Archive for April 24th, 2009

સંસારના સાત પગથિયા

 

 
MangloreFriends 
 
 
 
 garden-stairs
 
 
                    સંસારના સાત પગથિયા
            પહેલુ પગથિયું આ સંસારે બાળરૂપે               
મમતાનો પ્રેમ પીતા પીતા મોટો હું તો થાઉં..
બીજું પગથિયું આ સંસારે યુવા- રૂપે,
શાળામાં જ્ઞાન લેતાં લેતાં મોટો હું તો થાઉં..
ત્રીજું પગથિયું આ સંસારે માનવરૂપે,
ધંધો કંઈક કરતાં કરતાં મોટો હું તો થાઉ…
ચોથું પગથિયું આ સંસારે સંસારીરૂપે,
પત્નિને પ્યાર દેતા દેતા મોતો હું તો થાઉ…
પાંચમુ પગથિયું આ સંસારે પિતારૂપે,
સંતાનોને છાયા દેતા દેતા મોટો હું તો થાઉ…
છઠ્ઠુ પગથિયુ આ સંસારે વ્રુધ્ધાવસ્થારૂપે,
માનવતા ને જાણતાં જાણતાં મોટો હું તો થાઉ…
અરે ઓ માનવી….
આમ જીવન તારૂ વહી ગયું,
છતાં એ તને કાંઈ ભાન ના થયું,
જાગરે ઓ માનવી આ રે ઘડી,
નહિતર પ્રભુભજન
તક વહી રે ગઈ,
આથી જ પ્રેમથી ચંદ્ર કહે :
સંસારના હર પગથીયે લેજે હરિનામ,
ભાવથી પ્રભુને ભજશે તો થાશે તારૂ કામ,
પહેલે પગથીયે મમતા તારી હરિ ગુણ ગાશે,
નાનેરા બાળ હૈયે તો એ બધું જાશે,
બીજે પગથીયે હરિબીજ ઉગશે જ્યારે,
પ્રભુજ્ઞાન થાશે તને યુવાનીમાં ત્યારે,
ત્રીજા પગથીયે કરતા રે પેટે પૂજા
ભુલીશ ના કદી પ્રભુતણી પૂજા,
ચોથે પગથીયે ભલે કરે તું પત્નિ પ્રેમ,
છતાં ઝરતો રહે તુંજ હૈયે પ્રભુ કેરો પ્રેમ,
પાંચમે પગથીયે બાળકોને પ્રેમ દેજે,
શિખવી તેમને જરૂર પ્રેમે પ્રભુનામ લેજે,
છઠ્ઠે પગથીયે બનીશ તું રે માનવ સાચો
પ્રભુદર્શન કરતો રહેજે  સૌ માનવ હૈયે સાચો,
સાતમે પગથીયે માયા સંસારની છોડી,
ભવસાગર પાર કરવા દેજે મનડું હરિભજને જોડી,
સાત પગથીયાં પ્રભુ ગુણલામાં જો જાશે,
નિશ્ચય તારો જીવડો તો વૈકુંઠે રે જાશે !
કાવ્ય રચના : મે ૨૯,૧૯૯૧
 
 

બે શબ્દો

માનવ જીવનને ” સંસારના સાત પગથિયા ” રૂપે નિહાળી, આ કાવ્ય-રચના ૧૯૯૧માં થઈ હતી. જન્મ બાદ, અનેક પગથિયારૂપે માનવીનું પરિવર્તન થાય છે….અંતે “પ્રભુ-ભજન ” કે પછી “તત્વ-જ્ઞાન ” દ્વારા જ ” મુક્તિના પંથે ” જવાય છે ! આટલું જ શબ્દોમાં કાવ્ય જેવા લખાણરૂપે દર્શાવવા પ્રયાસ કર્યો છે. ભુલો સુધારી, મારા “હ્રદયભાવો” નો સ્વીકાર કરશો એવી વિનંતિ છે. ……..અને, તમારા વિચારો “પ્રતિભાવ” રૂપે આપશોને ?………..ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today’s Post is “Sansar na Sat Pagathiya ” meaning ” Seven Steps in the Life of a Human-Being on this World…. & this is said as a Poem in Gujarati….& this Post will be followed by a series of Posts…PLEASE Revisit this Website & read all Posts that will be published…Thanks ! >>>>>>CHANDRAVADAN.

13 comments April 24, 2009


Meta

Recent Comments

નટવર મહેતા on રમેશભાઈને અભિનંદન
Govind Maru on રમેશભાઈને અભિનંદન
pragnaju on રમેશભાઈને અભિનંદન
rekha sindhal on રમેશભાઈને અભિનંદન
સુરેશ on રમેશભાઈને અભિનંદન

Top Posts

Recent Posts

Blog Stats

 

April 2009
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked