Posts filed under ‘શબ્દોમાં બ્લોગ-ઝલક’

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૭)
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)ની પોસ્ટ નવેમ્બર ૧, ૨૦૧૦ના દિવસે પ્રગટ કર્યા
બાદ,
તમે સૌએ અનેક કાવ્ય-પોસ્ટો વાંચી.
અનેક તરફથી પ્રતિભાવો મળ્યા.
કુલ્લે 68 કાવ્ય-પોસ્ટો તમે વાંચી…
એમાં, દિવાળીના શુભ દિવસે પ્રથમ પોસ્ટ હતી, અને
છેલ્લી પોસ્ટ હતી”ચંદ્રહ્રદયમાંથી ટપકેલી કાવ્યજેવી ઝલકો”.
હવે,કાવ્ય-પોસ્ટોને વિરામ આપીશું.
જે કોઈને આ 68 કાવ્ય-પોસ્ટો કે બીજી કાવ્ય-પોસ્ટો ફરી વાંચવા ઈચ્છા થાય તો એઓ
નીચેની “લીન્ક” પર ક્લીક કરી નિહાળી શકે છે>>>>
આ પોસ્ટરૂપી લખાણ સમાપ્ત કરૂં તે પહેલા જે કોઈએ આ બ્લોગ પર પધારી આ બધી પોસ્ટો
વાચી………… કે
વાંચી અને સાથે પ્રતિભાવો પણ આપ્યા તો સૌને મારા ખુબ ખુબ આભાર…આ પ્રમાણે
પધારીને મને
ઉત્સાહ આપતા રહેશો એવી અંતરની આશા.
આ પોસ્ટ બાદ,નવી પોસ્ટરૂપે “સુવિચારો” છે….એ ગમશે એવી બીજી આશા.
ડો.ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is after a series of Kavya
Posts.
A Total of 65 Kavyo (Poems) were
published.
I hope you had enjoyed some or all of
them.
Now, the next Post is of SUVICHARO..meaning
“WORDS of WISDOM”
I hope you will read that & enjoy
too.
DR. CHANDRAVADAN MISTRY.
September 7, 2011 at 11:42 am

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)
તમે ઓગસ્ટ,૨૧,૨૦૧૦ના દિવસે “માનવ તંદુરસ્તી (૧૩)”ની પોસ્ટ વાંચી.
ત્યારબાદ, એક પછી બીજી એમ ૧૧ પોસ્ટો વાંચી….અને એમાં છેલ્લી પોસ્ટ હતી “માનવ તંદુરસ્તી (૨૩)”, જે ઓકટોબર,૨૫,૨૦૧૦ના દિવસે પ્રગટ થઈ.
અને, આજે તમે “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)”ની પોસ્ટ વાંચી રહ્યા છો !
“હેલ્થ”ની પોસ્ટોને વિરામ આપ્યો છે !
તો…..હવે ચંદ્રપૂકાર પર કેવી પોસ્ટો હશે ??
કાવ્યરૂપી પોસ્ટો તો સમય સમયે પ્રગટ કરી જ છે…પણ એવી પોસ્ટોના વિચાર સાથે બીજો વિચાર>>>
એક પછી બીજી અનેક કાવ્યપોસ્ટો પ્રગટ થાય તો કેવું ?
બસ, આ વિચારને અમલમાં મુકવા નિર્ણય લીધો !
હવે, તમે ૧૫ કે વધુ કાવ્યપોસ્ટો વાંચશો….જેમાં જુદા જુદા વિષયો હશે. ….અને, જુદા જુદા વિષયે “ચર્ચા” હશે !
તો, વાંચવા આવશોને ????
દિવાળીનો શુભ દિવસ નજીક છે….નવેમ્બર,૫, ૨૦૧૦, અને શુક્રવારે….ત્યારબાદ, રવિવાર નવેમ્બર,૭,૨૦૧૦થી ૨૦૬૭નું નવું વર્ષ શરૂ થશે.
તો…..પ્રથમ કાવ્યરૂપી પોસ્ટ દિવાળી વિષે !
અંતે, મારે કહેવું છે કે આ “ચંદ્રપૂકાર”નો પ્રકાશ તમે જ સૌ છો…અત્યાર સુધી જે “ઉત્સાહ” રેડ્યો તે માટે ખુબ ખુબ આભાર !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
November 1, 2010 at 6:22 am
|
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૫)
આજે આ નામે ૧૫મી પોસ્ટ !
“ચંદ્રવિચારો શબ્દોમાં (૧૪) તારીખ મે ૨૬, ૨૦૧૦ના દિવસે પ્રગટ કરી હતી.
ત્યારબાદ, બે ટુંકી વાર્તાઓ ( પરમેશ્વરની શોધ …અને બે ચકલીની વાર્તા ). ત્યારે મને થયું કે બીજી બે “ટુંકી વાર્તાઓ ” પ્રગટ કરી એક સાથે કુલ્લે ૪ વાર્તાઓ પહેલીવાર પ્રગટ કરૂં ….આ મારી ઈચ્છા હતી !
પણ….પ્રભુની ઈચ્છા જુદી જ હતી !……અચાનક મારી જાણની વડીલ વ્યક્તી “નટુભાઈ દેશાઈ”નું અવસાન થયું …અને એમને “અંજલી” આપવા “ચલો રંગુન, ચલો રંગુન “નામે એક કાવ્ય-પોસ્ટ પ્રગટ કરી…ત્યારબાદ, બીજી બે કાવ્ય-પોસ્ટો ( મેરે જીવનમેં એક આશા મિલી…અને મોહમાયાના સબંધો ) પ્રગટ કરી. આ પ્રમાણે, બે વાર્તાઓ બાદ તમે ત્રણ કાવ્ય-રૂપી પોસ્ટો વાંચી !…આશા એટલી કે તમોને આ બધી જ પોસ્ટો ગમી હશે.
તો, હવે તમે “ચંદ્રપૂકાર” પર બે ટુંકી વાર્તાઓ વાંચશો……વાંચવા આવશો ને ??
હા, તમારે અત્યારે જ જાણવું છે કે એ એ વાર્તા વિષે , ખરૂં ને ??
તમોને નારાજ કેમ કરી શકું ?
પ્રથમ વાર્તા છે એક “બાળ વાર્તા”…..ઉંદર અને સિંહની !
બીજી વાર્તા છે સંસારની એક ઘટના વિષે ….એક બેન મળ્યાની ખુશીની !
ચાલો, આટલું કહ્યું એથી તમે રાજી છો , અને વાર્તાને “નવી પોસ્ટ” રૂપે વાંચવા આતુર છો ને ?
>>>>ચંદ્રવદન
FEW WORDS…
You are reading “CHANDRAVICHARO SHABDOMAA(15)” today, It is my way of informing the Readers of the Past Posts & the Future Posts.
You will, after these 3 Kavya-Posts (Poems), read 2 posts of “TUNKI VARTA” meaning “Short Stories “
I hope you will like these Posts !
Chandravadan.
|
|
|
|
|
|
|
August 3, 2010 at 4:45 pm
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૪)
તમે “ચંદ્રપૂકાર” પર પધારી, તારીખ ફેબ્રુઆરી,૨૧, ૨૦૧૦ના દિવસે “ચંદ્રપૂકાર શબ્દોમાં(૧૩)” ની પોસ્ટ વાંચી હતી.અને ત્યારબાદ, તમે “વ્યક્તિ પરિચય..મિત્રતા” નામે થોડી પોસ્ટો વાંચી…અને એક “સુવિચારો”ની પોસ્ટ બાદ, અનેક “માનવ તંદુરસ્તી” ની પોસ્ટો વાંચી……અને ત્યારબાદ “એક બુક રીવ્યુ”ની પોસ્ટ, અને તારીખ મે, ૯, ૨૦૧૦ ના રોજ હતી એક “મધર્સ ડે”ની કાવ્યરૂપી પોસ્ટ !…..અને પછી, થોડી પોસ્ટો હતી “સુવિચારો”વિષે.
અને,,,અંતે પોસ્ટ હતી ગુજરાત વિષે !
.
અને હવે, તમે ફરી “વ્યક્તિ પરીચય…મિત્રતા “ની બીજી પોસ્ટો વાંચશો…..તમે આગળ પ્રગટ કરેલી પોસ્ટ દ્વારા “પાંચ પુરૂષો” વિષે જાણ્યું હતું ……અને હવે, મારી બ્લોગ જગતની સફરમાં થયેલી “નારીઓનૉ ઓળખાણ” વિષે જાણશો. પુરૂષ-મિત્રો વિષે લખવાનું બાકી છે છતાં મને થયું કે નારીઓ વિષે લખવું એ જ યોગ્ય કહેવાય. બ્લોગજગતે …કે “ગુજરાતી બ્લોગજગતે” અનેક નારીઓ ફાળો આપી રહ્યા છે…સૌને મારા વંદન !
અનેક નારીઓના નામો ગુંજે છે …અને તેમાંથી અનેક નારીઓ ને વધૂ જાણી , કઈક “મિત્રતા” ભાવે નિહાળતા, “વ્યક્તિ પરીચય…મિત્રતા”ના હારમાં મુકવા આ મારો પ્રયાસ છે……કોઈ નારીને પ્રથમ એના “ઉપનામે” જાણી…..કોઈને એના “ઈનીસીયલ્સ” સ્વરૂપે જાણી,તો કૉઈને “પ્રોફેસનલ કામ” કરતી જાણી. તો એનેકને ઘરકામ કરતા કરતા, “એક સાહિત્ય પ્રેમી “ તરીકે નિહાળી…..અને કોઈનું નામ જાણ્યું અને ફોટો નિહાળ્યો….તો કોઈનું ફક્ત નામ જ જાણ્યું અને “ફોટો કે પ્રોફેસન” માટે અજ્ઞાનતા રહી……..
અત્યારે હું ૬૦થી વધુ અને ૭૦થી ઓછા વર્ષોનો માનવી……જ્યારે, મારાથી વધુ ઉંમરની નારીને નિહાળું ત્યારે “માત”ભાવ મારા હૈયે જાગ્રુત થાય…..મે મારી માતાને એમની ૮૨ વર્ષની વય સુધી “બા” કહી પૂકારેલા…..એથી સર્વ નારીઓ પ્રથમ તો “માતૄ”ભાવ જ પ્રગટ કરે……પણ જ્યારે એ નારી મારી ઉંમર આસપાસ હોય ત્યારે “બેન” ભાવ જાગ્રુત થાય……”મોટી બેન ” …કે “નાની બેન “…..મારા ભાગ્યમાં “બેન” ન હતી …મારા જન્મ પહેલા બાળ અવસ્થામા મારા માતા-પિતાની બે દીકરીઓ ગુજરી ગઈ હતી…આથી , મારા માતા-પિતાના બે દિકરાઓ….હું અને મારા “મોટાભાઈ” ( જે મને છોડી પ્રભુધામે)…
મારાથી નાની નારીઓને હું “દીકરી-સમાન” નિહાળું છું …..અને, કોઈક વાર, કોઈએ આગળ પડીને મને “કાકા” કહી માન આપ્યું તે કદી ના ભુલાય !
બસ, મારે મારા હ્રદયનું કહેવું હતું અને મેં કહી દીધું …..સૌ નારીઓને ફરી વંદન !
હવે, સવાલ આવે છે …પ્રથમ વ્યક્તિ કોણ ? અને ત્યારબાદ, કોણ ?
તો,
પ્રથમ છે વડીલ સ્વરૂપે, એક સાહિત્ય-પ્રેમી, અનેક બ્લોગર્સના પ્રેરણાઆપનારા પૂજ્ય બેન હશે !
એ પોસ્ટ …અને ત્યારબાદની અન્ય પોસ્ટો વાંચવા આવશોને ?
>>>>>ચંદ્રવદન
FEW WORDS…
After several Posts of “SUVICHARO”, you are reading “CHANDRA-VICHARO SHABDOmaa(14)”. You had read ine past a Series of Posts entitled ” VYAKTI-PARICHAY….MITRATA”…..& those posts were about 5 Male-Blogger Friends. Now you will be viewing 5 MORE Posts but these will about 5 WOMEN.
In my heart, there is MOTHERLY LOVE for ALL WOMEN …..then I see those of my age & even some elder ones as my SISTERS ….& in those YOUNG ONES, I see my DAUGHTERS……Some even had shown me the respect by calling me KAKA (Uncle).
The next Post & 1st in the Series on WOMEN, it will be on the Elderly Respected Lady (NAME NOT REVEALED NOW ). …and then OTHERS.
Hope you will READ all these Posts !
CHANDRAVADAN
મે 26, 2010 at 12:45 am
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૩)
“ચંદ્રવિચારો શબ્દોમાં(૧૨) તારીખ જાન્યુઆરી,૩,૨૦૧૦ના શુભ દિવસે પ્રગટ કર્યા બાદ, મેં “ચંદ્રપૂકાર”પર “માનવ તંદુરસ્તી “ના વિષયે ૪ પોસ્ટો પ્રગટ કરી. ત્યારબાદ, “સુવિચારો”પ્રગટ કર્યા. આ પ્રમાણે, કરી, મેં સૌને જાણ કરી કે ભવિષ્યમાં ફરી માનવ તંદુરસ્તીની પોસ્ટો હશે…..કદાચ કોઈક એવા નિર્ણયથી નારાજ થયા હશે….અહીં હું એટલું જરૂર કહીશ કે “ભવિષ્યમાં એક પછી એક થોડી માનવ તંદુરસ્તીની પોસ્ટો હશે અને જેમાં વાંચકોએ પુછેલા પ્રશ્નોના જવાબ આપવા મારો પ્રયાસ હશે…..આ મારૂં વચન છે !
હવે, આ “સુવિચારો”ની પોસ્ટ બાદ, મારા હૈયે જે હતું તે પ્રમાણે, “વ્યક્તિ પ્રરિચય-મિત્રતા” નામકરણે થોડી પોસ્ટોથી શુભ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે , અને તમે હવે પછી, એવી પોસ્ટો વાંચશો.
અહીં પ્રશ્ન ઉભા થાય છે >>>મારી જાણની વ્યક્તિઓ વિષે પોસ્ટો લખવી જ શા માટૅ ? કોઈ પોસ્ટ વાંચનાર તો એમ કહેશે કે ..”શું નવું લખ્યું ? એમને તો અમે જાણીએ છે” અને, કદાચ કોઈક પ્રશ્ન કરશે કે…”જાણીને અમોને શું લાભ ?”….આવી, વિચારધારા સિવાય અનેક એવા હશે કે એઓ પોસ્ટ વાંચી આનંદ અનુભવશે. …..આનંદ કે ટીકાઓ માટે અપેક્ષાઓ હું રાખતો નથી કે એવી ચિંતાઓ કરતો નથી. મારો નિર્ણય ફક્ત એક જ વિચારે નભે છેઃ>> “માનવી સ્વરૂપે મેં આ જગતમાં જન્મ લીધો, અને એની સાથે, મારૂં જીવન અનેક માનવીઓના વચ્ચે વહી ગયું…..અને, એ સમયના વહેણમાં, જો હું કોઈને મિત્ર બનાવી શક્યો તો મારૂં જીવન ધન્ય થયું એવું હું માનીશ !”
હવે, હું આશા રાખું છું કે તમે “ચંદ્રપૂકાર”પર જરૂર પધારી, નવી પોસ્ટો વાંચશો…અને, વાંચેલી પોસ્ટો સૌને ગમશે એવી છે મારી બીજી આશા !
ચંદ્રવદન
FEW WORDS…
Today, after the Post of “SUVICHARO” I am publishing a Post ” CHANDRA VICHARO SHABDOmaa (13)”….and making an inroduction for a Series of Posts on “VYAKTI PARICHAY– MITRATA ” meaning ” Info on an Individual & Friendship “. As I had diverted my attention away from the continued publication of the HEALTH Posts, I promise that in the near future, I will be back with Posts on HEALTH & will also try to answer the questions raised by the Readers as their “Comments ” for the 4 Posts on HEALTH.
Are you ready & anxious for the next Posts ?
Please, wait for a few days !
I know you will !
Chandravadan.
February 21, 2010 at 1:39 pm
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૨)
નવેમ્બર,૨૦૦૯નો માસ તો પુરો થયો…અને ડીસેમ્બર માસ મંગળવારે શરૂ થયો. તમે મારા બ્લોગ પર ” જનકલ્યાણના કાર્યો”ના વિષયે અનેક પોસ્ટો વાંચી હતી….જ્યારે એ વિષયે લખાણ પુર્ણ થયું ત્યારે મેં એક સવાલ કર્યો હતો…”હવે પછી શું વિષે હશે ?” ત્યારે મારી પાસે એનો જવાબ ના હતો પણ એક શ્રધ્ધા હતી કે “કંઈક પ્રભુપ્રેરણા” મળશે ! તમેતારીખ નવેમ્બર,૬૨૦૦૯ના રોજ એક પોસ્ટ “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)” વાંચી, અને ત્યારબાદ. નવેમ્બર,૧૧ના દિવસે “ચંદ્રભજનમંજરી (૭)” પોસ્ટરૂપે સાંભળી….અને પછી, નવેમ્બર,૧૬,૨૦૦૯ના રોજ “સુવિચારો”ની પોસ્ટરૂપે “પ્રેમ-લાગણી/અંતરઆત્મા/સતકર્મ/જનકલ્યાણ/માનવતા” બારે વાંચ્યું……..આટલું શક્ય થયા બાદ, નવેમ્બર,૨૨,૨૦૦૯ના શુભદિવસે, “આ તો બીજી અનીવરસરી ચંદ્રપૂકારની” નામે એક કાવ્ય રચના વાંચી આ પોસ્ટ સાથે મારા હૈયે ખુબ જ આનંદ હતો, અને જ્યારે અનેકે પધારી ( કુલ્લે ૩૮) એમના “પ્રતિભાવો” આપ્યા તેનાથી ગદ ગદ થઈ ગયો…..હું સૌનો આભારીત છું !….આવો આનંદ જ્યારે અનુભવી રહ્યો હતો, ત્યારે “માનવ દેહ અને તંદુરસ્તિ/Health” બારે કંઈક લખવા પ્રભુપ્રેરણા મળી….અને, એ અમલમાં મુકાય તે પહેલા તો હતો શનિવાર, તારીખ, નવેમ્બર,૨૮,૨૦૦૯નો દિવસ….એથી રીવરસાઈડ જવાનું થયું….આ દિવસે રમેશભાઈ પટેલના આમંત્રણે હું ત્યાં હતો…આ દિવસે એમની પુસ્તિકા “ત્રિપથગા”નું “વિમોચન” હતું ..અને, ત્યાં હાજરી આપતા, હું પ્રથમવાર રમેશભાઈને મળ્યો…સાથે સુરેશભાઈ જાની અને ડો. દિલીપભાઈ પટેલ…તેમજ અન્યને મળવાનું થયું …મારા હૈયે ફરી ખુબ જ આનંદ હતો, અને એવા આનંદમાં મને બીજો વિચાર આવ્યો..”રમેશભાઈ વિષે પોસ્ટ મુકું …અને ત્યારબાદ, અનેક વિષે “મિત્રતાના તાંતણે” બીજી પોસ્ટો હોય તો કેવું ? “
બસ, આ બે વિચારો દ્વારા મને હવે પછીની પોસ્ટો માટે “વિષય/વિષયો” આનંદ હતો…મેં આગળ ઉલ્લેખ કર્યો જ હતો કે પ્રભુપ્રેરણાથી કંઈક થશે …તો, એ થયું !
તમે રમેશભાઈ વિષે પોસ્ટથકી પ્રથમ “વ્યક્તિ પરિચય”ની પોસ્ટ વાંચી…અને ત્યારબાદ, તમે “સુવિચારો” દ્વારા પ્રથમ “તંદુરસ્તિ/Health”ના વિષયે પોસ્ટ વાંચી…..અને, હવે તમે બીજી પોસ્ટો “તંદુરસ્તિ” બારે વાંચશો…..અને એ થોડી પોસ્ટો બાદ, અન્ય વિષયે પોસ્ટો વાંચશો….ફરી કોઈ બીજી “વ્યક્તિ પરિચય”ની પોસ્ટો વાંચશો…..આ પ્રમાણે, આ “બે વિષયો” ચાલુ જ રહેશે !
આશા છે કે તમોને મારા વિચારો ગમે !…..કંઈક “બે શબ્દો” લખશો તો જ મને ખબર પડે…તો, તમારા અભિપ્રાયોની આશા સાથે વિરમું છું !>>>>>>ચંદ્રવદન
FEW WORDS
Today it is Sunday & January,3rd 2010 ….I am publishing this Post from Navsari,Gujarat,India…..and my last Post was on December 2009. The New Year of 2010 has started & I take this opportunity to wish you all HAPPY NEW YEAR……
This post is ” CHANDRAVICHARO SHABDOMAA (12)”….It takes you all to my Old Posts….& intoduce you to the my INTENT to publish future posts on 2 Topics (Parichay of Individuals I had known….& Tandursti or Health)
A Post on Rameshbhai Patel (Aakashdeep) ….& Suvucharo on Body & Health (last post) will be my FIRST POSTS on this topic. I hope you will enjoy the other Posts too..>>CHANDRAVADAN.
January 3, 2010 at 4:39 am
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)
“જનકલ્યાણના કાર્યો”ના વિષયે મારા જીવન બારે તમે અનેક પોસ્ટો દ્વારા જાણ્યું …અને તમે પ્રથમ પોસ્ટ “કરૂં હું તો માનવસેવા “અને છેલ્લી પોસ્ટ “બે ચકલીની વાત” વાંચી…છેલ્લી પોસ્ટ તારીખ ઓકટોબર,૨૯, ૨૦૦૯ના દિવસે પ્રગટ કરી હતી.
આ બધી જ પોસ્ટો કદાચ અનેકે વાંચી છે…તેમ છતા, કોઈકે ના વાંચી હોય તો એને વાંચવાનો લ્હાવો તમે લઈ શકો છો….નીચે બધી જ પોસ્ટોનું લીસ્ટ છે, અને તમે જો પોસ્ટ પર “ક્લીક” (Click) કરો તો એ પોસ્ટ તમે નિહાળી વાંચી શકો છો….પોસ્ટૉ નીચે મુજબ છે>>>>>
તમે ઉપર નામકરણે અનેક પોસ્ટો વાંચી છે……જો તમે ના વાંચી હોય કે ફરી વાંચવી હોય તો તમે પોસ્ટ પર ક્લીક કરો તો એ પોસ્ટ તમે નિહાળી શકો છો…અને જો પ્રતિભાવ ના આપ્યો હોય તો વાંચી તમે “પ્રતિભાવ” આપી શકો છો….એ વાંચી મને ખુબ જ આનંદ થશે !
આ પોસ્ટ બાદ, તમે ”ચંદ્રભજન મંજરી”નું એક બીજુ ભજન “વિડીયો પોસ્ટ”રૂપે સાંભળી શકશો……સાંભળવા આવશોને ?>>>>>ચંદવદન
FEW WORDS…
Today it is KARIK VAD CHOTH…& it is Friday November,6th 2009…..It is also the Birthday of my daughter Rupa….& so I feel so HAPPY to publish this Post. This Post is only a summary of what had happened on this Blog…..so many Posts on the Topic of JANKALYANna KARYO & my Life’s Journey…..I had listed ALL POSTS that were published ( Total of 13 Posts)….If anyone had missed to read the Past Posts…this is the opportunity to “click” on the title of the Post & one can virtually VIEW that particular Post….You may READ/COMMENT on any Post you like…I will be HAPPY to read your COMMENTS>>>CHANDRAVADAN.
November 6, 2009 at 12:50 am
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૦)
જનકલ્યાણના કાર્યો યાને જનસેવા
ચંદ્રવિચારો શબ્દોમાં (૯)ની પોસ્ટ એક પત્રરૂપે તારીખ, ઓગસ્ટ, ૫, ૨૦૦૯ના રોજે પ્રગટ કરી હતી. ત્યારબાદ, તો તમે “સુવિચારો ” અને “ચંદ્રભજનમંજરી” પર એક ભજન સાંભળ્યું. …..યાદ છે કે એ ઓગસ્ટ,૫, ૨૦૦૯ની પોસ્ટના અંતે મેં લખ્યું હતું કે ” હવે પછી કયા વિષયે પોસ્ટો હશે એની ખબર નથી…વિચારો કરતા, પ્રભુ જ પ્રેરણા આપશે, એવીમારી પુર્ણ શ્રધ્ધા છે “….અને, આજે, પ્રભુપ્રેરણાથી જ “જનકલ્યાણના કાર્યો/ જનસેવા “ના વિષયે પોસ્ટૉ લખવાનો નિર્ણય લીધો છે.
આ વિષયે હું કેવી રીતે લખું ? આ પ્રશ્ર્નનો જવાબ મેળવવા અનેક વિચારો આવ્યા, કિન્તુ, અંતે થયું કે મારી જ જીવન-સફર તરફ નજર કરી, આ વિષયે કંઈક લખું. જ્યારે આ પ્રમાણે નિર્ણય લીધો તો ફરી બીજો વિચાર આવ્યો,..”પણ, તો તો કોઈ એવું માનશે કે આ માનવી પોતાના જ વખાણ કરે છે “….હું જરા અચકાયો…અને ત્યારે મારા હ્રદયમાં જાણે પ્રભુ જ બોલી રહ્યા હતા..”એવી ચિંતા મત કર ! હ્રદયભાવથી ફક્ત સત્યનો પ્રકાશ આપ ! ” બસ, આટલી પ્રેરણાથી મને આત્મબળ મળ્યું, અને આજે આ “જન-સેવા”ના વિષયે શુભ શરૂઆત કરી રહ્યો છું.
એક માનવ તરીકે જન્મ લેતા મારી જીવન-સફર શરૂ થઈ….અને, બાળજીવનથી યુવાની, અને ત્યારબાદ,ઘડપણ તરફ નિવ્રુત્તિજીવન. આ સમયગાળા દરમ્યાન, મેં મારા જીવને “પરિવર્તન ” નિહાળ્યું છે. દરેક સંસારી માનવી જીવન જીવતા બદલાય છે, એ સનાતન સત્ય છે !કોઈ મોહમાયામાંથી છુટવાનો પ્રયાસ કરે છે, તો કોઈ મોહમાયાની જાળમાં વધુ ફસાય છે..તો કોઈ કહે “હું નાસ્તિક છું ” તો કોઈ કહે “હું તો પ્રભુ-ભક્ત છું “..અને, કોઈ કહે ” આ મારૂં , આ મારૂં ” ત્યારે કોઈ કહે “આ બધુ જ પ્રભુનું છે “, અને વળી કોઈ કહે ” હું તો મુર્તિપુજામાં ના માનું , પ્રભુ મારા હ્રદયમાં છે “તો કોઈ કહે ” હું તો મુર્તિમાં પ્રભુ જ નિહાળૂ છું, અને સતસંગથી મને આનંદ થાય છે ” આ બધા જ માનવ-પરિવર્તનના જુદા જુદા રૂપો છે…પણ, આ બધામાં ફક્ત એક જ તત્વ છુપાયેલું છે…અને એ છે “માનવતા “જ્યારે પણ આ માનવતા માનવ-હ્રદયે ખીલે ત્યારે “જનસેવા”નો યજ્ઞની શરૂઆત થાય છે, એવું મારૂં મનવું છે.
હવે પછીની પોસ્ટ હશે એક કાવ્ય, એ કાવ્ય દ્વારા હું જનકલ્યાણના કાર્યોની મારી જીવન સફર બારે થોડી “ઝલક “આપીશ, અને ત્યારબાદ, આ વિષયે તમે બીજી પોસ્ટૉ વાંચશો. આજની આ પોસ્ટ વાચી, તમે જરૂર તમારો પ્રતિભાવ આપી મને ઉત્સાહ આપશો, આપશોને ?……….ચંદ્રવદન.
FEW WORDS
On Thursday,August,20th.2009 it is SHRAVAN VAD AMAAS…& so the Holy Month of SRAVAN as per the Hindu Calender ended. As of today, Friday,August,21st 2009 the month of BHADARVO starts. You are today viewing a Post “CHANDRAVICHARO SHABDOMA (10) ” which introduces the New subject of “JANKALYANna KARYO/ JANSEVA ” with the reference to my own JOURNEYon this EARTH. I hope you enjoy reading this Post & ALL the Posts that will follow & on this subject.
>>>CHANDRAVADAN.
August 21, 2009 at 12:40 am
ચંદ્રવિચારો શબ્દોમાં (૯)
એક પત્ર
તારીખઃ ઓગસ્ટ,૫,૨૦૦૯
સ્નેહી મિત્રો,બ્લોગ પર પધારેલા મહેમાનો,
આજે હું “ચંદ્રવિચારો શબ્દોમાં” નામકરણની પોસ્ટને તમોને “એક પત્ર ” રૂપે પ્રગટ કરી રહ્યો છું. આજે બુધવાર, શ્રાવણ સુદી પુનમ,એટલે “રક્ષાબંધન”નો શુભ દિવસ, અને ઓગસ્ટ મહિનાની પાંચમી તારીખ, ૨૦૦૯. પ્રથમ તો સૌને રક્ષાબંધનની શુભેચ્છાઓ !
જુલાઈ,૧,૨૦૦૯ના રોજ મેં “ચંદ્રવિચારો શબ્દોમાં (૮)”નામે એક પોસ્ટ કરી હતી. એ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે હવે પછીની બધી જ પોસ્ટો”સંસારી માનવ જીવને બનતી ઘટનાઓ” ના વિષયે હશે. અને, એ જ પ્રમાણે, પ્રથમ પોસ્ટ હતી “જુગ જુગ જીવો, શશીભાઈ મારા ! “ જે મેં જુલાઈ, ૫. ૨૦૦૯ના રોજ પ્રગટ કરી હતી……ત્યારબાદ, બીજી પોસ્ટ હતી “નિર્મળાને અંજલી” જે જુલાઈ,૧૦, ૨૦૦૯ના રોજ પ્રગટ થઈ હતી….અને, ત્યારબાદ, “ગરીબાયના આંસુ “ની પોસ્ટ જુલાઈ,૨૦. ૨૦૦૯ના રોજ, અને “કોણે બોલાવી માંદગી ? “ની પોસ્ટ હતી જુલાઈ, ૨૫, ૨૦૦૯ના રોજ….અને, અંતે, જુલાઈ,૨૯,૨૦૦૯ના દિવસે હતી “હ્રદય દર્દની તુલના “.
આ પ્રમાણે, માનવ-જન્મ અને માનવ-મત્યુ ની બે મુખ્ય ઘટનાઓ વિષે પ્રથમ બે પોસ્ટો દ્વારા ઉલ્લેખ, અને એ પછી માનવ જીવને “ગરીબાય ” “માંદગી” અને “હ્રદય દર્દ ” જેવી દુઃખભરી ઘટનાઓ બારે ઉલ્લેખ થયો હતો. અંતે, આ વિષયે પોસ્ટ હતી “મન અને વિશ્વાશ “જે મેં ઓગસ્ટ, ૨. ૨૦૦૯ના રોજ પ્રગટ કરી હતી, આ છેલ્લી પોસ્ટ પ્રગટ કરવાનો એટલો જ હેતુ હતો કે માનવ જીવને બનતી ઘટનાઓનો સામનો કરવા કે બદલવા માટે ” મન અને વિશ્વાશ”નો ભાગ અગત્યનો છે.
મારા “કાવ્યજેવા”રૂપે વિચારો સાથે તમોએ ગુજરાતીમાં “બે શબ્દો “વાંચ્યા, અને પોસ્ટોના અંતે “FEW WORDS ” રૂપે અંગ્રેજીમાં થોડું લખાણ પણ વાંચ્યું.
આ બધી જ પોસ્ટો એક વિષયે પ્રગટ કરતા જુલાઈ મહીનો પુરો થઈ ગયો,અને ઓગસ્ટ શરૂ થઈ ગયો…..આગળ પધારેલા મિત્રો, નવા મહેમાનો…એવી રીતે અનેકે મારી પોસ્ટો વાંચી, અને તે માટે મને આનંદ છે….અનેક તરફથી “પ્રતિભાવો”મળ્યાનો વધુ આનંદ. હું સૌનો આભારીત છું !
મેં તો પોસ્ટો દ્વારા મારા વિચારો જ દર્શાવ્યા હતા…પણ, મળેલ પ્રતિભાવો થકી મને ઘણું જ જાણવા મળ્યું, ઘણી જ પ્રેરણાઓ મળી છે.હવે, મારૂં એવું અનુમાન છે કે એક વિષયે એક વ્યક્તિ પાસે કંઈક વિચાર હોય તો તેને જાહેર કરવાથી એને અન્ય તરફથી “નવા વિચાર-રૂપી રંગ ” મળે છે…એની વિચારધારામાં સમજ વધે છે, ભુલો સમજાય છે…અને, આવું પરિવર્તન એ જ “જ્ઞાન “. આથી , તમારા પતિભાવો દ્વારા મને જે જ્ઞાન મળ્યું તે માટે હું સૌનો આભારીત છું , અને આ પ્રમાણે જે કંઈ શક્ય થયું તે માટૅ પ્રભુનો પાડ માનું છું.
હવે પછી, કયા વિષયે પોસ્ટો હશે એની ખબર નથી…વિચારો કરતા પ્રભુ જ પ્રેરણા આપશે, એવી મારી પુર્ણ શ્રાધ્ધા છે !
લી. ચંદ્રવદનભાઈના વંદન.
HAPPY RAXABANDHAN to EVERYONE !
May the Sister-Brother Love be Eternal on this Earth !
Those of you do not have a Sister ( like me ) see a Sister in Someone you love or somebody who loves you as her Brother !
Let us long for the Coming of this auspicious Day again & may the Brotherly protection/prayers fot the Sister be showered today as the Sister ties the RAKHADI ( Raxa ) on the wrist of her dear Brother with her payers to God for her Brother !..>Chandravadan.
August 5, 2009 at 1:17 am
ચંદ્રવિચારો શબ્દોમાં (૮)
આ નામકરણે તારીખ જુન, ૭, ૨૦૦૯ના રોજ પોસ્ટ પ્રગટ થઈ હતી, અને મેં સૌને જણાવ્યું હતું કે મારા બ્લોગ પર “સંસાર અને સબંધો”ના વિષયે તમે અનેક પોસ્ટ પ્રગટ કરી તે નિહાળી તમે તમારા પ્રતિભાવો આપ્યા તે માટે મેં સૌનો આભાર દર્શાવ્યો હતો. ત્યારબાદ, મેં અનેક પોસ્ટો પ્રગટ કરી છે……..અને, આજે આ પોસ્ટ ! હવે પછી, તમે અનેક પોસ્ટૉ વાંચશો જેનો વિષય હશે “સંસારી માનવજીવને બનતી ધટનાઓ “, આ બધી પોસ્ટોમાં કાવ્યરૂપે કોઈ વ્યક્તિ બારે વર્ણન કર્યું હશે કિન્તુ, એ વર્ણન તો સંસારના કોઈ પણ માનવીને લાગુ પડે એમ હોય છે. અને, આજે તમોને હું એ પોસ્ટો બારે કહું છું…….(૧) ૭૫મી વર્ષગાં (જન્મ ખુશીની વાત ) (૨) નિર્મળાને અંજલી (મૃત્યુનું દુઃખ ) (૩) ગરીબાય(સસારી હાલતનું દુઃખ ) (૪) માંદગીનું દેહ-દુઃખ (૫) હ્રદય દર્દની તુલના, અને અંતે (૬) મન અને વિશ્વાસ ( માનવના શક્તિ-તત્વો ).
આ બધી પોસ્ટો તમે વાંચશો, અને એ તમને ગમે એવી આશા ! ……….ચંદ્રવદન
Few Words
Today’s Post is another in a series of Posts which gives me the opportunity to say my thoughts about the Blog….By this Post, I am introducing the subject of ” The Events in the Life of a Human”.The Birth is the event of Happiness…& the Death is the ultimate end of the Human-journey on this Earth. In the middle is the are the possibilities of the hardships because of the Poverty or the Health….& then,a narration on the hurt within one’s Heart, then finally, the Human being is reminded of the potentials within himself with Man & Vishvas ( Mind & Trust ). I hope you like my theme of telling all these in several Gujarati Poems using one individual as a figure to convey my message….but in reality the decription may be applicable to anyone….May you enjoy this Post & wait for the 6 Posts on the subject of ” Sansari Manav-Jivane Banti Ghatanao”>>>>>>Chandravadan.
July 1, 2009 at 4:13 pm
Older Posts
Recent Comments