Archive for October, 2009
બે ચકલીની વાત
બે ચકલીની વાતવાત છે બે ચકલીની, તમે સાંભળજો,
સાંભળી,સમજી, કંઈક પરિવર્તન તમ જીવને લાવજો !……ટેક
અચાનક ખીજમાં પવનનું હલવું,
પર્વતો પરથી પથ્થરોનું ગબડવું,
પથ્થરો ટકરાતા,એક ચમકારો થયો,
ચિનગારીરૂપે ઘાસ-તણખલા પર પડ્યો,
ધુમાડા સાથે તણખલું તો બરે,
નજીકથી એક ચકલી જેને નિહાળે,…..વાત છે…….(૧)
ચકલી તો તણખલાને ચાંચમાં ઝાલે,
આકાશે ઉડી, એને ઘાસની ઢગલી પર ફેંકે,
પવન તો ઘાસ-ચાદરને હવાથી રમાડે.
હવે તો, એક જ્યોત જંગલમાં પ્રગટે,
દ્રશ્ય આવું નિહાળી, ચકલી તો ખુશીમાં નાચે,
“ચીં, ચીં “કરી ગગનને ગજાવે……વાત છે……(૨)
અગ્નિ નિહાળી, ચકલી તો ફરી દોડી,
બરતા નવા તણખલાને ચાંચમાં પકડી,
ફેંકે નવી ઘાસ-ઢગલી પર એને,
નિહાળી ભયંકર આગ, થાય ખુશી એને,
હવે તો, એના હર્ષનો નથી કાંઈ પાર,
રમત આવી રમવા, જાણે જીવનભર તૈયાર,……વાત છે…..(૩)
દુરથી એક બીજી ચકલી, દ્રશ્ય આવું નિહાળી,
દોડે છે તળાવે, આંખમાં આંસુઓ લાવી,
ડુબકીઓ મારી, ભીંજવે શરીર આખું,
વળી, ચાંચમાં ભર્યું નીર તાજુ,
જલતા જંગલ પર ચાંચનું પાણી રેડ્યું
અને, દેહ હલાવી, આગ પર ફેક્યું,…….વાત છે…..(૪)
ફરી ઉડી, એ તો તળાવ પાસે પહોંચી,
દેહ ભીંજવી, ચાંચમાં પાણી લઈ આગ બુજાવવા દોડી,
આ પ્રમાણે તળાવ જંગલે એ તો દોડતી રહી,
આગ બુજવવાના હેતુએ કાર્ય એનું કરતી રહી,
આંખમાં આંસુઓ સાથે હૈયે હરખ થોડો,
કંઈક શુભ કાર્ય કર્યાનો હરખ હતો એનો……..વાત છે…….(૫)
પ્રથમ ચકલી નિહાળે છે એ બધું,
આવી નજીક કહે”અરે મુરખ શાને કરે આવું?”
નમ્રતાથી,આંખના આંસુઓ રોકી, બેનડીને કહે,
“અરે,બેન, આટલા પાણીથી આગ ના બુજે,
જાણૂં એવું છતા શુભ કાર્ય કરવું જ મને સુજે,
ભલે, થાશે જીવન પુરૂં , આનંદ સહીત મરવું છે મુજે!”…..વાત છે…..(૬)
અરે, ઓ, માનવીઓ, આ ચકલીની આ વાત જાણી,
અને, એ વાતમાં છુપાયેલા “કલ્યાણ”ના બોધને સમજી,
લાવજો તમ જીવને પરિવર્તન એવું,
કે, “જન કલ્યાણના કાર્યો” વગર ના જીવવું,
બસ, આટલું જો શક્ય થયું એક માનવીમાં,
તો, હશે ચંદ્રને ખુશી એવી વાતમાં !…….વાત છે……(૭)
કાવ્ય રચના,….ઓગસ્ટ, ૧૬, ૨૦૦૯ ચંદ્રવદન.
બે શબ્દો….બે ચકલીની વાત !આજની પોસ્ટ છે “બે ચકલીની વાત!”એક કાવ્યરૂપે……આવા નામકરણે પોસ્ટ વાંચતા, પ્રથમ સવાલ થશેઃ જનકલ્યાણના કાર્યો બારે એક માનવ જીવન સફરની પોસ્ટોમાં આ બે ચકલીની વાતને શું લેવા દેવા ?
ચાલો, તો પહેલા તમોને આ કાવ્ય રચના કેવી રીતે શક્ય થઈ તે વિષે જરા કહું…….એક દિવસ હું સવારે “ટી.વી. એશીયા” નિહાળી રહ્યો હતો ત્યારે એક શીખ જ્ઞાની પુરૂષ હિન્દીમાં પ્રવચન આપી રહ્યા હતા….જે વિષય બારે એ સમજાવી રહ્યા હતા તેમાં કંઈક “બોધ” આપવા માટે એક ચકલીને બળતા ઘાસના તણખલાને જંગલમાં ફેંકતા જંગલમાં આગ લગાડી….ત્યારે બીજી ચકલી એને બુજાવવા માટે પ્રયાસ કરતી હતી…પુરી વાર્તાના શબ્દો મને યાદ નથી…..પણ, મને આ વાર્તા ખુબ જ ગમી…અને થોડા મારા વિચારો જોડતા, આ “બે ચકલીની વાત!”ની રચનાને સ્વરૂપ મળ્યું. ………..તમે પુરી કાવ્ય રચના વાંચશો તો ખ્યાલ આવશે કે બે ચકલીઓ જે કાર્ય કરી રહી હતી તેમાં બે વચ્ચે એમનો “હ્રદયભાવ” જુદો જુદો હતો…..એક ચકલી આગ શરૂ કરી , આગ નિહાળી, એ આગને વધારી, વધુ નુકશાન કરવામાં ખુશી અનુભવતી હતી…ત્યારે બીજી ચકલી એ આગને બુજાવવા માટે પ્રયાસ કરતી હતી, અને અન્યના ભલા માટે ઈચ્છાઓ રાખી, એ એનું કાર્ય કરતી હતી…..અને, જયારે એને કહેવામાં આવે કે આ આગ તારા કાર્યથી બુજાય એવી નથી, ત્યારે એ ચકલીએ જે જવાબ આપ્યો તેમાં જ “એક બોધરૂપી સાર” છે….એના શબ્દોમાં આ ભાવ હતો…”ભલે, એવું શક્ય ના થાય તો પણ મારા હ્રદયે શાંતી હશે કે મેં મારી શક્તિ પ્રમાણે યોગ્ય જ કાર્ય કરવા માટે ફાળો આપ્યો છે “
આ વાર્તાને હવે આપણે માનવરૂપે નિહાળીએ તો, અહી માનવીઓ માટે “મોટો બોધ “છે. એક માનવી જગતમાં જ રહી, જગત તરફ નિહાળતા, એ અનેક માનવીઓનું દુઃખ નિહાળે છે……અને જો એના હૈયે “દયા/ભાવના” જાગૃત થાય તો એ “જનકલ્યાણના પંથે ” વળે છે, અને અન્યને મદદ કરવા પ્રયાસો કરે છે…..એ કદાચ એના હૈયામા જાણે છે કે કોઈ એક વ્યક્તિ કે થૉડી બીજી વ્યકતિઓને એ સહકાર આપી શકે, અને સર્વના દુઃખો તો એ દુર કરી શકે એમ નથી જ……છતાં , એ અટકતો નથી જ,…….એ એની શક્તિ પ્રમાણે કાર્ય કરતા કરતા, પ્રભુને પ્રાર્થનાઓ કરતો રહે છે કે “હે, પ્રભુ, તું અન્યને સહાય કરવા પ્રેરણાઓ આપજે કે અનેક દુઃખીઓના દુઃખો દુર હોય શકે “…..અને, ઘણી વાર પ્રભુજી પણ એવા માનવીને અપાર શક્તિ અર્પણ કરે છે….પોતે પણ ધારવા કરતા વધૂ કરી શકે છે, અને કોઈ વાર અન્ય એના જ કાર્યો નિહાળી, વધુ કરવા સહકાર આપે છે……અહી, ” અન્યને સહાય કરવી એ મારી ફરજ…કે એ જ મારો ધર્મ ” એ એનો જીવન મંત્ર થઈ જાય છે…….માનવીનું જ્યારે “આવું પરિવર્તન” થાય ત્યારે એનેકને લાભ થાય છે…જે પ્રભુ પણ નિહાળે છે…આવો માનવી ત્યારે “ઉચ્ચ પ્રભુભક્તિપંથે” હોય છે…અને એ એના કાર્યો પ્રભુને જ અર્પણ કરી, ધીરે ધીરે “મોહમાયા”માંથી મુક્ત થાય છે.
અને, હવે, આપણે આગ લગાડનાર ચકલીની નજરે નિહાળતા……જો એક માનવી બીજા દુઃખી માનવીને નિહાળી….હૈયે દયા ના લાવે તો એ એની સહાયે ન જ જાય…..અને, જો એના હૈયે જરા પળભર દયા જાગૄત થાય તો એ વિચારેઃ……” અરે. આવા દુઃખીઓ તો ઘણા, બધાનું દુઃખ મારી શક્તિબહાર છે.”…….અને, એ એની જ સામે દુઃખી થતા માનવીને પણ ભુલી જાય છે…….અરે, કોઈ તો વળી, આગ લગાડનાર ચકલીનું “પુર્ણસ્વરૂપ ” ધારણ કરે છે……બીજો માનવી દુઃખી ના હોય તો એવા માનવીને દુઃખ પહોંચાડી એ ખુશી અનુભવે છે…અને આવી ખુશીની ટેવ પાડી, એ અનેકનું બુરૂ કરતો જાય છે.
આ પ્રમાણે, આ બોધરૂપી બે ચકલીની વાર્તાને હવે તમે સમજી હશે…….અને, તમે સૌ સહમત હશો કે મારા શરૂ કરેલા “જનક્લ્યાણના કર્યો”ના વિષયે આ પોસ્ટ યોગ્ય જ કહેવાય……આ પોસ્ટ દ્વારા તારીખ ઓગસ્ટ,૨૧, ૨૦૦૯ના દિવસે “ચંદ્રવિચારો શબ્દોમાં “ની પોસ્ટ દ્વારા “જનકલ્યાણ”નો વિષયનો ઉલ્લેખ કરેલી યાત્રા પુર્ણ થાય છે …..આ મારી આ વિષયે છેલ્લી પોસ્ટ છે………હવે પછી, “ચંદ્રપૂકારના હોમ” પર સું હશે એનો ખ્યાલ નથી…..પણ પ્રભુપ્રેરણાઓ આપશે તે પ્રમાણે હશે.
તમે સૌએ પધારી, મારી બધી જ પોસ્ટો વાંચી, …..અનેક તરફથી પ્રતિભાવો પણ મળ્યા…….આ માટે મને ખુબ જ આનંદ છે…..આ પોસ્ટ જરૂરથી વાંચશોને?>>>>>ચંદ્રવદન.
FEW WORDS..
Today it is Thursday and October,29th 2009….and today this is the LAST POST of the Month of October….and also this the LAST POST on the JANKALYANna KARYO…You had read many Posts on this topic of JANKALYAN KARYO…& you had shown your support by READING the Posts….& many of you had posted COMMENTS for these Posts…I THANK you ALL……If I had inspired ONE HUMAN towards the Path of the JANKALYAN, then I had attained my GOAL…if several persons had been touched, my HAPPINESS will be GREATER….I THANK GOD for the outcome of my publication of these Posts….Please, DO POST COMMENTS ,……..I will be HAPPY to read your Comments….>>>>CHANDRAVADAN.
|
21 comments October 29, 2009
ભલે હું ડોકટર !
ભલે હું ડોકટર !ભલે હું ડોકટર, …..પણ, છું એક માનવ પહેલો !……ટેક
લીધો જન્મ એક માનવરૂપે,
રોપ્યા મમતાએ માનવતાના બીજ ભક્તિસંગે,
ભલે હું ડોકટર, પણ છું એક માનવ પહેલો ! (૧)
મટી બાળ, માનવ યુવાની મેંતો ચાખી,
કરતા પરિવારીક કર્તવ્ય, માનવતા મેંતો ફેલાવી,
ભલે હું ડોકટર, પણ છું એક માનવ પહેલો !….(૨)
વહી ગઈ યુવાની, ઘડપણમાં છું નિવ્રુત્તિ જીવને,
રહી ભક્તિપંથે, ભરૂં હું માનવ-સેવા મુજ જીવને,
ભલે હું ડોકટર, પણ છું એક માનવ પહેલો !…..(૩)
કાવ્ય રચના..ઓગસ્ટ, ૧૨, ૨૦૦૯ ચંદ્રવદન.
બે શબ્દો….ભલે હું ડોકટર ! ઓગસ્ટ,૨૧,૨૦૦૯ની તારીખે “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૦)”ની પોસ્ટ પ્રગટ કરી, …ત્યારબાદ, અનેક પોસ્ટો “જનકલ્યાણના કર્યો”ના વિષયે પ્રગટ કરી, જેમાં મેં મારી જીવન-સફરને ગુંથી હતી…..”કરૂં હું માનવસેવા !”કાવ્યરૂપે તારીખ ઓગસ્ટ,૨૩,૨૦૦૯ના રોજ પ્રગટ કરી મેં મારા જીવનમાં શક્ય થયેલા જનકલ્યાણના કાર્યોની ઝલક આપી હતી…..ત્યારબાદ, તમે અનેક પોસ્ટો તમે આ વિષયે વાંચી…અને આજે તમે “ભલે હું ડોકટર !”ના કાવ્યરૂપી પોસ્ટ વાંચી રહ્યા છો……આ કાવ્ય તમે વાંચશો તો તમોને ખ્યાલ આવશે કે એ કાવ્યમાં મારો એક જ સંદેશ કે ” હું પ્રથમ માનવ, અને પછી ડોકટર !”….એક માનવી તરીકે મારામાં “માનવતા” ખીલી ના હોય તો હું પોતાને માનવ કેવી રીતે કહી શકું ?……એથી જ મેં કાવ્યમાં લખ્યું કે જન્મ લીધા બાદ, ભક્તિરંગે રંગાયા બાદ, કર્તવ્ય-પાલન કરતા, મેં માનવીઓની “માનવતા” નિહાલી. અને કાવ્યના અંતે ફરી ઉલ્લેખ કર્યો કે ભલે મારા જીવનમાં યુવાનીથી ઘડપણ, અને નિવૃત્તિ-જીવનના દિવસો માણવાનો લ્હાવો પ્રભુએ આપ્યો, પણ આ બધા જ દિવસોમાં હું ભક્તિપંથે રહું એવી આશાઓ હૈયે રાખી, “જનકલ્યાણના કાર્યો”નો યજ્ઞ ચાલુ રાખી શકું એવી પ્રભુજીને નમ્ર પ્રાર્થના કરી.
આ પ્રમાણે, કુલ્લે ૧૧ પોસ્ટો દ્વારા મે મારા જીવનની ઝલક આપી, અને એ “ઝલક”માં મારા “જનકલ્યાણના કર્યોના યજ્ઞ” બારે વર્ણન હતું ! અહી મારે સૌને એટલું જ કહેવું છે કે આ પ્રમાણે વિગતે વર્ણન કરવા માટેનો મારો હેતું એટલો જ કે “મારી જીવન કથાનું વાંચી/જાણી કોઈ એક માનવી પણ જનકલ્યાણના કાર્યો તરફ વળે, અને એના જીવનમાં પરિવર્તન આવે તો હું એવું સમજીશ કે મારૂ જીવન ધન્ય થયું …..અરે, એવું પણ ના થાય અને જે કોઈ વ્યક્તીએ જનકલ્યાણના કાર્યો કરતી જ હોય એવી વ્યક્તીને “વધુ કરવા પ્રેરણાઓ” મળે તો મારા હૈયે ખુબ જ આનંદ હશે “…..અને, ઉપર મુજબ પણ જરા પણ શક્ય ના થાય અને અનેક વાંચકો ” જનક્લાણના કાર્યો”ની તુલના “પ્રભુ સેવા ” સમાન કરતા શીખે તો અનેક પોસ્ટો પ્રગટ કર્યાની મારી મહેનત સફળ થઈ એવૂ હું માનીશ. ……આવી વિચારધારા અને આશાઓ દર્શાવ્યા બાદ, મારે વધુમાં કહેવું છે કે આવી આશાઓમાં માનવીમાં “ફળ”ની આશાઓની નજરે આવે છે…એ સ્વભાવીક છે…..પણ, આવી ઘડીએ માનવી જો શાંત મનથી વિચારે, અને સમજે કે “જે કંઈ થાય તે પ્રભુ કૃપા/ઈચ્છાથી જ થાય” …ત્યારે એનો ભ્રમ ભાંગે છે અને એનામાં રહેલી “હુંકરૂં, હું કરૂં “ની ખોટી અહંકારભારી આશાઓ દુર થાય છે…અને એ “કર્મફળ”નો આપોઆપ ત્યાગ કરે છે, અને શક્ય થયેલું બધું જ પ્રભુને અર્પણ કરે છે……આથી હું અંતે સૌને કહું છું કે આ મારા જીવનમાં જે કંઈ શક્ય થયું તે પ્રભુકૃપાથી જ થયું છે.
અંતે લખવું છે>>>>>>માનવી જગતમાં જન્મ લેતા, પુરૂષાર્થ કરતા, કલાકાર….શિક્ષક….ધંધાનો માલીક….મહેનત મજુરી કરનાર માનવી કે પછી ડોકટર..એન્જીનીઅર…..વિગેરે વિગેરે સ્વરૂપો અપનાવે છે….પણ એવા સ્વરૂપે પોતાનું રહી, એ સ્વરૂપે કર્તવ્ય-પાલન કરતા, સમય સમયે સ્વરૂપને ભુલી, માનવ બની, અન્યમાં “માનવતા”ના ભાવે નિહાળી. કરેલા કાર્યોને પ્રભુને અર્પણ કરી, જીવન-સફરમાં આગેકુચ કરવા પ્રભુ પાસે જ શક્તિ માંગી, માવવ-જીવનનો આનંદ અનુભવી, સંતોષી જીવન જીવવા શીખે તો એનું માનવ-જીવન ધન્ય બની જાય છે !.>>>>>>ચંદ્રવદન.
FEW WORDS….
Today, it is Friday, October,23rd, 2009 and it is the 5th Day of the month of Kartik or Kartik Sud Pancham of the New year 2066 as per the Indian Calender…and this Day is popularly known as LABH PANCHAM. This is an auspicious day ! And, it is also a Special day for my wife, Kamu & me as on this day at BARDOLI, GUJARAT, there will be the Opening Ceremony of the Sewing Class for the Prajapati Community. The Class is named as ” KAMUBEN CHANDRAVADAN MISTRY SEWING CLASS”of BARDOLI & will be managed by the Prajapati Samaj of Bardoli…..Thus, it will give opportuntity to those in the Community to learn sewing, which can be beneficial for their livelihood.
Then , a few days after this Labh Pancham Day, it is the 7th Day of Kartik or Kartak Sud Satem & it is the JALARAM JAYANTI…..a day of the Celebrations the Birth of Jalaram Bapa. …& it is actually on Sunday, October, 25th 2009.
Therefore, I feel the joy of publishing a New Post of “BHALE HU DOCTOR” …..In this Post, I had tried to convey the message that ” what ever be one’s occupation in life as a Human, he/she MUST forget briefly that worldly title and be a HUMAN-BEING and devote the ENERGY/TIME for the good of the Public at large (Jankalyan-na Karyo).
I hope you like this Post & it’s message>>>CHANDRAVADAN.
|
21 comments October 23, 2009
ભક્તિપંથે મારૂ જીવન વહે
|
ભક્તિપંથે મારૂ જીવન વહે,
ભક્તિપંથે મારૂ જીવન વહે,
એ….જી….એ તો વહેતું રહે, પ્રભુજી એવું માંગુ !……ટેક
ભક્તિબીજ તો માતાએ હૈયે વાવ્યું,
એ…જી…એ તો એક વ્રુક્ષ રે થયું,
એની શીતલ છાયામાં …..
મારૂં જીવન વહે,……ભક્તિપથે…..(૧)
નિહાળી ફોટો રે પ્રભુજીનો હૈયે ખુશી રે લાવું,
નિહાળી મુર્તિઓ મંદિરે, નુત્ય રે કરૂં ,
એ….જી…. એવી હાલતમાં ,……
મારૂં જીવન વહે,……ભક્તિપંથે….(૨)
નિહાળૂં પ્રભુજીને હવે તો મુજ હૈયામાં,
નિહાળૂં એને રે સૌ માનવ હૈયામાં,
એ…જી….આ જગની સુંદરતામાં ,……
મારૂં જીવન વહે,……ભક્તિપંથે…..(૩)
મળ્યું છે જીવન મુજને, માનવ સહાયતા જ કરવા,
અરે…એ તો જનકલ્યાણના કર્યો જ કરવા,
એ…જી….આવા જીવન-મંત્રમાં,……
મારૂં જીવન વહે,….ભક્તિપંથે…..(૪)
કાવ્ય રચના,…સેપ્ટેમ્બર,૨૫,૨૦૦૯ ચંદ્રવદન.
બે શબ્દો….ભક્તિપંથે મારૂં જીવન વહે !માનવ જીવનમાં “પ્રભુભક્તિ” હોવી એ ખાસ જરૂરીત છે. અને, પ્રભુભક્તિ એટલે કોઈ “તત્વ” કે “શક્તિ”ને મુખ્ય બિન્દુ તરીકે ગણવી, અને એ તરફ જીવનમાં કાર્યો કરવા…..પ્રભુભક્તિને જો ધર્મોમાં જઈ નિહાળીએ તો “ઈશ્વર” “ખુદા” કે યાહુદીઓના “યહવેહ(YAHWEH)” કે ક્રાઈસ્ટને ભગવાનના દિકરારૂપે ગણતા “એ ઈશ્વર કે ગોડ (GOD)” આપણે નિહાળી શકીએ.
આ પ્રમાણે, સૌ માનવીઑ પ્રભુભક્તિ તરફ છે……પણ, જ્યારે માનવી એ “પ્રભુતા”ને સર્વ પ્રાણીઓમાં નિહાળવા શીખે ત્યારે એ માનવીઓમાં રહેલી “માનવતા”ને પણ નિહાળી શકે છે…..અને, આ પ્રમાણે, એને આ પરિવર્તન ‘ઉચ્ચ પદે” લઈ જાય છે, અને ત્યારે એ આપોઆપ “જનક્લાણના કાર્યો” તરફ વળે છે…..આ જ સનાતન સત્ય છે ! ભલે, એ માનવી એમ કહેતો રહે કે ” હું તો મંદિરો કે મુર્તિઓમાં માનતો નથી, અરે, હું તો પ્રભુમાં જ માનતો નથી”. જ્યારે કોઈ પણ માનવી અન્ય માટે “દયા ભાવનાઓ” જાગ્રુત કરે ત્યારે એ અજાણે “ભક્તિપંથ”નો સ્વીકાર કરે છે.જાહેર કરેલી એની “નાસ્તિકતા” દુર થઈ જાય છે. વિજ્ઞાનીકો પુરાવાઓમાં માને છે. અને, અન્યને સવાલ કરતા રહે “પ્રભુ છે તો ક્યાં છે?..મને બતાવ !”…..એ વિજ્ઞાનીક પણ જ્યારે એક શાંત વાતાવરણમાં બેસે, ત્યારે એ એના દેહની અંદર ડુબકી મારે અને ત્યારે એને “અનેક ના જાણેલું “ ના અગ્નિમાં બળે છે…કે જ્યારે એનું ધારેલું ના થાય ત્યારે એ જાતે જ “પ્રભુ-તત્વ” તરફ પગલાઓ લેય છે. મોટા મોટા સાન્ટીસ્ટો ( જેવા કે આલબ્ર્ટ આઈન્સ્ટાઈન) પણ “પ્રભુ છે” એવી કબુલાત કરે છે.
ઉપર મુજબ પ્રભુ-તત્વ કે ભક્તિ બારે સમજાવ્યા બાદ, હવે આપણે મારા જીવન તરફ નજર કરીએ>>>>>>
(૧) ભક્તિબીજમાંથી ભક્તિ
જગતમાં જન્મ લીધા.
બાદ,મારી ભક્તિભરપૂર માતાએ મારા હૈયે “ભક્તિબીજ” વાવ્યું……હું મોટો થતો ગયો,…….ધર્મની વાતો સાંભળતો ગયો,…..મંદિરે પણ જતો હતો,…..અને, મારામાં રોપાયેલું “ભક્તિબીજ” હવે તો એક નાનું “ભક્તિવૃક્ષ”બની ગયું હતું !…..ત્યારબાદ, ગુરૂની મહત્વતા બારે જાણ્યું ,……પણ, મારા ગુરૂ કોણ ?…..આ સવાલ મારા મનમાં ફરી ફરી આવ્યો…….એ સમયગાળા દરમ્યાન મેં વીરપુરના જલારામબાપા બારે જાણ્યું,……મેં એમના જીવનનું પુસ્તક વાંચ્યું,……એમની “પ્રભુભક્તિ” સાથે એમનો અન્ય માટેનો “પ્રેમ” તેમજ અન્નદાનરૂપી”ભોજન યજ્ઞ”નું જાણી, હું ખુબ જ પ્રભાવીત થયો. બાપાના જીવને “જનકલ્યાણનું કાર્ય” નિહાળ્યું…..અને, મારી શ્રધ્ધા વધી…..ફરી, મારા મનમાં એક જ સવાલ હતો ..મારા ગુરૂજી કોણ ?….મેં સંતો/ભક્તો તરફ નજર કરી, અનેક સારૂં કાર્ય કરતા નિહાળ્યા…પણ, કોઈક એવા દાખલાઓ જાણ્યા કે જે જાણી મને ખુબ જ મન-દુઃખ થયું,……અને, મેં ધર્મ તરફ નજર કરી તો, અનેક સુત્રો જાણ્યા....”પોતે પોતાના જ ગુરૂ હોય શકે !”…કે પછી ” માતપિતા જ તમારા ગુરૂ !” અને, “પ્રભુ જ તમારા સાચા ગુરૂ !”…તો, મનમાં થયું કે ” એવું જરૂરીત નથી કે જીવતો જાગતો માનવી જ ગુરૂ હોય શકે” ...બસ, આ છેલ્લા વિચાર સાથે ફરી જલારામબાપા યાદ આવ્યા…..અને, આ યાદ સાથે, મેં જલારામબાપાને મારા ગુરૂજી માન્યા. પણ, અહી મારે લખવું છે કે મારા મન/હૈયે તો સર્વ સંતો/ભક્તો પૂજ્ય અને ગુરૂ સમાન છે !હું વધુમાં એવું પણ માનુ છું કે “પ્રભુ તો આત્મામાં જ છે !”, અને સર્વ ધર્મો એક જ “પ્રભુ-તત્વ” તરફ દોરે છે, ભલે, એ તત્વ પામવા ધર્મરૂપી જુદા જુદા રસ્તાઓ છે. અને, ભલે ભક્તિની શરૂઆતે માનવ ફોટા/મુર્તિઓમાં “સાકાર”પ્રભુને નિહાળી ભક્તિ કરે છે…કે પછી, ઉચ્ચ પદે રહી, “નિરાકાર” પ્રભુની ભક્તિ કરે…..અહી એટલું જ સમજવાનું છે કે મુર્તિ કે ફોટોમાં એણે એની “શ્રધ્ધા”ભરી છે, અને એને “શ્રધ્ધારૂપી પરમ-તત્વ”ના દર્શન એમાં જ થાય છે. આથી, એવા માનવીઓની ટીકાઓ કરવી એ જ “અજ્ઞાનતા” છે…….પણ, જો એની ભક્તિમાં પુર્ણતા હોય તો એ આપોઆપ અન્યને પ્રેમ/દયાથી નિહાળે છે, અને અંતે, એ ભક્તિપંથે “જનકલ્યાણના કાર્યો” તરફ વળે છે,…..હું પણ મારા જીવનમાં આવા વિચારો સાથે “ભક્તિપંથે” ચાલી રહ્યો છું !
(૨) અંબા માતાનું મંદિર, દિપલા ગામ, ગુજરાત.
દક્ષિણ ગુજરાતમાં દિપલા એક નાનું ગામ છે. ત્યાં માતાના ભક્ત રહે. એક નાના મંદિરે માતાજીનું સ્થાન……ગામમાં એક મોટું માતાજીનું મંદિર હોય તો કેવું ? એ ભક્ત છે બાબુભાઈ પટેલ ! એમણે મંદિર બાંધવા માટે દાનની અપીલ કરી…..વેસ્મા ગામે રહે એમના એક મિત્ર…..એમણે એમને વાત કરી…..અને, મંદિર માટે દાન-સહકારની અપીલ મને મળી…..માતાની મુર્તિ માટે પણ મોટા દાનની આશાઓ હતી. હું તો એમને કે દિપલા ગામને ના જાણું ,…….માતાજીની પ્રેરણા થઈ…..મનમાં માતાજીની પૂકાર હતી….અને મેં સહકાર આપવા માટે વચન આપ્યું ..…એક ભવ્ય માતાજીનું મંદિર દિપલા ગામની શોભા વધારવા લાગ્યું ..અને, ગામમાં અનેક ભક્તિથી રંગાયા…અને, એ જાણી, મને ખુબ જ આનંદ હતો……૨૦૦૬માં મેં મારી પત્ની સાથે દિપલા ગામે જઈ માતાજીના દર્શન કર્યા ત્યારે મારૂં હૈયું આનંદથી નાચી ઉઠ્યું !
(૩) રામચંદ્રજી મંદિર, વેસ્મા અને સંતોને રહેવા માટે તેમજ સતસંગ માટે હોલ..
રામચંદ્રજી મંદિર ….એ વેસ્મા ગામનું એક જુનું મંદિર છે. એની દેખરેખ એક કમીટી રાખે છે. ૨૦૦૩/૨૦૦૪ની સાલે મંદિરની સામેની જમીન પર એક “સતસંગ હોલ” બાંધવા વિચારણા ચાલી રહી હતી એ જાણવા મળ્યું …ત્યારે, કમીટીને ઉત્સાહ આપવા સહકાર આપવા માટે રસ બતાવ્યો…..કોઈ દાતારે મોટું દાન નોંધાવ્યું ના હતુ……તો, મેં લગભગ કુલ્લે થતો ખર્ચ આપ્યો….કમીટીએ એ માટે આભાર દર્શાવ્યો અને હોલનું નામકરણ “ચંદ્ર-કમુ રંગૌપવન હોલ”કર્યું …એની ખુશી હૈયે માણી, મેં પ્રભુનો પાડ માન્યો……૨૦૦૪માં બંધાયેલા આ હોલે અનેક “પ્રવચનો” શક્ય થયાનો આનંદ હૈયે છે…અને ત્યાં “લોક દયરાઓ” પણ યોજાયા છે.૨૦૦૬માં ભારત જવાનું થયું ત્યારે એ હોલ નિહાળી હૈયે ખુબ જ ખુશીઓ હતી.
(૪) મહાદેવનું મંદિર, પ્રજાપતિ ફળિયું , ઊંટડી, ગુજરાત.
ઊટડી ગામે રહેતા એક પ્રજાપતિ ભાઈને સ્વપનું આવતા, જમીન ખોદતા, એક શીવલીંગ મળ્યાનું જાણ્યું …….ત્યારબાદ, પ્રજાપતિજનોએ ત્યા એક મંદિર બાંધવા નિર્ણય લીધો….,..દાન માટે અપીલ થઈ…અનેક તરફથી સહકાર મળ્યો હતો છતાં વધુ દાનની જરૂરત હતી…..મને જાણ થઈ…..અને, પ્રભુ-પ્રેરણાથી મેં પણ સહકાર આપ્યો…અને, આખરે, ઊટડી ગામે, પ્રજાપતિ ફળિયે એક સુંદર મંદિર ગામની શોભા વધારતું હતું .મંદિર થયાનો મને આનંદ હતો…ગામમાં મંદિર થકી અનેક ભક્તિપંથે હતા એ માટે અનોખો આનંદ હતો. ૨૦૦૬માં આ મંદિર જોવાની તક મળી હતી, અને પ્રભુના શીવ સ્વરૂપે દર્શન કરી મેં પ્રભુનો પાડ માન્યો હતો.
(૫) ભક્તિપંથે પુસ્તકો પ્રકાશન, અને અન્ય કાર્યો.
૧૯૮૮ના એપ્રિલ માસે મારી માતા ગુજરી ગયા…..એ મને ખુબ જ વ્હાલા હતા……એમની યાદમાં કંઈક કરવું એવા વિચારો ફરી ફરી આવ્યા……મેં જુદા જુદા વાંચનમાંથી જુની પ્રાર્થનાઓ/ભજનો ભેગા કરવાનું કાર્ય શરૂ કર્યું ……સાથે સાથે, ગીતાસારરૂપી લખાણ, સુવિચારો, આરતીઓ/ધુનો વિગેરેનો સંગ્રહ કર્યો…..જુદા જુદા વિભાગે મુક્યા…..અને જ્યારે ૧૯૮૮ની આખરી પહેલા ભારત માતાની પૂજા/શ્રાધક્રીયા માટે ગયો ત્યારે એ બધુ જ એક પુસ્તકરૂપે પ્રગટ કરવા પગલાઓ લીધા…અને ત્યારે જ મેં “શ્રી કૃષ્ણ લીલામ્રુત” નામ આપ્યું……આ સુંદર પુસ્તીકા જ્યારે તૈયાર થઈ ત્યારે એને મેં મફત પ્રસાદીરૂપે સગા/સ્નેહીઓને, ભજન મંડળોને, અનેક સતસંગપ્રેમીઓને આપી…આ પુસ્તીકા મારી માતાના નામે હતી તેમ છતા, મારા પિતાજી અને મોટાભાઈને અંજલીરૂપે હતી….આ પુસ્તીકા તો પુરી થઈ …અને જ્યારે જાણ્યું કે અનેક એ મેળવવા રસ રાખે છે તો ૨૦૦૦ બાદ “રીપ્રીન્ટ”રૂપે ફરી પ્રગટ કરી અનેકને ભેટરૂપે આપી આનંદ અનુભવ્યો.
ત્યારબાદ, મારી જ અનેક કાવ્યરચનાઓમાંથી ભક્તિભાવના કાવ્યો જુદા કરી, “ભક્તિભાવના ઝરણા”નામે એક નાની પુસ્તીકા પ્રગટ કરી, અનેકને “પ્રસાદી” રૂપે વહેંચી.
અને, હું જ્યાં કેલીફોર્નીઆમાં રહું ત્યાં એક ભજન મંડળ ચાલતું હતું ……જુદા જુદા ભજનો પાનાની કોપીઓ એક સાથે કરી ભજનો ગવાતા નિહાળી, મેં એક પુસ્તીકા પ્રગટ કરી સૌને આપવા નિર્ણય લીધો..અને,એન્ટૅલોપ વેલી ભજન મંડળ “ઓમ શ્રી હરિ ભજનાવલી”નામે એક પુસ્તીકા સૌના હસ્તે મુકી આનંદ અનુભવ્યો !
ન્યુ જર્સીમાં એક “રામ રામ ભાઈ” રહે છે….એઓ અમદાવાદમાં સંત પુનીત સાથે હતા…એમણે “મંત્ર પત્રીકાઓ” તેમજ “મંત્ર નોટબુકો” નો યજ્ઞ શરૂ કરેલો તે બારે જાણી, પત્રીકાઓ, અને નોટબુકો મંગાવી અનેકને “રામનામ” કે “કોઈ પણ પ્રભુનામ” લખવા માટે પ્રેરણાઓ આપી..અહી અમેરીકા, અને બીજે પરદેશમાં તેમજ ગુજરાતમાં અનેકે લેખન કર્યૂં…જેનો મને આનંદ છે !
(૬) સ્થાયી મંદિરો કે નવા મંદિરો બાંધવાના કાર્યો માટે સહકાર.
વેસ્મા ગામે નવા મંદિરોમા આવે છે (૧) જલારામ મંદિર (૨) સાંઈબાબા મંદિર (૩) નવું મહાદેવ મંદિર (૪) હનુમાન મંદિર (રીબીલ્ડ) (૫) માતાજીનું મંદિર…….અને એ સિવાય વેસ્મા ગામે અનેક જુના મંદિરો છે અને કાઈ પણ મંદિરે સહકારની જરૂરત જણાતા મેં “ફુલ નહી તો ફુલની પાંખડી” રૂપે મે કંઈક આપવા તકો લીધી ….
વેસ્મા ગામ સિવાય વીરપુર, ગોંડલ, દ્વારકા અંબાજી, સાંઈબાબા મંદિરોએ, મહાદેવના મંદિરોએ મારી શક્તિ પ્રમાણે સહકાર કરી આનંદ અનુભવ્યો છે..અહી અમેરીકામાં પણ દાન સહકાર કરવા અનેક તકો લીધી છે !
તમે મારા ભક્તિપંથ બારે ઉપર મુજબ જાણ્યું …..તમોને આ પોસ્ટ ગમી હશે એવી આશા…..તમે વાંચ્યા બાદ, તમારા “બે શબ્દો” પ્રતિભાવરૂપે જરૂરથી આપશો એવી બીજી આશા >>>>ચંદ્રવદન.
FEW WORDS
Today it is Sunday, October 18th 2009 & it is the DIWALI DAY…& Monday October 19th 2009 it will be the NEW YEAR.
SO…….HAPPY DIWALI & HAPPY NEW YEAR to you ALL !
Today, I had just published a New Post & it is a Gujarati Poem entitled “Bhakti Panthe Maau Jivan Vahe ” meaning My Life on the Devotinal Path.
I had tried to express my VIEWS on BHAKTI (Devotion) & then narrated some facts on some of my ACTIONS in the path of “Jankalyanna Karyo”.
If one person is inspired after reading this Post, I will be very happy & will THANK GOD for that….I hope you will take your time & READ this Post.
>>>>CHANDRAVADAN.
|
22 comments October 18, 2009
કુળ,જ્ઞાતિ અને જન્મભુમીનું ઋણ !
કુળ,જ્ઞાતિ અને જન્મભુમીનું ઋણ !
બે શબ્દો….કુળ.જ્ઞાતિ,અને જન્મભુમીનું ગૌરવ
15 comments October 13, 2009
એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું , અહી !
એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું , અહી !
બે શબ્દો…સહિત્ય સહકાર/ઉત્તેજન..
પ્રજાપતિ જ્ઞાતિમાં ગરીબાયના કારણે અનેક જ્ઞાતિજનો શિક્ષણ મેળવી શક્યા નથી…આ એક હકિકત છે…ધીરે ધીરે, આ બદલાય છે….તેમ છતાં, જ્ઞાતિજન પાસે “કાવ્ય-લખાણ” કે પછી “લેખ-લખાણ”ની શક્તિ હોય તો પણ એ એક “પુસ્તીકા”રૂપે પ્રગટ કરી શકતો નથી. આ વિચારથી મારૂં હૈયું દુઃખી થયું…..અને આ વિચાર ફરી ફરી મારા મનમાં રમતો હતો !
હું જ્યારે નાનો હતો ત્યારે વેસ્માની ગુજરાતી શાળામા અભ્યાસ કરતો….શાળાના પુસ્તકોમાં અનેક ગુજરાતના કવિઓની કવિતાઓ વાંચી આનંદ થતો…..ત્યારે અનેક ગુજરાતી સાહિત્યકારો બારે પણ જાણ્યું હતું આ પ્રમાણે, કવિઓ નર્મદ…નાનાલાલ, દલપત વિગેરે…તેમજ ઝવેરચંદ મેઘાણી, અને બીજા અનેક ગુજરાતી શહિત્યકારો બારે જાણી ગૌરવભરી ખુશી અનુભવી હતી…..આજે ગુજરાતી ભાષાએ એ સર્વના કાર્યોનો ખજાનો આપણે એઓના પુસ્તકો વાંચી જાણી/માણી શકીએ છીએ.અને, એ સૌએ જ મને પ્રભાવીત કર્યો..અને મારા મનમા એક વિચાર જાગ્રુત થયો…” ભલે, હું કાંઈ એઓની તુલના નથી….પણ, મારી જ રચનાઓ કાવ્ય ના હોય તો મને જરા વાંધો નહી…..પણ, એ સર્વને એક પુસ્તકરૂપે તો અમરતા આપી શકું છે, અને એવું કરવા માટે પ્રભુએ મને શક્તિ આપી છે”અને આટ્લી વિચારધારા બાદ, મેં મારી પુસ્તીકાઓ ”ત્રિવણી સંગમ” અને ”ભક્તિભાવના ઝરણા”પ્રગટ કરી …..અને ત્યાર્બાદ, મારા વેસ્મા ગામનો ઈતિહાસ ભુલાય ના જાય એવા હેતુથી મિત્ર ઈશ્વરભાઈ દેશાઈના સહકારે ” વેસ્મા…વિશ્વક્ષિતિજે” નામકરણે એક નાની પુસ્તીકા પ્રગટ કરી.
મેં જાતે પુસ્તીકાઓ પ્રગટ કરી એથી મને પુરો ખ્યાલ છે કે આવું કાર્ય કરવા માટે “પૈસા”ની ખાસ જરૂરત પડે….મેં તો એ ખર્ચ નિભાવ્યો પણ, આ અનેક જ્ઞાતિજનોની શક્તિબહાર કહેવાય…..અને, ફરી બીજો વિચાર મારા મનમાં આવ્યો...” જો હું કોઈ સંસ્થાને મોટું દાન આપું, અને એ જૉ અનામત “ફિક્સ ડીપોસીટ” માં હોય તો એના વાર્ષિક વ્યાજમાંથી એક નાની પુસ્તીકા પ્રગટ કરવી શક્ય હોય.”…આ વિચાર ફરી ફરી મારા મમાં આવ્યો……અને, મેં આ વાત મારા મિત્ર વિનોદભાઈને કહ્યો..એમણે એને વધાવી લીધો…..માર્ગદર્શન આપ્યું અને થોડા વર્ષો પહેલા {આશરે ૪-૫ વર્ષ ) આ દાન સહકારે ” ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી સાહિત્ય ટ્રસ્ટ “ નામકરણે જન્મ લીધો. અને, યોજના પ્રમાણે, જે કોઈ જ્ઞાતિજન નાની પુસ્તીકારૂપે પ્રગટ કરવા ઈચ્છા રાખતા હોય તેણે વિનોદભાઈનો સંપ્રક કરવો રહે….એ વર્ષ કોઈ બીજી વ્યકતિ ના હોય તો સહકાર એને આપી પુસ્તીકા પ્રગટ કરવાનો નિર્ણય લેવાય….અને યોજના આધારીત કુલ્લે ૧૦૦૦ પુસ્તીકાઓ છપાય, અને એમાંથી ૧૦૦ લેખકને ભેટ, અને બીજી જ્ઞાતિજનોને મફત વહેંચવામાં આવે. યોજના શરૂ કર્યા બાદ, અત્યાર સુધી કુલ્લે ૧૦થી વધુ પુસ્તીકાઓ પ્રગટ થઈ ચુકી છે,,,એ આનંદની વાત છે ! આ ટ્રસ્ટ દ્વારા અનેક જ્ઞાતિજનો અનેક પુસ્તીકાઓ પ્રગટ કરતા રહે એવી આશા અને પ્રભુને પ્રાર્થના !>>>>ચંદ્રવદન.
FEW WORDS
Today, it is October,8,2009 and ASO VAD CHOTH….& I am publishing this Post of a Gujarati Poem “Ek ChandraVichar Darshavi Rahyo Chhu Ahi”…..& trying to express my love for the Gujarati Sahitya…& informing you of my promotion of that love in Others in the Community. I hope you read this Post…& hoping that you are inspired……
>>>>Chandravadan.
12 comments October 8, 2009
પુસ્તકાલય તો શિક્ષણનું મંદિર પ્યારૂં !
પુસ્તકાલય તો શિક્ષણનું મંદિર પ્યારૂં !
બે શબ્દો…..પુસ્તકાલય સહકાર
12 comments October 4, 2009
