કુસુમબેનને ચંદ્રની અંજલી !
April 18, 2012 at 12:32 am 16 comments
કુસુમબેનને ચંદ્રની અંજલી !
જગતમાં હતા એક નારી, કુસુમબેન નામે,
અર્પણ કરૂં છું આ અંજલી એમને !……………..(ટેક)
જન્મ લેતા, આવે જગતમાં એક જીવ કુસુમબેન નામે,
મળે જેને પતિદેવ વિનોદભાઈ નામે,
કોણે ઘડ્યું એ મિલન, વિધાતા કે પ્રભુએ ?….જ્ગતમાં ….(૧)
ગણ્યા સાસુ-સસરાને માતપિતા, અને પતિ વિનોદના નાનેરાભાઈઓને દીકરા સમાન,
ભરી સંસ્કારો, કર્યા ત્રણ પોત સંતાનોને પણ જગતમાં મહાન,
કોણે અર્પી કર્તવ્ય-પાલનમાં કુસુમને શક્તિ કે ખુશી એવી ?……..જગતમાં…(૨)
જીવનસાથી વિનોદ દુર સાનડીયાગો,કેલીફોર્નીઆમાં જ્યારે,
જઈશ અમેરીકા, સ્વપના એવા હૈયે રાખી,જાય કુસુમ પ્રભુધામે ત્યારે,
કોણે ધાર્યુ કે ખુશીદાતાર પ્રભુ જ બોલાવે એને આવી ઘડીએ ?……..જગતમાં……(૩)
૧૪મી એપ્રિલનો દિવસ હતો એ ૧૯૯૨ની સાલે,
વિનોદ વ્હાલી કુસુમ પ્રભુધામે, અને વિનોદ દુર શાને ?
કોણે કરી કરૂણ અંતિમ વિદાય એવી ?….જગતમાં…….(૪)
“મરણ સ્મરણ “નું ચિંતન વિનોદ જગમાં રહી કરે,
લેણ દેણ ના કુસુમ સબંધો એની નજરે પડે,
અને, ચંદ્ર કહે, બધી જ ઘટનાઓ પ્રભુ-ઈચ્છારૂપે સ્વીકારવી પડે !…જગતમાં..(૫)
કાવ્ય રચના તારીખઃ એપ્રિલ,૧૫,૨૦૧૨ ચંદ્રવદન
બે શબ્દો…
તારીખ ૧૪મી એપ્રિલ ૨૦૧૨ એટલે વિનોદભાઈ પટેલના પત્ની કુસુમબેન પ્રભુધામે ગયાને ૨૦ વર્ષ થયા…..કારણ કે ૧૪મી એપ્રિલ,૧૯૯૨માં અચાનક કુસુમબેન ગુજરાતમાં સ્વર્ગવાસ થયા હતા.
એ દિવસે, વિનોદભાઈ એમના બ્લોગ “વિનોદ વિહાર”માં કુસુમબેનની યાદમાં એક પોસ્ટ પ્રગટ કરી, કુસુમબેનને “અંજલી” અર્પણ કરી હતી.
હું એમના બ્લોગ પર જઈ, એ પોસ્ટ વાંચી, દીલગીરી અનુભવી હતી.
એ પોસ્ટ નિહાળ્યા બાદ, મારા મનમાં જે વિચારો આવ્યા એ આધારીત મે એક રચના કરી.
કુસુમબેનને ચંદ્રની અંજલી !….એ જ મારી રચના !
આજે મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એ પોસ્ટરૂપે પ્રગટ કરતા, મારા હૈયે એક “અનોખો” સંતોષ છે…..કુસુમબેન તો વિનોદભાઈના હ્રદયમાં છે…એમની યાદમાં કુસુમબેન આ જગતમાં અમર છે !
આ પોસ્ટરૂપી “ચંદ્ર-અંજલી” જે કોઈ વાંચે તે એમના આત્મા માટે પ્રાર્થનાઓ કરે…બસ એટલી જ આશા છે !
અહી પ્રગટ કરેલો કુસુમબેનનો ફોટો વિનોદભાઈના બ્લોગ પરથી જ લીધો છે.
વિનોદભાઈએ જે પોસ્ટ પ્રગટ કરેલી તે વાંચવી હોય તો એની “લીન્ક” નીચે મુજબ છે>>>>>
મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ સ્મરણાંજલિ
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Many of you must have read about KUSUMBEN PATEL ( Wife of Vinodbhai Patel of “Vinod Vihar) as a Post published by Vinodbhai on his Blog.She met an untimely death in 1992 in Gujarat on 14th April 1992.
This Post is my personal “Anjali” to Kusumben.
Let her Soul rest in Peace.
Dr. Chandravadan Mistry
Entry filed under: કાવ્યો. Tags: .


1.
pragnaju | April 18, 2012 at 1:11 am
અમારી શ્રધ્ધાંજલી
2.
સુરેશ | April 18, 2012 at 1:33 am
કુસુમ ગયું
સુવાસ રહી સદા
વિનોદ કરો.
——————-
કુસુમબેનને અમારી શ્રદ્ધાંજલિ.
3.
dhavalrajgeera | April 18, 2012 at 2:22 am
કુસુમબેનને અમારી શ્રદ્ધાંજલિ.
4.
pravina Avinash | April 18, 2012 at 2:30 am
અમારી શ્રધ્ધાંજલી
5.
Harnish Jani | April 18, 2012 at 2:34 am
આપના જેવા મિત્ર વિનોદભાઈને મળે – એથી વિશેષ શું જોઈએ. આપ બન્નેને ધન્યવાદ અને કુસુમજીને અમારી શ્ર્ધ્ધાન્જલિ.
6.
Bhagwandas | April 18, 2012 at 10:03 am
તમારા શબ્દો માં ‘બધીજ ઘટના પ્રભુ ઈચ્છા તરીકે સ્વીકારીએ’ તોજ આ માયારૂપી જીવનમાં આનંદથી
રહી શકીએ
કુસુમબહેન ને અમારી શ્રધાંજલિ .
7.
ishvarlal Mistry | April 18, 2012 at 5:05 pm
Very sorry to hear untimely sudden death of Kusumben,Our sympathy to departed soul, may God give the family strength to go through the loss.20 yrs has gone but memory still stays. Very nice post Chandravadanbhai.
Ishvarbhai.
8.
nabhakashdeep | April 18, 2012 at 6:41 pm
આપનું હૃદય સંવેદનાઓ ઝીલી , જે ભાવથી શ્રધ્ધાંજલિ અર્પે છે, એ યાદગાર
બની સૌને સ્પર્શી જાય છે. કુસુમબેનને અક્ષરધામે પરમ શાન્તિ મળે એવી
પ્રાર્થના. શ્રી વિનોદભાઈ અને કુટુમ્બીજનોને ન પૂરાય એવી ખોટને સહન
કરવાની શક્તિ પ્રભુ અર્પે .
રમેશ પટેલ(આકાશદીપ)
9.
Vinod R. Patel | April 19, 2012 at 12:31 am
શ્રી ચન્દ્રવદનભાઈ,
મારા સ્વ.ધર્મ પત્ની કુસુમને આપે તમારા બ્લોગમાં જે શબ્દોમાં શ્રધાંજલિ અર્પી
તમોએ મારા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો એના માટે આપનો ક્યા શબ્દોમાં આભાર
માનવો એ સમજાતું નથી .મારા અંગત જીવનના દુઃખમાં સહભાગી થઈને
તમારો સાચા દિલનો મિત્ર ભાવ વ્યક્ત કર્યો એ બદલ આપનો હૃદયથી આભાર
માનું છું.આ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં જે મિત્રોએ શ્રધાંજલિ વ્યક્ત કરી છે
એ સૌનો પણ આભારી છું.
10.
DR. CHANDRAVADAN MISTRY | April 19, 2012 at 2:42 pm
વિનોદભાઈ,
તમે મારા બ્લોગ પર આવી, આ પોસ્ટ વાંચી અને “બે શબ્દો” લખ્યા તે વાંચી ખુશી.
કુસુમબેનની યાદ તો તમોને હંમેશા આવશે….એવી યાદ સમયે કે અન્ય ઘડીએ આ મિત્રને યાદ કરી, જરૂરતે બોલાવશો…..>>>ચંદ્રવદન્
11.
ગોવીંદ મારુ | April 19, 2012 at 2:40 am
અમારી ભાવપુર્વક શ્રદ્ધાન્જલી…
–મણી અને ગોવીન્દ મારુ
12.
DR. CHANDRAVADAN MISTRY | April 19, 2012 at 1:25 pm
This was an Email Response to this Post>>>>>
Re: NEW POST…..કુસુમબેનને ચંદ્રની અંજલી !
FROM: Prahladbhai Prajapati
TO: chadravada mistry
Thursday, April 19, 2012 4:38 AM
i prey to god for peace and moksh for her soul
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Thanks, Prahaladbhai !
Chandravadan
13.
DR. CHANDRAVADAN MISTRY | April 19, 2012 at 5:21 pm
This was an Email Response to this Post>>>>>
Re: NEW POST…..કુસુમબેનને ચંદ્રની અંજલી !
FROM: himatlal joshi
TO: chadravada mistry
Thursday, April 19, 2012 9:25 AM
અર્ધી જેવી અવસ્થાએ ઘર ભંગ થવાય એ ઘણું વસમું લાગતું હોય છે .
પણ વિનોદ ભાઈ જેવા સહન શક્તિ વાળા ઓછા હોય છે.
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
THANKS ! Himantbhai (Ataji)
Chandravadan
14.
પરાર્થે સમર્પણ | April 20, 2012 at 6:01 pm
આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ
કુસુમબેનને સુંદર અંજલિ અર્પી છે
,બીજાના દુઃખમાં સહ ભાગી થવું એ જ આપનો ઉમદા સ્વભાવ.
15.
DR. CHANDRAVADAN MISTRY | April 21, 2012 at 11:50 pm
Dear All,
Thanks for reading this Post on Kusumben…..and also “Thanks a Lot” for those who had posted thair Comments.
Chandravadanbhai
…………………………………………………………………………………………………
Here I extend the THANKS from Vinodbhai Patel via the Email I had received as below>>>>>
Re:
FROM:
vinodbhai patel
TO:
chadravada mistry
Saturday, April 21, 2012 3:56 PM
Thank you Chandrvadanbhai for your kindness.
I also thank all other friends who have paid tribute to my late wife Kusumben
and have thus shared in my grief.
Vinodbhai
16.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | April 22, 2012 at 12:53 pm
આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ
કુસુમબેનને સુંદર અંજલિ અર્પી છે.
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.