Archive for June 1st, 2009
આ દુનિયા

આ દુનિયા
આ દુનિયા, ઘણી અદભુત, ઘણી અદભુત,…. (ટેક)
કાગડો કાગડીને પુછે: “હું કેમ કાળો ?”
કાગડી કહે, “જુઓ નાથ ના કરો શોક ને મારૂ માનો,
દુનિયાના અંધકારમાં સર્વ માનવી કાળા,
કાળા હમો શરીરે પણ નથી દીલડે હમો કાળા,”
આ દુનિયા…. (૧)
હંસલો હંસલી ને પુછે:”હું કેમ આટલો સફેદ ?”
હંસલી કહે: “જુઓ નાથ છે ગર્વ તમારો એમાં સહેજ,
નયને ધોળા શું કામના ? રાખવા હ્રદય ધોળા
હમો સફેદ કાયામાં રહી,રાખીશું દીલડાં અમારા ધોળા.”
આ દુનિયા…. (૨)
અંતે કાચબો કાચબીને પુછે: “દુનિયામાં આ શું થઈ રહ્યું ?”
કાચબી કહે: “જુઓ નાથ તમો પુછો છો એથી મારે કહેવું રહ્યું
અરે, આ બધા છે દુનિયામાં જીવન જીવનના ખેલ.”
એથી ચંદ્ર કહે:
“ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ”
આ દુનિયા…. (૩)
કાવ્ય રચના
જુન ૨૬, ૧૯૮૯
બે શબ્દો
” આ દુનિયા ” નામની આજની પોસ્ટ છે. “સંસાર અને સબંધો “નામની પોસ્ટથી તારીખ એપ્રિલ,૨૨,૨૦૦૯ના રોજ શરૂઆત થઈ, અને ત્યારબાદ, આ વિષયે તમોએ અનેક પોસ્ટો વાંચી. પ્રથમ ” સંસારના સાત પગથીઆ ” જેમાં માનવ જન્મે જુદા જુદા સબંધો…..અને ત્યારબાદ, જે પોસ્ટો પ્રગટ કરી તેમાં મનુષ્ય-મનુષ્ય વચ્ચેના બંધાતા સબંધો બારે ઉલ્લેખ કરતી પોસ્ટો તમે સૌએ વાંચી…..યાને કે “માત-પિતા વંદના “. ” નારી જીવન અંજલી “ ” દામ્પત્ય જીવન “ અને “દીકરીની પૂકાર “અને “મિત્રતાના સ્નેહસબંધે “………અને, ” દોલતની આગ ” ની પોસ્ટ દ્વારા સંસારી ચીજોની જરૂરતનો ઉલ્લેખ કરી, સંસારી મોહમાયાના કેદી ના બનવા ચેતવણી આપી. હવે, આ પોસ્ટ ” આ દુનિયા “….દુનિયા એટલે જગત યાને સંસાર……જગત એક નાટક છે, અને એ નાટકના રમનારા છે જગતના માનવીઓ……જુદા જુદા ભાગો ભજવનારા…..દરેક પોતપોતાનો ભાગ ભજવીને ચાલી જવાના……કેટલો સારો ભાગ ભજવાય છે એની જવાબદારી જાતે જ સંભાળવાની છે…અને, અંતે કાવ્યમાં એક શીખ છે, કે ” આ જગતનો નાટક ભજવતા જે કંઈ ભુલો ( મેલ ) હોય તે આ જગતમાં જ સુધારી આ માનવ જીવનને ધન્ય બનાવવાનો પ્રયાસ કરવાનો છે ” કે આ જગત છોડ્યા બાદ પાછળ રહેલા આ જગવાસીઓ હંમેશા યાદ કરતા રહે !
આશા છે કે તમોને આ પોસ્ટરૂપી કાવ્ય ગમ્યું હશે……તમે તમારી સમજ પ્રમાણે આ વિષયે તમારો “પ્રતિભાવ ” જરૂરથી આપશો….એ વાંચવા હું આતુર છું !……….ચંદ્રવદન.
FEW WORDS
Today’s Post is entitled “Aa Duniya ” meaning this world……The poem in Gujarati states that the World is a Stage & all Human Beings are only “players “…..all performing his/her parts & finally we all depart this World…..we all have to play our part well, so others always remember us for the parts we played ! I hope this message is understood well !>>>>>Chandravadan.
14 comments June 1, 2009