Archive for April 22nd, 2009

સંસાર અને સબંધો

 

MangloreFriends 

 

 
crowdie06london.jpg
 
 
 
 

સંસાર અને સબંધો

આ દુનિયા….આ જગત……એટલે માનવી અને સંસાર. સંસાર એટલે મોહમાયા. જગતમાં જન્મ લેતા માનવી અનેક માનવ-વ્યક્તીઓ સાથે સબંધો લઈને  આવે છે. અને, જનમ્યા બાદ, બીજા અનેક સબંધો બાંધે છે, અને કોઈક વાર બાંધેલા સબંધોને તોડે છે.
મનવીને જન્મ આપનાર માત-પિતા સાથે એનો પ્રથમ સબંધ…..એની સાથે, ભાઈ બહેનો હોય તો એનો સબંધ…..અને, સાથે આવે દાદા-દાદી, કાકા-કાકી, ફોઈ-ફુઆજી, તેમજ આજાબાપ-આજીમા, મામા-મામી, માસી-માસા વિગેરે સબંધો. ભાઈ કે બહેન પરણતા એ નવા સબંધો……અને, પોતે પરણતા પત્નીનો સબંધ, અને એની સાથે આવે સાસુ-સસરા, સાળા-સાળીઓ વિગેરેના નવા સબંધો. પોતાના સંતાનોને પરણાવતા, એની સાથે શરૂ થાય બીજા નવા સબંધો.
ઉપર મુજબ, ઉલ્લેખ કરેલા પારિવારીક સબંધો સિવાય, અનેક માનવીઓ સાથે મિત્રતાના સ્નેહ તાંતણે અનેક નવા સબંધો બંધાય. શાળા, કોલેજ, ધંધા વિગેરેના સંપ્રક રાખતા, નવા સબંધોમાં વધારો થાય છે…….કિન્તુ, માવવી નવા સબંધો બાંધતા, કોઈક વાર બાંધેલા સબંધો તોડે છે. માનવી પોતાને માટે કે પરિવારના ગુજરાન માટે ધન, દોલત, માલ-મિલ્કત, ગાડી ઘોડા કે સાધનો સાથે સબંધો બાંધે છે. આ પ્રમાણે, અન્ય વ્યક્તિઓ કે ચીજૉ સાથે સબંધો માનવીને મોહ-માયાના ચક્કરો તરફ લઈ જાય છે.
આવા સંસારના વર્ણનમાં જે કંઈ જન્મથી મળેલા કે પાછળથી શરૂં કરેલા સબંધોમાં રહી કેવી રીતે જીવન જીવવું એ જ માનવી માટે એક મોટી કસોટી છે. અહી, માનવ ફરજરૂપી કર્તવ્ય-પાલનનો સવાલ આવે છે. ગીતા શીખવે છે કે પ્રભુને પામવા માટે કે “પરમ તત્વ” ને મેળવવા માટે માનવીને સન્યાસી બનવાની જરૂરત નથી. સંસારમાં રહીને, “પ્રભુ-પંથ” લેવો કઠીણ છે પણ, અશક્ય તો નથી જ! તો, સંસારની મોહ-માયા જે સર્વ સબંધોમાં છુપાયેલી છે તેને ત્યાગીને કેમ ભોગવી શકાય ? એ સવાલનો જવાબ જ્યારે માનવીને મળી જાય ત્યારે એ નિસ્વાર્થ ભાવે કાર્યો કરતા શીખી, એ ધીરે ધીરે સંસારની મોહમાયામાંથી છુટે છે. ત્યારે, એ માનવી  એવાં પદ પર પહોંચે છે કે એ બધામાં પ્રભુને નિહાળે છે, એને જે પણ કાર્ય કરે તેને એ પ્રભુને અર્પણ કરે છે……આ રહી સંસારમા જીવવાની ચાવી !
આ સંસારના જન્મ લેતા થયેલા સબંધો કે જ્ન્મ બાદ થયેલા સબંધો બારે કંઈક કાવ્યોરૂપે હવે પછી મારી પોસ્ટો હશે…….(૧) સંસારના સબંધો (૨) માત-પિતા વંદના (૩) દામ્પત્ય જીવન (૪) નારી જીવન અંજલી (૫) દીકરીની પૂકાર (૬) દોલતની આગ (૭) આ દુનિયા (૮) એક કાવ્ય પ્રભુ વિષે…….આથી, તમે હવે પછી,  ૮ પોસ્ટો નિહાળશો. એ પહેલા તમોને હું આ પોસ્ટ બારે તમારો પ્રતિભાવ આપવા વિનંતી કરૂં છું. મેં તો મારી સમજ પ્રમાણે, સંસાર બારે લખ્યું અને કદાચ મારા વિચારોમાં ભુલો હોય શકે કે પછી, તમારા વિચારો જરા જુદા હોય તો તમે “પ્રતિભાવરૂપે ” લખેલા ” બે શબ્દો ” દ્વારા હું એ જાણી શકું…….ચંદ્રવદન.
 
FEW WORDS
 
This post is entitled “SANSAR ane SABANDHO ” meaning the Relationship of the Humans in a World Society. A human is born with the relations to Parents & Relatives & then He/She establishes New Relations during his/her lifetime, sometimes the established relations are broken. A human also establishes the attachments to the material things of the World too. If he/she learn to live without selfish motives & with detachment from the external infuences, then the KEY for LIVING A LIFE AS A HUMANBEING  is discoverd.
There will be F/U Posts as Poems in Gujarati regarding some of the Relationships in this World….Hope you like this Post>>>>>CHANDRAVADAN.

6 comments April 22, 2009


Meta

Recent Comments

નટવર મહેતા on રમેશભાઈને અભિનંદન
Govind Maru on રમેશભાઈને અભિનંદન
pragnaju on રમેશભાઈને અભિનંદન
rekha sindhal on રમેશભાઈને અભિનંદન
સુરેશ on રમેશભાઈને અભિનંદન

Top Posts

Recent Posts

Blog Stats

 

April 2009
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked