Archive for April 27th, 2009
માતા-પિતાને વંદના

માતા-પિતાને વંદના
ભરણ પોષણ કરી વ્હાલથી મોટો કર્યો,
ઉપકાર આપનો કદી ભૂલીશ નહીં
મુજ જીવનમાં કંઇક આપ-સેવા કરવા તક મળી,
જન્મોજન્મ ફરી સેવા કરવા ઈચ્છા મારી રહી,
આપ સેવા કરતા ઘણી ભૂલો હશે મારી,
ક્ષમા કરી દેજો એજ પ્રાર્થના રહી મારી,
હું ધરતી પર ને આપ ભલે પરલોકમાં રહો,
એકલો નથી, આપ જો મારા હૈયામાં વસો,
જીવનમાં પ્રભુનામ સાથે આપ નામ જોડી રહ્યો,
યાદ કરી આપ ગોદમાં જાણે ફરી રમી રહ્યો,
હવે ભવસાગર તરવાની આશ “ચંદ્ર” હૈયે રહે,
આપ આશીર્વાદથી જે જરૂર પુરી થશે.
ડો. ચંદ્રવદન
બે શબ્દો
આજે, “સંસાર અને સબંધો ” ના વિષયે આ બીજી પોસ્ટ છે…….માનવીની શરૂઆત એટલે માત-પિતાનો વિચાર્……મારા પિતાજી ૧૯૭૩માં, અને ત્યાર બાદ ૧૯૮૮માં મારા માતૃશ્રી સ્વર્ગવાસ થયા……અને, થોડા વર્ષો બાદ એમની યાદ સાથે “માત-પિતા ને વંદના ” નામે એક રચના શક્ય થઈ હતી…..એ રચનાને મેં મારી નાની પુસ્તીકા “ત્રિવેણી સંગમ “માં પ્રગટ કરી હતી…એને આજે આ પોસ્ટરૂપે લખી છે. માનવને જન્મ લેતા માતા-પિતા સાથેનો સબંધ હોય છે…………કહેવાય છે કે માતા-પિતાના ચરણોમાં સર્વ તીર્થધામો કે સ્વર્ગ…જેનો અર્થ એ કે એમને “પ્રભુ-તત્વ “રૂપે જ નિહાળી, સેવા, માન-સનમાન આપો……આ પ્રમાણે, માનવી એનું વર્તન રાખે તો એ સંસારી સબંધ મોહમાયામાંથી છુટકારો આપી, ભક્તિપંથ તરફ દોરે છે. આ તો મારી વિચારધારા…….તમે તમારો અભિપ્રાય આપશો ?……….ચંદ્રવદન.
FEW WORDS
Today’s Post is entitled ” Mat Pita ne Vandana ” meaning the Salutations to Mother & Father……This is the 2nd Post …..1st narrated the different aspects of the Human Life as he matures from a child to an Elderly person. Now, this post in which the Gujarati Poem salutes the Parents, it brings the relationship between a child &parents in the forefront……Love & respect to the parents is one of the highest virtues of a Human Being…is this an attachment in this World or the Devotional Duty of the Child ? See God within the Parents & you have the answer.This is my thinking…..may be you differ. >>>>>>Chandravadan.
12 comments April 27, 2009
