Posts filed under ‘ટુંકી વાર્તાઓ’

સસલું અને કાચબો !

 

Tortoise and Hare
Image 1

The Tortoise and the Hare, by Arthur Rackham

સસલું અને કાચબો !

એક સસલું હતું. એ સફેદ હતું. અને એ ખુબ જ સુંદર હતું.
એ હંમેશા એની કાપા નિહાળી, ગર્વ સાથે છાતી ફુલાવતું હતું. એને  એની સુંદરતાનું
અભિમાન હતું. એ અનેકવાર, સરોવરની પાળે પાણી પીવા આવતું . એ સમયે, એણે  એક કાચબાને
નિહાળ્યો હતો. એને એની સાથે વાતો કરવાનો સમય જ ના હતો.એ ધીરે ધીર ચાલતા કાચબાને
મુર્ખ પ્રાણી સમજતું હતું.
એક દિવસ, કોણ જાણે કેમ એ સસલું  કાચબા નજીક આવી વાતો
કરવા લાગ્યુંઃ
“અરે, કાચબાભાઈ, કેમ તમે ધીરે ધીરે ચાલો છો
?”
ત્યારે, કાચબો એને શાન્તીથી કહે..” અરે, બેન, શું કરૂં
? આ જ પ્રમાણે પ્રભુએ મારૂં ઘડતર કર્યું છે, એથી જ હું એવી રીતે ચાલુ
છું.”
આવું સાંભળી, સસલાને જરા મજાક કરવાનું મન થયું. અને
કહેઃ”ચાલો, આપણે હરિફાઈ કરીયે. તમે એ માટે તૈયાર છો ?”
કાચબો સસલાના હૈયાનો ભાવ સમજી ગયો હતો. એ જાણતો હતો કે
એની હારમાં સસલાએ હસીને એની મજાક કરવાની ઈચ્છા હતી. એણે વિચારી કહ્યુંઃ ” બેન, આજ
તો નહી આજે હું થાકી ગયેલો છું. પણ આવતી કાલે જરૂરથી આપણે હરિફાઈ
કરીશું”
આવા કાચબાના શબ્દો સાંભળી સસલું તો ખુબ ખુશી સાથે એના
ઘરે ગયું.
એવા સમયે, કાચબાએ એના શિયાળ મિત્રને સરોવર નજીકનો પંથ
બતાવી, હરિફાઈ વિષે કહ્યું, અને એની મદદ માંગી. શિયાળબેન તો મદદ કરવા રાજી થઈ ગઈ.
ત્યારે, કાચબાએ શિયાળને કહ્યું ” કાલે આવો ત્યારે તમારા પતિદેવને પણ સાથે
લાવજો.”..આ કાચબાના શબ્દો સાંભળી, શિયાળ જરા અચંબામાં હતું પણ કાંઈ ના
બોલ્યું.
બીજે દિવસે, નક્કી કરેલા સમય પ્રમાણે, સસલું અને કચબો
સરોવર પળે હતા.ત્યારે, કચબાના સુચન પ્રમાણે શિયાળના પતિ પણ હાજર હતા. અને, કાચબાએ
સસલાને કહ્યુંઃ” આ સઓવર પાળે પાળે  જવાનું છે, અને જે ફરી પ્રથમ અહી આવે તેની જીત.
આ માન્ય છે ?”
ત્યારે, સસલું એની ઝ્ડપના ગર્વમાં હરિફાઈ વિષે બીજી
ચોખવટ કરવાનું ભુલી જઈ કહેવા લાગ્યુંઃ” મજુંર છે !”
આ હરિફાઈ શરૂઆત સમયે મિત્ર શિયાળના પતિ આ સંવાદના
સાક્ષી બન્યા. અને એવા સમયે, મિત્ર શિયાળ દુર એક સરોવર પાળના ઝાડ પાછળ સંતાયને સુચન
પ્રમાણે ઉભું હતું.
શિયાળ પતિએ જવાબદારી લીધી. કાચબો અને સસલું એક લાઈન
પાછળ હતા. એણે ૧,,૨..૩ અને “ગો” કહ્યું. સસલું તો આનંદમાં દોડતું દુર જઈ રહ્યું
ત્યારે કાચબો તો ધીરે ધીરે  પેલા પાળ નજીકના ઝાડ પાસે આવી ઉભુ રહ્યું .અને ઝડ
પાછળથી  શિયાળ બહાર આવી, જમીન પર બસી ગયું. કાચબો શિયાળની પીઠ પર બેસી ગયો. શિયાળ
ઝડપથી દોડવા લાગ્યું. અંતર કપાતું ગયું.  સસલું એ સમયે દુર હતું. એ દોડતા દોડતા,
પાછળ નજર કરતું અને કાચબાને ના જૉઈ આનંદમાં આવી જતું..ધીરે ધીરે એની ઝડપ પણ ઓછી થતી
હતી. પણ, એને એની જીતની ખાત્રી હતી. અને જીત્યા બાદ, કેવી રીતે કાચબાની મજાક કરવી
એવા વિચારોમાં એ હતું. જ્યારે એ એવા વિચારોમાં હતું ત્યારે પાછળ જોતા એણે કાચબાને
સિયાળ પર નિહાળ્યો…..એ હજુ કોઈ બીજા વિચારો કરે તે પહેલા શિયાળ અન કાચબો એને પસાર
કરી આગળ નીકળી ગયા….સસલાએ એની ઝડપ વધારી..પણ એ કાંઈ કામ ના આવી. જ્યારે એ “ફીનીશ
લાઈન” પર આવ્યું ત્યારે કાચબો એની વાટ જોતો હતો.
સસલું જેવું ત્યા આવ્યું એટલે કાચબો કહે ઃ”બેન, હું
હરિફાઈ જીતી ગયો !”
ત્યારે. ગુસ્સામાં આવીમ સસલું કહે ઃ “તમે તો શિયાળ પર
સવારી કરી આવ્યા છો…એટલે જીત તો મારી કહેવાય !”
ત્યારે, શિયાળભાઈ એક જર્જ તરીકે એમનો અભિપ્રાય આપે..”
અરે, સસલાભાઈ, જ્યારે હરિફાઈની વિષે ચર્ચા કરી ચોખવટ કાચબાએ તમોને કહ્યું ત્યારે
તમે કોઈ શરતો મુકી ના હતી..ફક્ત એક જ ધ્યેય હતો …જે સરોવર પાળ પર અંતર કાપી પ્રથમ
અહી આવે તે જ વિજેતા ! આ પ્રમાણે, આ હરિફાઈ જીતનાર તો કાચબાભાઈ જ
કહેવાય.”
આટલા શબ્દો શિયાળભાઈ બોલ્યા ત્યારે આ નિર્ણયને ટેકો
આપતી હોત તેમ કાચબ મિત્ર શિયાળ બોલ્યું ઃ” હા, હું પણ સહમત છું !”
બસ, આટલા શબ્દો દ્વારા સસલાને એની ભુલ સમજાય… “ફક્ત
કોઈને નિહાળી, તમે એનું ખરૂં મુલ્ય ના કહી શકો. પોતાની શક્તિ પર ગર્વ કરી અન્યનું
અપમાન કરવું એ મહાન ભુલ છે. નમ્રતામાં જ પ્રેમ છે !”…સસલાના મનમાં બસ આવા વિચારો
ગુંજી રહ્યા. એનું અભિમાન હવે પીગળી ગયું હતું એ  કાચબા અને શિયાળોની તરફ એક મીઠી
નજરે નિહાળી, ડોકું નીચું રાખી જાણ સત્યના જ્ઞાન સાથે વિદાય લેતો હોય એવું દ્રશ્ય
સરોવર પાળે આજે હતું !

આ વાર્તા લેખન …તારીખ ઓકટોબર,૫,
૨૦૧૧                                      
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

બે શબ્દો…

સસલા અને કાચબાની વાર્તા તો બાળકોએ જાણી જ
છે.
એ હતી “જુની વાર્તા” !
આ પોસ્ટરૂપી “ટુંકી વાર્તા”માં થોડા “વિચારધારા”રૂપી
ફેરફારો છે.
જુની વાર્તામાં હરિફાઈમાં સસલાનું સુઈ જવું અને
હારવું….ત્યારે આ વાર્તામાં  એક “ચાલાકી”સહારે કાચબાની જીતના દર્શન થાય
છે.

પણ, આ બાળવાર્તાનો “બોધ” નીચે મુજબ છે…….

કોઈ પણ વ્યક્તિને ફક્ત નિહાળતા એના વિષે “અભિપ્રાય”રૂપી અનુમાન કરવું  એ જ
એક ભુલ છે !

પોતાની શક્તિનું અભિમાન કરવું એ જ અનેક જીતો બાદ, એવી વ્યક્તિને હાર કે પતન
તરફ લઈ જાય છે !

આ વાર્તામાં સસલાને શરીર અને શક્તિના અભિમાનમાં “અંધકાર ” છે..એની
“મુર્ખતા”ના દર્શન થાય છે.

કાચબાના શાન્ત સ્વભાવ સાથે ચતુરાય, અને નમ્રતા છે !

આ વાર્તા દ્વારા  એક જ હેતું છે….માનવીએ શીખવાનું છે કે જે સ્વરૂપે દેહ
મળ્યો એનો પ્રથમ સ્વીકાર હોવો જોઈએ. અને દેહ સાથે મળેલી શક્તિ-જ્ઞાન વિગેરે માટે
પ્રભુનો પાડ માની, એનો સદ-ઉપયોગ  કરવાનો જીવન સફરે હંમેશા પ્રયાસ હોય !.. જે પંથ
સત્ય તરફ હોય તેવો પંથ બાળકો કે અન્યને બતાવતા, એનું જીવન આ ધરતી પર ધન્ય બની જાય
છે !

આ પાંચમી અને છેલ્લી બાળ વાર્તા છે.
તમોને ગમી ?
આ પછી, “અનામી”..કે
“કાવ્ય પોસ્ટો” કે “સુવિચારો” કે એવી થોડી જુદી જુદી પોસ્ટો માણીશું…અને પછી,
બીજી “ટુંકી વર્તાઓ”.
આ વિચાર ગમ્યો ?
જરા “પ્રતિભાવ”રૂપે કહેશો મને ?

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 

November 4, 2011 at 1:06 pm 16 comments

સરોવરમાં હંસલા સાથે બતકો અને માછલીઓ

Picture of Duck - Free Pictures - FreeFoto.com

Fish

 

સરોવરમાં હંસલા સાથે બતકો અને માછલીઓ

એક નાનું સુંદર સરોવર. એ સરોવરમાં એક જ
હંસલો.
સરોવરમાં અનેક માછલીઓ રહેતી હતી. અને, સરોવરમાં અનેક
બતકો તરી આનંદ અનુભવે.
આ સરોવર પાળ નજીક અનેક કમળના ફુલો સરોવરની સુંદરતા
વધારતા હતા.એ
શનિવાર કે રવિવારના રજાના દિવસે સરોવર પાળ પર અનેક
માનવીઓ આનંદ માણવા આવતા.
કોઈકવાર, માનવીઓના ટોળામાં અનેક બાળકો આ વાતાવરણમાં
આનંદ વધારતા હતા.
કોઈકવાર, માનવી બાળકો સરોવર પાળ નજીક જઈ, સરોવરના
પાણીમાં બ્રેડના ટુંકડાઓ ફેંકતા હતા.
બતકો એક સાથે બેર્ડ ટુંકડાઓ તરફ ઝડપે તરી આવતા નિહાળી
બાળકો આનંદમાં નાચતા હતા.
જાણે, બતકો આ બાળકોને રમાડી રહ્યા
હતા.
એવા સમયે, સરોવર પાણીની અંદર માછલીઓ ભેગી થઈ આ દ્રશ્ય
નિહાળી ખુશી અનુભવતી, અને જરા બ્રેડ ખાવાનો લાભ લઈ લેતી.
જુદા જુદા રંગની માછલીઓને નિહાળી, માનવ ટોળામાં આનંદ
હતો.
આવું દ્રશ્ય તો દર શનિ-રવિએ નિહાળવા મળતુ.
પણ……દુરથી  નિહાળતા હંસલાને એ માટે જરા પણ રસ ના હતો. એ તો દુરથી જ મનમાં
કહેતો
“બતકો તો કેવા મુર્ખ ! એઓ તો ફેંકેલું કે ગમે તેવું
ખાય, અને જરા અક્કલ નથી. વળી, શરીર એમના મારા જેવા સફેદ નહી. એઓ તો કાળા
ધોળા
અને મારા જેવા સુંદર પણ નહી….અને, પેલી નાની નાની
માછલીઓ તો નકામી અક્કલ વગરની છે અને આ સરોવરમાં એમનું કામ જ નથી
!”
બસ, આવા વિચારોમાં એ હંસલો અભિમાનમાં ભુલાતો
રહેતો.
એક દિવસ,એ હંસલો ભુલથી કમળો નજીક તરતો તરતો પહોંચી
ગયો. એ કમળ વેલાઓ નજીક હતો. પાણી અંદર બીજા અનેક મુળો હતા. એ એના
અભિમાન અને ગર્વના વિચારોમાં એનું ભાન ભુલી ગયો હતો.
એના પગો મુળોમાં બંધાય ગયા.એ જરા પણ આગળ તરી શકતો ન હતો.એ એની પાંખો
ફફડાવી ઉડવાનો પ્રયાસો કરતો હતો. એના બધા જ પ્રયાસો
સફળતા વગર હતા. એ હવે અંતે નિરાશ હતો.
એવા સમયે, પાળ પર તરી રહેલા એક બે બતકો એની નજીક આવી
પુછવા લાગ્યા..” હંસાભાઈ, તમે કેમ નિરાશ છો ?”
ત્યારે, હંસલો જરા પણ ના બોલ્યો. થોડી વાર શાંન્તી
જાળવી, એ કહેવા લાગ્યો “અરે, મારા પગો મુળોમાં બંધાય ગયા છે.”
એવા સમયે, અનેક માછલીઓનું ટોળું ત્યાં આવ્યું
માછલીઓમાંથી એક માછલીએ પુછ્યું..” શું થયું છે ?”
ત્યારે, બતકો કહે.” અરે, આપણા હંસાભાઈ મુશીબતોમાં છે.
એના પગો મુળોમાં બંધાય ગયા છે. એ હવે સરોવરંમાં તરી શકતા નથી.”
આટલું સાંભળી, માછલીઓએ પાણીમાં ડુબકી મારી અદ્રશ્ય થઈ
ગઈ. એમના નાના નાના દાંતોના સહારે એઓ મુળો પર ઘા કરવા લાગ્યા. ધીરે
ધીરે.
એક પગ પછી બીજો પગ છુટો થઈ ગયો. જાણે, હંસલાને એક
જેલમાંથી મુક્તિ મળી હોય એવો અનુભવ થયો.
એવા સમયે, બતકો હંસલા પાસે આવ્યા અને કહેવા લાગ્યા .”
હંસાભાઈ, તમે જ્યારે સરોવરમાં તરો છો ત્યારે તમારી સુંદરતા નિહાળવા, અનેક
માનવીઓ
એમના બાળકો સાથે સરોવરે આવે છે. તમે અમારા માટે કોઈ ડર
ના રાખશો. અમે તો સૌ તમારા કારણે ભાગ્યશાળી છીએ એવું માનીએ છીએ ! આ સરોવરની
શોભા તમે વધારતા રહેશો એવી અમારી વિનંતી છે
!”
આવી બતકવાણી સાંભળી, હંસલો જરા અચંબામાં પડ્યો. અને એ
બતકોને પુછવા લાગ્યો.” મેં તમોને જરા પણ મદદ કરી નથી, છતાં તમે મને કેમ મદદ કરી
?”
ત્યારે, એક વૃધ્ધ બતક કહેવા લાગ્યું….”અરે, ભાઈ, અમો
તો દેખાવમાં એટલા સુંદર નથી. અમોને જોવા આ સરોવર પાળે કોણ આવે ? આ તો તું છે આ
સરોવરમાં
કે તારી સુંદરતા નિહાળવા અનેક આવે. સાથે આવતા બાળકો
અમોને પ્રેમથી ખવડાવે ….”
હજું કાંઈ વધુ કહે તે પહેલા, સરોવરના પાણી બહાર
ડોકીયું કરી, એક મોટી માછલી કહેવા લાગી..” હંસાભાઈ, આ બાળકો બતકોને ખવડાવે પણ એની
સાથે અમોને
પણ લાભ થાય. બાળકોએ પ્રેમથી આપેલને પ્રસાદી ગણી, એ
બ્રેડ ખાતા, અમોને એક અનોખો આનંદ થાય છે !”
આ પ્રમાણે, બતકો અને માછલીઓના શબ્દો સાંભળી, હંસલો
ઉંડા વિચારોમાં હતો…..એના મનમાં આ શબ્દો હતા…” હું તે કેવો મુર્ખ કે મને મારા
સુંદર દેહનું જ
અભિમાન હતું, અને હું કોઈના ભલા માટે જરા પણ વિચારતો જ
ના હતો. ત્યારે, આ બતકો અને માછલીઓમાં  કેટલી બધી અક્કલ છે. પ્રાણીનું મુલ્ય એની
દેહની
સુંદરતા સાથે અંકાતું નથી..એનું ખરૂં મુલ્ય તો એના
વિચારો કે કાર્યો દ્વારા જ હોય શકે !”
બસ, ……આવા વિચારોમાં હંસલાનું અભિમાન પીગળી ગયું
હતું. એ હવે એક “નવો” જ સરોવર હંસલો હતો !

આ વાર્તા લખાણ પ્રથમ તારીખ ઓકટોબર,૫,
૨૦૧૧
થોડા ફેરફારો સાથે અંતે તારીખ ઓકટોબર ૨૪,
૨૦૧૧
ચંદ્રવદન

બે શબ્દો…

આ વાર્તા ફક્ત બોધરૂપે જ છે !
કાયાની સુંદરતાના ગર્વમાં બુધ્ધી પર અંધકાર છવાય જાય
છે.
માનવી એવી હાલતે અંધકારમાં રહી જીવન જીવે
છે.
જ્યારે, એને “ઠોકર” વાગે ત્યારે જ એની બુધ્ધી જાગૃત
થાય છે, ત્યારે એને
એના અભિમાનની જાણ થાય છે…ત્યારે જ  એ કોઈવાર, “નવો”
પંથ  લઈ,
સત્ય કે સતકર્મ તરફ વળે છે !
આ વાર્તામાં, “હંસલો”  માનવ ગર્વના “પ્રતિક”રૂપે છે
!
બતકો અને માછલીઓ એના અંધકાર દુર કરવા માટે નિમીત બને
છે !
હંસલાનું મુળો સાથેનું બંધન  એના જીવનની “ઠોકર”
છે.
આ ઠોકર કારણે હંસલામાં “પરિવર્તન”
છે.
માનવી જીવનમાં પણ આવા “અનુભવો” ઠોકર બની, માનવ
સ્વભાવને બદલે છે.
જે માનવી, આવા અનુભવો દ્વારા બદલાતા નથી તે જ મહા
અજ્ઞાનતા !
એ જ માનવીની “મોટામાં મોટી મુર્ખાઈ ” છે
!

એથી જ ચંદ્ર કહે છે સૌને…….

મત કર અભિમાન, ઓ માનવ,

એક દિન જાવું, ખુલ્લા હાથે,

ના આવે, ધન દોલત તુંજ સાથ,

માટીની  આ કાયા તારી માટીમાં રે જાવે,

સુંદરતા એની માટીમાં હી મીલ જાવે !

અને, આવા વિચારોમાં લાવી ફરી ચંદ્ર
કહે……..

જીવન સંસારમાં જીવતા, અનુભવો દે છે શીખ તુંજને

જો લાગી ઠોકર તુંજને, તો થઈ પ્રભુકૃપા એવું તું માનજે !

અવગુણો તું છોડજે, અને નવલો પંથ અપનાવજે,

પરિવર્તન એવું બને, તો પ્રભુ પાસે તું રહે !

બસ, આ “ટુંકી વાર્તા” અને સાથે દર્શાવેલા આ “બે
શબ્દો”  ગમ્યા હશે !
આ પોસ્ટ વાંચી, તમે તમારા પ્રતિભાવરૂપે જરૂર
જણાવશો.
મને પણ કાંઈ નવું “માર્ગદર્શન” મળે…અન્ય પણ તમારા
વિચારો જાણી એનો “લાભ”લઈ શકે, અને
જીવન સુધારી શકે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

October 29, 2011 at 1:20 pm 17 comments

એક સાપ અને એક ડોશીમા !

 

 king cobra pictures

Portrait of Elderly Woman with Facial Tattoo on Her Forehead Photographic Print by Kimberley Coole
એક સાપ અને એક ડોશીમા !
એક ડોશીમા એક નાના ઘરમાં રહી પોતાનું ગુજરાન
ચલાવતા. એમનો સ્વભાવ ઘણો જ માયળુ હતો. ગામમાં સૌ એમને જાણતા હતા. ડોશીમા પણ ગામના
સૈ પ્રત્યે ખુબ જ પ્રેમ રાખતા.અરે, ડોશીમા તો પશુ પ્રાણીઓને પણ પ્રેમથી જ નિહાળતા.
એઓ એટલા બધા ભોળા હતા કે ઘણીવાર, કોઈક એમને કહેતા” માજી, આ દુનિયામાં બધા જ બોળા ના
હોય, અને એથી તમો સાવધાન રહેજો.”ત્યારે, ડોશીમા એઓને ઠંડા હૈયે શાંતીથી
કહેતા”ઉપરવાળો મારી સંભાળ રાખશે !”

ઠંડીની સીઝન ચાલી રહી હતી, અને આ વર્ષ બરફ પણ ખુબ
પડ્યો હતો. ડોશીમા ધીરે ધીરે બરફ ભરપુર રસ્તો કાપતા હતા. ત્યાં અચાનક એમણે એક સાપને
નિહાળ્યો. ઠંડીમાં સાપનું શરીર ધ્રુજતું હતું. એ જરા પણ હાલી શકતો ના હતો. જાણે એ
તો એના મૃત્યુની રાહ જોતો હતો. એ સાપને જોઈ ડોશીમાને ખુબ દયા આવી, અમે એ એના મનમાં
બોલી ” ડરીશ નહી. હું તમે મારા ઘરે લઈ જઈ તારી દેખરેખ રાખીશ”. આ પ્રમાણે એ વિચાર
કરી સાપને એણ પ્રેમથી એમના હાથમાં મુકી ઘરે લાવી. હવે, ઘરમાં તાપમાં સાપના શરીરમાં
નવી ચેતના આવી. એ એનું શરીર હલાવી ચાલી શકતો હતો. એના શરીરમાં લોહીનું ભ્રમણ હતું
એને અચાનક એક વાચા થઈ અને કહે, “માજી, તમારો ખુબ ખુબ આભાર !..આજે તમે મને એક નવી
જીદંગી આપી” ડોશીમા કાંઈ બોલ્યા નહી. એતો વહેલા વહેલા એક વાટકીમા દુધ લાવ્યા અને
સાપને આપ્યું. સાપ તો ખુશીથી એ પી ગયો. હવે સાપના શરીરમાં ફરી તાકાત હતી. ડોશીમા પણ
હવે ખુશ હતા.
સાપનું શરીર હવે ઠડુ ના હતું, અને દુધ પીધા પછી
તો એનામાં તાકાત હતી. હવે એ તો મો ખોલી એની ફેણ બતાવી હલાવતો હતો. હવે એ એના અસલ
સ્વરૂપમાં હતો.અને, હવે તો એ ડોશીમાને કહેવા લાગ્યો” અરે,ઓ, ડોશી, મારે તો તને
ડંસવું છે” આ સાંભળી ડોશીમાને જરા અચંબો થયો. એ એના મનમાં વિચારે છે કે “આ પ્ર્રાણી
તે કેવું ? એ મરવા પડ્યું હતું ત્યારે મે દયા કરી એને નવજીવન આપ્યું. હવે એના
ઉપકારને બદલે મને જ સજા આપવા તૈયાર છે !”

આવા સમયે, ડોશીમાને કોઈકે કહેલા શબ્દો યાદ આવ્યા
” આ દુનિયામાં ભધા જ ભલા નથી..તમે સાવધાન રહેજો !”. હેવે, ડોશીમા, એમની બુધ્ધી સાથે
બોલ્યા “જરૂર તું મને ડંખજે.પણ તે પહેલા તું પિંજરાની અંદર એક થાળી છે. તેમાંનું
દુધ પી જા અને પછી તું મને ડંખજે” આ સાંભળી સાપને થયું કે “આ ડોશી તો જરા ચક્રમ છે.
એને ખબર તો છે કે દુધ તો મારો ખોરાક. એ જો હું પીશ તો મારામાં વધારે શક્તિ હશે, અને
મારૂં ઝેર પણ જોરદાર હશે. ચાલો જેવી ડોશીની ઈચ્છા . હું એની ઈચ્છા પુરી કરી ડંખીશ
અને મારી ઈચ્છા પણ એથી પુરીથશે અને ત્યારબાદ, હું એને ડંશીશ.” એ તો બીજું કાંઈ
વિચારવા વગર પિજંરા તરફ દોડી ગયો. અને ડોશીમાએ પિજંરાનું બારણું બંધ કરી દીધું.અને
સાપને ડોશીમાએ અંતે કહ્યું” મારા હાથે તને જીવન દાન મળ્યું પણ તારી વૃત્તિ કારણે જ
હવે તને આ મૃત્યુદંડ છે”
સાપને એની ભુલ સમજાય. એનામાં માફી માંગવાની આદત જ
ના હતી.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી
વાર્તા લખાણ માર્ચ
૨૦૧૧

બે શબ્દો…

આ વાર્તા તો વલીભાઈ મુસાના બ્લોગ પર એક સમયે સાપ વિષે
વાંચેલું એ આધારીત છે. એ બ્લોગ પર એક્વાર, ” The Snake A song By
Wilson).
એ કાવ્ય આધારીત, આ એક કલ્પના છે !
અહી એક બોધકથા સ્વરૂપે પ્રગટ કરેલી વાર્તા
છે.

જેનો જેવો સ્વભાવ તેવો એનો ભાવ !

જે કોઈનો બુરી ઈચ્છારૂપી ભાવ તે એવી જ રીતે એ પ્રગટ કરે.

જે કોઈ ભલું જ વિચારે, તે અન્યમા ફક્ત ભલાઈ જ નિહાળે.

પણ જ્યારે ભલાઈ અર્પણ કરનાર “બુધ્ધી”ની સહાય લેય ત્યારે એવી વ્યક્તિ બુરાને
પણ “અફસોસ” કરવાની તક આપે છે.

આ સાપ અને ડોશીમાનૉ વાર્તામાં ફક્ત “ભલાઈ અને
બુરાય”નું દર્શન જ છે. આ વાર્તાનો “માફી” વગર છે.
અહી એક બીજો “બોધ” છે. જે કોઈ પોતાની ભુલ સમજતા એ માટે
“માફી” માંગવા તૈયાર હોય તેનું માન માફી માંગવાથી ઘટતું નથી અને એને એ તો નવજીવન
તરફ જ દોરે છે !
અથી, બીજો બોધ
છે….>>>>>>>>>

ગમે તેવા સંજોગો હોય, પણ જ્યારે ભુલ થઈ હોય તેની સમજ પડતા ખરા દિલથી “માફી”
માંગવી એ માનવી માટે એક ફરજ છે.

આ પ્રમાણે, જીવનમાં અમલ કરતા, “નવજીવન” મળી શકે છે !

આશા છે કે આ “ટુંકી વાર્તા” સૌને ગમે
!

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

October 24, 2011 at 1:32 pm 15 comments

કબુતર કથા

કબુતર કથા

એક કબુતર હતું. પરિવાર તેમજ કબુતર જાતીના સૌ સાથે
એ આનંદ અનુભવતું.પણ, જ્યારે જ્યારે બીજા પક્ષીઓના
ટોળામાં જવાનું થતું ત્યારે એને કોઈ ગણતુ નહી.
અરે, કોઈ કોઈ પક્ષી તો એની ગમ્મત  કરી ખીજવતા. ત્યારે એ
દુઃખ અનુભવી થોડું રડી લેતું. કોઈક વાર એ પ્રભુએ
પુછતું ઃ “હે, પ્રભુ, આ તે કેવું છે આ જીવન ? પ્રભુ દયા કરી મારૂં
જીવન સુધારજે !”
એક દિવસ માનવ જગતમાંથી એક માનવી એની મુજવણો સાથે
જંગલમાં પક્ષીરાજ ગરૂડજીને મળવા આવ્યો. એણે ગરૂડજીને
કહ્યું કે મારે દુર દુર સંદેશાઓ મોકલવા પડે છે.
માનવીઓ સાથે મોકલતો પણ આજના જમાનામાં બીજા માનવીઓ પરથી
મને ભરોષો રહ્યો નથી. હવે દુર દુર સંદેશા
પહોચાડવા માટે મારી પાસે કાંઈ ઉપાય નથી.અને આવી વિગતો કહી એણે
ગરૂડજી પાસે મદદ માંગી.
પક્ષીના રાજા ગરૂડજીએ પક્ષીઓની એક સભા બોલાવી.
જંગલના સર્વ પક્ષીઓએ એમાં હાજરી આપી. માનવીની ચિન્તાઓનું વર્ણન
કરી, ગરૂડજીએ સૌને એક પ્રષ્ન કર્યોઃ”આ માનવીને
મદદ કરવા કોઈ તૈયાર છે ?”
બધા જ ચુપ રહ્યા.
થોડી મીનીટો થઈ…અને મોર નાચતો નાચતો પહેલો આગળ
આવ્યો અને બોલવા લાગ્યોઃ “મારી સુંદર પીછાભરેલી કાયા નિહાળી
જરૂર મને તો કેદ કરવા અનેક હોય શકે. અને હું જો
કેદ થાવું તો માનવ સંદેશો ઈચ્છા પ્રમાણે ના પહોચી શકે.”
પોપટ ત્યારે તરત બોલવા લાગ્યોઃ” “મારા મીઠા બોલથી
માનવી કેદ કરી એના ઘરે જ લઈ જાય. એથી અહી મારૂં કામ નહી.”
ત્યાં ચકલી એની ચતુરાય વાપરી કહેઃ” ‘ચી. ચી’
કરવાનો તો મારો સ્વભાવ રહ્યો.અને મને પકડવા અનેક દોડશે”
અને, એવા સમયે કાગડો ધીરેથી બોલ્યોઃ” હું તો
કાળો. કા, કા હું તો કરૂં. મારી વાચા જ સાંભળી લોકો મને મારવા
દોડે.”
આ પ્રમાણે, એક પછી એક બધા જ પક્ષીઓ ના કહેવા
લાગ્યા.
અને, ગરૂડજી અંતે કહેઃ ” હું તો અહીનો રાજા. રાજ
છોડી બહાર જવું એ મારા માટે યોગ્ય ના કહેવાય.”
અંતે, સભામાં ફક્ત શાન્તી હતી. સૌ એકબીજા તરફ જોઈ
રહ્યા હતા.
એવા સમયે, ડરતા ડરતા, કબુતર બોલ્યુંઃ” રાજાજી હું
તો એક નાનું પક્ષી છું. કદાચ નાના મુખે મોટી વાત લાગશે.
જો પરવાનગી હોય તો હું કંઈ
કહું.”
ગરૂડજી તો નિરાશ હતો. એ જરા આશા સાથે કબુતરને
કહેઃ” જરૂર તને બોલવાનો પુરો હક્ક છે. “
ત્યારે હિમંત સાથે કબુતર કહેવા લાગ્યુંઃ”હું આ કામ કરવા તૈયાર છું. હું દુર સુધી ઉડી શકું છું. તમે જો હું કહું તેમ
કરવા મંજૂરી આપો તો આ કાર્ય સરળ રીતે શક્ય હોય
શકે.”
તરત સૌ પક્ષીઓ વચૂ જાણવા માટે આતુર બની કહેઃ “
કબુતરજી કહો કહો.તમે જે કહેશો તે પ્રમાણે રાજાજી અને અમે
સૌ માન્ય રાખીશું”
ત્યારે કબુતરના દીલમાં એક અનોખો સંતોષ હતો. અને એ
કહેઃ” તમે માનવીને કહેજો કે એ એનો સંદેશો એક નાના કાગળ
પર લખે. અને એ કાગળ મારી ડોકના પટાની અંદર
સંતાડીને મુકે. હું ઉડતું ઉડતું જ્યાં જવાનું હોય ત્યાં જઈ શકું. અને
જો
એ સંદેશો ત્યાં પહોંચ્યા બાદ એનો જવાબ પાછો લઈ
આવવાનો હોય તો એ પણ હું કરી શકું.”
આ સાંભળી ગરૂડજી તો એકદમ રાજી થઈ ગયા. સૌ પક્ષીઓ
ઉભા થઈને તાળીઓ પાડી કબુતરના વખાણ કરવા લાગ્યા.
ગરૂડરાજએ સંગીત સાથે કબુતરને “શાંતીના દુત”નું
તરીકે એવોર્ડ આપ્યો.
આજે પહેલીવાર, કબુતરને પક્ષી પ્રજા તરફથી માન
મળ્યું.
આ પ્રમાણે, કબુતરનું જીવન એકદમ બદલાય ગયું. એક
“શાન્તીના દુત ” તરીકે જાણે કબુતરને અમરતા મળી !
આ વાર્તાનું લખાણ ઃ તારીખ નવેમ્બર, ૫,
૨૦૧૦                                  ચંદ્રવદન.

બે શબ્દો…

આ સત્ય ઘટના નથી.
આ પણ એક બાળવાર્તા જ છે.
આ પ્રમાણે કબુતર વિષે વાર્તારૂપી લખાણ છે કે નહી
એની ખબર નથી.
આ એક બોધકથારૂપે કહેવાનો મારો હેતુ
છે.
જગતમાં થઈ ગયેલી ઘટનાઓ આધારીત “વિશ્વ યુધ્ધ”માં
કબુતર મારફતે સંદેશા મોકલાયાનો ઉલ્લેખ ઈતિહાસના પાને છે.
વિશ્વ યુધ્ધ પહેલા પણ કબુતરો મારફતે રાજાઓ દુર
સંદેશા મોલવાના દાખલાઓ ઘણા છે. ભારતના વડા પ્રધાન
જવાહર નેહરૂએ શાંતી નામે ધોળા કબુતરો આકાશમાં
ઉડાવ્યાનો ઉલ્લેખ સૌએ જાણ્યો જ છે.

અંતે મારે કહેવું છે કે આ બાળવાર્તામાં “બોધ”રૂપે શીખ એટલી જ કે….

જ્યારે જે વ્યક્તિના મનમાં એવું થાય કે એનું મુલ્ય કાંઈ જ નથી , ત્યારે

એની નિરાશાને દુર કરવા પ્રભુ એને પ્રેરણા આપે જ છે. અહી પ્રભુશ્રધ્ધાના

મહત્વનો ઉપદેશ છે ! …અહી, આત્મવિશ્વાસના બળનો મહિમા છે !

આ વાર્તા, અને આ “બોધ” સૌને ગમે એવી આશા
છે.
કોઈને આ વાર્તામાં એવી “શીખ” ના દર્શન સિવાય અન્ય
સમજ આવે તો, જરૂરથી પ્રતિભાવરૂપે જણાવશે એવી આશા.
વાર્તા લખાણમાં ભુલો હોય સુધારશો એવી વિનંતી
!
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

October 11, 2011 at 2:12 am 17 comments

વાંદરો અને શિયાળ

વાંદરો અને શિયાળ

એક વાંદરો હતો.ગામમાં ફરતા ફરતા, એ અનેક ઘરોમાં
ડોકીયું કરતો. માનવીઓને એ સારી રીતે જાણતો થઈ ગયો હતો.
એક દિવસ  ગામમાં ફરતા ફરતા, એ દુર જંગલમાં પહોંચી
ગયો. એને ખુબ જ ભુખ લાગી હતી.એવા જ સમયે એક કેરીભરપૂર આંબો
એની નજરે આવ્યો. એ ખુશ થઈ આંબા પર ચડી ગયો., અને
એણે એક પછી એક કેરીઓ નીચે જમીન પર ફેંકી. આંબા ઝડ નીચે બેસીને
શાંતીથી કેરીઓ ખાવાનો વિચાર હતો. અને નીચે આવે
એટલે કેરીઓના ઢગલા નજીક એક શિયાળ ઉભુ હતું. હજુ વાંદરો કંઈક બોલે
તે
પહેલા શિયાળ કહેઃ”વાંદરાભાઈ, આ બધી જ કેરીઓ મારી
છે.”
ત્યારે વાંદરો કહેઃ”અરે, શિયાળબેન, મેં આ આંબાના ઝડ પરથી તોડી નીચે પાડી છે. આ આંબા પરની થોડી જ કેરીઓ બાકી હતી તે
બધી જ કેરીઓ તોડી અહી ફેંકી છે. હવે આંબા પર એક
પણ કેરી નથી..આ બધી જ કેરીઓ મારી છે.”
ત્યારે શિયાળ ચુતરાયથી કહેઃ મેં તને કેરીઓ તોડતા
જોયો નથી  કોઈ એ માટે સાક્ષી છે ?”
વાંદરો ચુપ થઈ ગયો. એ નારાજ થઈ ગયો. પણ, હારવું એ
વાંદરાના સ્વભાવમાં ના હતું. પણ, વાંદારાને નિરાશ થયેલો
નિહાળી,
ખુશીમાં હસતું હતું.
વાંદરો થોડે દુર એક ઝાડ પાછળ સંતાય ગયો. એંણે ઝાડ
પાછળ ગામમાંથી મેળવેલું ટેઈપ રેકોર્ડરની ચાંપ દબાવી. અને વાઘની
ગર્જનાનો અવાજ શરૂ થયો. વાંદરો પણ સાથે ચીસો પાડિ
દોડવા લાગ્યો. શિયાળ પણ ગભરાટમાં દોડી દુર દુર ભાગ્યું.અને,
વાંદરાએ
ટેઈપ રેકોર્ડર બંધ કર્યું. ખુશ થઈ આંબા ઝાડ નીચે
બેસી એની ઈચ્છા પ્રમાણે શાંત વાતાવરણમાં આનંદથી કેરીઓ ખાવા લાગ્યો. અને
શિયાળ શાંત વાતાવરણ કારણે દૉડતું દોડતું આંબા
પાસે આવ્યું. એ વાંદરાને કેરીઓ ખાતા જોઈ અચંબો પામી.
“વાંદરાભાઈ, તમે તો ડરીને ભાગી ગયા હતા, તો અહી
કેવી રીતે પાછા છો?” શિયાળે પ્ર્ર્ષ્ન કર્યો.
“ના, હું એવો ડરપોક નથી વાઘ તો મારો કેદી છે”
વાંદરાએ થોડા ગર્વ સાથે જવાબ આપ્યો.
“હું સમજી નહી” શિયાળે વાંદરાને
કહ્યું.
ત્યારે વાંદરાએ  કહેવાનું શરૂ કર્યું……”અરે,
બેન, તું તો જંગલમાં રહે અને તું કાંઈ ના જાણે, આ તો નવો જમાનો છે. હું માનવીઓ નજીક
રહુ
એટલે નવું નવું જાણવાનું મળે. એક મશીન છે તેમાં
વાઘના અવાજને કેદ કર્યો છે મેં તો મશીન ચાલુ કર્યું હતું, બસ આટલું જ કર્યું હતું.
તું
ભાગી ગઈ અને આ બધી જ કેરીઓ મારી
છે”
શિયાળને એની ચતુરાયનું અભિમાન હતું તે  ત્યાં તરત
જ પીગળી ગયું. નારાજ થઈ. એક પણ શબ્દ બોલ્યા વગર એ દુર જંગલમાં ચાલી
ગઈ.
આ વાર્તાનું લખાણ ….તારીખ નવેમ્બર ૫,
૨૦૧૦…………………………..ચંદ્રવદન

બે શબ્દો…

આ બાળવાર્તારૂપી બોધ કથા
છે.
અનેક બાળવાર્તાઓમાં  તમે શિયાળ કે વાંદરા વિષે
વાંચ્યું જ હશે.
“વાંદરો અને ટોપીઓ”નું યાદ છે ને ?..અને શિયાળની
ચતુરાયના દર્શન તો અનેક વાર્તાઓરૂપે કર્યા જ હશે.
અહી નવા યુગને ધ્યાનમાં લઈને આ બાળવાર્તામાં કંઈક
“નવીનતા” લાવવા પ્રયાસ કર્યો છે
.

પણ આ વાર્તાનો મુખ્ય હેતુ તો કંઈક બોધ આપવાનો છે.

અહી જેમ વાંદરાએ હાર ના માની, એ પ્રમાણે માનવીએ પણ જીવનમાં હાર

ના માનવી રહી એવી શીખ છે. તમે તમારા ધ્યેયને વળગી રહો તો અંતે જીત

જ છે !

અને, શિયાળની “ચતુરાય”નો દાખલામાં એક બીજો બોધ છે. જ્યારે પણ

માનવી એની શક્તિનું “અભિમાન” કરે ત્યારે એની હાર કે પતન એની નજીક આવે છે !

બસ, આટલો વિચાર આ બાળવાર્તારૂપે દર્શાવવા પ્રયાસ
કર્યો છે.
આશા છે કે અનેકને આ પોસ્ટરૂપી “ટુંકી વાર્તા” ગમે
!
અનેક “કાવ્યો” પોસ્ટરૂપે પ્રગટ કર્યા બાદ, હવે
ટુંક સમય માટે “ફક્ત વાર્તાઓ” પ્રગટ કરવાના આ મારા નિર્ણયમાં આ પહેલી વાર્તા
છે.
તો….આશા છે તમો જરૂરથી વાંચી તમારા “પ્રતિભાવો”
રૂપી વિચારો જણાવશો..ભુલો હોય કહેશો.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

October 2, 2011 at 12:11 pm 26 comments

મોટીબેન મળ્યા !

Brother and Sister Watching Tv Together Clipart Picture
            BROTHER and SISTER
 

 

મોટીબેન મળ્યા !

 

  

સુરેશ અમેરીકા એક ડોકટર તરીકે આવી કેલીફોર્નીઆના એક નાના ગામમાં સ્થાયી થયો હતો. આશરે ચાલીશ વર્ષ પુરા થયા….એક સરકારી નોકરી કરી, એ એના પરિવાર સાથે આનંદીત જીવન જીવી રહ્યો હતો. પરેવારમાં  એની પત્ની રેખા , અને એક દીકરી હેતલ….ત્રણ વર્ષ પહેલા જ એણે નોકરી છોડી દીધી હતી અને નિવ્રુતિ જીવનમાં ખુબ જ ખુશીમાં હતો. દીકરી હેતલને પરણાવ્યાને પાંચ વર્ષ થઈ ગયા હતા, અને ઘરે સુરેશ અને રેખા એકલા હતા !
  
નોકરી કરતા સુરેશ કોમ્પ્યુટર શીખ્યો ન હતો …..એક દિવસ એનો મિત્ર વિજય એના ઘરે આવ્યો, અને જ્યારે એણે જાણ્યું કે સુરેશ કોમ્પ્યુટરથી અજાણ છે ત્યારે એણે એ શીખવા સલાહ આપી પણ સુરેશે એને ગણકારી નહી ત્યારે વિજય એના ઘરે રોજ આવી કોમ્પ્યુટરની સમજ આપી, અને સુરેશ ટુંક સમયમાં “ઈમેઈલ” કરતો થઈ ગયો …ધીરે ધીરે “ઈનટરનેટ”ની સફરો કરી અનેકના બ્લોગો પર જઈ, લખાણો વાંચવા લાગ્યો …ફરી ગુજરાતી ભાષામાં વાંચી એને આનંદ હતો !
  
એક વાર, ગુજરાતી બ્લોગોની સફર કરતો હતો ત્યારે એ અચાનક “પ્રગ્નાનો બ્લોગ” નામે એક બ્લોગ પર પહોંચી ગયો. આ હતો બ્લોગ “પ્રગ્ના જાની”નો !…..એક બે લેખો અને કાવ્યો વાંચ્યા ….બ્લોગર વિષે કાંઈ માહિતી ના હતી, છતાં એના મનમાં થવા લાગ્યું કે કદાચ મોટીબેન….પ્રગ્નાબેન જેને એણે સુરતમાં જાણેલા એ જ હશે !….બ્લોગ પર જતા એટલું જાણેલું કે એઓ ન્યુ જર્સીના રહીશ હતા !…..આ વાત થોડા દિવસોમાં ભુલાય ગઈ. …..બીજે મહીનામાં એક “મેડીકલ કોન્ફ્રન્સ” માટે એ ન્યુ જર્સી એના પત્ની રેખા સાથે લોસ એન્જીલીસના એરપોર્ટ પર હતો.
 
સુરેશ પહેલીવાર ન્યુ જર્સી જતો હતો. “એડીસન” શહેરની હોટેલમાં બુકીંગ પ્રમાણે એ પત્ની સાથે એ હોટેલના રૂમમા હતો. થાક્યા હતા એટલે આરામ કરવા બેડ પર ……એ ત્રણ કલાકો ક્યાં ગયા તેની જાણ નહી ….પણ ઉઠ્યા ત્યારે ભુખથી પીડાતા હતા. ક્યાં જઈશું ?  ફોન બુક નજીક હતી ….એણે પેઈજીસ ફેરવ્યા, અને “સુરતી ફરસાણ રેસ્ટોરાન્ટ”નું નામ વાંચ્યું …સુરેશને ફરી જાણે એનું સુરત શહેર યાદ આવી ગયું …..રેખા સુરત નજીકના ગામની જ હતી ,….એથી બન્ને ત્યાં જ જવા નિર્ણય લીધો અને ટેક્સી બોલાવી. અર્ધા કલાકમાં તો ટેક્સી રેસ્ટોરાન્ટ આગળ આવી ઉભી રહી ….પૈસા ચુકવી જ્યારે બન્ને રેસ્ટોરાન્ટ અંદર જઈ રહ્યા ત્યારે સાંજ થઈ ગઈ હતી, અને “ડીનર”નો સમય હતો.  રેસ્ટોરાન્ટમાં અનેક સજોડમાં કે પરિવાર સાથે…કે કોઈ મિત્રો સાથે તો કોઈ એકલા. રેસ્ટોરાન્ટમા કામ કરતા માણસે સુરેશ અને રેખા નજીક આવી એમને એમના ટેબલ તરફ લઈ જતા હતા ત્યારે સુરેશની નજર એક ટેબલ પર પડી…એક વ્યક્તિ પર પડી…એ એક નારી હતી, અને એની સાથે એક વ્રુધ્ધ પુરૂષ હતા……રેખા સાથે ટેબલ પર બેસી કહે..” રેખા, પેલી દુર બેઠેલી નારીને હું જાણું છું !”…રેખાએ એ ટેબલ તરફ નજર કરી, અને કહે”સુરેશ, હું નાજાણું …પણ તું કંઈક વહેમમાં હશે !..છોડ એ વાત !”
 
ભોજન માટે ઓર્ડર થઈ ગયો….પણ સુરેશ વિચારોમાં હતો.ભોજન આવે તે પહેલા, એ ઉભો થયો અને રેખાને કહ્યું ” હું પેલા ટેબલ પર જાઉં છે ” રેખા કાંઈ બોલે તે પહેલા એ દુર જઈ ચુક્યો હતો.
 
પેલા ટેબલ નજીક ઉભો રહી એણે પુછ્યું….” બેન તમે પ્રગ્નાબેન ?”
 
“હા,  પણ …” બેને જવાબરૂપે કહેવાનું શરૂ કર્યું અને હજુ વાક્ય પુરૂ ના થાય એટલે….
 
“અને, બેન, તમે સુરતમાં પ્રિયા હોટેલ નજીક આઠવા ગલીમાં રહેતા હતાને ?” સુરેશે પુછ્યું.
 
” હા, પણ તું મને કેવી રીતે જાણે ? ” અચંબા સાથે એમનો પ્રશ્ર્ન હતો !
 
ત્યારે સુરેશે એની કહાણી શરૂ કરી…….
 
“આઠવા ગલીમાં હું હતો સુરેશ ત્રિવેદી…મારા માતા-પિતા કાન્તાબેન અને ભાલચંદ્રભાઈ..અમે ગરીબ હતા…..તમે ત્યારે પ્રગ્નાબેન શુકલ નામે હતા….તમે મારાથી બાર વર્ષ મોટા. હું નાનો હતો ત્યારે ત્યારે શાળામાં સમજ ના પડતી ત્યારે તમે મદદરૂપ થતા અને વધુ ભણવા માટે પ્રેરણાઓ આપતા ……તમારી પ્રેરણાઓના કારણે જ હું ડોકટર બન્યો, અને અમેરીકા આવી શક્યો. મારે ન હ્તો ભાઈ …ન હતી બેન. મેં તમને જ “મોટીબેન”કહી બોલાવ્યા હતા. સુરત બહાર મેડીકલનું ભણતર કરતા હું સુરત ફરી ના ગયો કારણ કે મારા માતાપિતા ગામમાં રહેવા ગયા હતા. એક વાર ડોકટર બની, સુરત આઠવા ગલી ગયો તો તમારા ઘરે તાળા હતા ..બાજુમાં પુછ્યું તો કોઈને તમારા વિષે જાણ ન હતી. હું નારાજ થયો હતો …..અને પછી એક વર્ષ કામ કરી અમેરીકા ૧૯૭૭માં આવ્યો હતો,” …આટલું કહી, એણે ઈશારો કરી રેખાને બોલાવી, અને કહ્યું …” મોટીબેન, આ મારી પત્ની રેખા !”
 
રેખાએ હાથો જોડીને “જય શ્રીક્રુષણ” કહ્યું .
 
પ્રગ્નાબેને બન્નેને ટેબલ પર બેસવા વિનંતી કરી, અને રેખા સુરેશ ટેબલ પર સાથે હતા !…..અને, સુરેશે પુછ્યું ” મોટીબેન, હવે તમે તમારા વિષે કાંઈ કહેશો ? “
 
પ્રગ્નાબેનએ પ્રથમ સાથે બેઠેલા પ્રફુલ્લ તરફ આંગળી કરી કહ્યું ” આ છે પ્રફુલ્લ, મારા જીવનસાથી !”…..પછી, થોડો શ્વાસ લઈ વાત શરૂ કરી….
.
“સુરેશ, તને નાનો હતો ત્યારે જોયો હતો…આજે તને જોયો ત્યારે હું તને ઓળખી ના શકી એનો અફસોસ થાય છે. પણ સત્ય તો એ છે કે મારા ભાગ્યમાં પણ ભાઈ ન હતો …ના હતી બેન !….તું જ મારો વ્હાલો નાનો ભાઈ હતો ! જ્યારે તું મારી પાસે આવતો અને “મોટીબેન” કહેતો ત્યારે મારૂં હૈયું નાચી ઉઠતું …..આજે તને અનેક વર્ષો બાદ મળતા જે આનંદ છે તે શબ્દોમાં કેવી રીતે કહું ?…..હવે, હું તને મારી વાત કહું……..હું સુરતની કોલેજમાં ભણતી તે તો તને યાદ હશે જ…..ગુજરાતી સાહિત્ય અને મેથેમેટિક્સ આ વિષયે મેં ડીગ્રી મેળવી, અને ત્યારબાદ, હું એ જ કોલેજમાં ભણાવતી હતી, અને હજુ એક વર્ષ થયું અને ભાવનગરથી પ્રફુલ્લ મને જોવા આવ્યો….એક બીજાને મળ્યા, ….અને તરત લગ્ન થયા, અને મેં સુરત છોડ્યું અને ભાવનગર રહેવા લાગી ….હું ભાવનગરની કોલેજમાં ભણાવવા લાગી ….મારું જીવન સુખી હતું ….સંતાનસુખરૂપે ચાર બાળકો…પહેલો દીકરો અને ત્યારબાદ, ત્રણ દીકરીઓ. આજે બધા જ પરણી સુખી આનંદમાં છે ……અને બે દીકરી તો પતિના હ્ક્કે અમેરીકા સેટલ થયા બાદ, જ્યારે અમારૂં રીટાયરમેન્ટ ૧૫ વર્ષ પહેલા શરૂં થયું ત્યારે અમોને અહી બોલાવ્યા…ત્યારથી હું અને પ્રફુલ્લ દીકરીઓના પરિવાર સાથે ખુબ આનંદમાં જીવન જીવી પ્રભુનો પાડ માની રહ્યા છે…અરે, ત્રણ સાલ પહેલા જ્યારે અમારી ૫૦મી “વેડીંગ એનીવર્સરી” ઉજવી ત્યારે જે આનંદ અનુભવેલો તેનું વર્ણન આપવું અશક્ય છે !” …….આટલું કહી પ્રગ્નાબેન અટકી ગયા..એમની આંખોમાં આંસુઓ હતા ……અને થોડી મીનીટો બાદ બોલ્યા..” સુરેશ, તું તો મારા દીકરા સમાન મારા દીલમાં હંમેશા રહ્યો છે …ઘણીવાર પ્રફુલ્લ સાથે બેસી અમે તારી જ વાતો કરી આનંદ અનુભવતા” ….આવું કહ્યું ત્યારે પ્રફુલ્લભાઈ, જે અત્યાર સુધી શાંત હતા તે બોલ્યા..” સુરેશ, તને આજે પહેલીવાર જોયો પણ તારા વિષે મેં અનેકવાર સાંભળ્યું છે એ સત્ય છે …..એ સાંભળી , મારા હૈયે તું મારો દીકરો જ છે…..અમારા પ્રણવ કરતા તું જ મોટો અમારો પહેલો દીકરો !”
 
આટલા શબ્દો પ્રગ્નાબેન અને પ્રફુલ્લભાઈના સાંભળી, રેખા આનંદમાં બોલી…” મોટીબેન અને પ્રફુલ્લભાઈ, સુરેશને પરણી ત્યારથી એણે અનેકવાર, પ્રગ્નાબેન્નું નામ કહી સુરતના ગાળેલા દિવસોની કહાણી કહી છે ! એ ગરીબાય ભુલ્યો નથી …એ પ્રગ્નાબેન ને પણ કદી ભુલ્યો જ નથી ..આજે મેં સુરેશને પહેલીવાર આટલો ખુશ જોયો છે, “
 
સુરેશ તો રેખા એનું વાક્ય પુરૂ કરે તે પહેલા ઉભો થઈ પ્રગ્નાબેન ને ભેટી પડ્યો…એની આંખમાં આંસુઓ હતા ! “મોટીબેન, મોટીબેન” કહેતો કહેતો એ તો પ્રગ્નાબેન આનંદમાં દબાવતો હતો !…..પ્રગ્નાબેને છુટો કરી, એના કપાળે હાથ ભેરવ્યો ત્યારે એ શાંત થયો …અને પ્રફુલ્લભાઈના ચરણ સ્પર્સ કરી નમન કર્યા !…..કોન્ફ્રન્સ બાદ, પ્રગ્નાબેનના ઘરે જવાનો નિર્ણય લઈ  સુરેશ અને રેખા એમના ટેબલ પર ગયા …  પ્રગ્નાબેન અને પ્રફુલ્લભાઈ આનંદમાં “ગુડબાય” કહી રેસ્ટોરાન્ટની બહાર ગયા. સુરેશ ડીનર ખાતા ફક્ત એક વિચારમાં હતો “મને મારી મોટીબેન મળી ગઈ !”
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી 
આ વાર્તા લખાણ …તારીખ જુલાઈ ૧૬, ૨૦૧૦
 
 

બે શબ્દો..

આ વાર્તા મારી કલ્પના છે !
પણ….આ વાર્તામાં મારા હ્રદયના ઉંડાણના “વિચાર-ઝરણા” ના તમે દર્શન કરી શકો છો !
મારા માતાપિતાને પ્રથમ મારા “મોટાભાઈ”…ત્યારબાદ, ચાર બાળ અવસાનો…અને અંતે “હું”. ….આથી, અમે બે ભાઈઓ. ના કોઈ “બેન”.
આથી, જગતમાં નિહાળી, મેં “બેન” કહેવાની તકો લીધી .જેને મેં બેન કહી તેને મેં મારા હ્રદયમાં અપનાવી, મારો “પેમ” આપ્યો.
આ વાર્તામાં સુરેશની હાલત એવી જ હતી !…..એને બચપણમાં એક “મોટીબેન” નો પ્યાર મળ્યો…..પ્રેરણાઓ મળી…અને જ્યારે એને સફળતા મળી ત્યારે એની મોટીબેન ક્યાં છે એની ખબર ન હતી. …..એનું જ “દર્દ” એને જીવનભર રહ્યું . અને જ્યારે અચાનક મોટીબેન સાથે એનો ભેટો થાય ત્યારે જે આનંદ સુરેશના હૈયે હતો તે શબ્દોમાં લખવો શક્ય નથી…..એ તો સૌ વાંચકોએ કલ્પના કરી માણવો રહ્યો !
આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !
ચંદ્રવદન 
 
 
FEW WORDS…
Today’s Post entitled “Motiben Malya!”meaning “Elder Sister if found !” is a short Story in Gujarati, in which Suresh who accepted Pragnaben as her own Elder Sister, lost contact of her for years & suddenly met her in America. The story is the expression of their “feelings” for each other..their Love !
I hope you like this as a Post !
Chandravadan

 

August 13, 2010 at 1:12 pm 24 comments

ઉંદર અને સિંહ

 
એક દિવસ જંગલમાં એક સિંહ પરિવારના ગુજરાન માટે ફરી રહ્યો હતો. આજે ખાવા માટે શિકાર ના મળ્યો. એ થાક્યો હતો…એ નારાજ હતો. એ ઉંડા વિચારોમાં હતો કે “આજે શું થશે ? પત્ની બાળકો શું ખાશે ?” ….એની નજર જમીન પર ન હતી , અને એ અચાનક શિકારીની જાળમાં ફસા ગયો. છુટવા માટે અનેક પ્રયત્નો કર્યા પણ છુટી શક્યો નહી ….સાંજનો સમય થઈ ગયો હતો અને થોડી જ વારમાં શિકારી આવશે અને એને પિંજરામાં કેદી કરી લઈ જશે …પરિવારનું શું થશે ?…..આવા વિચારો સાથે એ ધ્રુજતો હતો. એક જંગલના રાજા તરીકે એને ખુબ જ અભિમાન હતું આજે એ લાચાર હતો !
  
થોડો સમય આવા વિચારોમાં વહી ગયો !…..અને, એક ઉંદર ત્યાં આવ્યો. એણે સિંહને જાળમાં જોયો.
  
“સિંહ રાજ, આ શું થયું ?” ઉંદરે સિંહને પુછ્યું.
  
“અરે, હું વિચારોમાં હતો, અને જમીન પર જોવા વગર ચાલ્યો તેનું આ પરિણામ છે !” સિંહે જવાબ આપ્યો.
  
“હું તમોને મદદ કરી શકું છું ” ઉંદરે કહ્યું. (more…)

August 6, 2010 at 4:36 pm 17 comments

બે ચકલીની વાર્તા

 
 
 House Sparrow - House Sparrow House Sparrow - A female House Sparrow
 
 
 

  

 

બે ચકલીની વાર્તા

એક નાનું ગામ. ત્યાં અનેક ચકલી-પરિવારો પોત પોતાના ઘરો બાંધી આનંદમાં રહેતા હતા. ચકલીઓ ગામમાં “ચીં ચીં ” કરી ફરતા, અને સૌ ગામવાસીઓ  ચકલીઓને નિહાળી ખુશી અનુભતા, કંઈક ખાવા માટે આપતા.
અનેક વાર, ચકલીઓએ સભાઓ ભરી ચર્ચાઓ કરતા ત્યારે વડીલો, અને વ્રુધ્ધો નવજવાનોને એક સલાહ આપતા..” આ ગામની હદ બહાર ઉડીને કદી ના જવું !”
એક દિવસ, બે યુવાન ચકલીઓ આનંદમાં રમતા, રમતા ગામની હદ બહાર ગયા. અનેક ઝાડોનું વન નિહાળ્યું ….ફરતે ઉંચા ઉંચા પહાડો હતા. આનંદમા ઉડવા લાગ્યા, ઉડી ઉડી થાકી ગયા, અને ઝાડ પર વિસરામ કરવા બેઠા.
અચાનક, સુસવાટા સાથે પવન શરૂ થયો …ઝાડો હલવા લાગ્યા, પર્વતો પરથી પથ્થરો ગબડવા લાગ્યા…..પથ્થરો એક બીજા સાથે અથડાતા હતા. અને, અથડાતા પથ્થરોમાંથી એક ચમકારો થયો, અને જમીન પર પડૅલા ઘાસના તણખલા પર પડતા ઘાસ બરવા લાગ્યું …..એક ચકલી તો આ નિહાળી નીચે ઉતરી તણાખલાને ચાંચમાં લઈ મોટા ઘાસના ઢગલા પર નાખ્યું ……અને અગ્નિ આગરૂપે પ્રગટ્યો…..આ ચકલી તો ખુશ થઈ બીજા તણખલાઓ ચાંચમાં લઈ બીજે ફેંકવા લાગી.
આ દ્રશ્ય બીજી ચકલીથી સહન ના થયું …..એ તો ઉડી નજીકના તળાવે ગઈ. તળાવ પાણીમાં એનું આખું શરીર ભીંજવી, ચાંચમાં પાણી ભરી ઉડતી ઉડતી જંગલમાં આવી આગ પર શરીર હલાવી પાણી છાંટ્યું , અને ચાંચ ખોલી આગ પર પાણી રેડ્યું ….આ પ્રમાણે ફરી ફરી કર્યું ….એ નિહાળી, બીજી ચકલી  એને કહેવા લાગી…” અરે, ઓ. મુરખ, શા માટે તું આવું કરે છે ? …આટલા પાણીથી આગ બુજાશે નહી !”
  
પેલી ચકલીએ શાન્તીથી સાંભળી, આ પ્રમાણે જવાબ આપ્યો…..
  
“અરે, મારી બેન, હું જાણું છું કે આટલા પાણીથી આ મોટી આગ બુજાશે નહી જ….જો હું કાંઈ ના કરૂં તો મારું દીલ મને માફ કરશે નહી…..અહી આગ લાગી છે, અને નુકશાન થઈ રહ્યું છે …આવા સમયે મારી ફરજ કે હું આ આગને શાંત કરવા કંઈક કરૂં….એ જ શુભ કાર્ય કહેવાય ! જો આ કાર્ય કરતા, હું જો મારા પ્રાણ તજુ તો મને આ જીવન જીવવા માટેનો કૉઈ અફસોસ રહેશે નહી …મારે તો આ જીવન જીવતા શુભ કર્યો જ કરવા છે !”
 
પેલી ચકલી એકદમ શાંત થઈ ગઈ….એને એની ભુલ સમજાય…..એને એના દીલમાં દર્દ થયું !
અચાનક આકાશ વાદળોથી ભરાય ગયું ….વિજળીના ચમકારા થવા લાગ્યા…..અને ઘોઘમાર વરસાદ વરસવા લગ્યો…..આગ બુજાય ગઈ…..અચાનક વરસાદ આવવો એ પ્રભુ-ઈચ્છાથી હશે….પણ જ્યારે શુભ કાર્ય્ની શરૂઆત થાય ત્યારે પ્રભુ સહારે આવે જ !…કદાચ, એક ચકલીએ કરેલા “શુભ કાર્ય”ના પરિણામરૂપે હશે !
 
વરસાદ બંધ થતા, ગામમાંથી વડીલો ઉડતા ઉડતા જંગલમાં આવી ગયા…..ભુલી પડેલી બે “બાળ-ચકલી”ઓ ને વ્હાલ સાથે પંપાળી, ગામમાં લાવ્યા…..ત્યારે એ ચકલીઓના મનમાં શું વિચારો હશે ?….મારૂં માનવું છે કે જે કંઈ પરિવર્તન થયું હશે તે યોગ્ય જ હશે !
  
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
કાવ્યરૂપી લખાણમાંથી આ વાર્તા…..તારીખ જુલાઈ, ૧૪, ૨૦૧૦
 
 
 
 

બે શબ્દો …..

 
“બે ચકલીની વાત” નામે એક કાવ્યરૂપી પોસ્ટ મેં નવેમ્બર, ૨૨, ૨૦૦૯માં પ્રગટ કરી હતી.
એ પોસ્ટ પ્રગટ કર્યા બાદ, મારા મનમાં ફરી ફરી વિચારો આવ્યા કે ” આ લખાણ એક ટુંકી વાર્તાની પોસ્ટરૂપે હોય તો કેવું ?”…..આવો વિચાર હું મારા મનમાંથી કાઢી નાંખતો !
 
હવે, ઘણા લાંબા સમય બાદ, એક ટુંકી વાર્તા “પરમેશ્વરની શોધ” પ્રગટ કર્યા બાદ, પેલો જુનો વિચાર તાજો થયો !
મારાથી રહેવાયું નહી…અને આજે તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો !
 
પ્રગટ કરેલા “કાવ્ય” ..કે આજની આ વાર્તારૂપી પોસ્ટમાં એક જ બોધ છે ……આ માનવ દેહ મળ્યો છે “શુભ કાર્યો “કરવા માટે …..શુભ કાર્ય નાનું હોય કે મોટું , અને જો એનાથી કોઈને લાભ કે સહાય થતી હોય તો એક “ફરજ” સમજી દીલથી કરવું !….માનવી સ્વાર્થમાં કે અભિમાનમાં રહી આ ભુલી જાય છે અને “ખોટા કાર્યો” કરવા એની શક્તિનો ઉપયોગ કરે છે…..જેમકે એક ચકલી જંગલમાં આગ લગાડી થતા નુકશાનથી આનંદ અનુભવે છે. ……જ્યારે બીજી ચકલી આગથી થતા નુકશાન તેમજ એની બેનપણીના “ખોટા કાર્ય”ને ધ્યાનમાં લઈ તરત કંઈક “શુભ કાર્ય” કરવા લાગે છે. ……અને, ખોટું કામ કરનાર ચકલી એને મુરખ કહે છે ……માનવ જીવનમાં પણ આવા જ અનુભવો થાય છે ….કોઈ કંઈ સારૂં કરે ત્યારે અનેક ટીકાઓ કરે …”નેગેટીવ દ્રષિ”એ જોનારા કે કહેવાવાળા અનેક હોય !…..નાનું સહાયનું કાર્ય થતું હોય તો લોકો કહેશે ..” એક દુઃખી કે ગરીબને સહાય કરવાથી બધાને લાભ ના થાય …જગતમાં તો એવા બહુ જ છે !”……અને જો કોઈ વ્યક્તિ મોટા પાયે અનેકને સહાય કરે કે મોટું દાન કરે ત્યારે  કહેવાવાળા મળે ….” જો, આ એનું નામ કમાવવા આ બધું કરે છે !” …..માનવીને પ્રભુએ “હ્રદય અને અંતર આત્મા” આપ્યો છે …..એની જાણ એ પોતે જ જાણે , બીજા કોઈ એ ખરેખર જાણતા નથી એ જ પ્રભુની એક “મોટી ક્રુપા” છે ……તો. માનવી જો એના ખરા “હ્રદયભાવ” સાથે સહાય/શુભકાર્ય કરે ત્યારે “એ” અને “પ્રભુ” જ જાણે ! …..અરે, હું તો એ મતનો છું કે જો કોઈ એના “એના સ્વાર્થ ” સાથે પણ “શુભ કાર્ય” કરે તો એ દુર્લ્લભ છે કારણ કે એ બીજાને “દુઃખ કે હાની ” આપતો નથી !
 
અંતે એક જ બોધ છે …..આ માનવ અવતાર અણમોલ છે …..જીવન એવું જીવવું જોઈએ કે અન્યને કંઈક ભલું થાય…કોઈનું બુરૂ ના થાય ! આવા જીવનમાં  પ્રભુ-ભક્તિ આપોઆપ સમાય જાય છે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
 
FEW WORDS….
 
Today I am publishing a Post “Be Chakalini Varta” . It is a “Tunki Varta” or a Short Story, and it’s Title means “A Story of Two Sparrows”.

 

 
The story  narrates that one day 2 young ones accidently are in a Jungle……suddenly, it is windy..rocks fall from the hillside & as the tumbling rocks strike with each other  a spark is generated  & the fire ignites the dry grass.
 
One of the young bird takes the ignited grass & places it on a heap of dry grass ,,…..& there is fire…& with joy this bird spreads this Fire !
 
Another sparrow saddened….fly to nearby pond submerges the entire body in the water…and also takes the water in the beak….& puts on the fire….makes such acts many times.
 
The bird who started the fire calls her a Fool ! And asks “This small amount of water will not put out this fire,….why you do this then ?”
 
The good one replied ” I know that !…While I am alive, I must do “good deeds”…I must do this..the right thing ! Even if I die doing this my Soul will be happy !”
The bird who erred realised the mistake !
 
 The story ends with the “sudden heavy rains…no more fire…& the Elders searching for the young birds find these 2 & take them home “
 
The Morale of this Story is>>>>>
 
DO GOOD..DO NOT DO BAD !
 
Dr. Chandravadan Mistry

July 19, 2010 at 1:29 pm 29 comments

પરમેશ્વરની શોધ

 om-symbol---yoga-thumb935331.jpg Om image by Archimexis
 
 
 

પરમેશ્વરની શોધ

 
અખિલ બ્રહ્માંડમાં પ્રુથ્વી એક નાનું રમકડુ છે. અને આ પ્રુથ્વી પર અનેક ચેતન જીવીત ચીજો સાથે જડ ચીજોથી બનેલ જગત છે. જીવીત ચીજોમાં માનવી એક ઉચ્ચપદે છે એ એક સત્ય છે. અને, માનવી ઉચ્ચ પદે રહી જગત સર્જનથી માંડી અત્યારે વર્તમાન સુધી સ્વતંત્ર વિચાર કરતો આવ્યો છે અને એ માનવ વિચારોમાં એક પરમેશ્વર
( GOD) નો વિચાર હંમેશ રહ્યો છે.
 જે જાણ્યું  તેનાથી સંતોષ ન રાખી, વધુ જાણવાની ઈચ્છા માનવ સ્વભાવે હંમેશા ગુંથાય છે. આવાસ્વભાવને કારણે વિજ્ઞાનનું પ્રોત્સાહન અને અનેક શોધો શક્ય થઈ તેનો વર્તમાન આજે પુરાવો આપે છે. આવી દશાને આપણે લાભદાયક પરિવર્તન તરીકે ગણીએ તો એ ખોટું નથી. કિન્તુ, આટલી સફળતા બાદ માનવ સ્વભાવ શાંત નથી. જે નવું જાણ્યું તેનાથી એને થોડો સંતોષ થશે કિન્તુ એનું મન વધુ જાણવા તલ્લીન રહે છે.
 હવે, આપણે જગત સર્જન માટે વિચારણા કરીએ. આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે અખિલ બ્રહ્માંડમાં પ્રુથ્વી એક રેતીના કણ જેવી છે. માનવીએ પ્રથમ વિચાર્યું કે બ્રહ્માંડમાં ફક્ત પ્રુથ્વી જે એક વિશાળ ઉત્તમ જગ્યા છે. પહેલાં માનવીએ કહ્યું કે પ્રુથ્વી એક સપાટ જગ્યા છે. બ્રહ્માંડને નિહાળવા એણે ચંદ્ર, સૂર્ય ગ્રહો વિગેરે સૌને ગોળ આકારે અનુભવ્યા. ગોળ દડા જેવા નિહાળી, માનવીએ એની શક્તિથી શોધી કાઠ્યું કે પ્રુથ્વી પણ એક ગ્રહ અને દડા જેવી ગોળ છે, અને સુર્યની આજુબાજુ ફરતે કે બીજા ગ્રહોની જેમ ભ્રમણ કરે છે. આકાશમાં નિહાળવા પ્રથમ માનવીએ અનુમાન કર્યું કે રાત્રીના ચમકતાં તારલાઓ નાની નાની જગ્યાઓ હશે કિન્તુ વધુ અભ્યાસ કરતા જાણ્યું કે એક તારલો એક સુર્ય બરાબર છે. માનવીએ પ્રુથ્વી પરના વાતાવરણને સમજવા પ્રયત્નો કર્યા. હવા, પાણી વિગેરેના કારણે જીવીત ચીજોનું જીવન નીભે છે. આટલું બધુ જાણ્યા બાદ એ આકાશ તરક નિહાળતો રહ્યો અને બ્રહ્માંડમાં શું છે એ જાણવા ઈચ્છા કરી. જે થકી બ્રહ્માંડની શોધ ( SPACE -Exploration ) ની શરૂઆત થઈ અને આજે એ સફર ચાલુ છે.
 આ પ્રમાણે માનવ વિકાશ થયો. કહેવાય છે એક દિવસ એક મોટા ધડાકા
( BIG BANG ) સાથે અચાનક પ્રુથ્વીનો જન્મ થયો અને ત્યારે કોઈ જીવીત ચીજો ન હતી. ધીરે ધીરે પાણી, હવા અને અન્યના મિલન સાથે કંઈક નાની જીવીત ચીજની શરૂઆત થઈ…ત્યારબાદ, મોટી જીવીત ચીજો અને અનેક જીવોના જન્મમાં પ્રાણીઓનો જન્મ અને ઉત્તમ પ્રાણી સ્વરૂપે માનવનો જન્મ. આ છે વિજ્ઞાનની દ્રષ્ટીએ જગત જન્મ. ધર્મોના કહેવા પ્રમાણે એક દિવસ પ્રભુએ જગતનું સર્જન કરવાનું વિચાર્યું અને જગત થયું ત્યારે અનેક નું સર્જન કરતા માનવીઓ નર-નારી રૂપે થયા ( Theory of Creation) તો , વિજ્ઞાન ધર્મ પ્રમાણે એના કરેલાં વિચારને ખોટો ઠરાવે છે અને પુરાવા સહિત ભારપુર્વક કહેતું રહે છે કે માનવીઓ ધરતી ઉપર ધીરે ધીરે રહેતાં થયા ( Theory of Evolution ) અને એ દ્રષ્ટિએ નિહાળી,વિજ્ઞાન કહે કે પ્રથમ સુષ્મ જીવતી ચીજ….ત્યારબાદ નાની…મોટી જીવતી ચીજો….પ્રાણીઓ અને વાંદર જાતી અને ત્યારબાદ માનવીઓ. પ્રથમ માનવી જંગલી હાલતમાં હતો. છતાંએનામાં સમજણ શક્તિ હતી…સમજણ શક્તિને કારણે વિચારો અને વિચારોને કારણે અન્ય કાર્ય કરવાની ઈચ્છા અને મુખે અવાજોને એક ભાષા સ્વરૂપ પણ આપ્યું. ધીરે ધીરે આવી એક ઉચ્ચ કક્ષા પર પહોંચી ગયો. આ બધુ એની સ્વતંત્ર વિચારધારા અને સમજણ શક્તિ આધારીત છે એ એક સત્ય છે. ચાલો, આપણે વધુ ચર્ચા કરીએ.
 માનવીઓ એમના સ્વભાવ પ્રમાણે પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યા અને આજે વર્તમાનમાં સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ પદ છે. સર્જન પછીની શરૂઆતમાં આટલી ઉંચી કક્ષામાં નહતો ત્યારે પણ માનવીએ એક સાથે સમુહમાં રહી જીવન જીવવાનું શીક્યો હતો અને આવા પરિવર્તનમાં એણે એક વ્યકતિને માર્ગદર્શન આપનાર ( Leader ) તરીકે સ્વીકાર કર્યો. અને, અખિલ બ્રહ્માંડને નિહાળી બધુ જે ક્રમસર થતું એનું અનુમાન કરી ધરતીથી બીજે કોઈક વધુ શક્તિમાન તંત્ર ચલાવી રહ્યો છે એવો બેકરાર હતો. આ સ્વીકારમાં પરમશક્તિ રૂપે પરમેશ્વરનો જન્મ માનવ હૈયામાં થયો. આવા સ્વીકાર બાદ, પરમેશ્વરને વધુ જાણવા, મળવા એની ઈચ્છા જાગ્રુત થઈ એ પ્રયાસમાં ધર્મનો જન્મ થયો. જેનો વિકાસ પણ માનવીઓ દ્વારા જ થયો.માનવીમાં છુપાયેલ અપાર શક્તિનો ઉપયોગ કરી કોઈક વ્યક્તિઓ ઉંચુ પદ મેળવી. ઋષી મુની સ્વરૂપે પરમાત્મા વિષે વધુ જ્ઞાન આપ્યું. અહીં અંગ્રેજી ભાષા રૂપે નિહાળતા ફીલોસોફર (Philosopher) ની ઓળખ થઈ. આવી જીવન ઘટના સાથે કોઈકે પ્રભુને મળવા એક રસ્તો પકડ્યો તો બીજાઓએ બીજો રસ્તો પકડ્યો. એ પ્રમાણે જુદા જુદા ધર્મો થયા. કિન્તુ, સર્વ માનવીઓનો હેતુ એકજ હતો. મહાશક્તિ જે સર્વ માં મહાસ્વામી છે જેને પરમેશ્વર કહો, એને મળવાનો કે એની સાથે એક થઈ જવાનો હેતુ હતો જાણેલ ઈતિહાસના પાને આ એક પરમ સત્ય છે.
 માનવ પાસે સ્વતંત્ર વિચારધારા છે અને અપાર શક્તિ છે એને એનો જેણે જે પ્રમાણે ઉપયોગ કર્યો તે પ્રમાણે અને વધું જાણવા મળ્યું. આવી ખોજમાં વિજ્ઞાન ( Science ) નો જન્મ થયો અને વિચાર કરનાર માનવી વૈજ્ઞાનિક ( Scientist ) કહેવાયો. જે આંખ આગળ દેખાતું હતું તેના પર વધુ વિચાર કરતાં એને એ બારે વધુ જાણ્યું-જેની પહેલાં એને ખબર ન હતી.જ્યારે નયનોથી દેખાતું ન હતું તો એને જોવા સાધન-તંત્ર ( Microscope ) વિગેરે શોધ્યુ. આવી શોધ દ્વારા માનવ સુક્ષ્મ દુનિયામાં પહોંચી જંતુઓ
(Bacteria virus) વિગેરે ને જાણી શક્યો. જીવીત સિવાય નજીવી ચીજો પર પણ માનવ વિચારણા કરતો રહ્યો, વધુ જ્ઞાન મેળવી એંતે અણુ (Atom) અને અણુ થી સુક્ષ્મ
( Proton/Electron) દુનિયા પર જાણી શક્યો. આવી દ્રષ્ટિમાં એને બ્રહ્માંડમાં ક્રમ પ્રમાણે ફરતા ગ્રહોની સરખામણી થઈ. માનવ વિચારધારા અહીં અટકી ના ગઈ….એણે અણુમાં છુપાયેલ અપાર શક્તિનું જ્ઞાન થયું અને એટોમ બોમ્બ, હાઈડ્રોજન બોમ્બ બનાવ્યો. માનવ જીવીત ચીજોને જોતો રહ્યો…અને શરીરેના જુદાજુદા ભાગોના નાની સુક્ષ્મકક્ષામાં અનેક સેલ યુનીટો( Cell Unit of  Body) નિહાળ્યા. માનવદેહ કે કોઈ બીજી જીવીત ચીજનું તંત્ર કેવી રીતે ચાલે છે, કેવી રીતે રોગો થાય એ બધું જાણ્યુ. આ જ્ઞાન સાથે એણે જીન ( Gene) ની ઓળખ કરી. માનવી એ સારૂ જીવન આપવાના વિચાર કરતાં કરતાં માનવી નવું જીવન કે જન્મના ક્રમનો અભ્યાસ કરી ગર્ભસ્તાન અને અન્ય ભાગોના સેલ યુનીટ (Cell units )          પર અખતરા કરવા લાગ્યો અને કંઈક સફળતા સાથે જાણે હું પરમેશ્વર છુ એવું અભિમાન કરવા લાગ્યો. વૈજ્ઞાનિક માનવીએ કદાચ પરમેશ્વર રૂપે દાવો ન કર્યો હોય તો પણ એ ચર્ચાના કહેતો રહ્યો “પરમેશ્વર છે તો ક્યાં છે ? મને બતાવ” જાણે એણે કોઈ સાયન્સ પ્રોજેક્ટ લીધો હોય, અને, પુરાવા વગર આવું એ અસ્ત્ય કહેવાય એવું અનુમાન કરવા લાગ્યો. શરીરના દેખાતા જાણેલા ભાગો પર વિજય મેળવી મગજ માટે વધુ જાણવા અનેક પ્રયોગો કર્યાં. મગજ કેવી રીતે ચાલે છે, યાદશક્તિનું શું છે વિગેરે માટે વિચારો હતા. મગજમાં વધતી ઘટતી ક્રિયા જાણવા સ્પેશીયલ સાધનો કર્યા-દાખલા રૂપે કલરમાં ક્રિયા
( Activity)ના પુરાવો આપતા સ્કેનો (Scans) દ્વારા વધુ જ્ઞાન મેળવ્યુ.
 વૈજ્ઞાનિકો બધા માટે પુરાવા માંગતો રહ્યો અને એ એનો સ્વભાવ થઈ ગયો. માનવતાના અસલ સ્વભાવને એ ધીરે ધીરે ભુલવા લાગ્યો. “પરમેશ્વર જેવી ચીજ નથી….હોય તો ક્યાં છે ? બતાવ મને ” આવા પ્રશ્નો સાથે વૈજ્ઞાનિકો પુરાવા વગર પરમેશ્વરને માનવા માંગતો ન હતો. એવું થયુ તેમ છતાં, એકવાર બે વૈજ્ઞાનિકો એકબીજા સાથે ચર્ચા કરતા હતા તે નીચે મુજબ છે.
 
 ”આ બધુ ધર્મ અને પરમેશ્વર બારે તારો શું અભિપ્રાય છે ?”   બીજાને પુછ્યુ.
 
 ”એ તો પરમ સત્ય છે અને ખરેખર સાક્ષાત અહી અને અખિલ બ્રહ્માંડે છે .” બીજાએ એના અનુભવો આધારિત દાવો કર્યો .
 
 ”અરે, તું પણ બીજા ધર્મપ્રેમી માનવીઓ જેમ ગાંડો થઈ ગયો કે શું ?” પ્રથમ પ્રશ્ન પુચનાર વૈજ્ઞાનિક આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો.
 
 ”અરે, ભાઈ હું પણ તારા જેવી જ હાલતમાં હતો. મેં જ્યારે નવા તંત્રો દ્વારા મગજની ક્રિયાનું કલર સ્કેન ( Color Scan ) દ્વારા વધુ જાણ્યુ ત્યારે મને થયુ કે વિજ્ઞાનમાં પણ કંઈક પરમેશ્વરનો પુરાવો હશે જ કિન્તુ અત્યારે આપણે એ જાણી શકતા નથી.”
 એણે શાંત સ્વરે જવાબ આપ્યો.
 
 ”પણ ભાઈ, તેં પરમેશ્વરને જોયો છે ? ન જોયો હોય તો શા માટે આવી વાતો કરે છે ?” બીજા વૈજ્ઞાનિકે ખીજમાં કહ્યું.
 
 ”અરે મારા ભાઈ મારા મિત્ર અનેક વર્ષો પહેલાં આપણે બેકટેરીયા-વાઈરસ ( Bacteria-Virus) જેવાં જંતુઓ જાણતા ન હતા. શું ત્યારે એ નહતા ? જરૂર હતા કિન્તુ આપણી પાસે એને જોવાના સાધનો ન હતાં .
 વિજ્ઞાન સવાલોના જવાબ આપે પણ કોઈવાર એવું કંઈ થયું હોય તે માટે વિજ્ઞાન કે તારી પાસે જવાબ ન હતો, તો તેનું શું કારણ ? અરે, તેં પુસ્તકોમાં વાંચ્યુ હશે કે કોઈ ડોકટરે એના કેન્સર ના દર્દીને કહી દીધું કે રોગની જાણ પ્રમાણે આટલા સમય બાદ તારૂ મ્રુત્યુ થશે…એવા સમયે, દર્દીના મગજે કે દેહમાં જણાયેલ કેંસર ફરી તપાસ કરતાં નાબુદ થઈ ગયું હતુ. એવી ઘડી એ ડોકટરે કહ્યુ હતું: “આ તો મારી સમજણ બહાર છે.” અને એક સામન્ય માનવીએ આ ઘટનાને એક ચમત્કાર ( Miracle) માન્યો. આ પ્રમાણે એક ડોકતરના અચંબામા કે એક સામન્ય માનવીની માનતામાં ફરી એક “મહાશક્તિ” નું દર્શન થાય છે. એ શ્ક્ય કરનારને એઓએ જોયો નથી અને તું પણ જોઈ શકતો નથી છતાં તું જરૂર કબુલ કરે છે કે “કંઈક અદભુત” થયુ આ તારી કબુલાતમાં તારી પરમેશ્વર માટે કબુલાત છે અને, તને સાક્ષાત પરમેશ્વરનાં દર્શન થયાં એમ તું હૈયામાં માનીશ. જે આપણે જાણીએ છીયે તેને વિજ્ઞાન સત્ય કહે છે. જે અત્યારે સત્ય થયું તે સમયના વહેંણમાં ખરેખર સત્ય નથી પણ કંઈક જુદું જ છે એથી વિજ્ઞાનમાં પણ સત્ય બદલાય ગયું કહેવાય. અહીં આપણે પરમેશ્વરરૂપી દિવ્ય તત્વની સરખામણી કરીયે તો તે એકજ છે….પરમ સત્ય !”
 આટલું લાંબુ ભાષણરૂપે વિગતે કરી વૈજ્ઞાનિક ફરી શાંતિ સાથે આનંદ અનુભવવા લાગ્યો!
 
 આ બધુ સાંભળી બીજો વૈજ્ઞાનિક પણ શાંત હતો. વૈજ્ઞાનિક સ્વભાવ પ્રમાણે એ તો એની શોધ ચાલુ રાખશે કિન્તુ એના હૈયામાં કંઈક થયું એવું એને લાગ્યું હતું…કંઈક “નમ્રતાનો ગુણ” એના પર જાણે વિજય મેળવી રહ્યો હોય એવું થયું અને એ વૈજ્ઞાનિક હવે કંઈક ઉચ્ચપદે હતો. આવી હાલતમાં  જગતના મહાન વૈજ્ઞાનિક આલબર્ટ આઈંન્સ્ટાઈન
( Albert Einstein ) ના શબ્દો એના કાનમાં ગુંજતા હતા…………
 
 ”આપણે સત્યનો અનુભવ કરીએ તે ઘણીવાર ચમત્કારરૂપે હોય છે. સત્યરૂપી વિજ્ઞાન નો પાયો ખરેખર આપણા માનવીય સ્વભાવના સ્પેશીયલ હ્રદય ઉંડાણના ભાવનાના ઝરણા પર આધારીત છે. જેને આ વિશે અજાણતા છે તે કંઈક કલ્પનાઓ કરી શકે નહી કે ન કહી એની મહત્વતાનો અનુભવ કરી શકે…અને એ તો મ્રુત્યુ પામેલ બરાબર છે.”
 
                                                                                               લેખક
                                                                                               ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી
 
 

બે શબ્દો….

 ”પરમેશ્વરની શોધ ” નામે આ ટુંકી વાર્તાનું લખાણ થોડા વર્ષો પહેલા કરી, આ વાર્તા “વિશ્વનિર્માતા પ્રજાપતિ” નામના માસીકમાં પ્રગટ કરી હતી….અને જ્યારે એ પ્રગટ થઈ ત્યારે મારા હૈયામાં ખુબ જ આનંદ થયો હતો !
આજે, “ચંદ્રપૂકાર”ના બ્લોગ પર એક ટુંકી વાર્તારૂપી પોસ્ટ તરીકે પ્રગટ કરતા, એક “અનોખો આનંદ ” થાય છે ……કારણ ????……..ઈન્ટરનેટના જગત દ્વારા જગતના દુર દુર માં વસતા અનેક વાંચકો વાંચશે…..કોઈને વાર્તા ગમશે….કોઈને વાર્તાના લખાણમાં ભુલો મળશે ….પણ…સૌને વાર્તામાં ભરેલો “ભાવ” જરૂર ગમશે, એવી મારી આશા છે !
 
હું કોઈ “લેખક” નથી …..હું કોઈ “સાહિત્યકાર કે જ્ઞાની ” નથી…….ફક્ત એક સાધારણ માનવી, જેનું ગુજરાતી ભાષા-જ્ઞાન થોડું છે ….પણ, જેના મન/હૈયામાં “વિચારો” છે જેને “શબ્દો”માં દર્શાવવા માટે હંમેશા તમન્ના રહે છે ……આ વાર્તા એના પરિણામરૂપે છે !
 
આ વાર્તામાં  “પ્રભુ કોણ? ….પ્રભુ ક્યાં છે ??” ના સવાલો જે માનવીને સતાવે છે તેના સમાધાન માટે આ વાર્તા છે…..જે “પ્રભુ-તત્વ”નો સ્વીકાર કરે છે તેઓ માટે પણ આ વાર્તા “શ્રધ્ધા” વધારે એવી આશા છે …..જેઓ પ્રભુને “માનવું કે ના માનવું “ની “ગુચવણ”માં અશાન્ત છે તેઓ માટે આ વાર્તા પ્રભુ-તત્વની ઓળખ સાથે “નવો પ્રકાશ ” રેડે છે …….અને, અંતે, વિજ્ઞાનીકોનો વાર્તા-સંવાદમાં “જ્ઞાન-પંથ”પર ચાલનારાઓનો “અહંહાર” દુર કરવાનો પ્રયાસ છે !
 
તમો સૌ આ વાર્તા વાંચે એ જ મારી પ્રથમ આશા !
 
જે કોઈ વાંચે, તેઓ સૌ પોતપોતાના અંતર આત્માને પુછે…..અને જે “સમજ ” મળે તેનો સ્વીકાર કરે એવી બીજી આશા !!
 
જે કોઈ આ વાર્તા વાંચે તેઓ “પ્રતિભાવ” આપે એવી “સ્વાર્થ-ભરી” આશા ભલે હોય…..પણ વાંચી તમે પ્રતિભાવ ના આપો તો હું નારાજ ના થઈશ……જો તમે તમારા વિચારો પ્રતિભાવરૂપે મુકશો તો હું જરૂર વાંચીશ, અને વાંચી મને આનંદ થશે !
 
ઘણા લાંબા સમય બાદ, આ “ટુંકી વાર્તા” રૂપી પોસ્ટ છે  !
 
ચંદ્રવદન
 
FEW WORDS
 
Today, after a long time you are reading “TUNKI VARTA”…..and the Title of thos Post is “PARMESHWARni SHODH” meaning ” A SEARCH for GOD “
In this Post I had introduced 2 Scientists discussing og the Existance of God…one not believing & the other believing.
At the end of the Varta ( story) are the words of World famous Scientist ALBERT EINSTEIN….
WHEN ONE EXPERIENCES THE TRUTH, IT IS OFTEN AS A MIRACLE. THE FOUNDATION Of THHE SCIENCE, BASED ON TRUTH , RESIDES INTO THE DEPTHS OF THE HUMAN HEART ! ONE WHO CAN NOT IMAGINE THIS …CAN NOT EXPERIENCE THIS….IS LIKE A DEAD PERSON !!
 
DR. CHANDRAVADAN MISTRY

July 14, 2010 at 1:06 pm 20 comments

સાપ અને લીસોટા

 
 
 

king cobra pictures
 
 
 

 

              સાપ અને લીસોટા

 

    માધવ નગર એક નાનું ગામ છે, અને ગામના તળાવ નજીકનાં ફળીયે એક નાનું પણ સુંદર ઘર છે., જેમાં એક વ્રુધ્ધ કુટુંબ રહે છે- પસાભાઈ અને પ્રેમીબેન. એમને બે દીકરા. મોટો દીકરો રામ અને નાનો શ્યામ. રામ પરણીત છે અને નાનો કુંવારો છે. પણ રામ-શ્યામની જોડીને નિહાળીને સૌ રામ લક્ષ્મણ સજીવન થયા એવું ફળીયે કહેતાં. રામની પત્નીનું નામ સવિતા. રામને સંતાન રૂપે બે દિકરાઓ- દીપક અને પ્રકાશ. જે શ્યામને બહુજ વ્હાલા હતા.

પશાભાઈના ઘરે સૌના મુખે આનંદ હતો. ગામમાં ચર્ચા થતી તો પશાભાઈના કુટુંબની વાત મુખે હોય જ “પશાકાકા કેવા ભાગ્યશાળી છે ! કેવો કુટુંબ પ્રેમભાવ છે….” વળી, વધુ ચર્ચા થતી તેમ સાંભળવા મળતું કે “રામ અને શ્યામની જોડી કેવી સુંદર છે ! ભાઈ-ભાઈનો પ્રેમ તો એવો હોવો જોઈએ !”

જેમ વર્ષો વહી ગયા શ્યામ પણ નાનો ન રહ્યો, એ પણ પરણવા લાયક થયો. શ્યામ પરણી ગયો, અને હવે ઘરમાં બે વહુઓ,.શ્યામની પત્ની કંચન, એક ગરીબ ઘરની સંસ્કારી નારી હતી. જે સવિતાની દેરાણી થઈ…પશાભાઈ તો વહુઓના વખાણ કરતા સૌને કહે “મારી સવિતા તો ઘરની સીતા છે ! મારી કંચન તો ઘરની લક્ષ્મી છે !”

 

સમય વહેતો ગયો…અનેક વર્ષો વહી ગયા. પશાભાઈ અને પ્રેમીબેન અશક્ત  

થઈ ગયા. ઘડપણ સૌની નજરે આવતું હતું. પ્રથમ પશાભાઈએ પ્રાણ ત્યાગા અને થોડા મહિનામાં પ્રેમીબેન પણ પ્રભુ ધામે ચાલી ગયા. હવે રામ અને શ્યામની માતાપિતાની છત્રછાયા ન હતી…કિન્તુ, બે ભાઈઓ એક બીજાથી નજીક રહ્યા. એક બીજા માટે પ્રેમ વધતો ગયો. શ્યામને ત્યાં એક દીકરીનો જન્મ થયો. એ ઘરમાં આનંદ વધ્યો. રામના બે દીકરા અને શ્યામની દીકરી એક સાથે રમે અને એઓને નિહાળી ઘરના સર્વ આનંદ માણે…આ પ્રમાણે અનેક દિવસો વહી ગયા પણ, એક દિવસે રામનું અકસ્માત મ્રુત્યુ થયું. એક આનંદીત પરિવારમાં અચાનક મહાન દુ:ખ આવી પડ્યું. નાના શ્યામને કંઈજ સુજતું નથી. કુદરત દુ:ખ આપે અને એનો ઈલાજ પણ એજ આપે…શ્યામને કંઈક પ્રભુશક્તિ મળી અને એણે ઘરની પુરી જવાબદારી ઉપાડી લીધી.

 

 મોટાભાઈના નાના દીકરાઓને શ્યામે એના ભત્રીજા સ્વરૂપે ન જોયા…. અને, દીકરા સમાન ગણ્યા….શ્યામની વહુ કંચનને પણ કાકીને બદલે માતારૂપી પ્રેમ આપ્યો. દીપક-પ્રકાશે પણ કાકા-કાકીને અનેકવાર પપ્પા-મમ્મી કહી દીધું.

 

અનેક વર્ષો વીતી ગયા. મોટાભાઈ રામના દીકરાઓએ ઉચ્ચ ભણતર લીધું….એક ડોક્ટર તો બીજો એંન્જીનીયર થયો. ગામમાં રહેવાનું છોડી દીધુ અને નજીકના શહેરમાં રહેવા લાગ્યા. એ ઓ પણ મોટા થઈ ગયા હતા અને લગ્નગ્રંથીમાં બંધાયા. બંને ભાઈઓ સુંદર આલીશાન મકાનમાં રહેવા લાગ્યા. પ્રભુક્રુપાથી એઓને સંતાન સુખ પણ મળ્યું. રામની પત્ની સવિતા થોડા દિવસો દિપકને ત્યાં તો થોડા દિવસ પ્રકાશને ત્યાં રહી એનું જીવન પસાર કરતી રહી.

 

માધવપુર ગામે શ્યામ જુના ઘરે દિવસો ગાળી રહ્યો હતો. ગામડાના જીવનમાં એને સુખ આનંદ હતો. જીવન ગુજરાન માટે નોકરી હતી. એને સર્વ પ્રકારે સંતોષ હતો. ફક્ત કોઈકોઈ વાર એને નાની દીકરીની ચિંતા હતી. દિવસે દિવસે એ મોટી થતી હતી. ઘણીવાર શ્યામ અને કંચનની વચ્ચે ચર્ચા થતી: “ ખેર, જુઓને, આપણી નયના તો ઘણીજ મોટી થઈ ગઈ છે. આપણે એના માટે કોઈક જગ્યા શોધવી પડશે.” કંચન શ્યામને કહેતી.

 

“અરે, પગલી, તું શાને ચિંતા કરે છે ? દીપક અને પ્રકાશ તો છે….” શ્યામ શાંતિથી કંચનને કહેતો.

 

“અરે, એ તો આપણા ભત્રીજા છે, એમના પર કંઈ આશા રખાય ?” કહી કંચન શ્યામને ચેતવણી આપતી.

 

“પગલી,આપણે ક્યાં દીકરાઓ છે. એઓ જ આપણા દીકરા, આપણી દીકરી નયનાનાં લગ્ન સમયે દોડીને આવશે.” એવા શબ્દો કહી શ્યામ કંચનની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરતો

 

નયનાએ કોલેજનો અભ્યાસ કરી ડીગ્રી મેળવી. અને જ્યારે એ ક્યાંક નોકરીની શોધમાં હતી ત્યાં તો એક ઉચ્ચ કુટુંબનું માંગુ એના માટે આવ્યું. છોકરાનું નામ પ્રિતેશ હતું એ છોકરો શાંત સ્વભાવનો અને દેખાવે જરા શ્યામ હતો.છતાં ઘણોજ રૂપાળો હતો. પ્રિતેશને તો નયનાં ઘણીજ ગમી ગઈ,”પણ અમારી દીકરી નયનાને પ્રિતેશ ગમશે?” આવો પ્રશ્ન માત-પિતા કંચન-શ્યામને હૈયે હતો. પ્રિતેશ સહિત એના માતા-પિતા નયનાને જોઈ ગયા બાદ બીજે દિવસે નયનાને નિહાળી રહ્યા હતા. નયના ચૂપચાપ બેઠી હતી….અને સાંજનો સમય હતો.

 

“નયના બેટા અહીં આવ !” શ્યામે બેટીને બોલાવી કહ્યું. નયના કંઈક પણ બોલ્યા વગર નજીક આવી બેસી ગઈ.

 

“બેટી ! પ્રિતેશ કેવો લાગ્યો ? તને ગમ્યો કે ? “ શ્યામે દીકરી ને પ્રેમથી પુછ્યુ.

 

“પપ્પા ગમે છે, બહુ જ ગમે છે !” નયના શરમાઈને એટલું જલ્દી જલ્દી બોલી એકદમ ઉઠીને ભાગી ગઈ. શ્યામ સવારે પત્ની કંચનને મળ્યો ને નયના સાથે ગઈકાલે સાંજે જે ચર્ચા થઈ તે બારે કહ્યું. બંને જણા બહુ જ ખુશ હતા અને તેમાં કંચનના હરખની તો વાત જ નહી ! બસ, પછીતો લગ્નની તારીખ નક્કી થઈ અને લગ્નની તૈયારીનો પ્રશ્ન આવ્યો. શ્યામ અને કંચન માટે એક વાતે દીકરીના લગ્નની ખુશી હતી તો બીજી વાતે એક મોટી મુંજવણ હતી. આટલો બધો લગ્ન ખર્ચ કેવી રીતે થશે? અને ફરી ઘરના શાંત વાતાવરણમાં પતિ-પત્નિ ચર્ચા કરવા લાગ્યા.

 

“અરે, સાંભળો છો કે ? દિપક, પ્રકાશને કાગળ લખોને” કંચને શ્યામને કહ્યું.

 

“કાગળ લખવાની શી જરૂર છે ? દીકરા આપણા છે ચિંતા ન કર” શ્યામે શાંતિથી જવાબ આપ્યો.

 

“ખર્ચ માટે પૂરતા પૈસા નથી, તો કંઈક સગવડતો કરવીજ પડશે ને ! પૂછી લ્યોને” કંચને ભારપૂર્વક શ્યામને કહ્યું. “દીકરાઓ આગળ હાથ લાંબો ના થાય, એઓ જાતેજ આવીને બધું સંભાળી લેશે”શ્યામે વિશ્વાસ સહિત જવાબ આપ્યો . લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ. સગા સ્નેહીઓને નયનાના લગ્નના સમાચાર પહોંચી ગયા. દીપક તેમજ પ્રકાશને પણ સમાચાર મળ્યા. એકવાર દીપક ગામ નજીક સરકારી કામ હતુ એથી જુના ઘરે આવ્યો ત્યારે શ્યામ-કંચને નયનાના લગ્નની ખુશી હર્ષની વાતો કરી, અને અંતે જતાં જતાં દીપક કહેતો ગયો….”કાકા, નયનાના લગ્નમાં અમે જરૂર આવીશું” દીપકે કહ્યુ…એ સિવાય બીજો કોઈપણ શબ્દ દીપકને મુખે સાંભળવા ન મળ્યો.શ્યામ તો ભત્રીજા દીપક ને જોતો રહ્યો. હજું કંઈ વિચાર કરે કે કહે એ પહેલાં તો દિપકની મોટરગાડી દૂર ચાલી ગઈ. હવે, શ્યામને નયનાનાં લગ્નની ચિંતા થવા લાગી. કિન્તુ એ કોને એના મનની વાત કહે ? પત્ની કંચને તો એને ઘણી વાર ચેતવણી આપી હતી કે “જેને તમો મારા..મારા કહો છો તેઓ જરૂર પડશે ત્યારે મારા ના થાય…” આટલી મુંજવણો હતી છતાં, શ્યામને ભગવાન પર પુરી શ્રધ્ધા હતી કે ભગવાન જરૂરથી કંઈક કરશે. જ્યારે જ્યારે ચિંતાઓથી વિચારો એને આવતા ત્યારે પ્રભુનામથી એવા વિચારો દૂર કરતો.

 

નયનાના લગ્ન ના ત્રણ જ અઠવાદિયા બાકી હતા. જે બધત હતી તે તો બધી જ લગ્નની તૈયારીઓમાં ખર્ચાય ગઈ હતી, હજુ તો લગ્નના દિવસોનો ખર્ચ તેમના લગ્ન બાદ થતો ખર્ચ નિભાવવાનો હતો “શું થશે ?” એ પ્રશ્ન જ્યારે મુંજવી રહ્યો હતો ત્યારે શ્યામ આંખમાં આસુઓ સહિત પ્રભુને કહેવા લાગ્યો “મારી લાજ તમારા હાથમાં છે…!” હજું તો આટલું જ બોલ્યો અને એના પિતાશ્રીએ એક જીવન પોલીસી લીધી હતી તેનું યાદ આવ્યુ. એ ઘરના જુના ચોપડાઓ તેમજ ફાઈલો શોધવા લાગ્યો…આમ તેમ કાગળો ફેરવતાં એની નજર સામે એક કાગળ હતો. એ હતી પિતાશ્રીની પોલીસી. એનો ચહેરો આનંદીત હતો.

 

લગ્નનો શુભ દિવસ આવી ગયો. નયનાને શણગારવામાં કોઈ ખોટ ન હતી. લગ્ન મંડપે બધી જ તૈયારી હતી. સૌ સગા-સ્નેહીઓ લગ્ન માટે આવી ગયા હતા. જાન આવી ગઈ અને લગ્ન પણ ધામધોમ થી પૂર્ણ થયા. દીકરી નયનાને શ્યામ અને કંચને આસુંભરી વિદાય આપી. ઘરે થોડો સમય શાંત વાતાવરણ હતું અને એ શાંતીનો ભંગ કરતા નીચેના શબ્દો હતા….”આજે મોટાભાઈ હો તો !” દિલાસો સહિત શ્યામે પ્રથમ શાંત વાતાવરણનો ભંગ કર્યો.

 

“ ભાઈ બીજો કોઈ બેલી નથી” શ્યામે વધુમાં કહ્યું.

 

ત્યારે કંચને ધીરેથી કહ્યું “હું તો કહેતી આવી હતી કે, ભત્રીજા તે ભત્રીજા. ભલે તમો એમને દીકરા માનો પણ દીકરા થતા નથી”

 

શ્યામ હવે જાગ્રુત હતો અને એના દિલમાં એક જુની યાદ ભરી કહાણી રૂપી વિચાર હતો….”સાપ ગયો અને લીસોટા રહી ગયા….”

 

-ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી (યુ.એસ.એ.)

 

 

બે શબ્દો

“સાપ અને લીસોટા ” નામની આ ટુંકી વાર્તા મેં થોડા વર્ષો પહેલા લખી હતી, અને એ એક પ્રજાપતિ માસીક માં પણ પ્રગટ થઈ છે. આ વાર્તા કોઈ હકીકત નથી પણ એક નવલકથા છે. તેમ છતાં, સંસારના અનેક “સયુંક્ત કુટુંબો “માં આવી ઘટના હકીકતરૂપે બને છે અને એવી રીતે બનતી આવી છે.કદાચ, મારા, તમારા, કે અન્ય કોઈના ” અનુભવ ” રૂપે પણ હોય શકે………અસલ, “સયુંક્ત કુટુંબો ” પરીવારીક પાયા રૂપે હતા, જેમાં, “સહનશીલતા ” “વિશ્વાસ ” સાથે ” ઉંડા પ્રેમ “નો સહારો હતો. આજે, સયુંક્ત કુટુંબ તરીકે રહેવું જાણે અશક્ય થઈ ગયું છે. આનું કારણ “જમાનાનું પરિવર્તન” કે પછી, ઘટૅલી “સહન-શક્તિ અને પ્રેમભાવ ” સાથે વધેલો “અવિશ્વાસ “. મોટા પરિવારમાંથી “અનેક નાના પરિવારો ” થાય એ કંઈ ખોટું નથી. કિન્તુ, કુટુંબોના વડીલો, “જુના વિચારો ” છોડી નવા જમાનાનો સ્વીકાર કરે, નાનેરા સાથે આ બાબતે ચર્ચાઓ શરૂં કરે તો  જુદા જુદા ઘરે પ્રેમભાવ ટકી જાય, અને, પરિણામ સારૂં રહે.
આ ટુંકી વાર્તાને તમે આ વિચારે નિહાળો એવા ભાવે પ્રગટ કરી છે…….આ મારા વિચારો છે, તમારા વિચારો જુદા હોય શકે. તમે પ્રતિભાવરૂપે તમારા વિચારો દર્શાવશો ને ? તો જ, ચર્ચા હોય શકે, અને વળી. મારા હૈયે આનંદ થાય. આનંદ આપશોને ?……….ચંદ્રવદન.

February 28, 2009 at 2:46 pm 16 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 78 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 129,576 hits

Disclimer

 

June 2012
M T W T F S S
« May    
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Follow

Get every new post delivered to your Inbox.

Join 78 other followers