જ્ઞાતીમાં કન્યા છાત્રાલયો….
ઉત્તર ગુજરાતમાં પ્રજાપતિ કન્યાઓ માટે છાત્રાલય છે એવું જાણ્યું હતું . તેમ છતાં , દક્ષિણ ગુજરાતમાં કન્યાઓ માટે છાત્રાલય મારી જાણમાં ન હતું…હા, થોડા વર્ષો પહેલા, નવસારીના પ્રજાપતિ આશ્રમે કુમાર છાત્રાલયના પાછળના ભાગે થોડી કન્યાઓને રહેવા માટે સગવડ થઈ હતી. નવસારી સિવાય આણંદમાં કુમારો માટે આશ્રમે છાત્રાલય પણ શરૂ કર્યું હતું. આથી, મારા મનમાં હંમેશા થતું કે “ ક્યારે ક્ન્યા છાત્રાલય આણંદમાં હશે કે ક્ન્યાઓને ઉચ્ચ અભ્યાસ કરવાની તકો મળે?”
૨૦૦૬માં જ્યારે ભારત જવાનું થયું ત્યારે જાળ્યું કે આણંદમાં એક પ્લોટ્ની જમીન વેચાણમાં લેવાય છે અને તેના પર ક્ન્યા છાત્રાલય બાંધવા એક વિજયદેવ મિસ્ત્રીએ લાખો રૂપીઆનું દાન આપ્યું છે. એ વિજયદેવ અસલ વેસ્મા ગામના અને ફળિઆના નાતે “કાકા” થાય. એ અણી, ખુબ જ આનંદ થયો. વળી, આ શુભ કાર્ય માટે ભુમી પુજનના દિવસે પધારવા આમંત્રણ પણ મળ્યું . તે દિવસે હાજરી આપતા, હૈયે આનંદ હતો અને  જ્યારે મને પણ પુજા કરવાનો લ્હાવો મળ્યો ત્યારે એ આનંદ વધી ગયો……..અને, હજુ હું ભારતમાં હતો ત્યારે જાણ્યું કે નવસારી આશ્રમના મકાનના પાછળના ભાગને ભાંગી, ત્યાં એક સુંદર ક્ન્યા છાત્રાલય કરવા આ વિજયકાકાએ વધુ દાન સહકાર આપવા વચન આપ્યું ત્યારે તો પ્રભુને પ્રાર્થના કરી કે ” પ્રભુ, મારા સ્વપનારૂપી વિચારને સાકાર કર્યો તે માટે તારો ઉપકાર ખુબ જ છે ! ” આ બન્ને કન્યા છાત્રાલયોના બાંધકામ માટે મેં પણ મારી શક્તિ પ્રમાણે, દાન સહકાર આપ્યો.
મારા જીવનમાં પજાપતિ નારીઓ માટે કંઈક સહકાર કરવાની તકો પ્રભુએ જ આપી, અને એની જ પ્રેરણાથી હું કંઈ કારી શક્યો તો એમાં પાડ પ્રભુનો જ છે. અને આવા વિચારે હું કાર્યોના ફળોની અશ્હોથી મુક્ત થાઉં છું .અને, પ્રભુને પ્રાર્થના કરૂં છું કે એ અન્યને શુભ કાર્યો કરવા પ્રેરણાઓ આપે !
બસ, તમે મારા વિચારો અને મારા જીવનમાં કરેલા કાર્યો બારે જાણ્યું ,,,,,આ પ્રમાણે વેબસાઈટ પર પોસ્ટરૂપે પ્રગટ કરતા એક હૈયે આનંદ પણ પ્રગટ કરવાનો હેતુ ફક્ત એટલો જ કે જે કોઈ વાંચે તેમાંથી કૉઈને પણે જનકલ્યાણના કાર્યો કરવા પ્રેરણા મળે !
તમોને મારૂં કાવ્ય કે આ “બે શબ્દો ” ભર્યું લખાણ ગમશે એવી આશા !>>>>>>ચંદ્રવદન.  
 
 
FEW WORDS
 
Today it is Monday, 14th, 2009…..& it is still the Month of BHADAVO….&  in a few days it will be the Month of ASO…..NAVRATRI…then DIWALI & NEW YEAR……Before that, I wish to publish yet another Post on the Topic of JANKAYAN……And, Today’s Post is on NARI ( WOMEN ). I am narrating some of my ACTIONS & at the same time I am shring my VIEWS on NARI too. I hope you will like to READ that & may be able to SHARE with me your THOUGHTS too>>>>>CHANDRAVADAN

19 comments September 14, 2009

શિક્ષણ ઉત્તેજન યજ્ઞ

 

 
 

શિક્ષણ ઉત્તેજન યજ્ઞ

શિક્ષણ છે જ્ઞાનરૂપી એક યજ્ઞ,
હોમું એમાં શિક્ષણ-ઉત્તેજનનું એક રત્ન !……(ટેક )
જ્ઞાતી ગરીબાય નિહાળતા,
અને, શિક્ષણ મહત્વ સમજતા,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……..શિક્ષણ……(૧)
કરી નાની મોટી સહાય બાળકોને,
કરી ઈનામી યોજનાઓ શિક્ષણ માટે,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !…….શિક્ષણ….(૨)
શાળાઓમાં ઈનામે ટ્રોફીઓથી શરૂઆત કરી,
ઉચ્ચ ડીગ્રીઓ માટે જ્ઞાતી ગૌરવ એવોર્ડ કરી,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !…….શિક્ષણ…..(૩)
ના ભુલ્યો વેસ્માની કુમારશાળાને,
શક્ય થઈ એક ઈનામી યોજના એ શાળાએ,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ…..(૪)
દુર થઈ રહ્યો છે જ્ઞાતી અંધકાર આજે,
થયું આવું  શિક્ષણ જ્યોત  કાજે,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ….(૫)
કર્યું જે તેથી સંતોષ માની, નથી બેસવું,
શિક્ષણ માટે કંઈક તો કરતું રહેવું ,
શિક્ષણ જ્યોત પ્રગટાવી,
કરૂં હું તો એક યજ્ઞ !……શિક્ષણ…..(૬)
 
કાવ્ય રચના….ઓગસ્ટ,૧૮,૨૦૦૯          ચંદ્રવદન.
 
 
 

શિક્ષણ યજ્ઞ,…..બે શબ્દો

તમે આગળની પોસ્ટ “પરિવારીક કર્તવ્ય ” બારે વાંચ્યું અને જાણ્યું કે મારા જીવનમાં “કંઈક પરિવર્તન ” આવ્યું છે. માનવ જીવને પરિવર્તન આવ્વું એ એક નિયમ છે. એ નિયમને ધ્યાનમાં લઈને મારી જીવન યાત્રાને ફરી નિહાળવા પ્રયાસ કરીએ. હું જ્યારે બચપણમાં શાળામાં ભણતો હતો ત્યારે મને શાળાએ જવાનો ખુબ જ આનંદ હતો. એવા આનંદ સાથે મારી ભણતર યાત્રા શરૂ થઈ અને ચાલુ રહી.એ આનંદ કારણે કદાચ શિક્ષણ પ્રત્યે પ્રેમ ખીલ્યો હશે. પરતું, અન્યના ભણતર માટે પ્રેમ ખીલલવો એ કંઈ સીદી સાદી વાત નથી જ !
જ્યારે બચપણમાં મારૂં જીવન વહેતું હતું ત્યારે મેં મારી જ્ઞાતીમાં ગરીબાય નિહાળી….કોઈ બાળક, ભલે ભણતરમાં હોંશીઆર હોય , પણ આગળ ભણતર માટે પૈસા ના હોય તો એ એની ઈચ્છા પુર્ણ કરી શકતો નથી. આ હકીકત મેં નજરોનજર નિહાળેલી, જાણેલી. ત્યારબાદ, અનેક વાર એ મને યાદ આવતી …..જ્ઞાતી બહાર નિહાળ્યું તો અન્ય જ્ઞાતી બાળકો પણ આવી જ મુશકેલીઓમાં હતા. આ દુઃખની સાથે, મને જ્ઞાન થયું કે જ્ઞાતીનો “અંધકાર કે ગરીબાય” હટાવવો હોય તો શિક્ષણ જ આ ગરીબાય કે અંધકાર હટાવવાનું સાધન છે. બસ, આટલી સમજ સાથે મારો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ ખીલ્યો, અને આવા પરિવર્તન સાથે, આવી જાગ્રુતિ સાથે, મારા “શિક્ષણ ઉત્તેજન યજ્ઞ” ની શરૂઆત થઈ. અહી મારે એ ના ભુલવું જોઈએ કે આવા પરિવર્તનમાં “પ્રભુ-પ્રેરણા ” નો ફાળો અગત્યનો છે. અને, પ્રથમ, જ્ઞાતીના બાળકોને શિક્ષણ માટે સહકાર/ઉત્તેજન કેમ આપવું એ ધ્યાનમાં લઈને “વ્યક્તિગત ” ફુલ કે ફુલની પાંખડીરૂપે કંઈક સહકાર શરૂ કર્યો….આ સહકાર જાતે આપ્યો અને પાછળથી જ્ઞાતી સમાજરૂપી સંસ્થાઓ દ્વારા આ કાર્ય કર્યું …આ યજ્ઞ આ પ્રમાણે શરૂ થયા બાદ, હું જ્ઞાતી બહાર સૌ માનવ બાળકોના વિચારો કરી, સૌને શિક્ષણ સહાય કેમ મળે એવી વિચારધારા સાથે જીવનની સફર કરવા લાગ્યો. આજ સુધી જે શક્ય થયું એ પ્રભુ ક્રુપાથી જ થયું. આ બધું જ નીચે મુજબ છે>>>>
(૧) વ્યક્તિગત બાળકોને સહકાર.
આપ્રમાણે, મારી જન્મભૂમી વેસ્મા ગામે શરૂઆત કરી…ત્યારબાદ, મુંબઈ અને ગુજરાતમા અન્ય જગ્યાએ સહકારની યોગતા લાગી તે પ્રમાણે મારી શક્તિ પ્રમાણે કર્યું.
(૨) કુમાર શાળા, વેસ્મા, ગુજરાત.
આ શાળામાં મેં મારૂં ભણતર શરૂં કર્યું હતું. ફક્ત ૫ ગુજરાતી ધોરણનો અભ્યાસ. એ શાળાને હું કેમ ભુલી શકું ? જીવનની સફર કરતા કરતા, શાળાને ફરી ફરી યાદ કરતો રહ્યો…..એક દિવસ ૧૯૯૩માં ગામમાં રહેતા ઈશ્વરભાઈ દેસાઈની સાથે ચર્ચા કરી…એમણે મારા શાળાએ ઈનામી યોજનાના વિચારોને વધાવી લીધા…..શાળાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ, “ડો. ચંદ્રવદન માધવભાઇ મિસ્ત્રી ઈનામી યોજના” ની સ્થાપના થઈ…અનેક વર્ષોથી આ યોજના ચાલે છે અને અનેક બાળકોને વધુ અભ્યાસ કરવા પ્રેરણા મળી છે.
(૩) અગ્નિચક્ર માસીક અને મુંબઈનો સોરઠીઆ પ્રજાપતી સમાજ.
મુંબઈ રહીશ વિનોદબાઈ પ્રજાપતી અગ્નિચક્રના તંત્રી…એમની સાથે પત્રો દ્વારા મિત્રતા થઈ.  માસીકમા લેખો લખી શિક્ષણ પ્રેમ /જ્ઞાતી પ્રેમ દર્શાવ્યો…..અને, એક દિવસ ચર્ચા કરતા, શિક્ષણ ઉત્તેજન માટે દાન આપી એક યોજના શરૂ કરવા ઈચ્છા દર્શાવી…એમણે ટ્રોફી ઈનામરૂપે શરૂ કરવા માર્ગદર્શન આપ્યું ..અને “ચંદ્ર-કમુ ટ્રોફી”ની સરૂઆત થઈ……પ્રથમ મુંબઈમા, અને ત્યારબાદ, સૌરાષ્ઠમાં અનેક શહેરોમાં દર વર્ષ આ પ્રમાણે ઈનામો શરૂ થયા, અને અનેક વર્ષોથી ચાલુ છે. અહી, મારે એક ઉલ્લેખ કરવો છે>રાજકોટમાં એક બાળક્ને આવી ટ્રોફી મળી…તો એને પ્રેરણા મળી, બીજા ધોરણમાં પણ સારા માર્કો મેળવતા ફરી ટ્રોફી, અને એને મેડીકલ કોલેજમાં એડ્મીશન મળ્યું અને એક ડોકટર બન્યો. આની જાણ થતા મારા હૈયે જે આનંદ થયો તે શબ્દોમાં કેમ કહી શકું ?
(૪) ગુજરાત પ્રજાપતી સમાજ, અમદાવાદ.
૧૯૯૩માં મારા ૫૦ વર્ષ પુરા થતા મનમાં થયું કે પ્રભુએ આ દિવસ જોવાની તક આપી..તો મારે કંઈક કરવું જોઈએ…શિક્ષણ સાથે આ સમાજરૂપી સંસ્થાને યાદ કરી…..સમાજના એક કાર્યકર્તા રમેશ્ભાઈઓઝાને વાત કરી અને મોટી રકમ દાનરૂપે આપી, અનામત રાખી, વ્યાજમાંથી શીલ્ડો મળે…..અને આ પ્રમાણે, “ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ર્તી પ્રજાપતી શીલ્ડ એવોર્ડ યોજના” શરૂ થઈ, અને આજે ચાલુ છે. અહી, SSC & 12th Gradeમાં સારા માર્કે પાસ થનાર કુમાર/કુમારીકાને ઈનામો હતા.
(૫) અખિલ ગુજરાત પ્રજાપતી સંઘ, ગુજરાત.
આ સંસ્થાની સ્થાપના ૧૯૮૭માં થઈ…..જાણી, ખુશ થઈ એના મુખપત્રક “વિશ્વનિર્માતા પ્રજાપતી”ને વાંચતા, અનેક અંકોમાં શિક્ષણ બારે લેખો પણ પ્રગટ કર્યા. માસીકના તંત્રી, ગોદડભાઈ સાથે મિત્રતા થઈ. S.S C & 12th Grade Examsમાં સારા માર્કે પાસ થનાર પ્રજાપતી કુમાર/કુમારીકાઓને ” ચંદ્ર-કમુ ટ્રોફી અવોર્ડ” ઈનામરૂપે અને પૈસારૂપી રકમ દાનની રકમના વ્યાજમાંથી શરૂ કરી આનંદ અનુભવ્યો..અનેક વર્ષોથી દર અર્ષે આ ચાલે છે,,,,અનેકને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા મળી છે.
આટલું કર્યા બાદ, જે બાળકોએ ઉચ્ચ ડીગ્રીઓ મેળવી હોય તેને ધ્યાનમાં લઈ, ” ડો. ચંદ્રવદન મિસ્ત્રી ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજના” શરૂ કરી, અને જ્યારે ૨૦૦૯માં પ્રથમ એવોર્ડો અપાયા ત્યારે હૈયે ઘણી જ ખુશી અનુભવી.
(૬) પ્રજાપતી કેળવણી મંડળ, પાલનપુર.
આ સંસ્થાના એક કાર્યકર્તા છે ગોદડભાઈ…જે મારા મિત્ર, અને પાલનપુરના રહીશ. આ સંસ્થા એક શાળા પણ ચલાવે છે એ ગોદડભાઈ મારફતે જાણ્યા બાદ, ત્યાં દાન કરી, દાનની રકમ ફીક્સ ડીપોસીટમા રાખી, એના વાર્ષિક વ્યાજમાંથી ઈનામો બાળકોને મળે…..સંસ્થાએ એનો સ્વીકાર કર્યો..અને અનેક વર્ષોથી ઈનામો અપાય છે…..૨૦૦૬/૨૦૦૭માં ભારતની મુલાકાતે એ વર્ષના ઈનામો મારા તેમજ મારી પત્ની કમુના હસ્તે અપાતા ખુબ જ ખુશી અનુભવી, એ સમયે જાણ્યું કે એક “બાળમંદીર” શરૂ થયું છે…તો તરત મને વિચાર આવ્યો…નાના બાળકોને ઈનામો/એવોર્ડો હોય તો કેવું ? આ વિચાર દર્શાવી, દાનરુપે રકમ કહી, યોજના શરૂ કરી ત્યારે જ આનંદ થયો !
(૭) કોરોનેશન સ્કુલ, લિવીંગસ્ટન, ઝાંબીઆ, આફ્રીકા,
આ શાળામા અંગ્રેજી અભ્યાસ શરૂ કરી આગળ ભણ્યો. તો આ શાળાને કેમ ભુલી શકું ?..૨૦૦૩માં ફરી નિહાળી…નામ બદલાય ગયું હતું છતાં જુની યાદ તાજી થઈ, અને ત્યાં ઈનામી ઓજનાએ ” ડો. ચંદ્રવદન મિસ્ત્રી ટ્રોફી” શરૂ કરી ત્યારે ખુશી અનુભવી અને જાણે ઋણ ઉતાર્યું હોય એવું હૈયે થયું !
(૮) શ્રી પ્રજાપતી  આશ્રમ, નવસારી, ગુજરાત.
આ સંસ્થા ૧૯૩૪માં પ્રજાપતી કુમાર-બાળકોના છાત્રલયરૂપે શરૂ થઈ. દ્ક્ષિણ ગુજરાતના પ્રજાપતી જ્ઞાતિજનો માટે એક ગૌરવગાથા હતી ! અહી ” જ્ઞાતિએ શિક્ષણ ઉત્તેજન” હેતુ હતો,,,……નાના મોટા દાન કરવાનો લ્હાવો લીધો....જ્યારે આણંદ તેમજ નવસારીમાં ‘કન્યા છાત્રાલય” બંધાય ત્યારે દાન સહકાર આપી આનંદ થયો !
(૯) જ ભ ચ જ યોજના.
વેસ્માની કુમાર શાળાએ ભણતો ત્યારે મારી સાથે હતા,જગુ,…ભગુ…અને જયંતિ…આ ત્રણે મારા મિત્રો….એક વાર મે કહ્યું ” ચાલો, આપણે એક સરખી રકમ દાનરૂપે ફીક્સ કરી, વ્યાજમાંથી કુમાર શાળા ના બાળકો કે અન્ય વેસ્માની શાળાએ શિક્ષણ સહાય કરીએ તો કેવું ?” વિચાર ગમ્યો અને આજે દર વર્ષે સહકાર અપાય છે .
(૧૦) S.C. B. Medical College,Cuttack Orissa & Bhavans College, Andheri Mimbai.
આ બે કોલેજોમાં હું ભણ્યો હતો એથી એનું ઋણ ચુકવવા ત્યાં કંઈક કરવા ઈચ્છા છે ……પ્રભુ પર એ છોડ્યું છે !
 
આ પ્રમાણે, પ્રભુપ્રેરણાથી જે કંઈ શક્ય થયું તે માટે પ્રભુનો પાડ માનું છું ….ઉપર ઉલ્લેખ કર્યો એ સિવાય એક સુનિલ પટેલના દક્ષિણ ગુજરાતમાં પ્રાઈમેરી શાળાએ “અંગ્રેજી ” શરૂ કરવાના યજ્ઞ માટે સહકાર આપવની તક લીધી હતી …..વધુ કરવા પ્રભુ પ્રેરણા આપે, અને શક્તિ આપે !…..આ પોસ્ટરૂપે લખાણ લાંબુ થયું છે તો માફ કરશો>>>>ચંદ્રવદન
 
FEW WORDS
Todat it is SEP. 9th, 2009…..So many days had passed since my last Post on AUG. 31st, 2009……AND today I am away fro Lancaster, California & at COLUMBIA, SOUTH CAROLINA. USA…..& taking the opportunity to publish this New Post on JANKALYAN KARYO & the topic is SHIKSHAN or EDUCATION…….I hope you like this Post & may be if ONE of you take this PATH of the EDUCATIONAL ASSISTANCE, I will be HAPPY…..If you are already on the PATH of JANKALYAN, please DO CONTINUE that with TRUE FEELINGS  & without any SELF-PRAISE>>>>>CHANDRAVADAN.

18 comments September 9, 2009

પરિવારીક કર્તવ્ય પાલન

 
 

 

પરિવારીક કર્તવ્ય પાલન

ધરતી પર જન્મ લેતા,
મળ્યા મુજને માત-પિતા,
મુખડું પ્રભુનું નિહાળી,
સેવા, પુજા કરી એમની !…….(૧)
માત પિતાએ આપ્યો ભાઈ એક,
“મોટાભાઈ”કહી, પુજ્ય ગણી,
જ્ઞાના પાલન કરી એમની !……(૨)
પરણતા, ભાગ્યમાં હતી પત્નિ પ્યારી,
પત્નિ સંતાનો સંભાળતા,
કર્મયોગે કરી સેવા એમની !……(૩)
સંસારી સબંધે રહેતા,
મળ્યા મુજને સગાસબંધીઓ અનેક,
પ્રેમ સબંધે કરી કદર, સેવા એમની !…..(૪)
જાતી કુળ પ્રભુએ દીધુ,
તે સ્વીકારી,કર્યું કર્મ સગડું,
ચંદ્ર હ્રદયભાવે રહી,
નિહાળી જનસેવા, કરે સેવા રે સૌની !….(૫)
 
કાવ્ય રચના……ઓગસ્ટ,૧૭,૨૦૦૯           ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો

મારા જીવનની કાવ્યરૂપે એક ઝલક વાંચ્યા બાદ, આ વિષયે આ બીજુ કાવ્ય “પરિવારીક કર્તવ્ય પાલન” વાંચી, તમે જરા અચંબો પામી રહ્યા હશો. તમે વિચારશો કે પરિવાર બારે કહી, આ વ્યક્તિ શા માટે”જનકલ્યાણ”શબ્દનો ઉલ્લેખ કરે છે……જન્કલ્યાણનું કાર્ય તો એ હોય કે એ કાર્ય અન્ય માનવીઓ માટે હોય, ના કે આપણા પોતાના પરિવાર માટે હોય……..એ વિચાર સાથે એક રીતે હું સહમત છું, કિન્તુ, હું એ પણ સાથે કહું છું કે “જેને તમે પોતાના ગણો ” એ પણ ખરેખર તો માનવીઓ ને ? તો, એવી કબુલાત તમે કરો તો “કોઈ પણ માનવી માટે કઈક સારૂં કરવું” એ યોગ્ય કહેવાય કે નહી ?.બસ, આવા વિચારો સાથે મેં મારા વિચારૉ આ પોસ્ટરૂપે જણાવ્યા છે અને, કદાચ તમે મારી સાથે સહમત હોય કે નહી, છતાં, અહી વધું લખુ છું .
મારો જન્મ વેસ્મા ગામે, ગુજરાતમાં પ્રજાપતિ જ્ઞાતીમાં થયો હતો. માતાપિતારૂપે જે મારા ભગ્યમા મળ્યા તે માટે પ્રથમ પ્રભુનો પાડ માની, એમને પુજ્ય ગણી, કંઈક સેવારૂપે કર્યું , અને એમાં મેં મારી ફરજ નિહાળી. બચપણના પ્રથમ વર્ષો માતા સાથે હોવાના કારણે, માતા પ્રત્યે મારો પ્રેમ ઉંડો હતો, અને એ અભણ હોવા છ્તાં જ્ઞાની હતા, અને પ્રભુભક્તિથી ભરપુર હતા. એમણે ભક્તિનું બીજ રોપી, મારા જીવને “ભક્તિનું બીજ “મુકી મારા જીવનને માર્ગદર્શન આપ્યું તો એ સનાતન સત્ય છે ! અને, આવા ઘડતરના કારણે, મોટાભાઈને “માન” પત્નિ, સંતાનો માટે “કંઈક કરી પરિવારનું ગુજરાન કરવું ” કે પછી, સગા-સ્નેહીઓને “પ્રેમભાવ ” આપવો કે પછી, અન્યને ” સ્નેહ ” આપવો …આ બધું જ શક્ય ” માતાના ઉપકાર” ના પરિણામરૂપે છે !
દેહની સંભાળ, એ એક વ્યક્તિની જવાબદારી કહેવાય…..પ્રથમ માનવીએ એના દેહની સંભાળ લઈ, દેહની શક્તિનો ઉપયોગ અન્યના લાભ માટે કરે તો એ સ્વાર્થ ના કહેવાય. એ પ્રમાણે, સંસારી માનવી, એના પરિવાર બારે મહેનત કરે તો એનું ઘર જ સંભાળી રહ્યો કહેવાય….અને, અને પછી, જગતની સંભાળ લેવા કે માનવસેવાના કાર્યોમાં આગેકુચ કરે તો એ યોગ્ય જ કહેવાય….બસ, અહી મેં ” એક સમજ “ની વાત કરી છે
મારા જીવને પ્રભુની ક્રુપા ખુબ જ થઈ છે…..પરિવારની સંભાળ બાદ કંઈક વધુ કરવા માટે શક્તિ….હ્રદયમાં પ્રેરણાઓ……જે થકી. મારી જીવન-સફરે “જનકલ્યાણ કાર્યો” તકો મળી, અને કઈક શક્ય થયું. મારા માતા પિતા આજે આ જગતમાં નથી તેમ છતાં એમની યાદ તાજી છે…..મારા મોટાભાઈ આજે આ જગતમાં નથી છતાં એમની યાદ મારા હ્દયમાં છે. આજે પત્ની અને સંતાનો સાથે જગતમાં સફર કરી રહ્યો છું. તમોને કાવ્ય કે આ લખાણ ગમશે એવી આશા,……..પ્રતિભાવ લખશો તો વાંચીશ>>>>>>>ચંદવદન.
 
 
FEW WORDS
 
 
Today it is the BHADARVA SUD AGIARARAS & it is MONDAY AUG. 31st 2009… & I am publishing a New Post ” PARVARIK KARTVYA PALAN ” meaning TAKING CARE of the FAMILY as a DUTY, & this is the STARING POINT of my JOURNEYof JANKALYAN KARYO…..I hope you like this Post…….Whether you agree with me or not, I thank you all for READING this Post…Your COMMENTS appreciated !>>>CHANDRAVADAN. 

15 comments August 31, 2009

કરૂં હું તો માનવ સેવા !

 

 

 
 
કરૂં હું તો માનવ સેવા !

માનવ થઈ,
જનકલ્યાણના કાર્યો કરી,
કરું હું તો માનવ સેવા !…..(ટેક )
પરિવારને સંભાળતા,
કર્તવ્ય-પાલન કરી,
કરૂં હું તો માનવ સેવા !…..મનવ…..(૧)
ડોકટર બની,
દર્દીઓની સારવાર કરતા,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ….(૨)
જ્ઞાતિ ગરીબાય નિહાળી,
શિક્ષણ ઉત્તેજનનો યજ્ઞ કરી,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ…..(૩)
જ્ઞાતિ બહાર માનવીઓને નિહાળી,
ભણતર-જ્ઞાન શ્રેષ્ઠ માની,
કરૂં હું તો માનવ સેવા !……માનવ….(૪)
નારી છે મહાન માની,
નારી સેવાના કાર્યો કરતા,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ….(૫)
તંદુરસ્તી છે સૌને વ્હાલી,
મેડીકલ સહાયના કાર્યો કરતા,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ….(૬)
લગ્ન એ નર-નારીનું પવિત્ર બંધન સમજી,
સમુહ લગ્નનું મહત્વ જાણી,
કરૂં હું તો માનવ સેવા !….માનવ….(૭)
ગરીબાય તો છે એક મોટી બિમારી,
ભુખ્યાને અન્ન, ‘ને તરસ્યાને પાણી આપી.
કરૂં હું તો માનવ સેવા !…..માનવ….(૮)
વાંચનથી જ જ્ઞાન ગંગા બને,
સમજી એવું, પુસ્તકાલય સહકારનો ધ્યેય ધરી,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ…(૯)
ભક્તિ પંથે સફર કરી,
પ્રભુ સેવામાં જન સેવા સમાવી,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ…..(૧૦)
જન્મયો જે ધરતી પર કે જે જ્ઞાતિમાં એ ના ભુલી,
જનસેવાના યજ્ઞમાં સૌને સમાવી,
કરૂં હું તો માનવ સેવા !…..માનવ……(૧૧)
માનજો કે જે લખ્યું તે નથી કર્યું મેં,
કર્યું એ તો સર્વ પ્રભુએ જ !
ચંદ્ર કહે, એવા ભાવે  માનવીઓમાં માનવતા નિહાળી,
કરૂં હું તો માનવ સેવા !….માનવ….(૧૨)
 
 
કાવ્ય રચના…..ઓગસ્ટ, ૧૨,૨૦૦૯             ચંદ્રવદન. 
 
 
 

મારી જીવન સફર અને જનકલ્યાણના કાર્યો

આજે  એક કાવ્યરૂપે તમે મારા જીવનની “ઝલક “નિહાળી. અને, એ “ઝલક”માં મેં ફક્ત “જનકલ્યાણ કાર્યો”ના વિષયે પ્રગટ કર્યું હતું…..તમે “કાવ્યરૂપે “તો બધું જાણ્યું જ છે અને એથી મારે “વધુ શબ્દો” માં કહેવાનું રહેતું નથી…..છતાં, મને થયું કે શબ્દો-લખાણે કાંઈ ના હશે તો આ પોસ્ટ અધુરી હશે….કારણ કે જે કોઈને “કાવ્યરૂપે ” સુંદર કાવ્યની આશા હોય તેઓ સૌ નિરાશ થાશે, અને એટલા માટે કે મારી રચના તો છંદ/જોડણી વગરની એક “ શબ્દોની ગોઠવણી ” જ છે. અનેક તો કહેશે કે “આ તે કેવું કાવ્ય ? ” વળી . કોઈને કાવ્યમાં રસ ના હોય તેઓ “લેખ ” રૂપે વાંચવાની ઈચ્છા રાખતા હોય તેઓ ફક્ત કાવ્યથી નિરાશ હોય શકે. બસ, આવા વિચારો કારણે, આજે આ પોસ્ટ હું લખી રહ્યો છું. 
કોઈ પણ માનવી આ ધરતી પર એના જન્મથી શરૂઆત કરે,અને મ્રુત્યુ થકી એ એનો અંત મેળવે…..આ બે બિંદુઓ વચ્ચે રહે છે એની “જીવન સફર “.
મેં જે કુળે/જ્ઞાતિએ કે જે જન્મભુમી પર જન્મ લઈ આ સંસારમાં જીવવાનું શરૂ કર્યું  એ હું કદી ભુલી શકું તેમ નથી. કાવ્યમાં કર્તવ્ય-પાલનમાં મેં “જન સેવા ” જ નિહાળી છે. બચપણ વિતાવી અભ્યાસ કારણે હું એક ડોકટર બન્યો, અને દર્દીઓની સેવા કરતા ફરી મેં માનવ સેવા ચાલુ રાખી. બચપણમાં નિહાળેલી “જ્ઞાતિ ગરીબાય” ને હું કદી ભુલી શક્યો નહી. જ્યારે જ્યારે કોઈ પણ માનવી ની ગરીબાય નિહાળું ત્યારે ત્યારે હું ખુબ જ દુઃખ અનુભવું, અને મારી આંખોમાં આંસુઓ હોય છે…આવા ભાવે મારી શક્તિ પ્રમાણે કંઈક કરતો રહ્યો…..આ પમાણે, દર્દીઓના દુઃખોથી મારા હ્રદયમાં વેદના અનુભવી કંઈક કરવા પ્રભુએ જ પ્રેરણા રેડી, કંઈક શક્ય કરાવ્યું. અને મારા હ્રદય્ભાવ સાથે, “મેડીકલ સહકાર “,” નારીઓને સહકાર”તેમજ “શીક્ષણ-ઉત્તેજન કે પુસ્તકાલય સહકાર ” માટે મારો યજ્ઞ ચાલુ જ છે. ભક્તિ પથે હુ છું પણ એમાં હું જનસેવામાં પભુ જ નિહાળું છુ અને પ્રભુસેવામાં જનસેવા જ નિહાળું છું.
હવે પછી, અનેક પોસ્ટો દ્વારા આ વિષયે હું જે કંઈ વર્ણન કરૂં તેમાં તમે ફક્ત મારો “હ્દય ભાવ ” જ નિહાળશો…..જુદા કાર્યોના વર્ણનમાં ” હું કંઈ જ નથી કરતો ” એવો ભાવે નિહાળશો….અને, લખાણમાં થયેલી ભુલો સુધારશો એવી નમ્રવિનંતી.
મારૂં કાવ્ય કે આ લેખ તમોને ગમે એવી આશા ! મને ઉત્સાહ આપવા “પ્રતિભાવ” રૂપે લખશોને ?>>>>>ચંદ્રવદન.
 
 
 
 
FEW WORDS …
 
Today, it is the auspicious day of GANESH CHATURTHI…..and you are viewing this Post of my Life’s Journey & the JANSEVA Karyo. It is a a Poem in Gujarati & within that Poem I had tried to enlist different ways I had executed my ACTIONS to BENEFIT OTHERS and these include FAMILY…EDUCATION…WOMEN…..HEALTH…..WEDDINGS…..POVERTY…LIBRARY… GUJARATI LITERATURE ( Sahitya )….GYATI/BIRTHPLACE…..DEVOTIONAL PATH….and  above al to touch the l HUMANITY ( MANAVTA ) within ALL…I hope you like this Post & that you will come back to VIEW the OTHER POSTS too>>Chandravadan.
 

20 comments August 23, 2009

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૦)

 
     
 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૦)

 

જનકલ્યાણના કાર્યો યાને જનસેવા

ચંદ્રવિચારો શબ્દોમાં (૯)ની પોસ્ટ એક પત્રરૂપે તારીખ, ઓગસ્ટ, ૫, ૨૦૦૯ના રોજે પ્રગટ કરી હતી. ત્યારબાદ, તો તમે “સુવિચારો ” અને “ચંદ્રભજનમંજરી” પર એક ભજન સાંભળ્યું. …..યાદ છે કે એ ઓગસ્ટ,૫, ૨૦૦૯ની પોસ્ટના અંતે મેં લખ્યું હતું કે ” હવે પછી કયા વિષયે પોસ્ટો હશે એની ખબર નથી…વિચારો કરતા, પ્રભુ જ પ્રેરણા આપશે, એવીમારી પુર્ણ શ્રધ્ધા છે “….અને, આજે, પ્રભુપ્રેરણાથી જ “જનકલ્યાણના કાર્યો/ જનસેવા “ના વિષયે પોસ્ટૉ લખવાનો નિર્ણય લીધો છે.
આ વિષયે હું કેવી રીતે લખું ? આ પ્રશ્ર્નનો જવાબ મેળવવા અનેક વિચારો આવ્યા, કિન્તુ, અંતે થયું કે મારી જ જીવન-સફર તરફ નજર કરી, આ વિષયે કંઈક લખું. જ્યારે આ પ્રમાણે નિર્ણય લીધો તો ફરી બીજો વિચાર આવ્યો,..”પણ, તો તો કોઈ એવું માનશે કે આ માનવી પોતાના જ વખાણ કરે છે “….હું જરા અચકાયો…અને ત્યારે મારા હ્રદયમાં જાણે પ્રભુ જ બોલી રહ્યા હતા..”એવી ચિંતા મત કર ! હ્રદયભાવથી ફક્ત સત્યનો પ્રકાશ આપ ! ” બસ, આટલી પ્રેરણાથી મને આત્મબળ મળ્યું, અને આજે આ “જન-સેવા”ના વિષયે શુભ શરૂઆત કરી રહ્યો છું.
એક માનવ તરીકે જન્મ લેતા મારી જીવન-સફર શરૂ થઈ….અને, બાળજીવનથી યુવાની, અને ત્યારબાદ,ઘડપણ તરફ નિવ્રુત્તિજીવન. આ સમયગાળા દરમ્યાન, મેં મારા જીવને “પરિવર્તન ” નિહાળ્યું છે. દરેક સંસારી માનવી જીવન જીવતા બદલાય છે, એ સનાતન સત્ય છે !કોઈ મોહમાયામાંથી છુટવાનો પ્રયાસ કરે છે, તો કોઈ મોહમાયાની જાળમાં વધુ ફસાય છે..તો કોઈ કહે “હું નાસ્તિક છું ” તો કોઈ કહે “હું તો પ્રભુ-ભક્ત છું “..અને, કોઈ કહે ” આ મારૂં , આ મારૂં  ” ત્યારે કોઈ કહે “આ બધુ જ પ્રભુનું છે “, અને વળી કોઈ કહે ” હું તો મુર્તિપુજામાં ના માનું , પ્રભુ મારા હ્રદયમાં છે “તો કોઈ કહે ” હું તો મુર્તિમાં પ્રભુ જ નિહાળૂ છું, અને સતસંગથી મને આનંદ થાય છે ” આ બધા જ માનવ-પરિવર્તનના જુદા જુદા રૂપો છે…પણ, આ બધામાં ફક્ત એક જ તત્વ છુપાયેલું છે…અને એ છે “માનવતા “જ્યારે પણ આ માનવતા માનવ-હ્રદયે ખીલે ત્યારે “જનસેવા”નો યજ્ઞની શરૂઆત થાય છે, એવું મારૂં મનવું છે.
હવે પછીની પોસ્ટ હશે એક કાવ્ય, એ કાવ્ય દ્વારા હું જનકલ્યાણના કાર્યોની મારી જીવન સફર બારે થોડી “ઝલક “આપીશ, અને ત્યારબાદ, આ વિષયે તમે બીજી પોસ્ટૉ વાંચશો. આજની આ પોસ્ટ વાચી, તમે જરૂર તમારો પ્રતિભાવ આપી મને ઉત્સાહ આપશો, આપશોને ?……….ચંદ્રવદન.
 
FEW WORDS
 
 
On Thursday,August,20th.2009 it is SHRAVAN VAD AMAAS…& so the Holy Month of SRAVAN as per the Hindu Calender ended. As of today, Friday,August,21st 2009 the month of BHADARVO starts. You are today viewing a Post “CHANDRAVICHARO SHABDOMA (10) ” which introduces the New subject of “JANKALYANna KARYO/ JANSEVA ” with the reference to my own JOURNEYon this EARTH. I hope you enjoy reading this Post & ALL the Posts that will follow & on this subject.
>>>CHANDRAVADAN.
 

13 comments August 21, 2009

ચંદ્રભજન મંજરી (૬)

 

ચંદ્રભજન મંજરી (૬)

 

જમવા પધારો રે, ગિરધારી, મોહનજી

જમવા પધારો રે ગિરધારી, મોહનજી,
જમવા પધારો….જમવા પધારો….
વાટુ જોયે ભક્તો તમારી, મોહનજી,… જમવા પધારો…..(ટેક)
ભાત ભાતના પકવાન રે કીધા….
જમવાને જલ્દી રે આવો, મોહનજી,… જમવા પધારો,……(૧)
જમવા માટે મેં તો થાળ રે સજાવી,….
મીઠા મીઠા ભોજન ધરાવી, મોહનજી,..જમવા પધારો….(૨)
જમવા માટે, વહાલા, કિશન કાજે….
વળી, ભર્યું છે મીઠું રે નીર, મોહનજી,…..જમવા પધારો….(૩)
મોહન, ભુલશો ના કુટીયા અમારી,….
ચંદ્ર કહે, પ્રેમથી રે જમજો, મુરારી,મોહનજી,…..જમવા પધારો…(૪)
 
                                        ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે તમે “ચંદ્ર ભજનમંજરી”વીસીડીનું થાળરૂપી ભજન કુમારી કવિતાબેન ઝાલાના સ્વરે સાંભળી રહ્યા છો. જે પ્રમાણે આ ભજન ( કે અન્ય )લખાયું તેમાં થોડો શબ્દ ફેરફાર સૂરની યોગતા માટે હશે…પણ ભજનનો ભાવ તે જ રહ્યો છે…આશા છે કે તમોને આ ભજન આ ભજન ગમ્યું. વીડીયો ક્લીપ બરાબર સાંભળી શક્યા ના હોય તો માફ કરશો, એવી વિનંતી. પ્રતિભાવ આપશોને ?>>>>ચંદ્રવદન.
  
FEW WORDS
Today, it is Friday, August,14th, 2009 and Shravan Vad Aatham and so it is the JANMASHTMI Day Or Shree Krishna Jayanti Day or the Birthday of Lord Krishna as per the Hindu Sciptures, So, a very auspicious Day as per the Hindu beliefs.
I had chosen this day to publish yet another Bhajan from the VCD of ” CHANDRA BHAJAN MANJARI “.It is a Devotional Song written by me & recorded in the sweet voice of Kavita Zala. You had already heard Kavita on other Bhajans & I am sure you will love to listen to her again.
If you experience any problem hearing this Bhajan on this Video-Clip, I am SO SORRY, but please let me know. I am ONLY a “new Kid ” in this Computer World. Even with the difficulties, I hope you enjoy the “feelings ” expressed. I will be HAPPY to read your COMMENTS for this Post.>>>>Chandravadan Mistry.

20 comments August 14, 2009

સુવિચારો

 
        
 
 
 

સુવિચારો

 

આચરણ

>> જ્ઞાનરૂપી પ્રકાશનું આચરણ કરતા, જીવનમાં સદગુણો ખીલે છે……જ્યારે, અજ્ઞાનરૂપી અંધકારથી અવગુણો વધી, માનવીનું પતન કરે છે !
 
>>જ્ઞાનથી માનવ વિચારોમાં શુધ્ધી……ત્યારબાદ, એવા શુધ્ધ વિચારોનું આચરણ દ્વારા માનવ ચારિત્રનું ઘડતર થાય !
 
>> માનવીનું મુલ્ય એના ચારિત્ર પર નભે……અને, ચારિત્રનો આધાર છે સદગુણોનું આચરણ !
 
બે શબ્દો
 
 
આજે તમે “આચરણ ” વિષયે “ચંદ્રસુવિચારો ” જાણ્યા…..જ્ઞાન, સદગુણો, ચારિત્ર, માવવ-મુલ્ય, વિચાર-શુધ્ધી આ બધા જ શાથે આચરણનું મહત્વ ઘણુ જ છે…..આચરણ વગર એ ચારેય અધુરા છે. ભલે, માનવ પાસે જ્ઞાન હોય અને એ મહાજ્ઞાની હોય કિન્તુ, જો એ જ્ઞાનને આચરણરૂપી જ્યોત ના આપે તો એનો શો અર્થ ? આ વિષયે, હવે હું તમારા વિચારો જાણવા માંગુ છું..તો, પધારી, તમે તમારો “પ્રતિભાવ ” આપશોને ? એ વાંચી , મને આનંદ થશે !>>>>ચંદ્રવદન
 
 
FEW WORDS
 
Today’s Post is ” SUVICHARO ” meaning ” PEARLS of WISDOM “.
The topic is Aacharan or Putting into Actions…..Knowledge,virtues,character,value as a Human, and the the Right Thoughts…..ALL of these have a LINK to the TRANSLATION into the ACTIONS. Without any Action all the GOODNESS of the HUMAN is valueless. Therfore, remember the saying ” Practice what you preach ! “
I hope you like my message !>>>>>Chandravadan.

17 comments August 10, 2009

ચંદ્રવિચારો શબ્દોમાં (૯)

 
 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૯)

 
 

એક પત્ર

તારીખઃ ઓગસ્ટ,૫,૨૦૦૯
સ્નેહી મિત્રો,બ્લોગ પર પધારેલા મહેમાનો,
આજે હું “ચંદ્રવિચારો શબ્દોમાં” નામકરણની પોસ્ટને તમોને “એક પત્ર ” રૂપે પ્રગટ કરી રહ્યો છું. આજે બુધવાર, શ્રાવણ સુદી પુનમ,એટલે “રક્ષાબંધન”નો શુભ દિવસ, અને ઓગસ્ટ મહિનાની પાંચમી તારીખ, ૨૦૦૯. પ્રથમ તો સૌને રક્ષાબંધનની શુભેચ્છાઓ !
જુલાઈ,૧,૨૦૦૯ના રોજ મેં “ચંદ્રવિચારો શબ્દોમાં (૮)”નામે એક પોસ્ટ કરી હતી. એ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે હવે પછીની બધી જ પોસ્ટો”સંસારી માનવ જીવને બનતી ઘટનાઓ” ના વિષયે હશે. અને, એ જ પ્રમાણે, પ્રથમ પોસ્ટ હતી “જુગ જુગ જીવો, શશીભાઈ મારા ! “ જે મેં જુલાઈ, ૫. ૨૦૦૯ના રોજ પ્રગટ કરી હતી……ત્યારબાદ, બીજી પોસ્ટ હતી “નિર્મળાને અંજલી” જે જુલાઈ,૧૦, ૨૦૦૯ના રોજ પ્રગટ થઈ હતી….અને, ત્યારબાદ, “ગરીબાયના આંસુ “ની પોસ્ટ જુલાઈ,૨૦. ૨૦૦૯ના રોજ, અને “કોણે બોલાવી માંદગી ? “ની પોસ્ટ હતી જુલાઈ, ૨૫, ૨૦૦૯ના રોજ….અને, અંતે, જુલાઈ,૨૯,૨૦૦૯ના દિવસે હતી “હ્રદય દર્દની તુલના “.
આ પ્રમાણે, માનવ-જન્મ અને માનવ-મત્યુ ની  બે મુખ્ય ઘટનાઓ વિષે પ્રથમ બે પોસ્ટો દ્વારા ઉલ્લેખ, અને એ પછી માનવ જીવને “ગરીબાય ” “માંદગી” અને “હ્રદય દર્દ ” જેવી દુઃખભરી ઘટનાઓ બારે ઉલ્લેખ થયો હતો. અંતે, આ વિષયે પોસ્ટ હતી “મન અને વિશ્વાશ “જે મેં  ઓગસ્ટ, ૨. ૨૦૦૯ના રોજ પ્રગટ કરી હતી, આ છેલ્લી પોસ્ટ પ્રગટ કરવાનો એટલો જ હેતુ હતો કે માનવ જીવને બનતી ઘટનાઓનો સામનો કરવા કે બદલવા માટે ” મન અને વિશ્વાશ”નો ભાગ અગત્યનો છે.
મારા “કાવ્યજેવા”રૂપે વિચારો સાથે તમોએ ગુજરાતીમાં “બે શબ્દો “વાંચ્યા, અને પોસ્ટોના અંતે “FEW WORDS ” રૂપે અંગ્રેજીમાં થોડું લખાણ પણ વાંચ્યું.
આ બધી જ પોસ્ટો એક વિષયે પ્રગટ કરતા જુલાઈ મહીનો પુરો થઈ ગયો,અને ઓગસ્ટ શરૂ થઈ ગયો…..આગળ પધારેલા મિત્રો, નવા મહેમાનો…એવી રીતે અનેકે મારી પોસ્ટો વાંચી, અને તે માટે મને આનંદ છે….અનેક તરફથી “પ્રતિભાવો”મળ્યાનો વધુ આનંદ. હું સૌનો આભારીત છું !
મેં તો પોસ્ટો દ્વારા મારા વિચારો જ દર્શાવ્યા હતા…પણ, મળેલ પ્રતિભાવો થકી મને ઘણું જ જાણવા મળ્યું, ઘણી જ પ્રેરણાઓ મળી છે.હવે, મારૂં એવું અનુમાન છે કે એક વિષયે એક વ્યક્તિ પાસે કંઈક વિચાર હોય તો તેને જાહેર કરવાથી એને અન્ય તરફથી “નવા વિચાર-રૂપી રંગ ” મળે છે…એની વિચારધારામાં સમજ વધે છે, ભુલો સમજાય છે…અને, આવું પરિવર્તન એ જ “જ્ઞાન “. આથી , તમારા પતિભાવો દ્વારા મને જે જ્ઞાન મળ્યું તે માટે હું સૌનો આભારીત છું , અને આ પ્રમાણે જે કંઈ શક્ય થયું તે માટૅ પ્રભુનો પાડ માનું છું.
હવે પછી, કયા વિષયે પોસ્ટો હશે એની ખબર નથી…વિચારો કરતા પ્રભુ જ પ્રેરણા આપશે, એવી મારી પુર્ણ શ્રાધ્ધા છે !
લી. ચંદ્રવદનભાઈના વંદન.
 
HAPPY RAXABANDHAN to EVERYONE !
May the Sister-Brother Love be Eternal on this Earth  !
Those of you do not have a Sister ( like me ) see a Sister in Someone you love or somebody who loves you as her Brother !
Let us long for the Coming of this auspicious Day again & may the Brotherly protection/prayers fot the Sister be showered today as the Sister ties the RAKHADI ( Raxa ) on the wrist of her dear Brother with her payers to God for her Brother !..>Chandravadan.

18 comments August 5, 2009

મન અને વિશ્વાસ

http://i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

મન અને વિશ્વાસ

” છે માનવી લાગણીઓવાળો, મનનો વિશ્વાસ છે આવો !
છે એ તો આત્મબળવાળો, મનનો વિશ્વાસ છે આવો !
છે એ મને સમજનારો, મનનો વિશ્વાસ છે આવો !”
ત્યારે, વિશ્વાસ કહે મનને……..
“મારી લાગણીઓમાં હ્રદયઝરણું  તું જ છે !
મારા આત્મબળમાં શક્તિનીર તું જ છે !
મારી સમજમાં જ્ઞાનગંગા તું જ છે !
અરે, મન વગર આ વિશ્વાસ છે અધુરો ! ” અંતે વિશ્વાસ મનને કહે,
“વિશ્વાસ, તારા વગર હું પણ છે અધુરી ! ” અંતે મનનો જવાબ રહે,
નિહાળી મન-વિશ્વાસનું મિલન આવું,
ચંદ્ર કહે, “ખુશીઓમાં હું તો હવે નાચું ! “
  
કાવ્ય રચના,,,જુન, ૨૦, ૨૦૦૯            ચંદ્રવદન.
 

 

બે શબ્દો

આજે તમે ” મન અને વિશ્વાસ ” ના નામકરણે એક કાવ્યરૂપી પોસ્ટ વાંચી રહ્યા છો. માનવમાં રહેતા આ બે તત્વો છે,,,,મન અને વિશ્વાસ આ બન્નેનું મિલન થાય તો ચંચળ મન સ્થીર થાય છે, અને આ સ્થીરતાના કારણે વિશ્વાસ પણ દ્રઢ થાય છે. ચાલો, આપણે આ બન્નેને માનવ સ્વરૂપ આપીએ…તો,  વિશ્વાસ એ નર, મન એ નારી ! સંસારમાં જો પતિ-પત્ની આવા તત્વો ખીલવી, જીવનમાં આગેકુચ કરે તો “પ્રેમ ” આપોઆપ ઝરી બન્નેને રંગે છે, અને એમની જીવન-સફર આનંદમાં જાય છે. આ મારો મત છે ! તમારો મત જુદો છે ? જરા કહેશો ? અને, જો તમે મારી સાથે સહમત હોય તો એ પણ જાણવા માટે હું અતુર છું.>>>>>>>ચંદવદન
 
 
FEW WORDS
 
Today’s Post is entitled “MAN ane VISHVAS “meaning ” MIND and TRUST “. The Gujarati Poem is as a conversation between the “MIND ” and ” TRUST ” and the within that poem is the message to the Humanity that one can be a Person of ” Affection/Love, Selfconfidence, and Understanding, provided the MIND is made STABLE & is prepared for the TRUST in others.
The qualities of “mind & Trust ” are naturally embedded within ALL HUMANS, BUT…..only a FEW can UPLIFT these qualities to the higher levels with the BHAKTI-PANTH which with the focus in the “PARAM TATVA ” brings the stabilitity of the Mind and  then ultimately leads to “Trust/Love” for the others.
I hope you like this message.>>>>>Chandravadan. 

11 comments August 2, 2009

Next Posts Previous Posts


Meta

Recent Comments

varsha on ચંદ્રભજનમંજરી (૭)
Ishvarbhai R. Mistry… on ચંદ્રભજનમંજરી (૭)
Dr.Shashikant D.Mist… on ચંદ્રભજનમંજરી (૭)
Jitubhai & Vanit… on સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ…
sudhir patel on ચંદ્રભજનમંજરી (૭)

Top Posts

Recent Posts

Blog Stats

 

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked