Archive for November 29, 2011

ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

Red Rose 1

ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

શ્રી ધીરજલાલ પી. ભૂતને યાદ કરી,
આજે હું તો એક ગુરૂજીને વંદન કરૂં !…..(ટેક)
ફોટા સહીત નામ ધીરજલાલ જાણ્યું આજે,
હશે પ્રભુપ્રરણા એવી કે ચેતનાના બ્લોગે મુજને લાવે,
દર્શન એક સેવાભાવી- માનવના કરતા, વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ…(૧)
ગોડંલ કોલેજના પ્રોફેસરપદે ૩૬ વર્ષ સફર કરનારા,
ઉપલેટા, જુનાગઢ, જેતપુર, ધોવજી અમરેલી રાજકોટ કોલેજે સેવા આપનારા,
એવા મહા ગુરૂજીને વંદન છે મારા !……..શ્રી ધીરજલાલ……….(૨)
“પુજય સર”સ્વરૂપે બિરાજમાન હતા જે, ચેતના હ્રદયે,
જાણી બ્લોગ પર સર એવા, છે આજે  ચંદ્ર હ્રદયે,
એવા્ અનેકના  પ્યારા ગુરૂજીને વંદન છે મારા !…..શ્રી ધીરજલાલ…..(૩)
  જન્મ હોય, એક દિવ્ય આત્માનો જન્મ  ૧૯૪૮ની સાલે,
જે, વતન કોરડા,સાગાણીની યાદ જ્ન્મભુમીરૂપે  લાવે,
એવા શિક્ષણ-પ્રેમી માનવીને વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ….(૪)
આ તો, બીજી નવેમ્બરની ૨૦૧૧ની સાલ રહી,
એ તો, ધીરજલાલની અંતીમ ઘડીની વાત રહી,
એવા સમયે, “શ્રધ્ધાજંલી”રૂપી વંદન છે મારા !……શ્રી ધીરજલાલ……(૫)
કાવ્ય રચના…તારીખ નવેમ્બર,૩,૨૦૧૧ ચંદ્રવદન

બે શબ્દો…

ગુરૂવાર અને નવેમ્બર ૩,૨૦૧૧ના દિવસે ચેતના શાહનો એક ઈમેઈલ વાંચ્યો.
એ દ્વારા એના બ્લોગ પર જવાનું થયું.
એમના “ગુરૂ” યાને જે શિક્ષકએ એમને ભણાવ્યા હતા એમના બીજી નવેમ્બરે થયેલ અવસાન વિષે હતું.
વાંચી દીલગીરી અનુભવી.
અને પ્રભુ પ્રેરણાથી આ રચના એમને “અંજલી” આપવા શક્ય થઈ તે જ પ્રગટ કરી છે.
જે કહેવું હતું એ મેં કાવ્ય દ્વારા કહી દીધું છે.
પ્રભુ એમના આત્માને ચીર શાન્તી બક્ષે એવી પ્રાર્થના.
ધીરજલાલ વિષે તમારે વિગતે જાણવું હોય તો. ચેતનાબેને પ્રગટ કરેલી એમના વિષેની પોસ્ટ  જરૂર વાંચવા વિનંતી, અને એ વાંચવા નીચેની “લીન્ક” ક્લીક કરો>>>
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is as I came to know of a great teacher, DHIRAJLAL P. BHUT, who had died and missed by so many whom he taught, including CHETANA SHAH.
You can read about Dhirajlal if you go the Blog of Chetana by the Link.
I have paid my respects by an ANJALI Kavya.
Hope you come and read this Post.
DR. CHANDRAVADAN MISTRY

November 29, 2011 at 12:53 pm 10 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 78 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 129,576 hits

Disclimer

 

November 2011
M T W T F S S
« Oct   Dec »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Follow

Get every new post delivered to your Inbox.

Join 78 other followers