Archive for December 30, 2011
ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !
ક્રીસમસ આવી, અને ગઈ,
નવા વર્ષનો પેગામ દેતી ગઈ,
હવે આવશે, ૨૦૧૨નુંવર્ષ નવું,
નવા વર્ષે શું કરીશું ? વિચાર્યું ખરૂં ?
કદી ના કરશો નિર્ણયો અનેક,
કરશો ફક્ત નવા વર્ષનો નિર્ણય એક !
સેવા, સત્ય તરફનો જો માર્ગ હશે,
તો, પ્રભુની સહાય જરૂર મળશે !
બસ, ચંદ્ર, વિનંતી આટલી સૌને કરે,
અને, નવા વર્ષે કંઈક “સારૂં” તમે કરે,
બનશે ધન્ય તમ-જીવન આ જગમાં.
જન્મ-મરણના ફેરા ટુંટશે આ જગમાં,
પ્રભૂ સાથે હંમેશા તમે રહો,
ચંદ્ર-હૈયાની ખુશી વિષે કાંઈ ના પૂછો !
કાવ્ય રચના….તારીખ ડીસેમ્બર,૨૫,૨૦૧૧ ચંદ્રવદન.
( આ છે ૨૦૧૧ની ક્રીસમસનો દિવસ)
બે શબ્દો…
આજની પોસ્ટ અચાનક થઈ છે.
કોઈ “આગળ તૈયાર” કરેલી પોસ્ટ પ્રગટ કરવા વિચારી રહ્યો હતો, અને પ્રભુ પ્રેરણાથી, અનેકના “શુભ સંદેશાઓ” બાદ આ રચના શક્ય થઈ.
૨૦૧૨નું નવું વર્ષ સૌને આનંદીત રાખે….સૌની મનોકામનાઓ પુર્ણ થાય, એવી પ્રભુને પ્રાર્થના.
નવા વર્ષે, તમે સૌ “ચંદ્રપૂકાર”પર પધારી ઉત્સાહ રેડશો, એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
The Christmas of 2011 is gone..now the New Year of 2012 will begin.
I take the opportunity to express my “BEST WISHES” for the New Year.
I wish you can make ONLY ONE RESOLUTION for this New Year that leads you to the PATH to the SERVICE to the MANKIND.
If you do that…you are on the Path towards the TRUTH & DIVINITY.
Dr. Chandravadan Mistry.
Recent Comments