Archive for November, 2009
આજે તો છે બીજી એનીવરસરી “ચંદ્રપૂકાર”ની !


આજે તો છે બીજી એનીવરસરી “ચંદ્રપૂકાર”ની !
આજે તો છે બીજી એનીવરસરી ચંદ્રપુકારની,
એ તો છે ઘડી અતી આનંદની !……(ટેક )
૨૦૦૭માં નવેમ્બર માસે, તમે પોસ્ટ પ્રથમ રે વાંચી,
ગઈ કાલે , તમે પોસ્ટ ૧૭૫મી રે વાંચી,
પણ……..આજે તો…..(૧)
૨૦૦૭માં પધાર્યા મહેમાનો એક નહી પણ અનેક,
ગઈ કાલે, હતા મહેમાનો ૫૧ હજારથી વિષેશ !
પણ……આજે તો……(૨)
સૌએ પધારી, પ્રતિભાવો પણ આપ્યા અનેક.
ગઈ કાલે, હતા પ્રતિભાવો ૨૧૫૦થી વિષેશ !
પણ …..આજે તો……(૩)
તમ ઉત્સાહે, આ બધું જ શક્ય થયું,
આભાર એનો સૌએ દર્શાવી, આનંદે હું રહું ,
પણ….આજે તો……(૪)
ચંદ્રપૂકારે હવે શું કરીશું એની ખબર નથી,
પ્રભુપ્રેરણાથી “કંઈક થશે” એવી ચંદ્રશ્રધ્ધા રહી,
પણ……આજે તો……(૫)
કાવ્ય રચના તારીખઃનવેમ્બર,૨૨,૨૦૦૯ ચંદ્રવદન
બે શબ્દો…..ચંદ્રપૂકારની બીજી એનીવરસરી
આજે રવિવાર, નવેમ્બર,૨૨,૨૦૦૯ અને માગશર સુદ પાંચમ, ૨૦૬૬….અને, આ તારીખ એટલે “ચંદ્રપૂકાર”નો જન્મદિવસ ! ૨૦૦૭માં આ તારીખે જન્મ થયા બાદ, ૨૦૦૮માં “પ્રથમ એનીવરસરી” ઉજવી હતી.આજે છે “બીજી એનીવરસરી” ! સૌને આ જણાવતા મને ખુબ જ આનંદ થાય છે !
મારી “ચંદ્રપૂકાર”ની સાઈટ શરૂ કરી ત્યારે થયું હતું કે “કોણ પધારશે ? “…….એક પછી અનેકે પધારી, મારા હૈયે ઉત્સાહ રેડ્યો……અને અનેકે “પ્રતિભાવો” આપી મારા હૈયે આનંદ ભર્યો. આજે જે કંઈ સફળતા છે તે માટે તમો સૌનો ફાળો છે ! અને, આજે હું સૌને “આભાર” દર્શાવી રહ્યો છું . આ બધું જ મેં “કંઈક કાવ્ય સ્વરૂપે” કહ્યું છે , અને રચનામાં ભુલો હોય ક્ષમા કરશો ! આ પ્રમાણે, ઉલ્લેખ કર્યો હોવા છતા, જે કંઈ શક્ય થયું તેની વિગતો નીચે મુજબ છે…..>>>>>>>
વિગતો…
(૧) શરૂઆત યાને જન્મદિવસ……નવેમ્બર, ૨૨. ૨૦૦૭
(૨) પ્રથમ એનીવરસરી…….નવેમ્બર, ૨૨, ૨૦૦૮
(૩) બીજી એનીવરસરી…..,નવેમ્બર,૨૨, ૨૦૦૯
( A) “હોમ” પર કુલ્લે પોસ્ટો>>>>૧૭૫
(B) કુલ્લે પધારેલા મહેમાનો>>>>૫૧,૦૦૦થી વધુ
(C) કુલ્લે પ્રતિભાવો>>>>>>૨૧૫૦ & more (Total of 2152 )
(D) ૧૭૫ પોસ્ટોમાંથી સ્વરચિત કાવ્યો>>>>આશરે ૧૧૨
આજના શુભ દિવસે તમે પધારી, તમારા “બેશબ્દો” પ્રતિભાવરૂપે આપશો તો મને આનંદ થશે….અરે, તમે પધારી આ પોસ્ટ વાંચશો તો પણ મારા હયે ખુશી હશે …..અંતે, ફરી ફરી પધારી તમે સૌએ મને જે “ઉત્તેજન” આપ્યું તે માટે મારા હ્રદયના ઉંડાણમાંથી “આભાર” અને એક જ આશાભરી વિનંતી કે ભવિષ્યમાં પણ પધારી મને ઉત્તેજન આપી આનંદ આપશો !>>>>>ચંદ્રવદન
FEW WORDS……
Today it is Sunday, November,22, 2009 and it is the 2ND ANNIVERSARY of my Blog CHANDRAPUKAR….It is a day of the CELEBRATION ….Since this Blog was started so many VISITORS ( Total of 51675) had viewed the Site….& yesterday there were 175 POSTS were published on HOME of this Blog…& today’s Post is 176TH .Of the total visitors, 2152 had posted their COMMENTS for the Posts they liked on HOME and/or Other Sections visited ( like ZARANA(1&2), SWAGAT, TRIVENI SANGAM, JIVAN ZARMAR, PRAJAPATI SAMAJ , TUNKI VARTA & KAVYO Etc = Total of 9 Sections )
Thanks a lot to ALL who had given me the support…..& request you all to continue to visit my Blog in the Future. I extend my “THANKS” to God for his guidance/inspirations !
With Love,
Chandravadan Mistry
2 comments November 22, 2009
સુવિચારો !

સુવિચારો !
પ્રેમલાગણી/અંતરઆત્મા/સતકર્મ/જનકલ્યાણ/માનવતા
****હ્રદયના ઉંડાણમાં જ્યારે પ્રેમ-લાગણીઓ જ્ન્મે ત્યારે, અંતરઆત્માની જ્યોત પ્રગટે છે, અને માનવીને સતકર્મના માર્ગે દોરે છે !
****જ્યારે માનવી સતકર્મના માર્ગે હોય, ત્યારે એ ત્યાગભાવનાથી જનકલ્યાણના કાર્યો તરફ વળે છે !
****જ્યારે માનવી જનકલ્યાણના કાર્યોના પંથે હોય,ત્યારે એવા માનવીમાં માનવતાના દર્શન થાય છે !
****જ્યારે માનવીમાં માનવતા ખીલી હોય, ત્યારે પ્રભુ એનાથી દુર હોય જ ના શકે !
ઉપર મુજબના “ચંદ્રસુવિચારો” પ્રગટ થયા,……..તારીખઃ નવેમ્બર,૮,૨૦૦૯ ચંદ્રવદન
બે શબ્દો…
આજના સુવિચારો સાથે પ્રેમ્લાગણીઓ, અને અંતરઅત્માનો ઉલ્લેખ છે…સાથે, સતકર્મો તેમજ જનકલ્યાણના કાર્યો તરફ જવાની વાત છે…..અને, આવા જ માનવ પરિવર્તનમાં “માનવતા”ના દર્શન થાય છે એવો અંતે ઉલ્લેખ છે……..આવી વિચારધારા સાથે તમે સહમત છો?..કે પછી, તમે કંઈક બીજું જ વિચારો છો ? …..આ પોસ્ટ પ્રગટ કરવાનો હેતુ એટલો જ કે પોસ્ટરૂપી લખાણ બાદ, “કંઈક ચર્ચા” થાય…જે થકી, હું અને તમે સૌ “જ્ઞાનરૂપી ગંગા”માં સ્નાન કરી શકીએ……..તો, તમે તમારા વિચારો લખશોને ?……આવી ચર્ચાઓ દ્વારા આપણે સૌ “પરમ તત્વ” નજીક જઈ શકીએ છીએ !……ચંદ્રવદન
FEW WORDS….
Today it is Monday, and November,16th, 2009…….I am pblishing some “SUVICHAO”…meaning some “PEARLS of WISDOM”…..They deal with Love/Soul/Good Deeds/Service to Mankind/Humanity…..I hope you like ONE or ALL thoughts expressed…each thought is interlinked with the other. Please read this Post…& if you have some different view-point.please DO express your thoughts as your COMMENTS>>>>>CHANDRAVADAN.
17 comments November 16, 2009
ચંદ્રભજનમંજરી (૭)
done

ગોવિંદ ગુણલા ગાવુ
ગોવિંદ ગુણલા ગાવું, ગોવિંદ ગુણલા ગાવુ,
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) ….(ટેક)
અરે, વ્હેલી સવારે,
સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૧)
અરે…દિવસે,
કામ જ કરતા, ગોવિંદ ગુણલા ગાવું,
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) … (૨)
અરે… સાંજે,
સુતા પહેલાં, ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૩)
અરે રાત્રીએ,
નિંદરમાં ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૪)
રાત-દિવસ ચંદ્ર તો ગોવિંદ ગુણલા ગાસે,
ગોવિંદ ગુણલા ગાતા જીવન એનું પુરૂ થાશે,
ગોવિંદ ગુણલા ગાવું – (2)…. (૫)
કાવ્ય રચના
જુલાઈ ૫,૧૯૯૨
ચંદ્રભજનમંજરી (૭)
આજે તમે ઘણા જ લાંબા સમય બાદ, “ચંદ્રભજન મંજરી”ની વીસીડીની એક બીજી રચના ” ગોવિંદ ગુણલા ગાવું ” સાંભળી રહ્યા છો…..આશા એટલી જ કે તમોને એ ગમે……અને જો ગમે તો તમે તમારા વિચારો “પ્રતિભાવ”રૂપે જરૂરથી લખશો એવી એક બીજી આશા …….તમારૂં જીવન ભક્તિમય બને, અને ધીરે ધીરે તમે સૌ એ “પરમ આનંદ” માં રહો એવી મારી અંતરની પ્રાર્થના ! આવું પરિવર્તન તમે કેમ જાણી શકશો ? એનો જવાબ સરળ છેઃ……જો તમે આ જગતમાં “એને જ” નિહાળી શકો તો જાણજો કે તમે સત્ય માર્ગે જ જઈ રહ્યા છો…..હું પણ આવો જ પ્રયાસ કરી રહ્યો છે !>>>>>ચંદ્રવદન
FEW WORDS…..
Today, it is Thursday & NOVEMBER,11,2009….it is a Vererans Day in U.S.A. It is also the Birthday of my Twin Daughters…..AND, I am publishing the New Post…it is a Video-Post ” CHANDRABHAJANMANJARI (7)”….& my Bhajan Rachana is “GOVIND GUNALA GAU”…I hope you like this Post……Please share your feelings with your COMMENTS……I will be happy to read your Comments,
>>>>CHANDRAVADAN.
15 comments November 11, 2009
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)
ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)
“જનકલ્યાણના કાર્યો”ના વિષયે મારા જીવન બારે તમે અનેક પોસ્ટો દ્વારા જાણ્યું …અને તમે પ્રથમ પોસ્ટ “કરૂં હું તો માનવસેવા “અને છેલ્લી પોસ્ટ “બે ચકલીની વાત” વાંચી…છેલ્લી પોસ્ટ તારીખ ઓકટોબર,૨૯, ૨૦૦૯ના દિવસે પ્રગટ કરી હતી.
આ બધી જ પોસ્ટો કદાચ અનેકે વાંચી છે…તેમ છતા, કોઈકે ના વાંચી હોય તો એને વાંચવાનો લ્હાવો તમે લઈ શકો છો….નીચે બધી જ પોસ્ટોનું લીસ્ટ છે, અને તમે જો પોસ્ટ પર “ક્લીક” (Click) કરો તો એ પોસ્ટ તમે નિહાળી વાંચી શકો છો….પોસ્ટૉ નીચે મુજબ છે>>>>>
(૧૨)ભલે હું ડોકટર !
(૧૩)બે ચકલીની વાત
તમે ઉપર નામકરણે અનેક પોસ્ટો વાંચી છે……જો તમે ના વાંચી હોય કે ફરી વાંચવી હોય તો તમે પોસ્ટ પર ક્લીક કરો તો એ પોસ્ટ તમે નિહાળી શકો છો…અને જો પ્રતિભાવ ના આપ્યો હોય તો વાંચી તમે “પ્રતિભાવ” આપી શકો છો….એ વાંચી મને ખુબ જ આનંદ થશે !
આ પોસ્ટ બાદ, તમે ”ચંદ્રભજન મંજરી”નું એક બીજુ ભજન “વિડીયો પોસ્ટ”રૂપે સાંભળી શકશો……સાંભળવા આવશોને ?>>>>>ચંદવદન
FEW WORDS…
Today it is KARIK VAD CHOTH…& it is Friday November,6th 2009…..It is also the Birthday of my daughter Rupa….& so I feel so HAPPY to publish this Post. This Post is only a summary of what had happened on this Blog…..so many Posts on the Topic of JANKALYANna KARYO & my Life’s Journey…..I had listed ALL POSTS that were published ( Total of 13 Posts)….If anyone had missed to read the Past Posts…this is the opportunity to “click” on the title of the Post & one can virtually VIEW that particular Post….You may READ/COMMENT on any Post you like…I will be HAPPY to read your COMMENTS>>>CHANDRAVADAN.
8 comments November 6, 2009
