ઝરણા -3

       ભક્તિભાવના ઝરણા -3                

  ક્રુષ્ણ કનૈયા ચોર

ચોર, ચોર,આ ક્રુષ્ણ કનૈયો તો ચોર રે ચોર રે,

છુપાયો છે એ તો હૈયે તારા,

                      હૈયું તારુ ખોલ રે ખોલ રે,…(ટેક)

વિત્યું બચપન એનું માખણ ચોરી,

એણે રાખી પ્રેમજળમાં ગોપીયો સૌ ગોરી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

                          ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૧)

મોરલીએ મીઠી મીઠા ગીત વગાડી,

કરી એણે હૈયા ની ચોરી, અતી હેત રે આણી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

                          ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૨)

એની આંખોમાં પ્રીત રહી અતી ન્યારી,

દીલડાં ચોરે, મનડા ચોરે, પણ એ તો લાગે બહુ પ્યારી,

 હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

                          ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૩)

મુખડું એનું મનોહર, કે લોકો એના ગુણલા ગાવા રે લાગે,

ભક્તોના મનડા ચોરી, એ તો સૌને ગાંડા બનાવે,

 હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

                          ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૪)

ચંદ્ર કહે, જે કાંઈ મારા કાનને ભાવે રે ભજશે,

પાયે લાગતા, મારો વ્હાલા, પાપો એના રે હરશે,

                           ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૫)

કાવ્ય રચના

એપ્રિલ ૨૪, ૧૯૯૨

                         આવી હાલત મારી

“પ્રભુ પ્રાર્થના પ્રસાદી” ની પુસ્તિકા આજે આવી,

મારા હૈયામાં એ તો અતી આનંદ લાવી,

                                   અતી આનંદ લાવી !….(ટેક)

પુસ્તિકા ખોલતાં ‘આમુખ’ પ્રથમ મેં વાંચ્યુ,

જે માસીભાઈ ‘કેશવે’ એક કાવ્ય સહીત લખ્યુ,

વાંચી, મારૂ હૈયું ગળગળુ થયુ,

કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

                                     પ્રભુ પ્રાર્થના પ્રસાદી… (૧).

પુસ્તિકા મળે એ પહેલાં વેસ્માથી આવ્યો એક પત્ર,

જેના શબ્દો જગદીશે લખ્યા હતા,

‘કેશવ મામાએ’ ‘આમુખ’ સરસ લખ્યુ એવા એ શબ્દો હતા,

                            કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

                                     પ્રભુ પ્રાર્થના પ્રસાદી…. (૨)

‘આમુખ’ તો મેં વાંચી લીધુ આજે,

એક ભાઈની કલમે લખ્યુ ઘણુ, મારાજ માટે,

એક પલભર માટે હૈયુ મારૂ ગર્વ ચાખે,

 કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

                                     પ્રભુ પ્રાર્થના પ્રસાદી…. (૩)

પુસ્તિકા મેં તો પુર્ણ વાંચી ખરી,

મારાજ કાવ્યો મારી નજરે આવ્યા ફરી,

હવે, ‘પ્રભુભક્તિ’ મેં મારા હૈયે ભરી,

આવી ચંદ્રહાલત જે થઈ, એ જ કંઈ સારૂ થયુ,

એટલુ જરૂર હું તો સૌને કહુ, સૌને કહુ !

                                       પ્રભુ પ્રાર્થના પ્રસાદી…(૪)

કાવ્ય રચના

એપ્રિલ ૨૯, ૧૯૯૨

                                 એક દિપક

એક દિપક પ્રગટાવવો છે; એક દિપક પ્રગટાવવો છે !

પ્રભુનામનો એક દિપક પ્રગટાવવો છે મારે ! …(ટેક)

દિપક પ્રકાશ મળશે મને, દિપક પ્રકાશ મળશે મને,

એક પ્રભુભક્તિનો પ્રકાશ મળશે મને,

                             એક દિપક પ્રગટાવવો… (૧)

એવો પ્રકાશ, જ્યારે મળશે મને, એવો પ્રકાશ, જ્યારે મળશે મને,

અંધકાર દુનિયાનો રહેશે નહી,

                              એક દિપક પ્રગટાવવો… (૨)

રહુ સંસારમાં હું તો ભલે,રહુ સંસારમાં હું તો ભલે,

મોહમાયા આ સંસારની મુજને પકડે નહી,

                              એક દિપક પ્રગટાવવો… (૩)

મારા હ્રદયમાં પ્રેમગંગા વહે, મારા હ્રદયમાં પ્રેમગંગા વહે,

જીવનમાં કર્તવ્યપાલન કરવા મુજને શક્તિ મળે,

                              એક દિપક પ્રગટાવવો… (૪)

મ્રુત્યુ પછી મારૂ શું રે થશે, મ્રુત્યુ પછી મારૂ શું રે થશે

એવા વિચારનો ડર હવે નથી,

                              એક દિપક પ્રગટાવવો…. (૫)

આ છે બ્રહ્મજ્ઞાન એવું જ્ઞાનીઓએ કહ્યું,

આ છે બ્રહ્મજ્ઞાન એવું જ્ઞાનીઓએ કહ્યું,

જે થકી જીવન મારૂ પુર્ણ પ્રકાશીત થયું,

                                એક દિપક પ્રગટાવવો… (૬)

આ સંસારમાં ચંદ્રન્ઉં જીવન વહે,

ભક્તીરસથી ચંદ્ર જને પાવન કરે !

કાવ્ય રચના

મે ૨૬, ૧૯૯૨

                  તું છે એક મારો

એ…જી…વ્હાલા, તું છે એક જ મારો,

તારા વિના આ જગ લાગે ખારો,

                આ જગ લાગે ખારો ! …(ટેક)

સંસારી માયા, બંધનો બાંધે,

સગા સંબંધીઓ, પણ આશાઓ રાખે,

ચંચળમનડું મારૂ, ક્યાં ક્યાં ભાગે, ક્યાં ક્યાં ભાગે,

એ…જી…વ્હાલા અંત સમય જ્યારે આવે…

                           કોઈ નથી સંગાથે,

                           એ…જી…વ્હાલા તું છે… (૧)

વિતી ગઈ છે યુવાની મારી,

સમજ વિનાની છે સાધના મારી,

પ્રભુભક્તિ માટે, છે એક જરૂરત મારી (2)

એ…જી…વ્હાલા, ઘડપણ જ્યારે આવે,

                           કંઈક ભક્તિનું ભાથુ હોય સંગાથે,

                           એ….જી….વ્હાલા તું છે.. (૨)

મોંઘેરો માનવ જન્મ મુજને તે દીધો, ઓ રે હરી,

આવો અવસર ન આવે ફરી રે ફરી,

લેવું મારે પ્રભુ, ધ્યાન તારૂ, હૈયે પ્રેમભરી (2)

એ….જી…વ્હાલા,ચંદ્ર કહે એકજ વાત સહી,

હું તો શરણું સ્વીકાર તારૂ કહેતા હરિ રે હરિ,

                            એ….જી….વ્હાલા તું છે…. (૩)

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

                મારૂ કહ્યું માનો !

અરે, તમે શું રે કરો ? શું રે કરો ?

અભિમાનમાં કેમ તમે ફુલ્યા કરો ફુલ્યા કરો ? ….(ટેક)

ધન-દોલતને છોડો,

સગા-સંબધીઓ ને પણ છોડો,

અરે…ઓ, આ જગની માયામાંતમે ક્યારે પડો ?

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુથી તો ડરો !

                                   અરે તમે શું….. (૧)

મારૂ મારૂ છોડો,

મોહમાયા ને પણ છોડો,

અરે….ઓ, આ જગમાં તમે કંઈક પુન્ય તો કરી લો,

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુજીને તો પકડો,

                                    અરે તમે શું… (૨).

ગુરૂ સેવા જરૂર કરજો,

સંત સેવા પણ કરજો,

અરે…ઓ, આ જગમાં રહી, તમે હરિને કંઈક ભજો,

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુજીને તો પકડો,

                                    અરે તમે શું…. (૩)

ચંદ્ર કહે, મારૂ કહ્યું માની, કંઈક જો કરશો તમે,

તો, અભિમાન તમારૂ ઓગળી જશે,

એટલું જાણી લેજો તમે.

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

                 

                 હરિ નામનો વેપાર

કરૂ હું તો હરિનામનો વેપાર, હરિનામનો વેપાર…(ટેક)

હરિનામની દુકાન મારી, એમાં ભર્યા હરિનામનો રે માલ,

હું તો કરુ રાત-દિવસ હરિનામનો વેપાર,

હરિનામની ચીજ રે વેચું, છે નામો એના હજાર,

                                       કરુ હું તો… (૧)

કોઈ કહે રામ જ એને,

કોઈ કહે, ક્રુષ્ણ-કનૈયો જ એને,

ભલે નામો હોય હજાર, હરિ એકજ માર,

                              સૌ કોઈ જાણે એને,

                                       કરું હું તો… (૨)

નથી દુકાને હીરા માણેક કે મોતી,

નથી દુકાને ઝવેરાત કે સોના-રૂપા ચાંદી,

ભલે, ચીજો હોય હજાર,મેં તો હરિનામની ચીજ રે વેચી

                                        કરુ હું તો…. (૩)

ચંદ્ર કહે, તમે વેપાર કરતા કરતા, ભજી લ્યોને શ્રીહરિ,

જો જો આવો અવસર ચુકશો, એના આવે ફરી ફરી,

                                          કરું હું તો…. (૪)

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

                  

                   ચેતીને ચાલો !

ચેતીને ચાલો સંસારમાં,

પલભરમાં તેડુ રે આવશે,

માનવી, પડ્યો તું શું વિચારમાં ?….(ટેક)

કાગળની નાવડી છે આ કાયા રે તારી,

પાપો થકી એ તો થઈ છે ભારી,

પલભરમાં ડુબશે આ કાયા તારી,

કેમ થાશે ભવપાર આ નૈયા તારી ?

                             ચેતીને ચાલો… (૧)

શીલ-સંતોષના તમે બખ્તર રે પહેરજો,

અને, કામ-ક્રોધ તમે છોડી રે દેજો,

પલભરમાં તરસે આ કાયા તારી,

ભવપાર કરવા માટે, આ રહી એક ચાવી,

                              ચેતીને ચાલો…. (૨)

ચંદ્ર કહે, હરિનામમના હલેસા મારી તું નૈયા હંકારજે,

પલભરમાં પ્રભુજી મારા, તને ભવપાર રે ઉતારશે

કાવ્ય રચના

મે ૨૮, ૧૯૯૨

                    જપો જલારામ

જપો જલારામ, જપો જલારામ,

અરે, તમે જપો જલારામ, જપો જલારામ,

એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

તમો વહેલી સવારે જપજો એને,

તમો રાત્રીએ પણ ના ભુલશો એને,

અરે, તમો હરદિન જપો જલારામ, જપો જલારામ

એ નામ સિવાય મારે બીજું કાંઈ ના કામ,

      અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

                                    જપો જલારામ… (૧)

તમો મુખેથી ભજશો એને,

તમો હૈયે પણ રાખજો એને,

અરે, તન-મનથી જપો જલારામ, જપો જલારામ,

      અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

                                     જપો જલારામ… (૨)

તમો કહેજો બાપા એને,

તમે કહેજો જલીયો એને,

અરે, તમો ભાવથી જપો જલારામ, જપો જલારામ

       અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

                                     જપો જલારામ…  (૩)

ચંદ્ર કહે, જેના અંતરમા જલારામ વસે,

પરચો બતાવી, જલો મારો સંકટ એના દુર કરે !

                                      જપો જલારામ… (૪)

કાવ્ય રચના

જુન ૬, ૧૯૯૨

             જય બજરંગબલીની આરતી

જય બજરંગબલી, જય બજરંગબલી,

ઓ ભક્તજનોના દેવા,

પ્રેમભરી આ આરતી હમારી-(2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

                    જય બજરંગબલી….. (૧)

પવનપુત્ર આપ કહેવાય,

રામના આપ રખવાયા,

દયા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

                    જય બજરંગબલી…. (૨)

આપ જ સીતામૈયાના રૂદન હરનારા,

આપ જ યુધ્ધમેં લક્ષ્મણજી ને પ્રાણ દેનારા,

દયા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

                    જય બજરંગબલી…. (૩)

રામ વસે તુજ હૈયે મે,

તું તો રહે મુજ હૈયે મે,

ક્રુપા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

                    જય બજરંગબલી…. (૪)

પ્રેમથી ચંદ્ર વિનવે તમોને, ઓ હનુમંત દેવા,

ક્રુપા કરી, સ્વીકારી લેજો આ આરતી હમારી,

ઓ હનુમંતદેવા.

                      જય બજરંગબલી…. (૫)

કાવ્ય રચના

જુન ૬, ૧૯૯૨

                 નસીબે લખ્યુ એવુ ?

નસીબે લખ્યુ એવું કે મારે રમા ઘરે રાત રહેવું…(ટેક)

નીતા ની પાર્ટી દિનેશબાઈને ઘરે મુજને લાવે,

પાર્ટી બાદ ઘરે પાછા જવા આશાઓ મુજ હૈયે આવે,

કિંન્તુ નથી જાણતો વિધાતાએ કાલ માટે શું રે લખ્યુ ?

                                      નસીબે લખ્યુ… (૧)

નિર્ણય કર્યો કે રમાઘરે રાત્રી ને જાઉં

                             મુજ ઘરે વહેલી સવારે,

ખબર ન હતી કે ધરતીકંપ જગાડશે,

                             મુજને વહેલી સવારે,

શું વિધાતાએ મારા જીવનમાં લખ્યુ હશે એવું ?

                                       નસીબે લખ્યુ… (૨)

કરતા સવારે નાસતો, મીઠી પ્રભુધૂન મે તો સાંભળી,

હૈયુ પાવન કરવા, જાણે તક મુજને મળી,

સમજાતું નથી, પ્રભુએ કે વિધાતાએ આવું લખ્યુ,

                                       નસીબે લખ્યુ…. (૩)

“નસીબમાં જે હશે તે થશે” એવા સુત્રે આશાઓ

                             મત બાંધ ઓ માનવી,

ચંદ્ર કહે, લઈ પ્રભુનામ, જીવન સફર કરીલે,

                                          ઓ માનવી,

                                          નસીબે લખ્યુ…. (૪)

કાવ્ય રચના

જુન ૨૮, ૧૯૯૨

                

                    કર હરિનામનો વેપાર

કર હરિનામનો વેપાર, ખોટો છે આ જગ વેપાર

કર હરિનામનો વેપાર, કર હરિનામનો વેપાર….(ટેક)

વસ્તુ ખરીદી માટે, પૈસા જગ તો માંગે,

પ્રભુનામ કાજે દામ કાંઈનના લાગે,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

                        કર હરિનામનો વેપાર…. (૧)

જગમાં ચીજો વેચી રહે ઓછુ તુજ સંગે,

પ્રભુનામ વેપારે, ના કંઈ ઓછુ ને રહે ઘણું તુજ સંગે,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

                        કર હરિનામનો વેપાર…. (૨)

જગમાં વેપાર કરતા, તું કરશે પાપો અનેક,

હરિનામના વેપાર, તું કરશે પુન્યો અનેક,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

                        કર હરિનામનો વેપાર…. (૩)

ચંદ્ર કહે, કરી હરિનામ નો વેપાર,

તરી જાને ભવપાર તું મનવા !

                        કર હરિનામનો વેપાર…. (૪)

કાવ્ય રચના: જુલાઈ ૩, ૧૯૯૨

                   

               વ્રુંદાવનમા મોરલીઓ નાચે

વ્રુંદાવનમાં મોરલીઓ નાચે રે, નાચે રે….(ટેક)

બંસી મધુરી કાનો વગાડે,

બંસી સુરે એતો વનડું જગાડે,

અરે…બંસી સુરે ઢેલ ઘેલી બને, ઘેલી બને,

એ ઢેલ દેખી,

              મોરલીયા નાચે રે નાચે,

                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૧)

રાસ રમવા કાનો આવે,

ગોપીઓ સંગે એતો રાસ રમે,

અરે…રાસ દેખી ઢેલ ઘેલી બને, ઘેલી બને,

એ ઢેલ દેખી,

              મોરલીયા નાચે રે નાચે,

                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૨)

વ્રુંદાવનમાં કાનાને રાધા મળે,

વ્રુંદાવનમાં મોરલીને ઢેલ મળે,

એ દ્ર્શ્ય દેખી, ચંદ્ર ઘેલો બને, ઘેલો બને,

                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૩)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૨

                    ગોવિંદ ગુણલા ગાવુ

ગોવિંદ ગુણલા ગાવું, ગોવિંદ ગુણલા ગાવુ,

હું તો ગોવિંદ ગુણલા ગાવુ - (2) ….(ટેક)

અરે, વ્હેલી સવારે,

સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ - (2) …. (૧)

અરે…દિવસે,

કામ જ કરતા, ગોવિંદ ગુણલા ગાવું,

હું તો ગોવિંદ ગુણલા ગાવુ - (2) … (૨)

અરે… સાંજે,

સુતા પહેલાં, ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ - (2) …. (૩)

અરે રાત્રીએ,

નિંદરમાં ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ - (2) …. (૪)

રાત-દિવસ ચંદ્ર તો ગોવિંદ ગુણલા ગાસે,

ગોવિંદ ગુણલા ગાતા જીવન એનું પુરૂ થાશે,

ગોવિંદ ગુણલા ગાવું - (2)…. (૫)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૨

  

             

              આંબા ડાળે કોયલ

આબા ડાળે કોયલ બેસી,

રટે રામનું નામ રટે રામનું નામ…(ટેક)

વહેલી સવારે એ કોયલડીનું ‘કુહુકુહુ’ છે અતી મીઠુ,

એના હર શબ્દોમાં ચાખ્યુ રામનામ રે મીઠુ,

એ…જી ભલે, કોયલડીના દેખાણી,

મેં તો સુણી એક રામજપનની વાણી,

                    આબાં ડાળે…. (૧)

સુર્યપ્રકાશે કોયલડી તો કાળી કાળી લાગે,

જાણે પ્રભુભક્તિમાં, એતો પ્યારી પ્યારી લાગે,

એ…જી ભલે, કોયલડી છે કાળી રંગે,

મેં તો જોયા રામજી એની સંગે,

                    આંબા ડાળે…..(૨)

રાત્રીએ ના દેખી શકુ એ કોયલડી પ્યારી પ્યારી,

મીઠા સુરોમાં ફરી રામનામ સંભળાવે,

એ કોયલડી પ્યારી પ્યારી,

એ…જી કોયલડી ના દેખાણી,

મેં તો રામધૂન મુજ હૈયે રે આણી,

                     આંબા ડાલે…. (૩)

હવે કોયલ સુરો તો ચંદ્ર કાને ગુંજી રહે,

ઔર, રામનામધૂન મેં જીવન એનુ વહે !

કાવ્ય રચના

જુલાઈ ૧૩, ૧૯૯૨

              અપૂર્ણ આત્મા મારો

અપૂર્ણ આત્મા છે મારો કેવો,

સ્વીકારજે તું મુજને, જેવો હું છુ તેવો !

પ્રભુજી, આ છે પ્રાર્થના મારી, પ્રાર્થના મારી…(ટેક)

ગ્રહસ્થ જીવન જીવવુ છે મારે,

વળી, બ્રહ્મચારી પણ થાવુ છે મારે,

સાચો બ્રહ્મચારી તો દીલનો રહ્યો…

એવો બ્રહ્મચારી થાવું છે મારે,

                                અપૂર્ણ આત્મા… (૧)

સંસારમા રહેવુ છે મારે,

વળી, સંન્યાસી પણ થાવુ છે મારે,

સાચો સંન્યાસી તો દીલનો રહ્યો…

એવો સંન્યાસી થાવું છે મારે,

                                અપૂર્ણ  આત્મા… (૨)

કર્મ કંઈક કરવુ છે મારે,

વણી, યોગી પણ થાવુ છે મારે,

સાચો યોગી તો દીલનો રહ્યો…

એવો યોગી થાવું છે મારે,

                                અપૂર્ણ આત્મા…  (૩)

માનવસેવા કરવી છે મારે,

વણી, પ્રભુભક્ત પણ થાવુ છે મારે,

સાચો પ્રભુભક્ત તો દીલનો રહ્યો…

એવો પ્રભુભક્ત થાવુ છે મારે,

                                અપૂર્ણ આત્મા…  (૪)

બે કર જોડી, ચંદ્ર હવે વિનંતી કરે તમોને,

દીલડું ખોલી, સ્વીકારજે પ્રાર્થના પ્રભુજી,

બીજુ શું કહુ તમોને ?

કાવ્ય રચના

જુલાઇ ૧૮,૧૯૯૨

               

                 

              પ્રભુ ભજન કર !

પ્રભુભજન કર, પ્રભુભજન કર,

મોહમાયા છોડી દઈને, તું ભજન કર,

   તું ભજન કર ઓ ઓ માનવી…(ટેક)

મોટા મોટા મહેલો દેખી,

નાનીસી  ઝુપડીને, તું ભુલીશ ના, તું ભુલીશ ના,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

                   પ્રભુજી ભજન કર…. (૧)

હીરા માણેક મોતી છોડી,

ધરતી માતાને, તું ભુલીશ ના, તું ભુલીશ ના

અરે, તું ભજન કર ! તું ભજન કર !

                   પ્રભુજી ભજન કર….(૨)

સંસારી સગપણ નો પ્રેમજ આખી,

પ્રભુજી ને તું ભુલીશના, તું ભુલીશ ના,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

                   પ્રભુજી ભજન કર….(૩)

જલા ગુરૂ પ્રતાપે ચંદ્ર કહે, સાંભળજે તું મુજ વાણી,

પ્રભુ ભજન વગર આ જીવન છે ધૂરધાળી,

 અરે, તું ભજન કર ! તું ભજન કર !

                   પ્રભુજી ભજન કર…. (૪)

કાવ્ય રચના

જુલાઇ ૧૮,૧૯૯૨

       

            જપ, જપ, જપો રામનું નામ

જપ, જપ, જપો રામનુ નામ,

રામનામ લેકર, કર તું ભવસાગર રે પાર,

જપો રામનું નામ જપો રામનું નામ…(ટેક)

તેં કાશી દેખી, મથુરા દેખી,

જોયા તિરથો અનેક,

તિર્થયાત્રા કી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

                   જપ, જપ જપો… (૧)

તું ઉંચે ઉંચે મંદિર દેખે,

દેખી મુર્તિયો અનેક,

પ્રભુભજનકી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

                   જપ, જપ જપો… (૨)

તું સાધુ દેખે, સંતો દેખે,

દેખે ભક્તજનો અનેક,

સબસે પ્રેમ સગાઈકી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

                   જપ, જપ જપો… (૩)

સમજ ન પાયે તું પાપ કરે કે પુન્ય કરે,

તું કરે છે કર્મો અનેક,

કર્તવ્ય-પાલન કી છે એક આશા તારી

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

                   જપ, જપ જપો… (૪)

ચંદ્ર તો રામજપ કર્મ મેં ખોયો ખોયો,

પ્રભુ, તેરે દર્શન કે લીએ અતી રોયો

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

                         પ્રભુજી મુજને ના સતાવો

પ્રભુજી મુજને ના સતાવો,

હવે, તો સહારે તમે આવો,

પ્રભુજી, નારે સતાવો, નારે સતાવો…(ટેક)

મારા અંગે વસ્ત્રો છે અતી મેલા,

ભરી સભામાં દ્રૌપદીને વસ્ત્રો આપી સહાય કરી તમે કેવી !

પ્રભુજી આજ આવીને વસ્ત્ર મુજને પહેરાવો !

               પ્રભુજી મુજને ના સતાવો…. (૧)

મેં તો મીઠાઈ મેવા રે ખાધા,

વિદુરજી ની ભાજી ખાઈ ક્રુપા કરી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને ભોજન કરાવો !

           પ્રભુજી મુજને ના સતાવો…. (૨)

મેં તો દવા પરેજી ઘણી કીધી,

ઝેર પીતી મીરાબાઈને ઉગારી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને અમ્રુત મુજને પીવડાવો !

             પ્રભુજી મુજને ના સતાવો… (૩)

મેં તો માનવ રૂપે ભોલો અનેક કીધી,

યુધ્ધમાં અર્જુનજીને જ્ઞાનભરી ગીતા દેધી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને જ્ઞાન એવું મુજને આપો !

              પ્રભુજી મુજને ના સતાવો…. (૪)

ચંદ્ર તો નર રૂપે છે દાસ તમારો,

પ્રભુજી, નારાયણ રૂપે તમે એને ઉગારો.

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

              રામમાં વિષ્ણુ દર્શન

પ્રભુજી એ દર્શન દીધા, પ્રભુજી એ દર્શન દીધા,

અરે ભાઈ, પ્રભુજી એ મુજને દર્શન દીધા…(ટેક)

મુજ હૈયામાં હતી એક છબી તમારી,

મેં તો એક મનોહર મુખડુ રે જોયુ,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન…. (૧)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો માથે મુગટ સોહામણો રે જોયો,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન…. (૨)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો હાથમાં ધનુષ રૂપાળુ રે જોયુ,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન…. (૩)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો કાને કુંડળ સોનેરી જોયા,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન…. (૪)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો ગળે પુષ્પમાળા રે જોઈ,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન… (૫).

ચંદ્ર તો નિત્ય આવુ દર્શન કરતો રહે,

અને, વિષ્ણુસ્વરૂપે પ્રભુજી નિહાળી વંદન કરતો રહે.

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

              

         ઓ રે, પ્રભુજી, તમને શું રે કહુ ?

ઓ રે, પ્રભુજી, ઓ રે પ્રભુજી, તમને શું રે કહુ ?

હું તો એક વિનંતી કરૂ, હું તો એક વિનંતી કરૂ (ટેક)

પ્રભુજી, ગર્વ અભિમાન હમારા હરો

દયા-પ્રેમ હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

                                  ઓ રે પ્રભુજી… (૧)

પ્રભુજી, સ્વાર્થ-લાલચ હમારી હરો,

ભક્તિ ભાવ હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

                                  ઓ રે પ્રભુજી… (૨)

પ્રભુજી, આ સંસારમાં મોહ-માયા હરો,

એક છબી તમારી હમ હૈયે ભરો,

 આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

                                  ઓ રે પ્રભુજી… (૩)

                           પ્રભુજી, માંગ્યુ તેવુ તે હમ હૈયે ભર્યુ,

                           હવે ” હું પણ” હમારૂ નથી રહ્યુ,

                          આવા નવલા પ્રકાશે ચંદ્ર-જીવન વહે,

                          પ્રભુજી સંગે રહી એ બીજુ કોઈ ના કહે.

  કાવ્ય રચના

  જુલાઇ ૨૧ ,૧૯૯૨

                 

             ભુલો ઘણી છે મારી

ભુલો ઘણી છે મારી,

પ્રભુજી, આ જીવનમાં ભુલો ઘણી છે મારી…(ટેક)

કંઈક ખોટુ મેં જોયુ,

એ ખોટુ જોવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૧)

કંઈક ખોટુ મેં સાંભળ્યુ,

એ ખોટુ સાંભળવાની ભુલ છે મારી

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૨)

કંઈક ખોટુ મેં ખાધુ-પીધુ,

એ ખોટુ ખાવા-પીવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૩)

કંઈક ખોટુ મેં કામ કર્યુ,

એ ખોટુ કામ કર્યાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૪)

કંઈક ખોટુ મેં પક્ડ્યુ,

એ ખોટુ પકડવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૫)

કંઈક ખોટુ મેં સ્વપને લાવ્યુ,

એ ખોટુ સ્વપને લાવવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                             ભુલો ઘણી છે…  (૬)

ચંદ્ર કહે, જલાગુરૂ પ્રતાપે, સાંભળજો મેરે ભાઈ,

હરિ ગોદ અપનાવી મેં તો જીવન નૈયા ચલાવી !

કાવ્ય રચના

જુલાઇ ૨૩, ૧૯૯૨

            

             પ્રભુજી, એક જ તું છે સહારો

પ્રભુજી, એક જ તું છે સહારો,

કોઈ નથી રે સાથી જગમાં મારો…(ટેક)

પિતાજી મુજને છોડે,બધુ મુજ પર છોડે,

જ્યારે મમતાની છાયામાં હું છુપાયો,

તો, મમતા છોડે છે મુજને,

હવે, મમતા વિના હું ખોવાયો, પ્રભુજી એકજ… (૧)

સંસારી થાતા મુજને પત્ની મળી,

પ્રાણથી વ્હાલી એને મેં તો કરી,

જીવન મારૂ પુર્ણ મારી પત્ની કરે,

જ્યારે પત્નીની છાયામાં હું છુપાયો,

તો, સમજાયુ કે પત્ની પૂર્ણતાથી ના જાણે મુજને,

હવે, પત્ની સાથ વિના હું ખોવાયો,

                                 પ્રભુજી એકજ… (૨)

પુત્રીઓ ચાર છે મારી,

સૌ હૈયે છે ઘણી વ્હાલી,

જીવન મારૂ એ સૌમાં વહે,

જ્યારે સંતાનોની પૂંજીમાં હું છુપાયો…

તો, સંતાનોના અભિપ્રાય શુ રે હશે,

એ ના સમજાયો મુજને

હવે ફરી આ જીવનમાં હું ખોવાયો,

                                  પ્રભુજી એકજ… (૩)

ચંદ્ર તો એક માનવ સ્વરૂપે જગમાં રહે,

પ્રભુ ભક્તિમાં એનુ જીવન વહે,

જ્યારે પ્રભુછાયામાં એ છુપાયો…

તો મળ્યો સહારો એને મોહન ગીરધારીનો,

હવે જગમાં ચંદ્ર નથી ખોવાયો, નથી ખોવાયો

                                     પ્રભુજી એકજ… (૪)

કાવ્ય રચના

સપ્ટેમ્બર ૪, ૧૯૯૨

                  

                 આ જીંદગી નથી તારી

આ જીંદગી નથી તારી, નથી તારી,

“મારૂ મારૂ” કહી જીદ કરે છે શાની, કરે છે શાની ?

ના આવે કોઈ સાથમાં…

જાણી આવુ, ના રહેજે તું ગુમાનમાં…(ટેક)

અરે, ઓ દેહ રૂપ કેરૂ અભિમાન શાને કરે ?

પલભરમાં પ્રાણ તારો રે જાશે,

કાયા તારી અહીં રે રહી જાશે,

એ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

                        આ જીંદગી નથી….(૧)

અરે, ઓ…ધન દોલતનો લોભ શાને કરે ?

ઉંચા ઉંચા મહેલો તુટી રે જાશે,

પૈસો-ઝવેરાત તારૂ અહી રે રહી જાશે,

એ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

                        આ જીંદગી નથી…. (૨)

અરે, ઓ… સંસારનો મોહ શાને કરે ?

સગા સ્નેહીઓ જેને તું રે કહે,

સૌ તો અહીં રે રહી જાશે,

એઓ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

                         આ જીંદગી નથી… (૩)

અરે, ઓ…ચંદ્ર કહે પ્રભુ ભક્તિ શાને ભુલે ?

ભક્તિ કરતાં કંઈક પુન્ય જો થાશે,

એજ આવશે સાથમાં,

બસ, એટલુ રાખજે તું ધ્યાનમાં

                          આ જીંદગી નથી…. (૪)

કાવ્ય રચના

સપ્ટેમ્બર ૭, ૧૯૯૨

                મારા હ્રદયની વાત

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?

મનડું ગુંચવાય છે,

હૈયુ મુંજાય છે,

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૧)

કોઈને કહીશ તો કહેશે સ્વાર્થ છે મારો

મનડુ હવે મુજાય છે,

હૈયુ હવે ગભરાય છે

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૨)

વાત મારા હ્રદયમાં રાખી મુકીશ તો,

કાંઈ અર્થ નથી, કાંઈ અર્થ નથી,

મનડુ હવે ખીજાય છે,

હૈયુ હવે રીસાય છે,

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૩)

મારા હ્રદયની વાત પ્રભુને કહુ એવો વિચાર આવે,

મનડુ હવે મલકાય છે,

હૈયુ હવે હરખાય છે,

ચંદ્ર કહે, હ્રદયની વાત પ્રભુને કરતા,

જીવનનો ભાર દુર થાય છે,દુર થાય છે

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૨,૧૯૯૨

            ક્યાં છે પ્રભુ તું ?

ક્યાં છે, ક્યાં છે ? ક્યાં છે, પ્રભુ તું ?

શોધી રહ્યો, શોધી રહ્યો પ્રભુજી તને હું…(ટેક)

કોઈ કહે સ્વર્ગમાં તું તો રહે,

કોઈ કહે ત્રિલોકમાં તું તો રહે,

સ્વર્ગ કે ત્રિલોકની ખબર નથી મુજને,

છતાં, તારી જ જરૂરત છે મુજને,

                      ક્યાં છે, ક્યાં છે ?… (૧)

કોઈ કહે આકાશમાં તું તો રહે,

કોઈ કહે પ્રુથ્વી પર તું તો રહે,

આકાશ ને પ્રુથ્વીનું ભલે હું જાણુ,

છતાં, શોધવુ તને એટલુ જ હું જાણુ,

                      ક્યાં છે, ક્યાં છે ?…. (૨)

કોઈ કહે તીર્થધામે તું તો રહે,

કોઈ કહે મંદિરે તું તો રહે,

તિર્થધામો અને મંદિરો મેં જોયા અનેક,

છતાં, હજુ પણ શોધી રહ્યો તને એક,

                      ક્યાં છે, ક્યાં છે ?… (૩)

કોઈ કહે સર્વ જીવોમાં તું તો રહે,

કોઈ કહે આત્મા રૂપે દેહમાં તું તો રહે,

આવી જ્ઞાન જ્યોત દ્વારા ચંદ્રની આંખો ખુલે,

હવે તો, મારા જ આત્મામાં તું તો મુજને મળે !

                       ક્યાં છે, ક્યાં છે ?… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૪, ૧૯૯૨

         

      આ છે જીવનનૈયા મારી

આ છે જીવનનૈયા મારી,

એતો રામનામ સહારે રે ચાલી….(ટેક)

મુજ જીવનમાં મુજવણો ઘણી આવે,

હૈયે દુ:ખ ઘણું એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

                  આ છે જીવન… (૧)

મુજ જીવનમાં સુખ-સગવડો ઘણી આવે,

હૈયે આનંદ ઘણો એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

                  આ છે જીવન… (૨)

મુજ જીવનમાં સગા-સંબધીઓ આવે,

હૈયે કર્તવ્ય-પાલનની ફરજો એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

                  આ છે જીવન… (૩)

                    મુજ જીવનમાં વર્તમાન કાળે કર્મ કરવાની તકો ઘણી આવે

હૈયે ભવિષ્યનો ડર એ તો લાવે,

એવા સમયે મારા મુખદે પ્રભુનામ રે આવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

                  આ છે જીવન… (૪)

ચંદ્ર કહે, મોતનો ડર હવે નથી મુજને રહ્યો,

પ્રભુનામ થકી ભવસાગર મેં તો પાર કર્યો.

                   આ છે જીવન… (૫)

કાવ્ય રચના

નવેમ્બર ૧ ૪, ૧૯૯૨

                એક કમળ

પ્રભાતિયું થયુ,

સુર્ય કિરણે એક કમળ ખીલ્યુ.

કમળ સરોવરમાં હતુ,

સુર્ય કિરણે એ હસતું હતુ.

લીલા બે પાન વચ્ચે કમળ હતુ,

સુર્ય કિરણે એ ગુલાબી હતુ.

સરોવરમાં કમળ મહેકી રહ્યું,

સુર્ય કિરણે કમળ શોભી રહ્યુ.

ઉડી ગુંજી, એક ભમરો કમળ પર બેઠો,

સુર્ય કિરણે એ વ્હાલથી ચુંબન કરતો રહ્યો,

ભમરો તો કમળ અમીરસ પીતો રહ્યો,

સુર્ય કિરણે કમળ પ્રેમથી ભમરો ખુશી હતો,

ધીરે ધીરે સમય તો વહી ગયો,

સુર્ય કિરણો, છતાં સાંજનો સમય થઈ ગયો.

હવે રાત્રી છતાં, કમળને નીંદ કેવી !

સુર્ય કિરણો ન હતા, છતાં હતી કમળ- જાગ્રુતી કેવી

    

બીજા માટે કમળે બધુ જ અર્પણ કરી દીધુ

કમળ જેવા થાજો, તમે મળશે હરિ,

એટલુ ચંદ્રે કહી દીધુ !

કાવ્ય રચના

નવેમ્બર ૧ ૪, ૧૯૯૨

          પ્રભુ, તારા અને મારામાં ફરક રહ્યો

પ્રભુ, તારા અને મારામાં ફરક છે,

ફરક છે છતાં, પ્રભુ,તારા જેવું થાવુ છે મારે,

આટલુજ સૌને કહેવુ છે મારે……. (ટેક)

પ્રભુ, તું છે હીરલો, અને હું પથ્થર રહ્યો,

એકજ તત્વનાં બન્યા, છતાં, તારા અને મારામાં

                                      ફરક રહ્યો,

હીરલો થાવુ છે મારે,

બસ, આટલુજ સૌને કહેવું છે મારે

                         પ્રભુ તારા…. (૧)

પ્રભુ, તું છે પ્રકાશ, અને હું અંધકાર રહ્યો,

એકજ ઘટના, છતાં, તારા અને મારામાં ફરક રહ્યો,

પ્રકાશ થાવું છે મારે,

બસ, આટલુજ સૌને કહેવું છે મારે

                         પ્રભુ તારા…. (૨)

એક આત્મા રૂપે તું તો મુજમાં છુપાયો,

તારા અને મારામાં હવે ના કાંઈ ફરક રહ્યો,

પરમાત્મા સ્વરૂપે તું તો મુજને મળ્યો,

બસ, આટલુજ સૌને કહી, ચંદ્ર તો હરિ ચરણે પડ્યો,

                          પ્રભુ તારા…. (૩)

કાવ્ય રચના

નવેમ્બર  ૧૯,૧૯૯૨

             

          મારા દીલમાં શું છે ?

મારા દીલમાં શું છે, કોઈ જાણે ખરૂ ?

દીલડામાં રહી જશે, તો હું શું રે કરૂ ?….(ટેક)

કંઈક કહેવા પ્રયત્નો કર્યા,

તો, લોકોએ મુજને પાગલ કર્યો,

                         મારા દીલમાં… (૧)

મૌન જ્યારે હું રહ્યો,

તો, અભિમાની મુજને ગણ્યો,

                         મારા દીલમાં… (૨)

બુમો પાડી હઠીલો બન્યો,

તો, માર મુજને પડ્યો,

                         મારા દીલમાં…(૩)

દીલડું ગુંગળાય ગયુ,

તો, કાવ્ય લખી દીલડું હલકુ કર્યુ,

                         મારા દીલમાં.. (૪)

.

દીલડે હવે ના કંઈ રહ્યુ,

હવે તો, સૌએ ચંદ્રદીલડુ જાણી લીધુ,

                         મારા દીલમાં… (૫)

દીલનો ભાર હલકો થયો,

તો..જીવન અંધકાર પણ દુર થયો,

                         મારા દીલમાં… (૬)

દીલમાં જે રહ્યુ તે બધુ પ્રભુ જાણે,

હવે તો ચિંતા નથી, કોઈ જાણે કે ન જાણે,

                         મારા દીલમાં… (૭)

કાવ્ય રચના

નવેમ્બર  ૧૯,૧૯૯૨

            જીંદગીની સફર

શી ખબર છે, કાલે શું થાશે,

જીંદગીની સફર છે,

શી ખબર છે, ક્યારે એનો અંત આવશે?…(ટેક)

મંઝીલ ઘણી દુર છે,

હજી તો, સફરની શરૂઆત થઈ,

અને, ફક્ત થોડા દિવસોની જીંદગી વહી ગઈ,

                             શી ખબર છે… (૧)

ચિંતાઓ ઘણી મસ્તકે રહી,

જે થકી, સફરનો રસ્તો મળતો નથી,

અને, જીવનમાં સફળતા મળતી નથી,

                              શી ખબર છે…(૨)

હિંમતનો સહારો જો લઈ લીધો,

હવે, કિનારો જરૂર મળશે,

અને હૈયે વિજયનો આનંદ થશે,

                               શી ખબર છે…(૩)

જીંદગી જીવવાની આવી જો મળી ગઈ,

ચંદ્રે વિજય આનંદ પ્રભુને અર્પણ કરી દીધો,

કાલની ચિંતા એને નથી, ભાર જો પ્રભુએ લીધો,

                               શી ખબર છે… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૨૦,૧૯૯૨

                કમુ-શક્તિ

આ સંસારી જીવનમાં જીવનસાથી છે પત્નિ મારી,

આ જીવન સફરમાં એ તો છે શક્તિ મારી,

કાવ્ય લખવામાં પ્રભુ પ્રેરણા જરૂર મળી મુજને,

કિંતુ, એ પ્રેરણા દિપક જલતો રાખવા, પત્નિ કમુ નામે

                             શક્તિ મળી મુજને,

એક એક કાવ્ય લખાણે, જે ચંદ્ર-શક્તિ વહી,

એમાં જરૂર કમુ-શક્તિ હતી, જો આજે આ પુસ્તિકા બની

                                      ડૉ. ચંદ્રવદન

કાવ્ય રચના

ઓક્ટોબર ૧૧, ૨૦૦૦

                    સંપુર્ણ

   

  

  

                     

  

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed