Archive for July 5th, 2009
જુગ જુગ જીવો, શશીભાઈ મારા !
![]() ![]() ![]() જુગ જુગ જીવો, શશીભાઈ મારા !જુગ જુગ જીવો, શશીભાઈ મારા ! (ટેક)
૨૦૦૯ની સાલે,જુલાઈ માસ રે આવ્યો,
એતો, ૭૫મી વર્ષગાંઠની ખુશીઓ રે લાવ્યો,
ચાલો, ચાલો, સાથે મળીને ઉત્સવ રે કરીએ !……જુગ, જુગ….(૧)
લેનેસીયા, સાઉથ આફ્રિકામાં સાથે મળીશું,
એક શાળા હોલે ઉત્સવ જ કરીશું,
પધારો, પધારો, ભાવભર્યું આમંત્રણ છે રે સૌને !……જુગ, જુગ….(૨)
દુર અને નજીકથી સ્નેહીઓ રે આવ્યા,
દુર રહેતી દીકરીઓને રે લાવ્યા,
આવ્યા, આવ્યા, અનેક, જે થકી હોલે આનંદ રે પથરાય જો !…..જુગ્ જુગ……(૩)
ચંદ્ર દુર રહી, કલ્પનાઓ રે કરી રહ્યો,
જેમાં, જાણે સૌની સાથે એ જ હતો,
દ્રશ્ય આવું નિહાળી, એ તો હરખાય જો !…..જુગ્ જુગ……(૪)
કાવ્ય રચના…..જુન, ૧૫, ૨૦૦૯ ચંદ્રવદન.
બે શબ્દોઆજે જે પોસ્ટ છે તે એક વ્યક્તિની ૭૫મી બર્થ ડે નો ઉલ્લેખ કરે છે…મેં આગળ પણ કોઈની બર્થ ડે બારે કાવ્યરૂપે લખ્યું છે, પણ, આ પ્રથમ વાર કોઈની ૭૫મી બર્થ ડે બારે ! ડોકટર શશીકાન્તભાઈ મારા વડીલ છે છ્તાં એ મારા મિત્ર જેવા છે…જ્યારે એમણે મને એમના જન્મદિવસ ઉત્સવ માટે આમંત્રણ મળ્યું ત્યારથી મારા હૈયામાં એક અનોખી ખુશી હતી…અને, મેં ફક્ત એને શબ્દોમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે……અને, એક મુખ્ય વાત તો લખવાનું ભુલી જ ગયો……માવવીનું મૃત્યુ ક્યારે તે માનવી નથી જાણતો…કેટલું જીવન મળ્યું એની અજાણતા છે…૭૫ વર્ષના જીવનની ખુશી મનાવવાની તક ઓછી વ્યક્તિઓને મળે છે…….એથી, કાવ્યમા દર્શાવેલી ખુશીઓ સાથે મારે એટલું જ કહેવું છે કે આ ધટના “પ્રભુકૃપાની પ્રસાદી” છે >>>>>ચંદ્રવદનFew Words
Today’s Post is a Gujarati Poem entitled ” Jug Jug Jivo, Shashibhai Mara ” & it is a Poem of the Celebration of his 75th Birthday….A human when born on this Earth, his birth is a day of happiness for the others ( Family & Friends )..then , as he grows up & has understandings he himself also gets the happiness of the Celebrations. But, the Human then faces lots of challenges & hardships (along with some periods of Happiness )….You will see some of those hardships in the Posts that follow…I hope you like this Post. Please note the color-picture on top ..you saw that on the last Post when I had introduced this subject of ” Sansari Manav-Jivane Banti Ghatanao”….& you will be viewing the same for the future 5 Posts on this subject.>>>>Chandravadan.
|
9 comments July 5, 2009
